નવું વર્ષ, નવી પળ

હું કોણ છું એ પૂછતાં તે ખુદને હું ઘડતો રહ્યો,

જેમ જે જાણ્યો મને હું પળ-પળે ઘટતો રહ્યો.

~ વિરાજ

Advertisements

લહેર

બહુ કઈ છે નહિ લખવા માટે,

તો બસ આટલું જ.

માટી ચટ્ટાઈ, ધૂળ રજાઈ, આસમાન આખુંય નાની છત,

એ બધાયની વચ્ચે ‘હું’ ‘ને ‘તું’ નો પ્રેમ અવિરત

– વિરાજ

પઝલ પીસીસ અને કવર સોન્ગ્સ

ઘણા ટાઈમથી લખવાનું છૂટી ગયું તો એ પણ યાદ નથી કે કેટલીક વસ્તુઓ વિષે પહેલા લખેલું હતું કે નહિ.
હમણા જ વિચારતો હતો કે પહેલા એવું ક્યારેય લખ્યું હતું કે “ઘણી વાર કેટલાક લોકો સોન્ગ્સના કવર એટલા સરસ પરફોર્મ કરે છે કે ઓરીજીનલ કરતા વધારે એ કવર સોન્ગ્સ વધારે ગમી જતા હોય છે.

એ વાત એટલા માટે યાદ આવી કેમ કે એક યુ-ટ્યુબર છે જેને છેલ્લા કેટલાક મહિનાથી ફોલો કરું છું, અને એ ઘણા સોન્ગ્સના કવર્સ અને ક્યારેક ખુદના (ઓરીજીનલ) સોન્ગ્સ પોસ્ટ કરે છે.

મને એ ચેનલ વિષે ત્યારે ખબર પડી જયારે હું “ટ્વેન્ટી (આ ટ્વે ને શું થઇ ગયું? જે થયું હોય એ, મેં twenty લખ્યું છે.) વન પાઈલટ્સ”ના “રાઈડ” સોંગના નશામાં હતો, અને તેના ઘણા બધા કવર સોન્ગ્સ સર્ચ કરતો હતો.
નીચે એ કવર સોંગ છે.

આ સોંગ સાંભળ્યું અને એરિઅલની ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કર્યું. અને હમણાં બે દિવસ પહેલા તેણે એક વિડીઓ પોસ્ટ કર્યો, જે એક કારમાં શૂટ કરેલો હતો. એ વીડિઓમાં તેણે જે સોંગનું કવર પરફોર્મ કર્યું છે તે સોંગ ન તો મેં પહેલા સાંભળ્યું હતું, ન તો મેં તે આર્ટીસ્ટ(saint motel)નું નામ સાંભળ્યું હતું!
એ કવર સોંગ નીચે ના વીડિઓમાં છે.

સોંગ સાંભળતાની સાથે જ ઓરીજીનલ સોંગ સર્ચ કર્યું અને એ સોંગ મગજમાં એવું ઘૂસ્યું કે સોંગની સાથેની ધૂનની જોડે જોડે હાથ, પગ, માથું, વિચારો બધું જ મસ્ત સિંકમાં આવીને ડાંસ કરવા લાગ્યું.

તમે પણ સાંભળીને કહો, ડાંસ કરવાનું મન થયું કે ડાંસ કરી જ લીધો? 😀

તા.ક. હમણા જ ધ્યાન ગયું કે એ બંને(કવર સોન્ગ્સના) વીડીઓઝમાં એરિઅલે સેમ ટોપ પહેર્યું છે! 😀

છી છી પી પી

૨૦૧૫ માં જયારે ‘પીકુ’ મુવીનું ટ્રેઇલર આવ્યું ત્યારે લોકોનું સારું એવુ ધ્યાન ખેંચ્યું હતું. મુવીનો સબ્જેક્ટ જ કઈક એવો હતો કે ધ્યાન ખેંચાયા વગર રહે જ નહિ! પછી લોકોએ જોયું, ન જોયું, તેમને ગમ્યું ન ગમ્યું એ અલગ વાત છે.
વર્ષ-દોઢ વર્ષ ગયું અને અક્ષય કુમારે તેના ફેસબુક પેજ પર “ટોઇલેટ – અ યુનિક લવ સ્ટોરી” નું પોસ્ટર પોસ્ટ કર્યું, અને ફરીથી બધાનું ધ્યાન ખેંચાયું અને કેટલાક લોકોએ તો મુવીનું પીકુ સાથે સરખામણી કરવાનું પણ સ્ટાર્ટ કરી દીધું. અને કદાચ એટલે જ મુવીના નામમાં અલગથી આવી ટેગલાઈન એડ કરી હશે.

આ તો થઇ બોલીવુડની વાત. પણ હમણાં થોડા દિવસ પહેલા “છેલ્લો દિવસ”ના સ્ટાર માઈકલ ભાઈએ તેમના નવા મુવી “Karsandas”નું ફર્સ્ટ લૂક share કર્યું, અને લોકો પર છોડ્યું કે તેને ઉચ્ચારવું કઈ રીતે(કરસનદાસ કે પછી…)!

આ તો મેં મુવીઝની વાત એટલા માટે કરી કે થોડી મજા આવે અને તમારું ધ્યાન ખેંચાય. પણ મારે વાત આજે કોઈ બીજી કરવાની છે.
આપણા દેશમાં જયારે હજુ સંડાસ/મુતરડી/શૌચાલયમાં લોકોને મોકલવાની જાહેરાતો જોવા મળી રહી છે, ત્યારે યુ.એસ. માં બાળકોને શાંતિથી શૌચ ક્રિયા કરવાથી દુર કરવામાં આવી રહ્યા છે.

ઓકે, કદાચ મેં લખ્યું એ એક્ઝેક્ટલી એ નથી કે જે તમે કદાચ વાંચ્યું સાંભળ્યું કે ચર્ચ્યું હશે, પણ જો ન્યુઝ રિપોર્ટ્સની જ ભાષામાં કહીએ તો, (જેમ બધા ન્યુઝમાં હોય તેમ, વખાણ હોય કે નિંદા, લેટ્સ ગીવ નેમ ઓફ જસ્ટ વન પર્સન) “Trump rescinds transgender bathroom rules from Obama era”.

વિચારો કે કોઈ છોકરો છોકરીઓના બાથરૂમમાં આવી જાય, તો તેની શું હાલત થશે, અથવા તો કોઈ છોકરીને છોકરાઓના બાથરૂમમાં જવું પડે તો તેની શું હાલત થશે!
આ પહેલા મારી એક પોસ્ટમાં મેં જેન્ડર અને સેકસ્યુએલીટી વિષે લખ્યું હતું, જેમાં મેં મેન્શન કર્યું હતું કે ઘણી વાર માણસની બનાવટમાં, વાયરીંગમાં એવી ગડબડ થઇ જતી હોય છે કે એક સ્ત્રીને પુરુષનું શરીર અને એક પુરુષને સ્ત્રીનું શરીર રહેવા માટે મળે છે, જે અત્યારનું મેડીકલ-સાયન્સ તેને ચેન્જ કરવામાં મદદ કરી રહ્યું છે. પણ હવે જયારે એ ટ્રાન્સમેન કે ટ્રાન્સવીમનની જાહેર શૌચાલય યુઝ કરવાની વાત આવે છે ત્યારે લોકો કન્ફયુઝ થઇ જાય છે અને જાણતા અજાણતા તે ટ્રાન્સપર્સનને હાની પહોંચાડી બેસે છે, મેન્ટલ અને ફીઝીકલ.

હવે આ વાત ને થોડા સમય પહેલા એક ટ્રાન્સ-લેડી એ કોર્ટ સુધી લઇ જઈને જેન્ડર-ન્યુટ્રલ ટોઇલેટ્સ બનાવવાની માંગ કરી, ખાસ કરીને શાળાઓમાં કે જ્યાં ઘણા ટ્રાન્સ-બાળકોને બુલી થવું પડતું હોય છે, આ જ કારણોસર.
અને ઉપર મેન્શન કરેલા આર્ટીકલમાં જેમ જણાવ્યું છે કે નવી સરકાર આવી અને ફરી બધા બનાવેલા નિયમો ઉપર પાણી ફેરવી દેવામાં આવ્યું.

એક આર્ટીકલમાં તો લખ્યું હતું કે એક ટ્રાન્સમેન કે જેના મોટા મસ્ક્યુલર હાથ છે, દાઢી મુછ છે, જાડો અવાજ છે, તેને સ્ત્રીઓનું બાથરૂમ યુઝ કરવું પડે, ફક્ત કાયદાઓના કારણે.

હવે વિચારો, આ કઈ એટલું અઘરું તો છે નહિ ને સમજવું?
સ્ત્રીને હક આપો કે સ્ત્રીઓનું વોશરૂમ યુઝ કરી શકે, અને પુરુષને હક આપો કે પુરુષોનું વોશરૂમ યુઝ કરી શકે. અને જો કન્ફયુઝન થતું જ હોય તો જેન્ડર ન્યુટ્રલ વોશરૂમનો ઓપ્શન તો છે જ!

અને એ ઘણી જગ્યાએ જોવા મળે પણ છે!
નોટ કિડિંગ, આ નીચેનો ફોટો આપણા જ દેશ, આપણ જ રાજ્ય, આપણા પોતાના અમદાવાદ શહેરના એક કેફે(કેફે સીટી મોન્ક)નો જ છે.

restroom-cafe-city-monk
photo courtesy: Nishar
અ રેસ્ટરૂમ ફોર ઓલ!

છેલ્લે બસ સવાર સવારમાં એક ફ્રેન્ડ(રોનક)નો મેસેજ હતો, જેમાં આ નીચે પોસ્ટ કરેલ વિડીઓની લીંક હતી, અને એ જોઇને જ આજની આ પોસ્ટ લખવાનું વિચાર્યું!

બોલો, તમારું શું માનવું છે?

માય ટેસ્ટ ઇન મ્યુઝીક ઈઝ યોર ફેસ

Heroes always get remembered,
But you know legends never die!

હમણાં હમણાં ઘણા બધા ચેન્જીસ થયા છે. અને એ ચેન્જીસ શું છે એ કહેવાનું અવોઇડ કરીશ.
હવે જો તમે એવું વિચારતા હો કે ચેન્જીસ થયા છે, કહેવા નથી, તો મેન્શન જ કરવાની શું જરૂર?! પણ એની જરૂર એ છે કે એ ચેન્જીસના લીધે એક ફર્ક એવો પડ્યો છે કે મારો મ્યુઝીક નો ટેસ્ટ બદલાઈ ગયો છે…અથવા તો કઈક નવા ટેસ્ટ વાળું મ્યુઝીક ભાવવા લાગ્યું છે.

થયું એવું કે હમણાં થોડા ટાઈમ પહેલા યુ-ટ્યુબ પર કોઈ ટોપ-ટેન લીસ્ટ જોતો હતો – “Top 10 songs which are sad but sounds happy”, અને એમાં ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી કે “All songs by Twenty One Pilots”. અને મને ઈચ્છા થઇ સર્ચ કરવાની. સર્ચ કર્યું અને એક પછી એક એમના સોન્ગ્સ સાંભળવાના શરુ કર્યા, અને સાંભળતો ને સાંભળતો જ ગયો.

એ સોન્ગ્સ સાંભળ્યા એમાં રેકમેન્ડેડ વિડીઓઝ માં બીજા એક બેન્ડના સોન્ગ્સ પણ આવતા હતા – “Panic! At the Disco”. એ સોન્ગ્સ પણ જોરદાર ગમી ગયા.

એ બંને બેન્ડ્સ ના સોન્ગ્સ સાંભળ્યા અને પછી ખબર પડી કે એ બંનેએ ‘સ્યુસાઈડ સ્કવોડ’ માટે પણ સોન્ગ્સ ગાયા હતા.

બસ, તો આજે એ સોન્ગ્સમાંથી જ કેટલાક બહુ જ ગમેલા સોન્ગ્સ અહી share કરું છું. તમને જો એ સોન્ગ્સમાંથી કોઈ બહુ જ ગમે અને ડિસ્કસ કરવાની ઈચ્છા થાય તો તમે કમેન્ટ્સ કરી ને જણાવો. મજા આવશે! કેમ કે એ સોન્ગ્સ ખરેખર ડિસ્કસ કરી શકાય એવા છે!

સો એન્જોય!!

અને હા, નીરવભાઈ અને યુવરાજભાઈ, થેંક યુ વેરી મચ….આઈ હોપ કે મારા અને તમારા માટે હમેશા લખતો રહું. 🙂

વિચાર્યું કે લખી જ લઉં!

ઓફીસમાં એક સુવિચાર વાંચ્યો હતો, “Success does not depend on making important decisions quickly, but depends on your quick actions on important decisions”. વાંચ્યું એટલે ગમ્યું. અને ગમ્યું એટલે તરત જ કોપી કરીને પેસ્ટ કર્યું મને રોજ દેખાય એમ મારા ડેઈલી ટાસ્ક્સના લીસ્ટની સામે. કેવો મસ્ત આઈડિયા, ને!

આ મસ્ત આઈડિયા ફેઈલ એવી રીતે ગયો કે ભાઈ ઓફીસમાં હોઈએ ત્યારે ટાસ્ક્સના લીસ્ટ માં ટાસ્ક જ દેખાય, સુવિચાર નહિ! આ રાખવાનું રીઝન એ હતું કે મને યાદ રહે કે રોજ જે ઘરે જઈને લખવાનું ડીસાઈડ કરીએ છીએ એ quickly અમલમાં મુકાય, પણ એવું કઈ થયું જ નહિ! આખો મહિનો નીકળી ગયો અને અત્યારે લખવાનું કઈક વિચાર્યું. અને એમાં પણ બસ એક ફરિયાદ જ લખાઈ, એ પણ ખુદની જ! વાંક પણ ખુદનો જ તો હતો.

હવે આજે તો કઈ નથી ખાસ બીજું લખવા જેવું…પણ વિચાર્યું હતું લખવાનું તો થયું લખી જ લઉં.

ટ્રેઈન-ઓફ-થૉટ્સ

ટ્રેઈન ના ડબ્બા બધા ભરેલા હતા અને સ્ટેશન આવ્યું ત્યારે બધાને એજ વખતે ઉતરવાની ઉતાવળ થઇ, અને એ એટલી બધી ભીડના લીધે ડબ્બામાંથી એક પણ જણ ઉતરી ન શક્યું, અને ટ્રેઈન એમ જ સ્ટેશનને ક્રોસ કરીને આગળ વધતી જ ગઈ, વધતી જ ગઈ, વધતી જ ગઈ…

ડ્રાઈવિંગ લવારો – “આ ક્રિએટીવીટી તો લીક થાય છે!”

હમણાં પહેલી એપ્રિલથી સ્કુટર પર રોજના ૪૦ કી.મી. જેવું ડ્રાઈવ કરવાનું શરુ કરવું પડ્યું અને એ પછી છેક આજે એકદમ ધ્યાન ગયું કે બધી ક્રિએટીવીટી તો લીક થઇ જાય છે! રસ્તામાં જ્યાં જોઈએ ત્યાં મારો લવારો વિખરાયેલો પડ્યો હતો અને વિખરાતો જ જતો રહે છે રોજે ને રોજ!

વાત એમ છે કે જ્યારે પણ કોઈ નવી જગ્યાએ જાઉં એટલે થોડો ટાઈમ સેટ થતા લાગે. અને એ સેટ થાઉં ત્યાં સુધી બોલવાનું એકદમ ઓછું હોય. બસ ઓબ્ઝર્વ કરવામાં જ બધો સમય સ્પેન્ડ થાય. અને એ જ રીઝનથી મગજમાં બધું ઢગલો આવીને પડ્યું હોય. કોલેજ માં તો એવું હતું કે જે કઈ મગજમાં હોય એ બધું કાં તો કાગળમાં ઉતરે, મોબાઈલમાં ઉતરે, કે પછી સીધું બ્લોગના ડ્રાફ્ટમાં. પણ હવે કંડીશન થોડી એવી છે કે ઉપરનું કઈ પણ આખો દિવસ અવેલેબલ નથી હોતું. અને ઘરે મોડા આવીને સીધું ઊંઘી જ જવાનું થાય ખાઈ પી ને. હવે બોલો બધી ક્રિએટીવિટી જાય ક્યાં!

તો આજે વિખરાયેલી ક્રિએટીવીટી ઉડતી એવી મારા કાને આવીને અથડાયી ત્યારે ધ્યાન ગયું કે આ તો સારો સારો કન્ટેન્ટ લીક થાય છે! અને એ લીક એવી રીતે થાય છે કે ચાલુ વ્હીકલે મગજમાં આખા દિવસનું સંઘરેલું એકલા એકલા કરેલા કન્વર્ઝેશનમાં (હા ભઈ, લવારામાં) જ નીકળી જાય છે. જો કે એ દરમિયાન એ વસ્તુની પણ જાણ થઇ કે ક્યારેક ચાન્સ (અને હિંમત) મળશે તો મિમિક્રી પણ કરી શકીશ! 😀

બાય ધ વે ક્રિએટીવીટી પરથી એ યાદ આવ્યું કે આજે એક બહુ જ મસ્ત લાઈન વાંચી હતી ક્યાંક. એક બુક માંથી લીધેલી એ લાઈન હતી –

If you have ideas, but don’t act on them, you are imaginative but not creative.

~Rollo May (The Courage to Create)

હવે મારો ક્વેશ્ચન એ છે કે શું આપણે એ આઈડિયાઝ પર માનો કે એક્ટ પણ કરીએ, અને કઈક બનાવી પણ લઈએ, અને આપણી જ પાસે રાખીએ, તો એ વેલીડ ગણાય કે નહિ? (એકલા કરેલા લવારા જેવું કઇક… :P)

બસ ત્યારે, આજ માટે આટલું જ.
ટ્રાય કરીશ કે પેલા લીકેજ(લવારા) પર કંટ્રોલ રાખીને એ ક્રિએટીવીટી(લવારા)ને કોઈ બીજા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડી શકું!

મળીએ ત્યારે, આવજો… 🙂

‘Memories’નાં બીજ…

કોઈની સાથે પસાર કરેલ સમયની યાદગીરી હોય, કોઈ એક જગ્યા સાથેની યાદ હોય કે પછી કોઈ એક ચોક્કસ જગ્યાએ ખાધેલી કોઈ એક સ્પેસીફિક વાનગી હોય કે જેની યાદ તમારા મગજમાં એવી સેટ થઇ ગઈ હોય કે તમે માનવા લાગો કે ‘ધેટ વોઝ ધ બેસ્ટ થિંગ’! પછી તમે એ સમય માટે રાહ જોઇને બેસી રહો, એ માણસને તમે ફરી મળો, પેલી જગ્યાએ તમે ફરી પાછા જાઓ, પેલી વાનગી ફરી ગમ્મે તેટલી વાર બીજી કોઈ જગ્યાએ કે એની એ જ જગ્યાએ ફરીથી ખાઓ, તો પણ તમને એવી મજા ન જ આવે જે તમને પહેલી વખતે આવી હતી. એનું કારણ શું?

આ વસ્તુને આપણે એક અલગ રીતે સમજીએ.

માની લો કે તમે જ્યારે પણ કોઈ સમયમાંથી પસાર થઇ રહ્યા છો, ત્યારે તમારા મગજમાં મેમરીઝનાં સીડ્ઝ ક્રિએટ થતા રહે છે, યાદોનાં બીજ. હવે એ બીજનું કામ એવું છે કે જેમ જેમ સમય પસાર થતો જાય, તેમ તેમ તે સીડ્ઝ મોટા ને મોટા થતા જાય છે. અને એની સુંદરતા પણ સમયની સાથે એટલીજ સરસ રીતે વધતી જાય છે. આખરે સમયના બનાવેલા જ એ બીજ છે, તો સમય એને સુંદર બનાવવાનું કામ પણ કરે જ છે. હવે થાય છે એવું કે બીજ બહારથી તો મોટા દેખાય છે, પણ અંદરનો કન્ટેન્ટ એટલો ને એટલો જ રહે છે. તેના ઇન્ગ્રીડીએન્ટ્સ એ ના એ જ રહે છે, મતલબ કે જો તમે એને ફોડીને ખાઓ તો તેનો સ્વાદ એજ હશે જે હમણાં જ બનેલા તાજા સીડ્સનો છે. તૃપ્તિ પણ એટલી જ આપશે. પણ હવે થાય એવું છે કે પેલી સાઈઝ અને સુંદરતા એક ઇલ્યુઝન ક્રિએટ કરે છે. અને સમય પણ કેવો લુચ્ચો, તમને એ મેમરીઝનાં સુંદર મોટા બીજને એક્સેસ જ નહિ કરવા દે. બસ તમે જુઓ એને, ચાખવા નહિ મળે. એટલે તમને સત્ય શું છે એ જાણવા પણ નહિ જ મળે! ચાખવું હોય તો સપનામાં ચાખી લો! અને સપનું તો સપનું છે, ફૂલ ઓફ ઇલ્યુઝન્સ. અને જયારે તમે તે યાદ ના બીજ જેવા જ નવા મેમરીના બીજ ક્રિએટ કરો છો, એવું વિચારીને કે એવો જ સ્વાદ આવશે, ત્યારે થાય છે એવું કે તમે પેલા સપનામાં ચાખેલા એ મોટા અને સુંદર બીજના સ્વાદ સાથે એને સરખાવો છો. જેણે તમારી એક્સ્પેક્ટેશન એટલી ઉંચી કરીને મૂકી દીધી છે કે તમને એવી મજા આવવાથી રહી!

હવે સમજાયું કેમ પેલા ૮ વર્ષ પહેલા ખાધેલા દુધીના કોફતા જેવા કોફતા ફરી ક્યારેય કેમ ખાવા નથી મળ્યા? કે પછી છેલ્લા વર્ષની ટુરમાં જે મજા આવી હતી એ આ વર્ષે કેમ ન આવી? અને કેમ હવે આ શહેરમાં એવી મજા નથી આવતી જેવી પહેલા આવતી હતી? હવે આનો ઈલાજ શું?

આનો ઈલાજ સમજવા કરતા પહેલા પ્રોબ્લેમને જ સમજીએ. પ્રોબ્લેમ એ છે કે આપણે જે સમય પ્રેઝન્ટમાં ગાળવો જોઈએ, એ કરતા વધારે પાસ્ટમાં વાપરીએ છીએ. એન્ડ વ્હોટ ઈઝ પાસ્ટ? પાસ્ટ એટલે ભૂત. અને ભૂતથી તો દુર જ ભલા! એ જૂની વસ્તુને યાદ કરીને આપણે ફક્ત સમય જ નથી બગાડતા પણ સાથે એ મેમરીઝનાં બીજ ને વધારે શક્તિશાળી બનાવીએ છે અને આપણી આશાઓ નાહકની વધારીએ છીએ. હવે એ કરતા નવી મેમરીઝ બનાવવામાં જ બીઝી કેમ ન રહીએ! મગજમાં જુના સીડ્ઝ મોટા થઈને જગ્યા રોકે એની કરતા નવા નવા બીજા નાના સીડ્ઝ માટે જગ્યા કેમ ન રાખીએ!

ચાલો ત્યારે, લેટ્સ હોપ કે તમારા બધા મેમરી સીડ્ઝ સરખી સાઈઝના થઈને રહે અને તમે ઢગલો નવા સીડ્ઝ બનાવતા રહો. તો ભૂતથી દુર રહો અને વર્તમાનને માણો!

કૌંસમાં:~
{[(
જો પ્રેઝન્ટમાં કંટાળો, ટેન્શન અને સ્ટ્રેસ હોય તો આ એક યુટ્યુબ ચેનલ વિઝીટ કરવા જેવી છે. આ ચેનલ પર તમને રીલેક્સેશન માટેના ઘણા વિડીઓઝ મળશે જે તમને જંગલથી લઈને સ્પેસ સુધીની એક શાંતિમય સફર પર લઇ જશે!


)]} 

જેન્ડર અને સેક્સ્યુએલીટી – ફર્ક શું?

હમણાં એક દિવસ કોલેજમાં એક પ્રોજેક્ટ માટે બધા ગ્રુપ મેમ્બર્સ ભેગા થઈને પ્રોજેક્ટનું ડિસ્કશન કરી રહ્યા હતા અને એક વાત નીકળી ટાર્ગેટ ગ્રુપની. તેમાં પણ જ્યારે જેન્ડર-વાઈઝ ટાર્ગેટ કરવાની વાત આવી ત્યારે મેલ, ફીમેલ એન્ડ અધર્સ માં ડીવાઈડ કર્યું ત્યારે એક મેમ્બરે કહ્યું, “અધર્સની જગ્યાએ ‘ગે’ અને ‘લેસ્બિયન’ જ રાખીએ ને… અધર્સ પણ શું કરવા!”. ત્યારે થયું કે ખરેખર લોકોને જેન્ડર અને સેકસ્યુએલીટી  વચ્ચેનો ફર્ક ખબર નથી, અને એ વખતે એ પણ ખબર પડી કે લોકો જેન્ડર અને સેક્સ્યુએલિટી વચ્ચે સીધે સીધો સંબંધ છે તેવું સમજતા હોય છે.

રાઓલજી.કોમ પર આમ તો ભુપેન્દ્રસિંહ અંકલે એક આર્ટીકલમાં બંનેની ડેફીનીશન બહુ જ મસ્ત રીતે સમજાવી છે, પણ તેમ છતાં આજે થોડું વધારે જાણવા મળે એવો ટ્રાય અહીં કરીશું.

સૌથી પહેલા તો બંનેની સરળ ભાષામાં વ્યાખ્યા જોઈએ તો,

‘જેન્ડર’એ ‘સ્ત્રી’ કે ‘પુરુષ’ હોવાની સ્થિતિ છે કે જેનો બાયોલોજી સાથે (કે તેના રી-પ્રોડક્શનના અંગો સાથે) કોઈ સંબંધ નથી.

જયારે,

‘સેક્સ્યુએલીટી’ એ કોઈ પણ માણસને કોની તરફ આકર્ષણ થાય છે અથવા તો માણસનો સેક્સ માટેનો પ્રેફરન્સ/ઓરિએન્ટેશન શું છે તે જણાવે છે.

આ વ્યાખ્યાઓ પ્રમાણે હવે એક વાત એ ક્લીઅર થાય કે ‘સ્ટ્રેઈટ/હેટ્રો-સેક્સ્યુઅલ’, ‘ગે’, ‘લેસ્બિયન’ કે પછી ‘બાય-સેક્સ્યુઅલ’ હોવું એ કોઈ પણ માણસની સેક્સ્યુએલીટી જણાવે છે અને નહિ કે તેમનું જેન્ડર કે પછી તેમના રી-પ્રોડક્શન ના અંગો. આ સિવાય પણ કેટલીક ટર્મ્સ છે જે માણસની સેક્સ્યુએલીટી જણાવે છે, i.e. અસેક્સ્યુઅલ અને ડેમી-સેક્સ્યુઅલ. અનુક્રમે, જેમને સેક્સ્યુઅલ ફીલિંગ ન હોય તે અને એ લોકો જેમને સેક્સ્યુઅલ ફીલિંગ ત્યાં સુધી ન હોય જ્યાં સુધી તેઓ એક સ્ટ્રોંગ ઇમોશનલ કનેક્શન ન અનુભવે. એ સિવાય લોકોએ પોતાની રીતે કેટલાક ટાઈપ્સ ડિફાઇન કર્યા છે જે તમને આ વિડીઓમાં જોવા મળશે.

જેન્ડર ની વાત કરીએ તો નોર્મલી આપણે ત્રણ ટાઈપ જોતા હોઈએ છે,
૧)પુરુષ, ૨)સ્ત્રી, ૩)ત્રીજી જાતી.
પણ હવે ત્રીજી જાતી આમ જોઈએ તો ઘણું અસ્પષ્ટ લાગી શકે. સેકસ્યુએલીટીની જેમ જેન્ડરના પણ ઘણા પ્રકાર છે જે વિષે ઘણા લોકોને ખબર નથી હોતી. કેટલાક પ્રકાર વિષે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે લોકો પોતે બાયોલોજીકલી જે છે તે જ જેન્ડરના છે તેમ અનુભવે તેમને સીસ-જેન્ડર ગણી શકાય(પછી તેઓ પુરુષ હોય કે સ્ત્રી), જયારે જો તેઓ બાયોલોજીકલી જે છે તેનાથી વિરુદ્ધ જેન્ડરના હોવાનું અનુભવે તેમને ટ્રાન્સ-જેન્ડર હોવાનું કહી શકાય (ઘણી વાર આ રીઝનથી લોકો સેક્સ ચેન્જ ઓપરેશન કે પછી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીના કે પછી બંનેના સથવારે જતા હોય છે. તેમને ટ્રાન્સ-મેન કે ટ્રાન્સ-વીમન કહેવાતા હોય છે). પણ તે સિવાય પણ અજેન્ડર- એટલે કે કોઈ પણ જેન્ડરના ન હોવું, એન્ડ્રોજીનસ- મિક્સ ઓફ બોથ વર્લ્ડ્સ કે પછી જેન્ડર-ફ્લુઈડ – એટલે કે ક્યારેક પુરુષ-ક્યારેક સ્ત્રી-ક્યારેક એન્ડ્રોજીનસ તો ક્યારેક નોન-બાઈનરી હોવાનું ફિલ કરે અને તે તેમના હોર્મોન્સ પર આધારિત હોય.

હવે જેન્ડર અને સેક્સ્યુએલીટી વચ્ચેના સંબંધની વાત કરીએ તો કેટલાક લોકો એવું માનતા હોય છે કે જો કોઈ પુરુષ ‘સ્ટીરીઓટીપીકલ સ્ત્રૈણ બીહેવીઅર’ ધરાવે અથવા તો કોઈ સ્ત્રી ‘સ્ટીરીઓટીપીકલ પૌરુષ બીહેવીઅર’ પ્રદર્શિત કરે(ક્વીઅર) તો તેઓ તેમને ‘ગે’ કે ‘લેસ્બિયન’ સમજી લેતા હોય છે, પણ તેવું હોય એ જરૂરી નથી. ઘણી વાર આ રીઝનથી ઘણા લોકોને હેરાનગતિનો અનુભવ થતો હોય છે જે તેમને ડીપ્રેશન કે આત્મહત્યા સુધી ધકેલી દેતા હોય છે.
સવાલ: તો તેનો ઈલાજ શું?
જવાબ: ડોન્ટ જજ, ડોન્ટ ટીઝ, એક્સેપ્ટ એવેરીવન વિથ વ્હોટ ધેય આર!

હવે એવું પણ તમને ફિલ થાય કે આટલા બધા પ્રકાર જાણીને કરવાનું શું!? લેબલ્સની જરૂર જ શું? તો એની જરૂર એ છે કે જયારે લોકો એક તરફ વાત કરતા હોય છે કે જે છો એ બનીને રહો, લોકોની ચિંતા શું કરવા કરવાની વગેરે વગેરે, ત્યારે ઘણા લોકો એવા છે કે જેઓ પોતે છે તે બનીને એટલા માટે નથી શકતા કેમ કે આ બધા પ્રકારોથી અજ્ઞાત એવી દુનિયા તેમને સ્વીકારવા તૈયાર નથી હોતી. હવે સવાલ એ પણ થાય કે જો આટલા બધા પ્રકારો છે અને તેમને વિજ્ઞાન સ્વીકારે પણ છે તો પછી એક પણ લેબલ શું કરવા આપવા?! બધે બધાને સરખા જ કેમ ન ગણવા, પછી તે પુરુષ હોય, સ્ત્રી હોય કે પછી બીજા કોઈ પણ પ્રકારના? તો આ વાતને એવી રીતે સમજી શકાય કે જયારે બીઝનેસની વાત આવે ત્યારે સેગ્મેન્ટેશન, ટાર્ગેટીંગ અને પોઝીશનીંગની વાત આવે, અથવા તો સિમ્પલી રીસર્ચ માટે પણ સરળતા અને એકયુરસી માટે આ બધા પ્રકારો કામ લાગતા હોય છે. પણ તેનો મતલબ એ નથી થતો કે આપને એ પ્રકારોનો દુરુપયોગ કરીને ભેદભાવ રાખીએ.

આમ તો બીજા પણ ઘણા મિથ્સ હોય છે અથવા તો ઘણી એવી વાતો છે કે જેનાથી કદાચ હું અને તમે, બધાય અજાણ હોઈએ. એ વાતો માટે જો કઈ કામ આવે એવું છે તો એ છે શિક્ષણ, વાંચન, ડિસ્કશન અને જેટલું બની શકે તેટલું એકસ્પ્લોરેશન અને ઓપનનેસ ટુ નોલેજ.

કેટલાક મિથ્સને તોડતો એવો એક વિડીઓ અહીં નીચે પણ છે જે એક ‘જેન્ડર-ફ્લુઇડ પર્સને’ બનાવેલ છે…કે પછી લેટ્સ સેય કે એક ‘નોલેજેબલ પર્સને’ બનાવ્યો છે! 🙂

કૌંસમાં:~
{[(
આવું કઈક આમ તો પહેલી વાર લખ્યું છે કે જે વિવાદાસ્પદ કહી શકાય, અથવા તો નોલેજ આપતું કહી શકાય. પણ એટલું ખરું કે આવું ને આવું લખવાની ઈચ્છા તો છે જ. અને જો ટોપિક્સ મળતા રહેશે તો લખતો પણ રહીશ. તમે પણ આવા વિષયો પર તમારા મંતવ્યો જણાવી શકો છો અને બીજા ટોપિક્સ પણ સજેસ્ટ કરી શકો છો.

આટલું વાંચવા માટે આભાર. વાંચતા રહો, કમેન્ટ કરતા રહો અને હા, “હેપ્પી માતૃભાષા દિવસ!”
)]}