“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-4 ♥

ટોપ કૌંસ :~
{[(
હવે પહેલો પાર્ટ જયારે અમે લખવાનું નક્કી કર્યું ત્યારે જ સ્ટોરી નક્કી કરી અને મેં પહેલો ભાગ લખી ને share કરી દીધો હતો…. પછી સેકન્ડ પાર્ટ રોનકે લખ્યો…. અને પછી તો જે થયું એ તો ખબર જ છે ને…. 😛
હવે આટલા ટાઈમ પછી લખ્યું એમાં થયું એવું કે સ્ટોરી જે સ્ટાઈલમાં લખવાની સ્ટાર્ટ કરી હતી એ સ્ટાઈલ તો ક્યારે ચેન્જ થઇ ગઈ એ ખબર જ ના પડી….. પણ હવે ચેન્જ થઇ જ ગઈ છે તો એ ચેન્જને જ એક્સેપ્ટ કરીને આજનો આ ચોથો પાર્ટ લખ્યો છે….પણ કઈ કહેવાય નહિ, કદાચ બંને સ્ટાઈલ માં એક જ સ્ટોરી પણ લખાઈ જાય લાસ્ટ પાર્ટ ની જેમ જ…. સો એન્જોય!!
અને આગળના પાર્ટ્સ ના વાંચ્યા હોય તો અહી વાંચી લો…!! 🙂
)]}
——————————————
આજે મિલી રોજ કરતા પણ વધારે ઝળકતી હતી, એની આંખોમાં પણ ચમક હતી અને આજે એના ફેસ પર ટેન્શનનો એક છાંટો પણ દેખાતો નહોતો…. આજે તો તેને મળવા માટે થઇ ને બાલ્કની પરથી જ કુદી જવાની ઈચ્છા થઇ જતી હતી….ધવલ વિચારતો હતો.
અચાનક જ મિલીએ ધવલ તરફ નજર કરી અને ધવલ ચોંકી ઉઠ્યો, મિલી ફોન મૂકી ને બુથમાં થી બહાર નીકળી અને બાલ્કની ની નીચે જ આવીને ઉભી રહી ગઈ! ધવલ કઈ પણ વિચાર્યા વગર જ me માળ ઉંચી એ બાલ્કની પર થી કુદી પડ્યો અને ઝટકા સાથે જ પટકાયો!
****
ધવલની આંખો ખુલી અને તેને ખ્યાલ આવ્યો કે તે ફક્ત પલંગ ઉપર થી જ પટકાયો હતો. તેણે ઘડિયાળ સામે નજર કરી અને તેને પ્રવીણ અને જીતું ની વાત યાદ આવી, અને તે તૈયાર થઈને હોસ્ટેલ બાજુ આંટો મારવા માટે નીકળવા લાગ્યો.

અપાર્ટમેન્ટની નીચે ઉતરતા જ ડાબી બાજુ  ધવલે ચાલવાનું શરુ કર્યું, સવાર સવાર માં બધી દુકાનો બંધ હતી. દુકાનો પસાર કરતા કરતા ધવલ આગળ વધ્યો અને ચાર રસ્તા ઓળંગીને ગયો ત્યાં જ તેને પ્રવીણ અને જીતુ દેખાયા. જીતુએ કઈક કમેન્ટ પાસ કરી અને પ્રવીણે હસતા હસતા તેને તાલી આપી…

ધવલ : શું ભાઈ? સવાર સવાર માં જ મારી મજાક ચાલુ કરી દીધી આજે?
પ્રવીણ : અરે હોતું હસે, અમે તો અમાર ભાભીની મજાક ઉડાવતાતા….
જીતુ : જો કે મજાક ઉડાવવા કરતા એમની લેખક સાહેબ ફિલોસોફી થી કેવી હાલત ખરાબ કરશે એ વિચારી ને દયા ખાતા હતા….
ધવલ : હવે એ બધું બંધ કરો અને બોલો કઈ બાજુ આંટો મારવાનું કહેતા હતા?
પ્રવીણ : જો જીત્યા, કેટલી ઉતાવળ છે લેખક સાહેબ ને એ તો જો….

પ્રવીણે ફરી થી તાલી આપી અને ત્રણે જણા હોસ્ટેલ બાજુ ચાલવા લાગ્યા…. ધવલ ની નજર મિલીને શોધવા માટે જ આમ તેમ ફરતી હતી પણ કોઈ શોધી ન શકી. ધવલે હોસ્ટેલની નજક આવેલા મંદિર બાજુ આંટો મારી આવવાનું નક્કી કર્યું અને એ બાજુ જવાનું વિચારતો જ હતો ત્યાં મંદિર તરફ થી મિલી ને આવતા જોઈ. મિલીની પણ નજર ધવલ ઉપર પડી અને એક મીઠી છતાં મીસ્ટીરીયસ એવી સ્માઈલ મિલીએ ધવલ તરફ થ્રો કરી!! થ્રો કરેલી સ્માઈલની એક્સ્પેક્ટેશન ણ હોવાથી જ કદાચ ધવલે એક સરપ્રાઈઝ એક્સપ્રેશન આપ્યું અને પછી તરત જ તે ઇવેન્ટ ને કેચ કરીને સાંભળી લેતા એક સરસ મજાની સ્માઈલ પરત કરી….!
મિલીએ તરત જ નજર ફેરવી લીધી અને એજ સફેદ બંગલા ના મેઈન દરવાજાની અંદર જતી રહી. પ્રવીણ અને જીતુ પણ ધવલ ની તરફ આવતા હતા અને ધવલે એક્સપ્રેશન ચેન્જ કરવાનો ટ્રાય કરતા એ લોકોને ગાંઠીયા પોતાની તરફ થી ખવડાવવા માટે ઇન્વાઇટ કર્યા….

પ્રવીણ: હવે તો ચોક્કસ કૈક લોચા લાગે છે બોસ….!!
ધવલ : તમે લોકો ગાંઠીયા થી મતલબ રાખો….. 😉

*****
ધવલ ફરીથી ફ્લેટ પર આવી ગયો હતો, ઘરે આવીને આરામ કર્યો અને સાંજે ત્રણ વાગ્યે ઉઠીને ફ્રેશ થઇ ને બાલ્કની પર ગયો, ખુર્ચી પર બેઠો અને ફરી મિલીના વિચારોમાં જ ખોવાઈ ગયો.
ગઈ કાલે પણ મિલી ના ફેસ પર કોઈ ટેન્શન હોય તેવું લાગતું હતું, આજે પણ તેની સ્માઈલ ની પાછળ કોઈ મીસ્ટરી હોય એવું લાગતું હતું. પૂછું પણ કઈ રીતે એને?! આજ બધા વિચારો માં ધવલ કેટલા ટાઈમ થી ખોવાયેલો હતો તેનું તેને પણ ધ્યાન હતું નહિ. તેણે ઘડિયાળ સામે જોયું અને બુથ તરફ નજર કરી. મિલી આ ટાઈમે આવવી જોઈએ તેવું વિચારતો તે બુથ સામે જ જોઈ રહ્યો, ખુરશી પરથી ઉભો થયો  અને ઘણી વાર ચાર રસ્તા તરફ જેટલી દુર નજર જાય તેટલી લગાવીને જોવા લાગ્યો અને ફરીથી ટેન્શન અને એ મીસ્ટીરીયસ સ્માઈલ પાછળ ના રીઝન વિચારતો ખુરશી પર બેઠો. આજ બધા વિચારોમાં પ્રવીણ અને જીતુ ના આવવાનો ટાઈમ પણ ક્યારનો નીકળી ગયો હોવા છતાં તે લોકો આવ્યા નહોતા તે તરફ તેનું ધ્યાન જ નહોતું ગયું!

ચાર રસ્તા તરફ ઘણી ભીડ જામેલી હતી અને તે તરફ થી જ પ્રવીણ અને જીતું દોડતા દોડતા આવતા હતા. ધવલે અંદર જઈને દરવાજો ખોલ્યો, અને પાણી નો લોટો ભરી ને પ્રવીણ-જીતું ને ધરી દીધો. પ્રવીણે પાણી પીધું અને લોટો જીતું ને આપ્યો, ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો,

પ્રવીણ : આજે તો બહુ અજીબ એક્સીડેન્ટ થયો છે પેલી ચોકડી આગળ. પોલીસ પણ આવી છે અને લોકો વાતો એવી કરે છે કે કોઈએ જાણી જોઇને આ એક્સીડેન્ટ કરાવ્યો છે એવું લાગે છે.
ધવલ : પણ ટપક્યું છે કોણ?
પ્રવીણ : એ તો અમને પણ ખબર નથી, ત્યાં ભીડ પણ એટલી બધી હતી અને પોલીસ કોઈને નજીક પણ જવા દેતી નથી. અને અમને થોડું મોડું થયું હતું તો જેટલી વાત જાણવા મળી એટલી જાણી ને આવી ગયા અહિયાં….
જીતુ : અરે એ બધી વાતો કાકાને ખબર જ હશે, જમવા ચાલો, ત્યાં જઈને જ પૂછી લઈએ એ તો….

ધવલ પ્રવીણ અને જીતુ ઘર ને તાળું મારીને કાકાની દુકાને ગયા.
કાકા : આજે તો આ થયું એવું પહેલી વાર જોયું!
ધવલ : કાકા  થયું છે શું એ વાત જ કરો ને….
કાકા : કોઈક ઈશ્ટીમ(મારુતિ ૧૦૦૦) વારાએ કોઈ છોળી ને પાડી દીધી છે….. બધા કેછ પેલી હોસ્ટેલ ખુલીસ ને નવી… ત્યાં રેતીતી છોળી….

ધવલ ના મગજ માં સીધો જ મિલી નો વિચાર આવ્યો…. તેણે ઉભા થઈને ચોકડી બાજુ નજર કરી. ભીડ હવે રહી નહોતી. પણ પોલીસના સીલ ના કારણે કોઈને તે તરફ જવા માટે પરવાનગી પણ નહોતી અપાઈ. ધવલે બીજા દિવસે સવારે ત્યાં જવાનું નક્કી કર્યું…..

******

આખી રાત આ જ બધા વિચારોમાં કાઢીને સવાર થતાની સાથે જ ધવલ ચાર રસ્તા બાજુ જવા નીકળી પડ્યો. હવે ત્યાં પોલીસ સીલ પણ નહોતું અને કોઈ ક્રાઈમ નું નિશાન પણ જણાતું નહોતું. રોજની જેવી જ એ જગ્યા દેખાઈ રહી હતી. ધવલ ત્યાંથી સીધો જ હોસ્ટેલ તરફ ગયો. હોસ્ટેલમાંથી બહાર આવતા એક બહેનને તેને જરા પણ રાહ જોયા વગર કે વિચાર કાર્ય વગર જ પૂછી લીધું,

ધવલ : બહેન, મિલી અત્યારે અંદર છે?
બહેન : એ તો ગઈ કાલે સવારે જ ક્યાંક નીકળી ગઈ હતી, અને ત્યારની આવી જ નથી, લોકો કહે છે કે કાલના એક્સીડેન્ટમાં કદાચ……. પણ તેનો ચહેરો ઓળખાય એવો નહોતો…..
ચાલતા ચાલતા જ આટલું બોલીને તે બહેન નીકળી ગયા…..
અને ધવલ ના મગજમાં અસંખ્યો વિચારો આવવા લાગ્યા…..
લોકોને જોઇને તેમની સ્ટોરી વિચારતો ધવલ અત્યારે ખુદ જ એક અધુરી સ્ટોરી બનીને રહી ગયો હતો….. તે ફરીથી ચાર રસ્તા બાજુ ગયો, જ્યાં એક દસ-અગ્યાર વર્ષનો છોકરો ગોળ-ગોળ આંટા મારતો હતો અને માટીમાં કૈક શોધી રહ્યો હતો. ધવલ તે બાળકની સ્ટોરી વિચારવાનો પ્રયત્ન કરીને તેનું મન વાળવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પણ તેના મગજમાં બસ એક જ વિચાર, એક જ આશા હતી….. કે મિલી સવારે ટેન્શન માં હતી અને તે જરૂર તેના ઘરે જ પાછી ગઈ હશે….. નહિ કે કાળનો શિકાર બની હોય.
————————————
એપિસોડ રાઈટર – વિરાજ
————————————

બોટમ કૌંસ:~
{[(
બસ તો…..ફાઈનલી સ્ટોરીનો એન્ડ આવી જ ગયો……..
જો કે થયું એવું કે રોનકે નક્કી કર્યું છે આ સ્ટોરીને થોડી હજુ પણ આગળ લઇ જવી જોઈએ…. હવે મને ગમે અધૂરા અને સસ્પેન્સ વાળા એન્ડ કે જ્યાં રીડર્સ જ આગળ શું થયું હોય તે વિચારી લે…. પણ આગળ લખવાનું ચેલેન્જ કોને ન ગમે!!
તો બસ હવે એ તમારી પર જ છોડીએ છીએ…..
શું લાગે છે?
નેક્સ્ટ પાર્ટ આવવો જોઈએ કે નહિ??
)]}
day6

Advertisements

“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-3 ♥

ઉપલો કૌંસ:~
{[(
વાત જરાક એમ થઇ કે ૨૨ જુન 2012 માં મેં અને મારા ફ્રેન્ડ રોનકે નક્કી કર્યું હતું કે ભેગા મળીને એક વાર્તા લખીએ…. અને લખવાનું શરુ પણ કર્યું હતું…. પણ એ વાર્તા ના બે ભાગ લખાયા અને ત્રીજો ભાગ એ મને કાગળ પર આપીને ગયો અને પેલી આવી ગઈ મને હેરાન કરવા, કે મને છેક આજ સુધી લખવા જ ના દીધો ત્રીજો ભાગ!! પેલી મતલબ….. આળસ!! પણ ફાઈનલી…..એ ગઈ….અને વાર્તા આવી….!

હવે જો તમે આગળના ભાગ વાંચ્યા હશે તો અત્યાર સુધી તો ભૂલી જ ગયા હશો, અને નહિ વાંચ્યા હોય તો વાંચવાની ઈચ્છા પણ થશે જ એવું માનીને અહિયાં જ એના આગળના પાર્ટ્સ ની લીન્ક્સ share કરું છું…. તો એન્જોય કરો….
પાર્ટ-1
પાર્ટ-૨
)]}

નવી સવાર, નવો દિવસ…. કોઈએ કીધેલું છે કે સવાર સવારમાં પથારી માં આળસ ખાઈ લઈએ તો આખા દિવસમાં પછી આળસ રહે નહિ….. તો ચાલો હવે તૈયાર થઇ જઈએ, આજે તો પાછું લેખ સબમિટ કરવા જવાનું છે!

ચાલતા ચાલતા, આ ઝરમર વરસાદમાં, રસ્તે મળતા બધા દ્રશ્યો માણવાની મજા જ અલગ છે!

“હરતા-ફરતા”-નવી જનરેશનનું નવું મેગેઝીન! ટાઈટલ તો સારું એવું આપ્યું છે પોસ્ટર પર! જે પણ હોય! એડિટર સાહેબ નો વટ જોરદાર પડે છે!! ચાલો હવે આપણું કામ તો આ લેખ દેતા જ પૂરું!
હવે ધોધમાર પડે એ પહેલા ઘરે પહોંચવામાં જ ભલાઈ છે!
*******************
ઘર જેવી શાંતિ ક્યાય નહિ!! એમનેમ લોકો થોડું ને કહેતા હશે “ધરતી નો છેડો ઘર”! હજુ તો ૧૨ વાગ્યા છે… બસ અત્યારે તો આરામ જ કરવો છે….પછી ૩ થી ૬ ની તો અપોઇન્ટમેન્ટ છે આપણી બાલ્કની, ચા અને ખુરશી સાથે!! આજે કદાચ “એ” ફરી જોવા પણ મળી જાય!!
*****************
૬ તો વાગવા આવ્યા! ગઈ કાલે આટલા વાગ્યે જ તો દેખાઈ હતી એ! વરસાદના લીધે નઈ આવી હોય? પણ આ તો બસ ઝરમર પડે છે! ઓહ્હ…. આવી ગયા મેડમ! વગર છત્રીએ! હવે તો લાગે છે રેગ્યુલર કસ્ટમરમાં નામ આવી જ જશે…. 😀
ચાલો થોડાક એક્સપ્રેશન પણ જોઈ લઈએ…. કદાચ લખવા માટે કઈક નવું જ મળી જાય, એના ચહેરાની જેમ જ….અરેરે આ વરસાદ પણ ….હવે કઈ સ્પષ્ટ દેખાતું નથી પણ ટ્રાય કરવામાં શું જાય છે. ચાલો કૈક તો દેખાય છે, ગઈ કાલ કરતા આજે કૈક અલગ જ મૂડ માં લાગે છે .ચેહરા પર સ્ટ્રેસ જણાય છે. લટમાં ઝડપથી આંગળી ફેરવી રહી છે , હમ્મ્મ્મ …. હવે સામે કોઈએ ફોન ઉપાડ્યો લાગે છે , અરે અરે બૂમો પાડતી હોય એવું લાગે છે , ગુસ્સા માં બોલતી હોય એમ લાગે છે …… અચાનક શાંત ??? લે આણે તો ફોન પટકીને મૂકી દીધો .
અરે સાડા છ થઇ ગયા!! જીત્યો ને  પ્રવીણીઓ આવતા જ હશે , ચાલો નીચે જઈને ઉભો રહું .
******************
ધવલ : અલ્યા આજે કેમ ખુશ ખુશ લાગો છો ?!
પ્રવીણ : એતો અમે હોસ્ટેલ સાઈડ આંટો મારવા ગયા હતા ને એટલે ….
ધવલ : તો એમાં શું ?
જીતુ : અરે “કુદરતી દ્રશ્ય” જોવા ની મઝા આપડી ગઈ એટલે ખુશ છીએ . તું બી યાર આટલું સિમ્પલ પણ સમઝતો નથી ….
ધવલ : ભાઈ એમ તો મને બધી ખબર પડે છે, આ તો તારા મોઢે થી બોલાવડાવુંતુંને એટલે …!
પ્રવીણ : હા લેખક સાહેબ , તમને તો કોણ પહોચી શકે …??
જીતુ : ચાલો બે આપડી વાતો માં કાકા ક્યાંક બંધ કરીને જતા ના રે …
ધવલ : અલ ચિંતા ના કરીશ કાકા આપડ ને જમાડયા વગર કદી જાય છે તે આજે જતા રેહશે!!
પ્રવીણ : એ વાત તો સાચી … પણ આતો આજે વરસાદ જેવું છે એટલે જેટલું જલ્દી જઈને આવતા રહીએ એટલું સારું …
*****************
(ત્રણેય જણા કાકાની લારીએ પહોચે છે અને કાકા જોડે આડી અવળી વાતો માં પરોવાઈ જાય છે . જીતુ અને પ્રવીણ કાકા જોડે વાતો માં પરોવાયેલા છે અને ધવલ પોપટલાલ જોડે પહોચે છે .)
ધવલ : પોપટ કાકા બે દિવસ થી પેલી છોકરી જે ૬ વાગ્યાની આસપાસ આવે છે એના વિષે કઈ ખબર ?
પોપટલાલ : કોણ..? પેલા મિલી બેન ને ?… હમણાં પેલી હોસ્ટેલ માં જ રેહવા આયા છે …
ધવલ :(આનંદ અને આશ્ચર્ય સાથે) હા બસ એજ …
પોપટલાલ :તે એમનું સુ છે ??
ધવલ : આજે કૈક મૂડ બરાબર નતો લાગતો એનો …
પોપટલાલ : હા થોડા ગુસ્સામાં ને ટેન્શન માં લગતા હતા , મેં પૂછ્યું’તુ પણ કઈ વાત કર્યા વગર જ પૈસા આપની ને નીકળી ગયાતા એતો ….
ધવલ : હમમમ …. તમે બી એમાં શું કરી શકવાના હતા … કઈ નહિ ત્યારે પછી મળીએ , હું જમી આવું
પોપટલાલ : હવ કઈ વાંધો નઈ … જમીલો તમતમારે ….
***************
(ધવલ પાછો કાકાની લારીએ પહોચે છે , ત્રણેય જણા જમીને ઉભા થાય છે અને ઘરે જવા ના રસ્તે નીકળે છે , રસ્તામાં વાતો કરતા કરતા …….)
જીતુ : અબે કાલે સવારે પેલી હોસ્ટેલે જવું છે ને આંટો મારવા …?
પ્રવીણ : હાસ્તો! એમાં પૂછવાનું શું હોય …!
જીતુ : અલા તને નઈ ધવલ ને પૂછું છું , બોલ ધવલ ઈચ્છા ખરી કે નહિ ?
ધવલ : (થોડું વિચાર્યા પછી ) હવ ચાલોને આમેય નવરો જ છું , ઘરે એકલો કંટાળું એના કરતા તમારી જોડે આવીશ .
પ્રવીણ : અલા ના હોય તું તૈયાર થઇ ગયો !!!કઈક તો છે!! બોલીજા …
ધવલ : અલા કશું  નથી …
પ્રવીણ : પેલા પોપટલાલ જોડે કૈક વાત કરતો હતો ને! પેલી ફોનબૂથ વાળી નું કૈક ચક્કર લાગે છે ….
ધવલ : હા જા એવું જ છે … શું કરી લઈશ …
પ્રવીણ : અલા એમાં આટલો બગડે છે શેનો , સાચું કહીએ એમાં બૂમો પાડે છે …
જીતુ : અલા મુકોને બબાલ કાલે જઈને સાબિતી જોઈ લઈશું એતો ….
પ્રવીણ : જીત્ત્યા જીંદગીમાં પેલી વાર કૈક સરખી વાત કરી ….
ધવલ : લો પહોચી ગયા , હવે કાલે જ મળીશું …
(ત્રણેય જણ બીજી થોડી આડી અવળી વાતો કરી ને છુટ્ટા પડે છે )
*******************
નીચલો કૌંસ:~
{[(
હવે આમ તો અમે નક્કી કર્યું હતું કે ત્રીજો પાર્ટ જ છેલ્લો હશે, પણ એવું ન થવાના કારણ એવા છે કે,
~> કાગળમાં લખી રાખી હતી એ સ્ટોરી જ ક્યાંક ખોવાઈ ગઈ….
~> અને સ્ટોરી યાદ રહી નહિ એટલે સ્ટોરી ચેન્જ કરવી પડી :Pજો કે નેક્સ્ટ પાર્ટ માટે તો રાહ નહિ જ જોવી પડે…. કારણ કે સ્ટોરી શું છે એ અમે ડિસ્કસ પણ કરી લીધું છે અને નેક્સ્ટ પાર્ટ કાલે જ પોસ્ટ કરવાના છીએ…… હોપફૂલી 😛 😀
)]}
day4

“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-2 ♥

થોડી રાહ જોવડાવી પણ આખરે મારી આળસ ને હરાવી ને મેં સ્ટોરી ટાઈપ કરી જ દીધી….. કેમ કે પેજ પર તો ક્યારનીય લખાઈ ગઈ હતી(મારે નતી લખવાની એટલે :-P)
જો આગળનો પાર્ટ વાંચ્યો ના હોય તો એ અહી “૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-1 ♥ પર જ છે.
અને આ રહ્યો પાર્ટ-૨…… 🙂 એન્જોય કરો અને કમેન્ટ્સ આપતા રહો….
——————————————————————————————————-
——————————————————————————————————-
આમ પણ અત્યારે વિવિધ ભારતી માં સારા ગીતો જ આવતા હશે, કમસે કમ ક્લાસીકલ સોન્ગ્સ તો નહિ જ આવતા હોય… 😉
આ આવી ગયા લાગે છે જીતું ‘ને પ્રવીણ, આ ટાઈમે બીજું કોણ ખખડાવે દરવાજો!
“આવો આવો ભાઈઓ, કેમ આજે પગથીયા ચઢવા પડ્યા? ગળું બેસી ગયું છે કે શું? રોજ તો નીચે થી જ બુમો પાડતા હોવ છો ને!
“અરે આપણા જીતું ભાઈ એક સમાચાર લાયા છે બોસ!” પ્રવીણ નો ફેસ જોઇને સમાચાર સારા હશે એવું માની જ લઈએ!
“ઓહો! સુ વાત છે ભાઈ? અમને તો કહો…..”
“અરે યાર નહિ માને, પેલો મારા ઘર આગળ નો ધોળો બંગલો છે ને….કેટલાય ટાઈમ થી ખાલી પડ્યો હતો…”
“હા તો?”
“અરે ત્યાં વુંમન્ઝ હોસ્ટેલ ખુલી છે!! જોર ફટકા આયા છે યાર….” જીતું પાસે આની જ અપેક્ષા રખાય!
“ઓહો, તારા તો નસીબ ખુલી ગયા ત્યારે!!”
“અરે ધવલ, તુય આવજે સવારે, આંટો મારવા જઈશું એ બાજુ….. ” બસ જીતુંને નવું કામ મળી ગયું હવે તો… 😛
“ના યાર, સવારે તો લેખ આપવા જવાનું છે મારે….”
“અરે કઈ વાંધો નહિ, હોસ્ટેલ ક્યાં જતી રહેવાની છે!, આવજે આવવું હોય ત્યારે ;)”
“તમે બે જણા વાતો પછી કરજો, કાકાની લારીએ જવાનું છે હજુ તો…. હમણાં પરોઠા શાક પણ નસીબ નહિ રહે જો લારી બંધ કરીને જતા રહેશે તો…” ક્યારનોય ચુપ ઉભેલો પ્રવીણ આખરે બોલ્યો.
“અરે હા, પાછી આજ ની અપડેટ્સ પણ લેવાની છે ;)” આ કાકા કોઈ ન્યુઝપેપર થી ઓછા નથી… આસ પાસ ની તો બધી અપડેટ્સ મળી જ રહે છે એટલીસ્ટ…..
************************


“આયા ખરા કેમ તમે તય્ણ,ભાઈ થોડું વહેલું આવાનું રાખો, હવે તો બંધ કરવાનો ટેમ થ્યો.” કાકા રોજ ની એમની મજાક ની સ્ટાઈલ માં જ બોલ્યા….
“કાકા, ભૂખે મારવાના છો તમે તો….” પ્રવીણે તો માની લીધું! 😛
“તમને ભૂખા મારું તો હું ભૂખે મરું, મારે તો ક્યાં આ પોપટલાલ જેવી કમાણી છે!? આ STD એ એમને સારી કમાણી કરી આપી છે….”
“અરે હા, આજે એક….” લાગે છે પેલી STD વાળી છોકરી ની વાત મારા પેટ માં નહિ રહે….
“શું થયું? કેમ અટકી ગયો?” પ્રવીણે પકડી પાડ્યો…..
“કઈ નઈ, પછી કહું એ તો….”
“સુ ગુસપુસ કરોછ લા?” કાકા ને બધું બહુ જાણવું હોય!
“એ તો કાકા આ જીતું અને પ્રવીણ એક વાત લઇ ને આવ્યા હતા, એમાં મોડું થઇ ગયું એની વાત કરતા હતા…તમે બોલો, કઈ નવા-જૂની?” કાકાને ક્યાં ખાનગી વાતો કેહવાય!
“બસ આજે તો કઈ ખાસ છે નહિ, હવે મોડુય થઇ જ્યુંછ તો કાલે કરીસુ વાતું બધી…..”

***********************
પ્રવીણ: બોલ ભાઈ શું કેહતો હતો તું, ધવલ?
હું: અરે એ તો આજે એક છોકરી જોઈ હતી ત્યાં ટેલીફોનબુથ આગળ, ઈન્ટરેસ્ટીંગ ફેસ હતો!
જીતું: ઓહો! બોલ્યા લેખકસાહેબ આપણા!!
હું: ખરેખર કૈક હતું એ ફેસમાં, મજાક નથી કરતો યાર…..
પ્રવીણ: ગમી ગઈ લાગે છે કેમ ધવલીયા?
હું: અરે એટલે જ તમને કઈ કહેવા જેવું નથી, મજાક જ દેખાય છે બધે…… અને જો આ “લેખક” પર થી સારું યાદ દેવડાવ્યું, કાલે લેખ સબમિટ કરવાનો છે અને હજુ મેં પૂરો લખ્યો પણ નથી.
પ્રવીણ: અરે મજાક તો ચાલ્યા કરે ભાઈ…. જા, આજે સપના માં એજ આવશે, કર જલસા તું તારે….. 😉
જીતું: તો લખો ત્યારે લેખકસાહેબ!! મળીએ કાલે…..
(પાર્ટ-૩ માટે અહીં ક્લિક કરો )
એપિસોડ રાઈટર – Ronak HD .
એડીટીંગ- વિરાજ રાઓલ

“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-1 ♥

કઈ પણ સીધું સીધું કરવાની મને આમ પણ ક્યારેય મજા નથી આવી, તો હવે કઈ સુધરી તો ના જ જાઉં ને! બસ તો ફરી કઈક અખતરો કરવાની ઈચ્છા થઇ અને વિચાર આવ્યો કે, “એક જ વાર્તા જો અલગ અલગ હાથે આગળ વધે તો કેવું રહે?” અને બસ એનું ઈમ્પલીમેન્ટેશન કરવા માટે તખ્તો ઘઢી કાઢ્યો. મારા એક ફ્રેન્ડ ધવલ પાસેથી સ્ટોરી વણવા માટે seeds  (કથા બીજ, યુ નો!) લીધા, સ્ટોરી સ્ટાર્ટ કરીને થોડી આગળ લઇ ગયો હું, અને એન્ડ લાવવાનું કામ કર્યું મારા ફ્રેન્ડ “રોનક દેસાઈ”એ…. અને હજુ ઓછું હોય એમ જુદા જુદા ફ્રેન્ડસ ને એપીસોડસ લખવા માટે કહ્યું! હવે અખતરો કેવો રહે છે એ તો જોઈશું! આપનું કામ છે વાંચવાનું અને એન્જોય કરવાનું, અને હા કમેન્ટ્સ પણ આપતા રહેજો તો ખબર પડે અખતરામાં કોઈ ખતરો તો નથી ને 😉
બસ તો હવે સ્ટાર્ટ કરી દઉં છું “૧૯૯૫ ની એક લવ સ્ટોરી, કઈક પૂરી, કઈક અધુરી!”
——————————————————————————————————-
——————————————————————————————————-
  ૩ વાગ્યાના ઘડિયાળના કાંટા જોઇને દર વખતે એવું જ લાગતું હોય છે કે જાણે એ પણ બપોરથી કંટાળી ને આળસ ખાય છે! એક હાથ બાજુ માં, એક હાથ ઉપર!!

ઘણી વાર તો એમ થાય છે કે બધી વસ્તુઓ માં ઈમેજીન કરવું કે ક્રિએટીવીટી દેખાય છે એ કોઈ skill નહિ પણ શાપ છે! કોલેજ માં પણ આ બધું કરવામાં જ પાછળ રહી ગયો. ના તો મારી ફિલ્ડ માં જોબ મળી અને ના સારો રાઈટર બની શક્યો! કદાચ જીતુએ ઓળખાણ ના કાઢી હોત તો “હરતા ફરતા” મેગેઝીનમાં કોલમ પણ ના મળી હોત!
માન્યું કે આ જમાના માં આટલી કમાણી કઈ જ ના કહેવાય, પણ આવી લાઈફ પણ ક્યાં મળે જ છે કોઈને! એ આરામ થી ઊઠવાનું, તૈયાર થવું હોય તો થવાનું(એકલા રહીને કોના માટે તૈયાર થઈએ!), એ સાંકડી ગલીઓ ને દુકાનો માં નજર કરતા કરતા હરતા-ફરતા “હરતા-ફરતા”ની ઓફિસે જવાનું, લેખ હસ્તક કરવાનો અને બસ, આપણે છુટ્ટા! પછી તો એ ઘેર બેઠા હું, મારી ચા, મારી બાલ્કની ની આરામખુરશી, મારી પેન અને નોટપેડ.. છે ને આરામ(દિલ બેહલાને કે લીએ એ ખયાલ અચ્છા હૈ..)!
Fisrt floor ની balcony નો
not so awesome, but still amazing,
A little boring, but mostly entertaining,
એવો rowdy marketનો circadian(રોજ-બરોજનો) view!
ચાર રસ્તાની ચોકડી ને પબ્લિકની ‘ધમાચકડી’,
ક્યાંક ક્યાંક થતી ‘બબાલ’, દુકાનોમાં ગ્રાહકો ની ભીડની ધમાલ!
ફૂલ ટાઈમપાસ  થઇ જાય!
જો કે આ માર્કેટ નો મોસ્ટ ઈંટરેસ્ટીંગ પાર્ટ તો બાલ્કની ની exact સામે આવેલો ટેલીફોનબુથ છે! ભાઈ એવરગ્રીન ધંધો છે આ, ભીડ તો આખો દિવસ રહેતી હોય છે, પછી ઈંટરેસ્ટીંગ તો લાગે જ ને! આખરે મારા લેખોનો source પણ આજ તો છે ..! લોકોના, વાત કરતી વખતે ઉદભવતા, expressions  જોવાની, લીપરીડીંગ  કરીને શું વાત થતી હશે એ guess  કરવાની મજા પણ આવે અને ટાઈમપાસ પણ સારો એવો થઇ જાય છે!
પહેલા તો પેરેન્ટ્સ થી આટલા દુર આવીને એકલા રહેવાનું કાળ જેવું લાગતું હતું, અને એમાં પણ ભીડભાડ વાળા માર્કેટમાં મળેલો નાનો અમથો આ ફ્લેટ પણ કઈ કોઈને ગમે એવો તો નતો જ. પણ હવે થાય છે કે સારી જગ્યા છે…. એટલીસ્ટ જે કામ કરું છું એમાં હેલ્પ તો મળી જ રહે છે…જો કે આ ૩ થી ૬ વાગ્યા નો ટાઈમ કઈક વધારે જ સ્પીડ માં નીકળી જતો હોય છે! પછી એ gravity ની કાંટા પર ઈફેક્ટ  હોય કે માર્કેટ ની ચાલુ થતી ભીડ ની અસર(સમય પણ સાપેક્ષ જ છે ને!).
હવે તો જીતું અને પ્રવીણ આવતા જ હશે, ત્યાં સુધી STD  બુથ તો છે જ ટાઈમપાસ કરવા માટે! જો કે આ રોજ રોજ આવતી રેગ્યુલર પબ્લિક ને જોવાની પણ અલગ મજા છે! ૪ વાગ્યા વાળા “ચંદન-તિલક-કાકા“, પોણા પાંચ વાળા “મોસ્ટલી-ઇન-ગ્રીન-આંટી” અને આ ૬ વાગ્યા વાળી, ઓહ! આ તો રેગ્યુલર નથી… પણ ઈંટરેસ્ટીંગ તો છે જ! I hope કે આ ચહેરો પણ રેગ્યુલર ચહેરાઓ માં જોડાય!ચાલો જે પણ હોય! હવે થોડી વાર “વિવિધ-ભારતી” ના શરણે જઈએ!
એપિસોડ રાઈટર- વિરાજ રાઓલ