મારી આ લવ સ્ટોરી છે ♥

મારા માઈન્ડનું તારા માઈન્ડની સાથે કઈક કનેક્શન છે;
માઈન્ડની સાથે હાર્ટ-બીટ્સનું પણ તું જો ટ્રાન્ઝેક્શન છે.

તારી આંખોની જ્યાં મારા ફેસ તરફ કઈક મુવમેન્ટ છે;
આપણા લવબ્રીજમાં દેખીતું આ તો સાફ ઈમ્પ્રુવમેન્ટ છે.

નજર ચૂકવી લોકોની મને જોતી તું, એ સિક્રેટ છે;
પહેલા કેમ તું ના મળી એ કરતો ‘વિરાજ’ રિગ્રેટ છે.

તને જોવી એ મારી આંખોની જાણે ફેશન છે;
તને પામવાનું હવે મારા રોમ રોમનું પેશન છે.

મારા જીવતરની બેંકની તું જ હવે કરન્સી છે;
મારી સાથે મેચ થતી તુજ એક ફ્રિકવન્સી છે.

લેટ મી ટેલ યુ, તું જ મારી લાઈફની એ ગ્લોરી છે;
કમ્પ્લીટ કરવા આવી જે મારી આ લવ સ્ટોરી છે.

-વિરાજ રાઓલ

Advertisements

પોએમ લખવા મેં તને વિચારી! ♥

પોએમ લખવા મેં તને વિચારી,
પણ વિચારોએ તો ગુટલી મારી!
પોએમ તો સાઈડ ટ્રેકમાં ઘુસી,
ને બાજુમાં બત્તી થઇ ગુલ મારી!

ખોવાયેલો સપને ક્યાં હું પોન્ચ્યો
લઈને તને, સાથે શાહી સવારી!
શાહી રાખી હતી દાવત મેં ત્યાં તો,
વ્હાલની ડીશ હતી પ્રીતે વઘારી!

માણીને બેઠા એ પ્રેમ આપણે તો,
મુખ્વાસમાં લેતા પ્રેમની સોપારી,
સાંજની મુલાકાતે નીકળ્યા હતા
જોવા ક્લાઉડ્સની ગોલ્ડન કિનારી,

એટલામાં જ વરસ્યા એ વાદળ,
દાખવી ગયા મને મારી લાચારી.
ભીંજાયો લાગણીએ બોલી ગયો હું,
“કાવ્ય માટે પણ ક્યાં તને વિચારી!?!”

જાણે છે? સહેલું નથી હોતું એ તો,
આ તો દિલે પથ્થર મૂકી વિસારી(?),
તો પણ સીમિત રહ્યો તારા સુધી હું,
સૃષ્ટિ વિચારોની મેં જયારે વિસ્તારી!

~વિરાજ

પોએટિક કૌંસ :~
{[(
ટૂંક માં પોએમની તે ફેરવી પથારી! 😦
)]}

JAVAનું બખડજંતર! :D

ક્લાસમાં ઘણી વાર ( આમ તો દરેક વાર) બહુ જ કંટાળો આવતો હોય છે, એવા ટાઈમે બગાસા ખાવામાં થોડુક રિસ્ક ચોક્કસ રહેતું હોય છે, બેટર છે કે ધ્યાન જ નાં આપીએ (ધ્યાન આપીએ તો બોર થવાય ને!)

જો કે હું એવા સ્ટુડન્ટસ માં નથી આવતો (એનાથીએ  જોરદાર 😉 ) એમાં પણ આજે તો લેકચર માં પૂરું ધ્યાન આપ્યું કેમ કે આજની પોસ્ટ લખવા માટે તો ફેકલ્ટીએ જ હેલ્પ કરી હતી. એ ભણાવતા ગયા અને મને આજ ની પોએમ લખવા માટે ટોપિક્સ આપતા ગયા 😉 , એક જ લેકચરમાં બે પોએમ્સ લખી દીધી, એક ગુજરાતીમાં અને એક ઈંગ્લીશમાં 😀
તો એન્જોય કરો, share કરો, અને કમેન્ટ્સ પણ આપતા જાઓ! 😀(નોંધ :~ તમારા રિસ્ક પર વાંચજો, ભયાનક સબ્જેક્ટ પર લખેલું આ બખડજંતર જ છે……. JAVA ના જોડકણા!)

લેકચર ભરવા ક્લાસમાં પેઠો,
ખાલી જગ્યા જોઇને બેઠો.

બેગ માંથી મેં કાઢી ચૉપડી,
સબ્જેક્ટ-નેમ જોઈ હટી ખોપડી.

સબ્જેક્ટ ભારે એવો -“JAVA”,
“કોલેજ આવ્યો હું શું ખાવા!!!”

પછતાવો મને થયો ઘણો,
પણ આવ્યા તો થ્યું ‘ચલો ભણો’!

સાહેબે પણ કરી શરૂઆત,
બોલ્યા, “ફ્રેમ્સ ની કરીશું વાત”.

બારી બાજુ આંગળી ચીંધી,
કિનારીને તેની ફ્રેમ કીધી!

ત્યાં જ મને એક પ્રશ્ન થયો,
ઉભા થઈને હું પૂછી ગયો,

“સાહેબ, એક વાત કરો reveal,
આ કમ્યુટર છે? કે છે CIVIL?”

સાહેબે મારો ઉધડો લીધો,
ક્લાસ છોડવાનો આદેશ દીધો. 😀

સાહેબને ના સમજ એ આવી,
કે અમે છીએ એન્જીનીઅર ભાવી!

~~~~> કૌંસ માં
{[(
ગુજરાતી બ્લોગ ઉપર તો ગુજરાતી પોએમ જ મુકાય ને! (એવું જરૂરી નથી, પણ આ તો મારા બનાવેલા કેટલાક નિયમો, યુ નો! 😉 )
JAVA ઉપર જ લખેલી ઈંગ્લીશ પોએમ “અહી ક્લીક કરીને” વાંચો… 🙂
)]}

રીલેશન થી ડરે છે!

મોત થી પણ જે ના ડરતી, રિલેશનથી એ ડરે છે!
બોકડાનેય તાવ આવે એવી વાતો તું કરે છે!

એક મૉકો જે મળે છે એને તું આ મિસ્સ કરે છે,
સામેથી મળતા આ ગોલ્ડન ચાન્સ ને ડીસમીસ કરે છે.

એકઠી હિંમત કરી હું બેઠો દિલ ખોલીને આજે,
હાર્ટને તો  શૉક દેવાની તું આ સાજીશ કરે છે!

શબ્દ રચના ગોઠવીને મસ્ત માર્યું’તું પ્રપોઝલ,
માઈન્ડ પણ શરમાય એવા સામે તું લોજીક ધરે છે!

વાત તારી કઈક તો સમજાય એવી રાખવી’તી!
તારા આ સસ્પેન્સ માં ‘વિરાજ’ જો પલ-પલ મરે છે!(અઘરું કરે છે!)

“બ્રેકઅપ ટાઈમ” :D

કરવું હોય બ્રેકઅપ તો ચોખ્ખું તું બોલ,
હાથીની જેમ આમથી તેમ તું ના ડોલ.
સીધી તું છે નહિ એ બધાયે જાણે છે,
ખોટાળા ડાહપણ ના પોટલા ના ખોલ.

વાંક મારા કાઢવાના છોડી જ દે તું,
છોકરે છોકરા જાણે છે તારી પોલ.
ખોટા નાટક તું છોડ હવે કરવાના,
(ને) રાખ તારી લાંબી આ જીભ પર કંટ્રોલ.

સહન બહુ કર્યાં છે નખરા આ તારા,
ખોટા આંસુડા ની ઉલેચ ના ડોલ,
ઇમોશનલ ડ્રામાના મુકીને ઢોલ,
કરવું હોય બ્રેકઅપ તો ચોખ્ખું તું બોલ.(આઈ પાછી મોટી)

“પત્તર ના ઠોક”

ઘણી વાર ગુસ્સો એવો ચકરાવે ચડાવતો હોય છે કે શું કરીએ એની ખબર જ ન પડે….ઘણા લોકો ગુસ્સામાં પોતાને જ નુકશાન દઈ બેસે છે, અને ઘણા લોકો બીજાઓને. જયારે કેટલાક  લોકો ગુસ્સાને શાંત કરવા માટે પોતાની ગમતી વસ્તુ કરવા બેસી જાય છે અથવા તો ગમતી વ્યક્તિ ને યાદ કરવા લાગે છે…. બસ તો એવા જ કઈક ગુસ્સા માં લખાઈ ગયેલી કવિતા અહી share કરું છું…. 😛

ગુસ્સો છે આ, એક સળગતી જ્વાળા,
કે ઘી હોમી ને એમાં, ભાગ્યા છે લોક,
નથી કરવી મારે હવે એની નોક-ઝોક,
મુડ ના બગાડ, હવે  પત્તર ના ઠોક.

એક તો શોર્ટ-ટેમ્પર્ડ હું ઓલરેડી છું જ,
બદનામ છું હું, from પૃથ્વી to પરલોક,
નથી કરવા જેવો મારે જીવન નો શોક,
મુડ ના બગાડ, હવે પત્તર ના ઠોક.

બેઠો છું ક્યારનો હું લખવા કવિતા,
લખતા લખતા મારી મરડી ગઈ ડોક.
માંડ નીકળતા એ શબ્દોને ના રોક,
બગડી ગયો મુડ, હવે પત્તર ના ઠોક.

કવિતા ના એન્ડ માં ભલે મુડ બગડી ગયેલો બતાવ્યો છે, પણ આ લખ્યા પછી તો મુડ મસ્ત જ થઇ ગયો હતો 😉 .

મોડર્ન પ્રપોઝલ-2 ♥

Silent આ સાંજ છે, and crazy જઝ્બાત છે,
કેટલાય દિવસ થી મારે કહેવી તને આ વાત છે.
થોડોક છું nervous અને થોડીક ગભરાટ છે,
response ના ડરનો મને થોડોક ફફડાટ છે.

કહેતા આ વાત મારી જીભ કઈક અટકે છે,
પણ અત્યારે જો, મારો જીવ અધ્ધર લટકે છે.
દિલમાં બધું છે પણ words મારા ભટકે છે,
But it’s not my fault, તું જ કઈક એવી હટકે છે.

તારા માટે મારી feelings એવી  કઈક ભાગે છે,
કે સપના પણ હવે તો મારા તને જોવાને જાગે છે!
અવાજ સાંભળી તારો, મનમાં unplugged guitar વાગે છે,
અપ્સરાઓનો તો class જ નથી , તું કઈક અલગ જ લાગે છે!

આજે તો ઝીલવો બસ મારે આ પડકાર છે;
તું જો હોય lifeમાં તો જીવન ઉધ્ધાર છે.
બસ તારી સાથે જ મારે માંડવો સંસાર છે;
To accept my love, બોલ, શું તું તૈયાર છે?(please say YES!) ♥

“દાવ થઇ ગયો”

“પ્રભુ થી મારા creation માં કઈક અભાવ રહી ગયો,
એમાં ને એમાં મારી life નો દાવ થઇ ગયો.

મોટા-મહાન લોકો નો મન પર પ્રભાવ રહી ગયો,
અનુસરણ તેમનું કરતા career નો દાવ થઇ ગયો.

સિનેમા નો hero પ્રેમ નો સુઝાવ દઈ ગયો,
ચાર લાફા પડતા થોબડા નો દાવ થઇ ગયો.

એક્ઝામ હતી મારી ‘ને હું ઢીલો સાવ થઇ ગયો,
પેપર ટફ આવતા રીઝલ્ટ માં દાવ થઇ ગયો.

કવિતા લખવામાં “વિરાજ” તો ગરકાવ થઇ ગયો,
પણ રીડર્સ પર લોડ પડતા એમનો દાવ થઇ ગયો.” 😀

“પ્રપોઝલ નો જવાબ!”

પ્રપોઝ કરવાની વાત થી એવી પોઝીશન આવી ગઈ,
ન ‘હા’ પાડી, ન ‘ના’ પાડી, મને અધવચ્ચે જ લટકાવી ગઈ.

મૂકી દીધી મારા મનની વાતો મેં તો ખુલ્લેઆમ સામે તેની,
એના દિલ-એ-બયાન થી હું અન્જાન, ‘ને એ સસ્તા માં ફાવી ગઈ.

રોકી રાખી હતી મેં તો મારી શ્વાસ-ઉચ્છવાસ ની પ્રક્રિયા,
એ મોમેન્ટ જ કઈક હતી એવી, દિલ નો ધબકાર ભુલાવી ગઈ.

એક પલકારો પણ ન મારતી મારી આંખો તેને જોઈ રહી,
કઈક હલનચલન એના અધરોમાં એક હાર્ટઅટેક શો લાવી ગઈ.

બસ એક અક્ષરના “હા” અને “ના” પર અટકેલી મારી લાઈફ,
“વિચારવું પડશે, પછી કહીશ” કહી ધીરજ મારી લુટાવી ગઈ.

“પછી કહીશ”નો મિનીંગ વિચારતો બેઠો રહી ગયો “વિરાજ”,
ન હા પાડી, ન ના પાડી, બસ અધવચ્ચે જ લટકાવી ગઈ. (ક્યારે કહીશ જવાબ??)

[નોંધ : – મેં આગળ લખેલી કવિતા “મોડર્ન પ્રપોઝલ” પછી ની હાલત તરીકે આ કવિતા ને જોશો તો પણ ચાલશે… 😉 ]

“બહુ જ સુંદર લાગે છે!” ♥

નથી થતું કેન્દ્રિત મારું ધ્યાન, મન માં તું જ આવે છે,
ગમે છે તારી અદા જયારે તારી લટો તને જ સતાવે છે.

તારી બસ એક સ્માઈલ ઉપર તો ઘણા દીવાના ઘાયલ છે,
તારી નજર ના પ્યાલા પીતી જો ખૂદ તારી જ પાયલ છે.

ટ્રેડીશનલ  કે કેઝ્યુઅલ, તું લાગતી સૌમાં પ્યારી છે,
શ્રીંગાર તારા જોવા તરસી તારા જ ઘર ની અટારી છે.

સપના માં પણ જોવા તને એક લાગી લાંબી કતાર છે,
પ્રેમ ને તું મારા જાણી લે, એ પણ કઈક એવો જ અપાર છે.

તને જ શોધવા માટે અહી-તહીં મારી નજર જે ભાગે છે,
કહેવા મથે છે “વિરાજ” તને કે તું બહુ જ સુંદર લાગે છે.(really મસ્ત લાગે છે યાર! 😉 ♥)