લખો એક લેટર(mail) તમારા જ ભવિષ્યને…..

તમે કામ પરથી, કોલેજથી, સ્કુલથી, બજારમાંથી, બગીચામાં પાણી પાઈને કે પછી બસ કોઈ ફ્રેન્ડ કે રીલેટીવ ના ઘરેથી, દેવસ્થળથી કે ગમ્મે ત્યાં થી પાછા આવ્યા છો, થોડાક કંટાળ્યા છો, થોડાક થાક્યા છો, જે કઈ પણ કરીને આવ્યા તેના વિચારો મગજ માં છે, હજુ એ બધું જ મનમાં મમળાવતા મમળાવતા તમે તમારું કમ્પ્યુટર, તમારું લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ, નોટ કે ગમ્મે તે ડીવાઈસ મચેડવા બેસી જાઓ છો…..

ફેસબુક ચેક કરો છો, બ્લોગ્સ ફેંદો છો, ટ્વીટ્સ ચેક કરો છો અને પછી મેઈલ જોવાનું નક્કી કરો છો, અને ત્યાં જ તમને તમારા જ નામ નો મેઈલ દેખાય છે…..તમારા જ આઈ ડી પર થી આવેલો મેઈલ. તમે તેને સ્પામ સમજીને ડીલીટ કરવા જાઓ છો અને ત્યાં જ તમને વિચાર આવે છે કે એક વાર જોઈએ તો ખરા કે છે શું……

તમે મેઈલ ઓપન કરો છો….. અને તમને ઝટકો લાગે છે!! તમે વિચારોમાં ખોવાઈ જાઓ છો….. થોડુક ટેન્શન થાય છે અને એક બોટલ પાણી પી જાઓ છો કારણ કે આ મેઈલમાં એવી બધી વાતો લખી છે જે ખાલી તમને જ ખબર છે, કેટલાક એવા સીક્રેટ્સ જે તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ કે લાઈફ પાર્ટનર સાથે પણ share નથી કર્યા….. અને તમને ઝાટકો એ જોઇને લાગે છે કે મેઈલ તમારા જ ભવિષ્યએ તમને સેન્ડ કર્યો છે!!!

ફયુચરમાંથી આવેલો એક મેઈલ!!
હવે આટલું વાંચીને કોઈ પણ કહેશે કે, ‘ભાઈ, ટાઈમ ટ્રાવેલ વિષે ઓલરેડી ઘણું બધું લખી ચુક્યું છે, પોસીબલ નથી વગેરે વગેરે….. ‘
હું પણ કહું જ છું કે વાત સાચી છે…. મેં લખ્યું એ નહિ, પણ ટાઈમટ્રાવેલ ની પોસીબીલીટીની વાત. મેં જે કઈ પણ લખ્યું છે એ ફેન્ટસી જ છે, એક ઈમેજીનેશન.

પણ જો ઉપર ના વાક્યોમાંથી ખાલી એક સિંગલ ડીટેઈલ જો ચેન્જ કરી દેવામાં આવે…… અને જો હું લખું કે, “તમે મેઈલ ઓપન કરો છો….. અને તમને ઝટકો લાગે છે!! તમે વિચારોમાં ખોવાઈ જાઓ છો….. થોડુક ટેન્શન થાય છે અને એક બોટલ પાણી પી જાઓ છો કારણ કે આ મેઈલમાં એવી બધી વાતો લખી છે જે ખાલી તમને જ ખબર છે, તમારા જુના સપનાઓ વિષે લખ્યું છે જે  અત્યારે ક્યાંક ખોવાઈ ગયા છે, કેટલીક એવી બાબતો લખી જે ખરેખર તમને હસાવી દેશે, કેટલીક તમને વિચારતા કરી દેશે અને કેટલીક એવી વાતો પણ લખી છે જે આંખમાં પાણી પણ લાવી દેશે, કેટલાક સપના પુરા થઇ ગયા હોવાથી થોડુક પ્રાઉડ ફિલ કરાવશે, ….. અને મેઈલ સેન્ડ કરનારનું નામ અને આઈ-ડી તમારું જ છે કારણ કે તમે જ પાસ્ટ માં ક્યારેક આ લેટર કે મેઈલ તમને જ ફ્યુચરમાં મળે એવું સેટિંગ કર્યું હતું.”

મજા આવે ને જો ખરેખર આવું થાય તો? હવે આમાં એવું બહુ વિચારવાનું ના હોય….. મજા જ આવે!!
અને આ પોસીબલ પણ છે જ. માન્યું કે આપણે આપણા પાસ્ટને  લેટર મોકલીને કરેલી ભૂલો સુધારી ના શકીએ, પણ એટલીસ્ટ આપણા ફ્યુચરને લેટર મોકલીને કેટલીક ભૂલો ફરી ન કરવા માટે ટોકી તો શકીએ. કેટલાક અધૂરા સપના યાદ તો દેવડાવી શકીએ…. નક્કી કરેલા ટાર્ગેટ પુરા થયા છે કે નહિ એ નક્કી કરેલા સમયે લેટર મોકલી ને ટોકી તો શકીએ. …
અને આ બધું કરવા માટે એક સરસ મજાની સાઈટ પણ મારા હાથે લાગી છે….અને મેં ગઈ કાલે જ એક સરસ મજાનો લાંબો એવો લેટર મારા જ ફ્યુચર ને સેન્ડ કર્યો છે જે મને વર્ષો પછી મારા જ ઈનબોક્સ માં આવીને સરપ્રાઈઝ આપશે….

તો તમે પણ અહીં ક્લિક કરીને આપો ખુદને જ સરપ્રાઈઝ ….. 😉
અને આ સાઈટ પર પણ….

આવા જ લેટર How I Met Your Mother નામના એક અમેરિકન સીટકોમનું એક કેરેક્ટર(Ted Mosby) પણ લખે છે પોતાના રિલેશન્સ માં કરેલી ભૂલો ફરીથી થાય નહિ એ માટે, તેને જ ટોકવા માટે, અને પાસ્ટમાં જેની સાથે રીલેશન તૂટ્યા હોય તેની સાથે ફરીથી રીલેશનમાં નહિ પડવાના મજબુત કારણો ખુદને જ યાદ કરાવવા માટે…..
આવા જ કેટલાક લેટર્સ તમને અહી વાંચવા પણ મળશે….

તો ફ્યુચરને બીજા કયા રીઝન્સ થી આવા લેટર્સ લખવા જોઈએ એ જો માઈન્ડમાં આવે તો થોડાક કમેન્ટબોક્સમાં પણ પધરાવો….. આજ કાલ કમેન્ટ બોક્સ ખાલી ખાલી પડી રહે છે…..!!

કૌંસમાં :~
{[(
ઉપર જણાવી એજ સીટકોમ How I Met Your Motherના  એક રીસન્ટ એપિસોડમાં ‘ted’ અને ‘barney’ ના ફ્યુચર અને પ્રેઝન્ટ રૂપ ભેગા થઇ ને એક મસ્ત મજાનું બીલી જોએલ નું એક સોંગ ગાય છે, તો ‘એ’ અને ‘ઓરીજીનલ સોંગ’ એમ બંને અહી share કરું છું…દિલ ખુશ ના થાય તો લાઈક ના કરતા….. 😛  એન્જોય!! 😀

)]}
#day3

Advertisements

પ્રથમ લવ લેટર ♥

hi pankti,

આમ તો મેં કોઈ દિવસ આવું કઈ પણ લખ્યું નથી, આઈ મીન, કોઈને લેટર, લાઈક ધીસ….

ક્યાંક વાંચેલું અને સાંભળેલું છે કે “writing a letter is the best way to express feelings”… પણ કોઈ દિવસ એનું ઈમ્પ્લીમેન્ટેશન  નથી કર્યું.

કદાચ થોડુક વીયર્ડ અને ઓલ્ડ fashioned લાગે but I just felt like doing this. and અત્યારે આ લેટર લખું છું તો ગુજરાતી માં જ લખવાની ઈચ્છા થઇ ગઈ, પણ તને તો ખબર જ હશે ને કે યુઝીંગ પ્યોર ગુજરાતી આપણી જનરેશન માટે એક ડીફીકલ્ટ થિંગ છે….

ok, back on track આવું તો મારે એક વાત કહેવી છે, જેના માટે જ આ લેટર લખ્યો છે…. એક્ચ્યુલી મને બીજા લોકોની જેમ શાયરી કે પોએમ્સ લખતા નથી ફાવતું, ના તો મારામાં એટલી હિંમત છે કે તારી સાથે ડાયરેક્ટ વાત કરું, ફેસબુક ચોક્કસ છે જ વાત કરવા માટે પણ રીઅલમાં વાત ન કરી શકું અને ફેસબુક પર કરું તો કઈક અજીબ લાગે, અજીબ તો લેટર માં પણ લાગે જ પણ એટલીસ્ટ કઈક નવું તો છે જ ને… અને ફેસબુક ઉપર તો કોઈ પણ વાત કરે, લેટર તો બધા ના જ લખે ને!

આઈ ડોન્ટ નો તને કેવું લાગશે! કદાચ ગુસ્સો આવે, અથવા યુ સ્ટાર્ટ ઇગ્નોરીંગ મી, ઓર યુ જસ્ટ ડોન્ટ કેર અબાઉટ એનીથિંગ ઓર…..આઈ ડોન્ટ નો! બટ મારે જે કહેવું છે એ આજે બસ કહી જ દેવું છે. કદાચ તને ખબર હશે, કે નહિ પણ ખબર હોય, પણ આઈ નેવર મિસ અ ચાન્સ ટુ લુક એટ યુ એટ રેન્ડમ મોમેન્ટ્સ ઇન ક્લાસ ડ્યુરીંગ લેક્ચર્સ. અને એમાં પણ જયારે તારી સાથે નજર મળી જાય છે એ વખતે ઓકવર્ડ ફિલ થાય છે, અચાનક કોઈક ધ્રુજારી ફિલ થાય છે, પણ એ ધ્રુજારી મને ગમે એવી હોય છે. હોઈ શકે તારી નજર બસ એમ જ મારી બાજુ ગઈ હોય બટ ફોર મી એ કોઈ સેલિબ્રેશનની મોમેન્ટ થી ઓછું નથી હોતું…

ક્લાસમાં એન્ટર થતા જ મારી નજર સૌથી પહેલા તને શોધે છે, હોઈ શકે મારી આંખો માટે તું કોઈ મેગ્નેટ જેવું તત્વ હોય! પણ કદાચ એ તત્વ મારા મુડ માટે નેસેસરી હશે એવું લાગ્યું મને, કેમ કે જયારે તું એબ્સન્ટ હોય ત્યારે અસર સીધી મુડ ઉપર જ થાય છે, અને એ અસર સારી તો નથી જ હોતી. મારા માટે આ ફીલિંગ નવી જ છે પણ મને એ ફીલિન્ગ નું નામ ચોક્કસ ખબર છે. મોટાઓ કહેતા હોય છે કે આ ઉંમરમાં બધું લાગે આવું, ટેમ્પરરી હોય છે, પણ પર્મનેન્ટ કરવું તો આપણા જ હાથ માં હોય છે ને!

કેટલીક વાર તું સ્માઈલ આપે છે ત્યારે મને પેલો મેસેજ યાદ આવી જાય છે કે આ હસીને જુએ છે કે જોઇને હસે છે?! ઓકે, થીસ વોઝ આઉટ ઓફ લાઈન પણ એ સ્માઈલનું સિક્રેટ રીવીલ તો નથી જ થતું…. whatever! કઈ રીતે કહું એ સમજાતું નથી, બટ આઈ લાઈક યોર સ્માઈલ એન્ડ આઈઝ એન્ડ… એવરીથીંગ. સોરી, પણ મને કોઈ વિશ્લેષણ વગેરે યુઝ કરતા ફાવ્યું નહિ તો ડાયરેક્ટ જ લખી દીધું. પણ ટ્રુથ તો એજ છે that I Like You.

તારો રિસ્પોન્સ જાણવો તો છે જ પણ કદાચ એ ફેસ કરી શકીશ કે નહિ એ મને નથી ખબર. તો બસ અત્યારે આટલું જ લખું છું, હોપ કે આ લેટર તારા જ હાથ માં આવે….

it’s me,
priyank.

—————————————————————————–
—————————————————————————–
પ્રથમ લવ લેટર આપણા પ્રિયાંકભાઈએ ડરતા ડરતા લખ્યો છે પંક્તિને. લવ-લેટર ની એ જૂની મેથડ ને કઈક નવી સ્ટાઈલમાં જેવો ફાવ્યો તેવો લખ્યો છે ગુજરાતી અને ઈંગ્લીશ ની ભેળસેળિયા લેન્ગવેજ માં પણ પ્રેમની એ ભાષામાં જે કોઈ પણ સમજી શકે છે!
એ વાત તો ફેક્ટ જ છે કે ફેસબુક અને મોબાઈલ ના જમાનામાં “આઈ લવ યુ” કઈક વધારે પડતું જ સસ્તું થઇ ગયું છે! મફત ના ભાવે (આમ જોઈએ તો “ભાવ” વગર) કોઈના પણ મોઢે થી સરકી પડે છે(ફેસબુક પર લાફા નથી પડતા ને, એટલે!). અને પ્રોબ્લેમ એવો થાય છે જેવો પ્રિયાંક ભાઈને થયો. એ ફેસ્બુકિયા “આઈ લવ યુ” ના ઢગલા માં ક્યાંક ખૂણે સંતાઈ ગએલો સાચ્ચો પ્રેમ બસ એમ જ ગુંગળાઈને મરી જાય છે. પછી આવો કોઈક સરસ મજાનો લવ-લેટર લખવો પડે જે કોઈ સાચી ફીલિંગ્સ વગર તો લખે નહિ(એટલીસ્ટ આ જનરેશનમાં)! અને સાચ્ચો પ્રેમ તો આમ પણ જયારે વાતચિત શરુ થાય ત્યારે જ ઓળખાય છે, થોડીક ઓળખાણ પછી જ.

ચાલો જે હોય એ…. પ્રિયાંક ને પંક્તિ ના રિસ્પોન્સ ની રાહ જોવા દઈએ. અને આપણે રાહ જોઈશું બીજા લવ-લેટર્સ ની! 😉

~~~~>કૌંસમાં
{[(
આવું જ કઈક, ફીલિંગને એક્સપ્રેસ કરે એવા ઘણા બધા સોન્ગ્સ છે…. જેમાં મારા ફેવરીટ સિંગર બ્રુનો માર્સ નું સોંગ “જસ્ટ ધ વે યુ આર”

અને એક યુ-ટ્યુબ-સિંગર JR -Aquino નું સોંગ “બાય ચાન્સ(યુ એન્ડ આઈ) so Enjoy and keep reading!! 😀

btw names are imaginary 😉 😛 )]}

લવ લેટર જોયો છે કોઈ દિવસ?? ♥

~>લવ લેટર જોયો છે કોઈ દિવસ??

નસીબદાર કહેવાઓ ભાઈ(જો જોયો હોય તો જ….), અમે તો લવ મેસેજીસ જ જોયા છે (અરે ભાઈ, ખુશ થઇ ને નથી કહેતો….આગળ વાંચો પહેલા…) અને એ પણ સાલા આપણા મેલ(છોકરા) ફ્રેન્ડો જ મોકલતા હોય છે! ભાઈ મોકલો એનો વાંધો નહિ, સારું જ છે, કોઈ દિવસ કદાચ મેસેજ સંઘરીએ અને ભગવાનને બહુ દયા આવી જાય અને મેળ પડે તો ગર્લફ્રેન્ડ આપી દે તો એને એ મેસેજીસ મોકલવામાં કામ લાગે…

પણ મને તો ઘણી વાર થાય છે કે આ મેસેજીસે દાટ વાળ્યો છે….. જસ્ટ ઈમેજીન અ સીનારીઓ! બે ફ્રેન્ડ્સ છે.. બેઉ સિંગલીયા…. આવા મેસેજીસ મોકલી મોકલીને મેસેજ ની સ્કીમો વાપરે રાખે…. અને એક બીજાના જ પ્રેમ માં આવા મેસેજીસ ના લીધે પડી જાય (યક….બટ આમાં તો પડી ગયા જ કહેવાય!) …..! ત્યારે તો ભલભલા થી કહેવાઈ જાય તારી ભલી (ના) થાય એસ.એમ.એસ. ના ઇન્વેન્ટર!  તમારુંય ધ્યાન તો ગ્યું જ હશે ને એ બાજુ…..કે જ્યાર થી આ ઇન્ટરનેટ અને મોબાઈલો ના યુઝ વધ્યા ત્યાર થી આ હોમો પરિવાર મોટા થતા ગયા..!

~>અરે આ બધી તો બસ ગમ્મત ની વાતો થઇ, ખરી વાત તો મારે લવ લેટર્સ ની  જ કરવી છે(ચાલો હવે થોડોક રોમેન્ટિક મુડ લાવી દો.. 😉 )

મેં તો આજ સુધી કોઈને લવ લેટર લખ્યો નથી, ના તો મને કોઈએ લખ્યો છે (જુઓ ભાઈ, ખાનગી વાત જાહેર કરું છું…સાચે સાચી!)…. પણ પેલું કહે છે ને, “લગ્ન નથી થયા પણ જાન તો મ્હાલી છે!” (એટલે કોઈના લેટર્સ વાંચ્યા હોય એવુંય ના સમજતા પાછા!) એના જેવું જ લવ લેટર્સ વિષે ઘણું ઘણું સાંભળ્યું છે, ઘણું ઘણું જોયું છે(થેન્ક્સ ટુ મુવીઝ, સીરીઅલ્સ એન્ડ નોવેલ્સ).

હવે ઈમેજીનેશન કર્યા વગર મારો બ્લોગ વાંચવું થોડું અઘરું કામ છે…. હું થોડી થોડી વારે કહેતો રહીશ “જસ્ટ ઈમેજીન”(કોઈ મુવી માં આવતું હતું ને આવું કઈક?)…..

સો…..જસ્ટ ઈમેજીન…. તમારી રોજની બેસવાની જગ્યા(ઓફીસમાં, ક્લાસમાં, ડેસ્ક પર, કેબીન માં ઓર લાયબ્રેરીની તમારી જગ્યા….) પર એક બુક પડી છે. આજુ બાજુ એનો કોઈ માલિક દેખાતો નથી, બુકમાંથી કોઈ સ્પેશ્યલ સ્મેલ આવે છે અને કાગળ જેવી વસ્તુ કોઈ પેજ ની બહાર ડોકાચીયા કાઢીને તમને એને ખેંચવા માટે ઈશારો કરી રહ્યું છે…..તમે એ પેજ ખોલો છો, ત્યાં એક ગુલાબી શેડ વાળો કાગળ ફોલ્ડ કરેલી હાલતમાં પડ્યો છે…. પેજ ખોલતા જ તમારી આજુ બાજુ ના લોકો નું ધ્યાન તમારી બાજુ જાય છે, એમાં થી આવતી સરસ મજાની સોડમ-સુગંધ-સ્મેલ-ફ્રેગરન્સ ના લીધે!  તમે થોડું અજીબ ફિલ કરો છો પણ અત્યારે તમારું પૂરે પૂરું ધ્યાન એ પેપર નોટ તરફ છે. તમે સમજી તો ગયા જ હશો કે ભાઈ લવ લેટર(♥) છે…..પણ હવે કોણે લખ્યો છે, કોના માટે લખ્યો છે એ તમને હજુ પણ ખબર નથી, તમને વિચાર આવે છે કે કદાચ કોઈ બીજા માટે લખ્યો હોય ને ભૂલ થી તમારા હાથ માં આવી ગયો છે! તો પણ તમારી અંદર નો પેલો અધીરીયો માણસ રેડ કલરના હાર્ટ શેપના સ્ટીકરને ઉખાડીને  એ નોટના ફોલ્ડ્સ ઓપન કરે છે અને (ભડામ!) અંદર તમારું જ નામ લખ્યું છે….. યેસ, ઇટ્સ અ લવ લેટર રીટન ફોર યુ, યોર ફર્સ્ટ લવ લેટર!!

થયા ને ગલગલીયા આટલું વાંચી ને? (જો ના થયા હોય તો ભાઈ કા તો તમે આ બધા થી ટેવાઇ ગયા છે કા તો તમારી ઉમર હવે માળા પકડી ને બેસવાની થઇ ગઈ છે…જે શી ક્રશ્ન!). ભાઈ આ કોઈ મારો પર્સનલ એક્સપીરીયન્સ તો નથી પણ કોઈને પણ ઈચ્છા થઇ જાય કે કાશ એવો એક્સપીરીયન્સ એમને પણ થાય! જો કે એવું પણ નથી કે આજ કાલ લવ લેટર્સ સાવ જ બંધ થઇ ગયા છે, એ રીત હજુ પણ એકદમ સ્વીટ એન્ડ સ્પાઈસી એવી ખટ્ટ-મીઠ્ઠી(!!) ગણાય જ છે અને આ રીત ચાલુ હોય તો પણ કઈ જાહેર થોડી પડે!! એ લેટર્સ તો એક સરસ મજાની પર્સનલ ડાયરી ના પત્તાઓ ની વચ્ચે અથવા તો એક મસ્ત રીતે સજાવેલા પર્સનલ (લવ)લેટરબોક્સ માં સાચવીને મુકેલા હોય ને! એમ તો કઈ દુનિયા ની સામે થોડા મૂકી દેવાય! પણ હા, આ બધું ઓછું જરૂર થઇ ગયું છે….

હમણા જ એક દિવસ ટીવી પર “ચમેલી કી શાદી” મુવી જોતો હતો, એમાં અનીલ કપૂર(ચરનદાસ) લવ લેટર્સ અમઝદખાન(એડવોકેટ હરીશ) ની હેલ્પ થી લખાવે છે અને મોહલ્લાના એક ટેણીયા જોડે અમ્રિતાસિંહ (ચમેલી) ને મોકલાવે છે, સામે ચમેલી પણ તેની સખીની હેલ્પ થી આવા જ લેટર્સ મોકલાવે છે અને તેમનો પ્રેમ ચાલી નીકળે છે! હવે એવા કામચલાઉ પોસ્ટમેન જેવા ટેણિયાઓ થી કામ કરાવવામાં આપણી જનરેશન તો નાં જ માને! એની કરતા એકાદ ફ્રેન્ડ ને જોડે રાખીને (ઓપ્શનલ છે) ડાયરેક્ટ નંબર માંગીને બાકીનું કામ મેસેજીસ થી કરવામાં સેફ લાગે! પછી તો જે થવું હોય એ થાય…. બાકી ફેસબુક તો છે જ!!(ચમેલી કી શાદી જોઇને જ આ પોસ્ટ લખવાનો પહેલો વિચાર આવ્યો હતો!)

પણ મેઈન તો આ પોસ્ટ લખવાનું રીઝન એ છે કે મેં ડીસાઈડ કર્યું હતું કે જયારે પણ બ્લોગ માં લખવાનું ફરી થી સ્ટાર્ટ કરીશ ત્યારે કઈક તો નવું લઇને જવું જ છે, આ શું દરેક વખતે બોરિંગ અછન્દાસ પોએમ્સ એન્ડ ટીપીકલ સ્ટોરીઝ!! [ એ તો ચાલુ રહેશે જ 😉 પણ ] કઈક નવું એડ કરવા માટે જ ખાસ આ પોસ્ટ મુકવાનો વિચાર આવ્યો હતો. લખ્યા વગર મારાથી રહેવાશે નહિ એ તો મને પણ ખબર પડી જ ગઈ…. જો ઈમ્પૃવમેન્ટ ની વાત છે તો એ તો લખતા લખતા થવાનું જ છે (દિલ બહેલાને કે લીએ…. 😉 )!! અરે હા…. બેક ટુ ધ પોઈન્ટ આવીએ તો હું વાત કરતો હતો કઈક નવું એડ કરવાની….. એન્ડ એ છે નવી કેટેગરી…. ધેટ ઈઝ “લવ લેટર્સ”! જુદા જુદા ફ્રી-સ્ટાઈલ લવ લેટર્સ લખવાની ઈચ્છા થઇ…. હવે કાગળ પર લખું ને કોઈના હાથ માં આવી જાય (અને પેરેન્ટ્સ નો માર પડે અથવા કોઈ મારા પ્રેમ માં પડી જાય! 😉 ) એવા રિસ્ક લીધા વગર બ્લોગ પર લખવું વધારે સેફ એન્ડ બેટર લાગ્યું મને. લવ લેટર લખવાની મારી ઈચ્છા પૂરી થાય અને લોકો ને હેલ્પ જોઈતી હોય તો એ પણ મળી જાય….. 😉

તો આ વખતે તો બસ આટલું જ લખું છું…. લવ લેટર્સ માટે વાંચતા રહો મારો બ્લોગ!

~~~~>”(કૌંસ માં)”

{[( બ્લોગ પર એક વર્ષ સુધી નહિ આવવાનો નિર્ણય ૧ મહિના જેટલું પણ ટક્યો નહિ! હવે મારે ખુશ થવું કે દુખી?! (ખુશ એટલા માટે કે મને લખવું ગમે છે 🙂 અને દુખી એટલા માટે કેમ કે હું મને આપેલા પ્રોમિસ પણ પાળી નથી શકતો 😦 ) પણ ચાલો જે થાય એ સારા માટે જ થાય છે. ૧ મહિનામાં પણ ઘણું બધું રીડીંગ કર્યું…. કદાચ એના વગર આટલું બધું લખી તો ના જ શક્યો હોત! અને રહી વાત મારી અધુરી રહી ગએલી કેટલીક સ્ટોરીઝની, તો એ હવે ક્યારે પૂરી કરીશ એ મને પણ નથી ખબર(એના માટે એનું ટાઈટલ પણ જવાબદાર હોઈ શકે-“અધુરી -પૂરી લવ સ્ટોરી!” 😛 )!!

અને હા….. મેઈન વાત!! ૫૦૦૦ વ્યુવ્ઝ કમ્પ્લીટ થયા એ માટે થેન્ક્સ ટુ એવરીવન!!!

જો કે લખવાનું બંધ નથી કર્યું પણ કદાચ ફ્રિકવન્સી ઓછી થઇ શકે છે.

હવે કૌંસ ની અંદર બહુ વાતો ના થાય… સો ફિર મિલેંગે ચલતે ચલતે 😀 )]}

પત્ર અમેઝિંગ સ્પાઈડરમેન ને!

પ્રિય અદભુત કરોળિયા-માનવ,

મેં અને મારા મિત્રએ રીસન્ટલી તમારું ચલચિત્ર “અસલી-પરિમાણ-ત્રિ-પરિમાણ”(Real -D -3D)માં  અમદાવાદના જાણીતા એવા વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ આલ્ફા વન(અહી “વન એ ‘જંગલ’ નહિ પરંતુ ‘એકડો’ દર્શાવે છે.) મૉલ સ્થિત સીનેપોલીસ થીએટર મલ્ટીપ્લેક્સ (ગુજરાતી એટલું સારું નથી, રંગમંચ કહેવાય?) માં હિન્દી ભાષા માં માણ્યું.

આપની પહેલા પણ એક વીર-કરોળિયો-જાળાવાળો આવી ગયો છે જેની આપને જાણ છે જ. તમારા અસલી નામ “પીટર પાર્કર” ની સાથે જોડાયેલા તમારા “ધ અમેઝિંગ સ્પાઈડર મેન” સિવાય બીજા ટાઈટલ્સ “ધ સ્પાઈડરમેન”, “સ્પેકટેક્યુલર સ્પાઈડરમેન”, “અલ્ટીમેટ સ્પાઈડર મેન”, “સેન્સેશનલ સ્પાઈડરમેન” ની જાણ અમારા એક મિત્ર ડૉ. શૅલ્ડન કૂપર દ્વારા થઇ, જેણે અમને પણ એક સ્પાઈડર મેન કોમિક્સ(કોમિક્સ નહિ તો કમસે કમ એક વાર્તાની સીરીઝ) શરુ કરવા માટે પ્રોત્સાહિત કર્યાં.

એ પ્રોત્સાહન અમને ઇન્ડિયન સ્પાઈડરમેન ની સ્ટોરી લખવા માટે ખેંચી ગયું. પરંતુ અમારા આશ્ચર્ય ની વચ્ચે થોડુક સર્ચ કરતા જાણ થઇ કે ઇન્ડિયન સ્પાઈડર મેન નામની કોમિક્સ પહેલે થી જ અસ્તિત્વ ધરાવે છે. પવિત્ર પ્રભાકર, મીરા જૈન, માયા આંટી, ભીમ અંકલ, નલીન ઓબેરોઈ અને હરી ઓબેરોઈ નામના પાત્રો ધોતીધારી એવા ઇન્ડિયન સ્પાઈડરમેન ના કોમિક્સ માં શામેલ છે!

પરંતુ અમે હાર ન માનતા અમારા વિચારો ને આગળ ધપાવતા ગયા. થોડું ઘણું વિચાર્યા પછી હું ગુજરાતી સ્પાઈડર મેન વિષે વાર્તા લખવાના નિષ્કર્ષ પર ઉતર્યો.પરંતુ ગુજરાત માં સ્પાઈડર મેન ને જાળા છોડીને લટકવા માટે એટલી ઉંચી ઈમારતો મળવી અઘરી છે. જો કોઈ સારા સીટીમાં ચાન્સ મળી પણ જાય તોય જ્યાં ત્યાં લટકતા વાયર ના ગૂંચળાઓમાં ભરાઈને કરંટથી મૃત્યુ થવાની શક્યતાઓ છે.ચાલો માની લઈએ કે આપણે એને શોકપ્રૂફ કપડા થી સજ્જ કરેલો છે, પરંતુ  ગુજરાતના બાળકોનો પતંગપ્રેમ સ્પાઈડર મેન ના જાળા માટે ખતરારૂપ બની શકે તેમ છે!

આટલું વિચાર્યા પછી મેં અને મારા મિત્રોએ જે આવે તે એન્જોય કરીને લખવા-બનાવવાનું પડતું મુકીને આપનો આભાર માનવાનું જ નક્કી કર્યું છે!

લી. આપનો ચાહક(fan સમજવું),
વિરાજ રાઓલ.

તા.ક. આપને એ જાણીને આનંદ થશે કે અમોને આ મુવી ની ‘ટીકીટો’ ફેસબુક દ્વારા એક સ્પર્ધા માં ‘મફત’ માં મળી હતી……થયો ને આનંદ?