જેન્ડર અને સેક્સ્યુએલીટી – ફર્ક શું?

હમણાં એક દિવસ કોલેજમાં એક પ્રોજેક્ટ માટે બધા ગ્રુપ મેમ્બર્સ ભેગા થઈને પ્રોજેક્ટનું ડિસ્કશન કરી રહ્યા હતા અને એક વાત નીકળી ટાર્ગેટ ગ્રુપની. તેમાં પણ જ્યારે જેન્ડર-વાઈઝ ટાર્ગેટ કરવાની વાત આવી ત્યારે મેલ, ફીમેલ એન્ડ અધર્સ માં ડીવાઈડ કર્યું ત્યારે એક મેમ્બરે કહ્યું, “અધર્સની જગ્યાએ ‘ગે’ અને ‘લેસ્બિયન’ જ રાખીએ ને… અધર્સ પણ શું કરવા!”. ત્યારે થયું કે ખરેખર લોકોને જેન્ડર અને સેકસ્યુએલીટી  વચ્ચેનો ફર્ક ખબર નથી, અને એ વખતે એ પણ ખબર પડી કે લોકો જેન્ડર અને સેક્સ્યુએલિટી વચ્ચે સીધે સીધો સંબંધ છે તેવું સમજતા હોય છે.

રાઓલજી.કોમ પર આમ તો ભુપેન્દ્રસિંહ અંકલે એક આર્ટીકલમાં બંનેની ડેફીનીશન બહુ જ મસ્ત રીતે સમજાવી છે, પણ તેમ છતાં આજે થોડું વધારે જાણવા મળે એવો ટ્રાય અહીં કરીશું.

સૌથી પહેલા તો બંનેની સરળ ભાષામાં વ્યાખ્યા જોઈએ તો,

‘જેન્ડર’એ ‘સ્ત્રી’ કે ‘પુરુષ’ હોવાની સ્થિતિ છે કે જેનો બાયોલોજી સાથે (કે તેના રી-પ્રોડક્શનના અંગો સાથે) કોઈ સંબંધ નથી.

જયારે,

‘સેક્સ્યુએલીટી’ એ કોઈ પણ માણસને કોની તરફ આકર્ષણ થાય છે અથવા તો માણસનો સેક્સ માટેનો પ્રેફરન્સ/ઓરિએન્ટેશન શું છે તે જણાવે છે.

આ વ્યાખ્યાઓ પ્રમાણે હવે એક વાત એ ક્લીઅર થાય કે ‘સ્ટ્રેઈટ/હેટ્રો-સેક્સ્યુઅલ’, ‘ગે’, ‘લેસ્બિયન’ કે પછી ‘બાય-સેક્સ્યુઅલ’ હોવું એ કોઈ પણ માણસની સેક્સ્યુએલીટી જણાવે છે અને નહિ કે તેમનું જેન્ડર કે પછી તેમના રી-પ્રોડક્શન ના અંગો. આ સિવાય પણ કેટલીક ટર્મ્સ છે જે માણસની સેક્સ્યુએલીટી જણાવે છે, i.e. અસેક્સ્યુઅલ અને ડેમી-સેક્સ્યુઅલ. અનુક્રમે, જેમને સેક્સ્યુઅલ ફીલિંગ ન હોય તે અને એ લોકો જેમને સેક્સ્યુઅલ ફીલિંગ ત્યાં સુધી ન હોય જ્યાં સુધી તેઓ એક સ્ટ્રોંગ ઇમોશનલ કનેક્શન ન અનુભવે. એ સિવાય લોકોએ પોતાની રીતે કેટલાક ટાઈપ્સ ડિફાઇન કર્યા છે જે તમને આ વિડીઓમાં જોવા મળશે.

જેન્ડર ની વાત કરીએ તો નોર્મલી આપણે ત્રણ ટાઈપ જોતા હોઈએ છે,
૧)પુરુષ, ૨)સ્ત્રી, ૩)ત્રીજી જાતી.
પણ હવે ત્રીજી જાતી આમ જોઈએ તો ઘણું અસ્પષ્ટ લાગી શકે. સેકસ્યુએલીટીની જેમ જેન્ડરના પણ ઘણા પ્રકાર છે જે વિષે ઘણા લોકોને ખબર નથી હોતી. કેટલાક પ્રકાર વિષે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે લોકો પોતે બાયોલોજીકલી જે છે તે જ જેન્ડરના છે તેમ અનુભવે તેમને સીસ-જેન્ડર ગણી શકાય(પછી તેઓ પુરુષ હોય કે સ્ત્રી), જયારે જો તેઓ બાયોલોજીકલી જે છે તેનાથી વિરુદ્ધ જેન્ડરના હોવાનું અનુભવે તેમને ટ્રાન્સ-જેન્ડર હોવાનું કહી શકાય (ઘણી વાર આ રીઝનથી લોકો સેક્સ ચેન્જ ઓપરેશન કે પછી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીના કે પછી બંનેના સથવારે જતા હોય છે. તેમને ટ્રાન્સ-મેન કે ટ્રાન્સ-વીમન કહેવાતા હોય છે). પણ તે સિવાય પણ અજેન્ડર- એટલે કે કોઈ પણ જેન્ડરના ન હોવું, એન્ડ્રોજીનસ- મિક્સ ઓફ બોથ વર્લ્ડ્સ કે પછી જેન્ડર-ફ્લુઈડ – એટલે કે ક્યારેક પુરુષ-ક્યારેક સ્ત્રી-ક્યારેક એન્ડ્રોજીનસ તો ક્યારેક નોન-બાઈનરી હોવાનું ફિલ કરે અને તે તેમના હોર્મોન્સ પર આધારિત હોય.

હવે જેન્ડર અને સેક્સ્યુએલીટી વચ્ચેના સંબંધની વાત કરીએ તો કેટલાક લોકો એવું માનતા હોય છે કે જો કોઈ પુરુષ ‘સ્ટીરીઓટીપીકલ સ્ત્રૈણ બીહેવીઅર’ ધરાવે અથવા તો કોઈ સ્ત્રી ‘સ્ટીરીઓટીપીકલ પૌરુષ બીહેવીઅર’ પ્રદર્શિત કરે(ક્વીઅર) તો તેઓ તેમને ‘ગે’ કે ‘લેસ્બિયન’ સમજી લેતા હોય છે, પણ તેવું હોય એ જરૂરી નથી. ઘણી વાર આ રીઝનથી ઘણા લોકોને હેરાનગતિનો અનુભવ થતો હોય છે જે તેમને ડીપ્રેશન કે આત્મહત્યા સુધી ધકેલી દેતા હોય છે.
સવાલ: તો તેનો ઈલાજ શું?
જવાબ: ડોન્ટ જજ, ડોન્ટ ટીઝ, એક્સેપ્ટ એવેરીવન વિથ વ્હોટ ધેય આર!

હવે એવું પણ તમને ફિલ થાય કે આટલા બધા પ્રકાર જાણીને કરવાનું શું!? લેબલ્સની જરૂર જ શું? તો એની જરૂર એ છે કે જયારે લોકો એક તરફ વાત કરતા હોય છે કે જે છો એ બનીને રહો, લોકોની ચિંતા શું કરવા કરવાની વગેરે વગેરે, ત્યારે ઘણા લોકો એવા છે કે જેઓ પોતે છે તે બનીને એટલા માટે નથી શકતા કેમ કે આ બધા પ્રકારોથી અજ્ઞાત એવી દુનિયા તેમને સ્વીકારવા તૈયાર નથી હોતી. હવે સવાલ એ પણ થાય કે જો આટલા બધા પ્રકારો છે અને તેમને વિજ્ઞાન સ્વીકારે પણ છે તો પછી એક પણ લેબલ શું કરવા આપવા?! બધે બધાને સરખા જ કેમ ન ગણવા, પછી તે પુરુષ હોય, સ્ત્રી હોય કે પછી બીજા કોઈ પણ પ્રકારના? તો આ વાતને એવી રીતે સમજી શકાય કે જયારે બીઝનેસની વાત આવે ત્યારે સેગ્મેન્ટેશન, ટાર્ગેટીંગ અને પોઝીશનીંગની વાત આવે, અથવા તો સિમ્પલી રીસર્ચ માટે પણ સરળતા અને એકયુરસી માટે આ બધા પ્રકારો કામ લાગતા હોય છે. પણ તેનો મતલબ એ નથી થતો કે આપને એ પ્રકારોનો દુરુપયોગ કરીને ભેદભાવ રાખીએ.

આમ તો બીજા પણ ઘણા મિથ્સ હોય છે અથવા તો ઘણી એવી વાતો છે કે જેનાથી કદાચ હું અને તમે, બધાય અજાણ હોઈએ. એ વાતો માટે જો કઈ કામ આવે એવું છે તો એ છે શિક્ષણ, વાંચન, ડિસ્કશન અને જેટલું બની શકે તેટલું એકસ્પ્લોરેશન અને ઓપનનેસ ટુ નોલેજ.

કેટલાક મિથ્સને તોડતો એવો એક વિડીઓ અહીં નીચે પણ છે જે એક ‘જેન્ડર-ફ્લુઇડ પર્સને’ બનાવેલ છે…કે પછી લેટ્સ સેય કે એક ‘નોલેજેબલ પર્સને’ બનાવ્યો છે! 🙂

કૌંસમાં:~
{[(
આવું કઈક આમ તો પહેલી વાર લખ્યું છે કે જે વિવાદાસ્પદ કહી શકાય, અથવા તો નોલેજ આપતું કહી શકાય. પણ એટલું ખરું કે આવું ને આવું લખવાની ઈચ્છા તો છે જ. અને જો ટોપિક્સ મળતા રહેશે તો લખતો પણ રહીશ. તમે પણ આવા વિષયો પર તમારા મંતવ્યો જણાવી શકો છો અને બીજા ટોપિક્સ પણ સજેસ્ટ કરી શકો છો.

આટલું વાંચવા માટે આભાર. વાંચતા રહો, કમેન્ટ કરતા રહો અને હા, “હેપ્પી માતૃભાષા દિવસ!”
)]}

Advertisements

‘યુ-ટ્યુબ’ લવારો ~ “શું કરવું??”

6 વર્ષ પહેલા યુ-ટ્યુબ પર એક ચેનલ બનાવી હતી અને પહેલો વિડીઓ પણ મુક્યો હતો. ઈટ વોઝ જસ્ટ અ શોર્ટ મુવી કે જે મેં પેઈન્ટમાં ડ્રો કરીને અને વિન્ડોવ્ઝ મુવી-મેકરનો યુઝ કરીને બનાવ્યું હતું, “બાબલાની ઝીંદગી” (Yes, that was the title!). વેલ, એ મુવી તો મેં ચેનલ પરથી રીમુવ પણ કરી દીધું હતું. એ પછી ૪ વર્ષ પહેલા એક ચસ્કો લાગ્યો હતો, યુ-ટ્યુબ સ્ટાર્સના ગાયેલા કવર સોન્ગ્સ સાંભળવાનો. અને એ સોન્ગ્સ સાંભળતા સાંભળતા જ મને પણ ઈચ્છા થઇ ગઈ હતી એકાદ સોંગ ગાઈને રેકોર્ડ કરવાની. બ્રુનો માર્સ નવો નવો ગમતો થ્યો હતો અને એનું જ ગયેલું એક સોંગ ગાયીને રેકોર્ડ કરીને મારી ચેનલ પર પબ્લીશ કર્યું હતું.

એ પછી ફરી પાછી એ ચેનલ ધૂળ ખાતી થઇ. એ વિડીઓ મૂક્યાના એક વર્ષ પછી મારી ફેવરીટ હેંગઆઉટ પ્લેસ એવી “(સેક્ટર)એક નો લેક” પર જઈને રોનકની સાથે વાત કરતા કરતા વિડીઓ બનાવવાની ઈચ્છા થઇ અને લેકની ઇન્ફર્મેશન આપતો જ એક વિડીઓ બનાવીને એ ચેનલ પર પોસ્ટ કર્યો હતો. અને એ વખતે વિચાર્યું હતું કે હવે તો એક રેગ્યુલર યુ-ટ્યુબર બનીને વિડીઓઝ મુકતા જ રહેવું છે. પણ એ વર્ષે પણ બીજા ૨ જ (ટોટલ ૩) વિડીઓઝ પોસ્ટ કર્યા હતા, જેમાં એક વિડીઓ “કેવી રીતે જઈશ” મુવી ની થોડી ઇન્ફર્મેશન વાળો હતો જે મેં મારા ફર્સ્ટ વી-લોગ તરીકે પોસ્ટ કર્યો હતો, અને બીજો વિડીઓ હતો એક ફેસબુક ફ્રેન્ડની મદદ લઈને બનાવેલ એક પોએટ્રી રીસાઈટલ (વિથ મ્યુઝીક) કે જે મેં અહીં પોસ્ટ કરી હતી.

બસ એ વિડીઓ એ ચેનલ પર મુકેલ છેલ્લો વિડીઓ હતો. હવે થયું એવું કે ૩ વર્ષ પછી ફરી પાછી ઈચ્છા જાગી યુ-ટ્યુબ પર એક્ટીવ થવાની. પણ હવે પેલી ચેનલ પર ફરી આંટો મારવાની જગ્યાએ વિચાર્યું કે એક નવી શરૂઆત કરવી જ છે તો નવી જ ચેનલ બનાવી લઉં. અને “meyotov” નામથી નવી ચેનલ ચાલુ કરી. હવે મોટો સવાલ એ હતો કે આ ચેનલમાં કન્ટેન્ટ શું મુકવું? અને જે પણ કન્ટેન્ટ રાખું એ ગુજરાતી રાખું, હિન્દી રાખું કે ઈંગ્લીશ? આ બધા વિચારોની સાથે સાથે મારી જ એક પોએમ રેકોર્ડ કરીને પોસ્ટ કરી દીધી. પણ આવવી જોઈએ એવી મજા આવી નહિ. એના બે રીઝન હતા. ૧)મારો ફેસ દેખાય નહિ અને એક જ ઈમેજ દેખાયા કરે એવા વિડીઓ શું મુકવાના! ૨)અમ્મ્મ…ભૂલી ગયો.

હા તો હવે સવાલ એ જ છે એક કરવું શું?
ગીતો ગાયીને મુકીશ તો લોકો જ મને બ્લોક કરી દેશે.
ગીટાર પ્લે કરીને રેકોર્ડ કરીને મૂકી શક્યો હોત પણ હજુ એટલું સારું ફાવતું પણ નથી.
રિવ્યુઝ પણ આપી શકું મુવીઝ વગેરે ના પણ એ કામ તો ઓલરેડી રોનક કરે જ છે, અને એ ઘણું સારું કામ કરી રહ્યો છે. તો હવે સારી ક્વોલીટીનો કન્ટેન્ટ માર્કેટમાં અવેલેબલ હોય તો ખરાબ ક્વોલીટી લઈને શું કરવા જવું!
બીજું એક બચ્યું ડેઈલી લાઈફ અપડેટ્સ, પણ એના માટે તો ડાયરી છે ને મારી!
પણ હા, હજુ ૨ વસ્તુઓ બચી.
૧)પોએટ્રી પઠન, અને
૨)કોઈ પણ ટોપિક લઈને તેના પર લવારો!

પોએટ્રી પઠનમાં ૨ વસ્તુ થઇ શકે.
૧)મારી લખેલી જ લખેલી પોએમ્સ રેકોર્ડ કરીને મૂકી શકું.
૨)ફેમસ પોએમ્સ વાંચીને સંભળાવી શકું.
અને રહી વાત અલગ અલગ ટોપિક્સ પરના લવારાની, તો એ માટે ટોપિક્સ શોધવા એ જ અઘરું કામ છે! જો કે કોઈ ચેલેન્જીસ આપે વિડીઓઝ બનાવવાનાં તો કદા…ચ શક્યતા રહે કે રેગ્યુલરલી પોસ્ટ કરી શકું.

બોલો હવે, શું કરવું?

કૌંસમાં:~
{[(
બાય ધ વે એ નવી ચેનલમાં મુકેલી પોએમ સાંભળવી હોય તો અહીં જ મૂકી છે! 🙂


)]}

4 વર્ષ!

ખબર પણ ન પડી અને ચાર વર્ષ થઇ ગયા.

છોકરું ચાર વર્ષનું થાય અને બોલતું-ચાલતું-રમતું-કૂદતું અને લખતું થઇ જાય…અને આ “Undefined હું” પણ સારું એવું બોલ્યું. અને તે એ બધું બોલ્યું જે મારે બોલવું હતું પણ બોલી ન શક્યો. અને ઘણું એવું પણ બોલ્યું કે જે હું બોલી શક્યો હોત, અને બોલ્યો પણ..પણ હું પહોંચી શક્યો હોત તેના કરતા પણ વધારે લોકો સુધી પહોચે તે રીતે બોલ્યું “Undefined હું”.

સૌથી સારી વાત તો એ હતી કે જો એ એકલું એકલું બોલ્યું હોત તો ગાંડું લાગ્યું હોત અને થોડા સમયમાં બોલવાનું એણે બંધ પણ કરી દીધું હોત, પણ તમારા બધાની લાઈક્સ, share અને કમેન્ટ્સના સહારે જ આજે ચાર વર્ષ પછી પણ આ બોલી રહ્યું છે… અને તમારા પ્રેમથી જ એ હમેશા બોલતું જ રહેશે…

ચાર વર્ષથી સાથ આપવા બદલ આપનો સૌનો દિલથી આભાર! 🙂

~વિરાજ

“સેવ ધ વર્લ્ડ” ~ પાર્ટ-2

આ વાર્તા “સેવ ધ વર્લ્ડ” સીરીઝનો બીજો ભાગ છે, પ્રથમ ભાગ વાંચવાઅહીં ક્લિક કરો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બે દિવસ થઇ ગયા હતા અર્થને હોસ્પીટલમાંથી લીવ મળ્યે.
હજુ પણ તેના મગજમાં એ જ બધા સીન્સ રીપીટ મોડ પર દેખાયે રાખતા હતાં. તેને બીક પણ હતી કે આ જ બધું સપનામાં પણ ન આવ્યે રાખે, પણ સૌથી મોટો સવાલ એ પણ હતો કે શું ઊંઘ આવશે પણ ખરી? આંખો બંધ કરતા પણ પેલી છોકરીની લાશ તેની નજર સામે આવ્યે રાખતી હતી, અને ખુલ્લી આંખે પણ એને બસ લોહીના એ ખાબોચિયા જ દેખાતા હતા.

સત્યએ પોતાના ઘરે વાત કરી દીધી હતી કે તે એટલીસ્ટ એક અઠવાડિયું તો અર્થના ઘરે જ રહેવાનો છે, નોટ ઓન્લી ફોર ટેકિંગ કૅર ઓફ હિમ એન્ડ ફોર મેન્ટલ સપોર્ટ, પણ એટલા માટે પણ કે પેલા કેસ સાથે મોટા નામ જોડાયેલા હતા જેના કારણે એ કેસ ઈવન કેસ તરીકે પણ પોલીસે ચોપડામાં નોંધ્યો નહોતો.

અર્થ તેના રૂમમાં આરામ કરી રહ્યો હતો અને સત્ય તેનું લેપટોપ લઈને તેમાં કઈક નહિ ને કઈક સર્ચ કરી રહ્યો હતો. બહાર વીજળીનો ગળગળાટ સંભળાઈ રહ્યો હતો અને સવારના ૧૧ વાગ્યા હોવા છતાં પણ સાંજના સાત-એક વાગ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

“Do you want me to play some music, અર્થ?” સત્ય કેટલીય મિનીટ્સના મૌનને તોડીને પૂછે છે. અર્થ હજુ પણ તેના વિચારોમાં જ ખોવાયેલો રહે છે. સત્ય થોડીવાર અર્થની સામે જોઈ રહે છે અને પછી લેપટોપ બાજુમાં મૂકીને પાણીની બોટલમાંથી થોડું પાણી ગ્લાસમાં લઈને અર્થને આપવા જાય છે.
“ના” અર્થ એકદમ સત્યની સામે જોઇને બોલે છે. સત્ય પોતે એ પાણી પી જાય છે અને ગ્લાસ મુકવા જાય છે ત્યારે અર્થ ફરી બોલે છે,”પાણી તો આપ, મ્યુઝીક માટે ના પાડી”. સત્ય હસી પડે છે અને એક સ્માઈલ સાથે અર્થને પાણી આપે છે. અર્થ પાણીનો ગ્લાસ હાથમાં લઈને જાણે આલ્કોહોલનાં સીપ મારતો હોય તેમ ગ્લાસ ગોળ-ગોળ ફેરવીને સીપ મારતા મારતા પાણી પીવે છે અને એકદમ અટકી જઈને બોલે છે,”વ્હોટ ડુ યુ થીંક શુડ બી ડન…?”

સત્ય કઈ બોલતો નથી. તે અર્થના અધૂરા સવાલને જાણે પૂરો થવાની રાહ જોતો હોય તેમ આંખની ભંવરો ઉંચી કરીને તેની સામે જોઈ રહે છે. અર્થનો સવાલ તેના પોતાના મગજમાં તો પૂર્ણ જ હોવાથી આગળ કઈ બોલતો નથી.
બહાર ફરીથી વીજળીનો કડાકો થાય છે, એ પણ મોટા અવાજ સાથે. સત્ય માહોલને થોડો લાઈટ કરવા માટે Tchaikovskyનું ‘1812’ પ્લેય કરે છે અને અર્થની સામે જોઇને બોલે છે,”તારે તારું માઈન્ડ ડાઈવર્ટ કરવાની જરૂર છે, અર્થ, ધેટ ઈઝ વ્હોટ શુડ બી એન્ડ મસ્ટ બી ડન!! આપણને બંનેને ખબર છે એ દિવસે શું થયું અને એ પણ ખબર છે કે જે થયું એ બરાબર નહોતું. પણ સાથે મને એ વાતની પણ ખબર છે કે આ બાબતમાં કઈ થઇ શકે એવું નથી…મેં પોતે વાત કરી છે પોલીસ સ્ટેશનમાં અને એ લોકોએ સાફ કહ્યું છે કે જેટલું બને એટલું દૂર રહેજો આ કેસથી અને આ લોકો વિષે એક સિંગલ ઇન્ફર્મેશન પણ જાણવી ખતરનાક બની શકે છે. અને એ ફક્ત આપણા માટે નહિ પણ પોલીસ માટે પણ ખતરનાક બને તેમ છે અર્થ! ધેટ ઇઝ હાઉ બીગ ધીસ કેસ ઈઝ!” સત્ય ઘણું બધી એક સાથે બોલીને બોટલમાંથી ડાયરેક્ટ જ પાણીનો એક ઘૂંટ પીવે છે.

“એ દિવસે સોંગ કયું વાગતું હતું યાદ છે તને?” અર્થ એક જરીક અમથી સ્માઈલ સાથે પૂછે છે, જાણે તેણે સત્યની વાત સાંભળી જ ન હોય!

સત્ય અર્થની સામે જોઈ રહે છે અને બોલે છે, “એ દિવસનું મને કઈ જ યાદ નથી સિવાય કે જે ઘટ્યું! અને એ ઘટેલું ભૂલ્યે જ છૂટકો છે, ટ્રસ્ટ મી! આમાં પડવા જેવું નથી. હજુ કોઈ નાના બદમાશ હોત તો મેં પણ હિંમત કરી હોત, કઈ ખોટું થતું જોવું મને પણ નથી જ ગમતું એ તને પણ ખબર છે…પણ એમના હાથમાં ગન હતી અર્થ! અને હવે ખબર પડી છે કે ધીસ ઇઝ અ હેલ્લ્લ ઓફ અ લેવલ ધીસ પીપલ આર ફ્રોમ!”

“અને યાદ છે હોસ્પિટલની બહાર પેલા થીએટર પર કયા મૂવીનું પોસ્ટર હતું?” અર્થ ફરીથી અજીબ સ્માઈલ સાથે સત્યને પૂછે છે, અગેઇન ઇગ્નોરીંગ વ્હોટ સત્ય વોઝ સેયિંગ ટુ હિમ. અને આ વખતે અર્થની સ્માઈલ બધારે જ અજીબ લાગી રહી હતી, જાણે એના મગજમાં કઈક મોટું ચાલી રહ્યું હોય એમ! સત્ય આ સ્માઇલને અને અર્થને બહુ જ સારી રીતે જાણતો હતો. અને ધીમે ધીમે સમજી રહ્યો હતો કે અર્થના મગજમાં કઈક અવળું જ ચાલી રહ્યું હતું.

“ખબર નહિ આ ફ્રેકચર ખાલી તારા હાથ અને પગમાં જ છે કે મગજને પણ અસર થઇ છે! દુનિયાને બચાવવાનું વિચારે છે તુ? આ મૂવી નથી, અર્થ! આપણે આ સિમ્પલ અર્થ, આઈ મીન દુનિયામાં રહીએ છીએ! કદાચ કોઈ પેરેલલ વર્લ્ડમાં તુ વિચારી શકે લડવાનું આ લોકોથી, જો પાવર્સ હોય તો! પણ અહી નહિ!” સત્ય એના માથા પર હાથ મુકીને કહે છે.

“યુ નો મી વેલ સત્ય, પણ મેં વાત જ ક્યાં કરી લડવાની? મારે સુપરહીરો બનવું પણ નથી…પણ મારે જે કરવું છે એ માટે અત્યારે હાલ મારી એક મદદ તારે કરવી પડશે…અમ્મ્મ…જો ત્યાં..સામે કબાટમાં એક લોકર છે, એની ચાવી અહીં મારા કમ્યુટરના સી.પી.યુ.ની અંદર એક રબર બોક્સમાં છે. જસ્ટ ઓપન ધેટ લોકર.”

સત્ય અર્થના ઈન્સ્ટ્રક્શન પ્રમાણે ચાવી લઈને લોકર ખોલે છે અને અંદર જોઇને ચોંકી ઉઠે છે! “સુપરહીરોનો સ્યુટ નથી કે તુ આવી રીતે જોઈ રહ્યો છે! એમાં જો લેફ્ટ સાઈડ ટોપ પર જે ફર્સ્ટ ડાયરી છે તે આપ.” અર્થ એક નવી જ એનર્જી સાથે કહે છે.

સત્ય ઢગલો ડાયરીઝથી ભરેલા લોકરમાંથી અર્થે માંગેલી ડાયરી તેને આપે છે. અર્થ તેના ઓશિકા નીચેથી તેના સાજા એવા જમણા હાથથી પેન લેવા સહેજ નમે છે, પણ થોડું દુખતા એક સિસકારો નીકળે છે અને સત્ય તેને પેન લેવા માટે મદદ કરે છે અને પેન આપતાં આપતાં હસવા લાગે છે. એક સ્માઈલ, એક પોઝીટીવ વેવ સત્યના ચહેરા પર આવી જાય છે.
અર્થ તેની પેન અને નવી-કોરી ડાયરી લઈને તેનો માસ્ટર પ્લાન લખવાનું શરુ કરે છે…અને Tchaikovskyનાં 1812માં આતીશ્બાજી સંભળાવા લાગે છે!

~વિરાજ એન્ડ રોનક

કૌંસમાં:~
{[(
Tchaikovskyની ઘણી બધી સરસ મજાની સીમ્ફનીઝમાંની એક એવી 1812 મારી ફેવરીટ સીમ્ફનીઝમાંની એક છે અને એ સૌથી વધારે એન્જોય મેં ત્યારે કરી હતી જ્યારે “V for Vendetta” મૂવીમાં સાંભળી હતી… તમે પણ સાંભળો અને કમેન્ટ ચોક્કસ કરજો!! 🙂 😀


)]}

લાઈફ – 2 in 1

two sides of life

~~~~~~~(૧) “ગ્રૅન્ડ ઝીંદગી” ~~~~~~~~~~
મસ્ત-મૌલા, જલસા જેવી લાઈફ મારી કહી શકો,
ઝગમગાતી, ધારદાર તલવાર જેવી કહી શકો,
ટ્વીટર ઉપર સ્ટાઈલ મારી કરતી રોજ્જે ટ્રૅન્ડ છે,
હેપ્પીનેસનો મંત્ર જપતી ઝીંદગી આ ગ્રૅન્ડ છે!

પાર્ટી એવરી-ડે નહિ, એવરી-મોમેન્ટ કહી શકો,
પેજ-થ્રીનો રોજનો મહેમાન મુજને કહી શકો,
આખી દુનિયા ફેન નહિ, પણ બેસ્ટ એવી ફ્રૅન્ડ છે,
પોઝીટીવ ઓલવેય્ઝ દીસતી ઝીંદગી આ ગ્રૅન્ડ છે!

ફ્લૉ(flaw) વગરની સ્મૂધ એવી ટાઈમલાઈન કહી શકો,
‘ને લાઈફને મારી તમે તો સુપર ફાઈન કહી શકો,
જીવન મારું સુખ-સાહ્યબીનું મસ્ત એવું બ્લૅન્ડ છે,
ભલભલા જોતા રહે એવી ઝીંદગી આ ગ્રૅન્ડ છે!

~~~~~~~~(૨) “એકાંત” ~~~~~~~~~~~
એકલવાયું લાગતું પ્રાણી દીસતું સૌને ભોળું,
ઉંધા પગલા ભરવા લાગતું જ્યારે જોતું ટોળું.
ઘેરાતું એ લોકોથી, ‘ને વધતા એના શ્વાસ,
એનાં વખાણ કરતા લોકોય લાગતા એને ત્રાસ.

સાથ ખોળતા લોકોથી ‘ને ‘મિત્ર’ નામથી ભાગતું,
એને ખાલીખમ ધાબું ‘ને કોરું આભ જ ફાવતું.

એકલપંડુ એ પ્રાણી પ્રયત્ન કરતું લાખ,
કે “ટોળાથી ભાગી ઉડું, આવે બસ જો પાંખ!
દુર જઈને બેસું બસ કોઈ એક વાદળું પકડી,
ખુદને જાણી, ખુદને ખોળી, રાખું ખુદને જકડી.”

ટોળું વિખરી નાખતું એને, એકાંત રૂડું લાગતું,
વાદળ ઉપર બેસીય એને કોરું આભ જ ફાવતું.

~~(૧+૨=?) “એક વત્તા બે બરાબર?”~~
ગ્રૅન્ડ એવી ઝીંદગીની રોશનીની લાયમાં,
પેજ-થ્રીનો એ ઝગારો કઈ સહારો થાય મા.
સ્મુધ એવી ઝીંદગી છોને બની એક બ્રૅન્ડ છે,
ખુદને જાણી ના શક્યો, ઝીંદગી શું ગ્રૅન્ડ છે?
~~~
જાણવા મથતું એ પ્રાણી ગયું આમથી તેમ,
વાદળું પણ કઈ ટક્યું ના, પરપોટાની જેમ.
જાણવા ને ખોળવા એ ઉભું દર્પણ સામે,
એક ઝગારો આંખ આંજી ગયો એ મુકામે.
~~~
એ ઝગારો શાંત પડતા પડતા થ્યો કઈ ઝાંખો,
‘ને પ્રતિબિંબ સામે જોઈ ચોંકી ઉઠી આંખો.

એકલું એ પ્રાણી મારું પ્રતિબિંબ છે!
ગ્રૅન્ડ ઝીંદગીનું મુખોટુ પ્રતિબિંબ છે!

ગૂંચવાયેલા મગજમાં ઉભી થઇ બબાલ,
જવાબ ન મળે એવા થયા બે સવાલ,
“ઝીંદગી આ સત્ય છે કે ડ્રીમલૅન્ડ છે?
ઝીંદગી એકાંત છે કે રીઅલ-ગ્રૅન્ડ છે?”

~વિરાજ રાઓલ

વેકીંગ લાઈફ

~~ ‘વેકીંગ લાઈફ’ ( Waking Life​ ) ~~

રીચાર્ડ લીન્ક્લેટરની સ્ટોરી ટેલીંગની સ્ટાઈલ મને માફક આવી ગઈ છે. અથવા તો તેની સ્ટાઈલ એવી છે કે કદાચ જો શાંત મગજથી કોઈ જુએ તો બધાને માફક આવી જાય.

‘બીફોર સનરાઈઝ’, ‘બીફોર સનસેટ’ અને ‘બીફોર મિડનાઈટ’ જોયા પછી આમ તો એ ટ્રીલોજી અને એના ડાયરેક્ટર, બંનેનો ફેન બની જ ગયો હતો (સાથે ઈથન હોવ્કનો પણ!) અને પાછુ બોયહુડ જોયું અને મજા જ પડી ગઈ.

હમણા જ જ્યારે સ્યુસાઈડ સ્કવોડનું ટ્રેઈલર જોયું અને જેરેડ લેટો ના મુવીઝ વિષે થોડું વધારે સર્ચ કર્યું ત્યારે ‘મિસ્ટર નોબડી’ મુવી વિષે થોડું વાંચ્યું અને તેની સ્ટોરીમાં ઈન્ટરેસ્ટ પડતા જોઈ લીધું, અને એના પછી એ મુવી એવી તો હાવી થઇ મગજ પર કે એના વિષે ઘણું બધું વાંચતા વાંચતા ‘ડોન્ની ડાર્કો’ ના થોડા વખાણ પણ વાંચવા મળ્યા… હવે એ મુવી ઘણા સમય થી મારે જોવું હતું, અને આ વાંચ્યા પછી રહેવાયું જ નહિ અને મુવી જોયું, એન્ડ અગેઇન માય માઈન્ડ ગોટ બ્લોવ્ન! અનધર માઈન્ડ બ્લોઇંગ મુવી! ઓલ અબાઉટ થોટ્સ!! ઓલ અબાઉટ કોન્સીક્વન્સીસ! અને થોટ્સ અને ઇલ્યુઝન્સના માટે જાણીતી અને હજુ સુધી ન જોવાયેલી એવી “મેટ્રીક્સ” જોવામાં આવી! અને એ મુવી વિષે એટલું બધું લખાયેલું છે કે કઈ પણ લખીશ તો એ રીપીટેશન જ હશે!

the-matrix-poster1

હવે થયું એવું કે આ બધા મુવીઝ જોયા અને એક ઈચ્છા થઇ કે આવા નવા નવા આઈડીયાઝ વાળા જ નવા નવા મુવીઝ સર્ચ કરી-કરીને જોવા છે!! અને એ સર્ચ કરવા અલગ અલગ મુવી ફોરમ્સમાં આંટા માર્યા, બ્લોગ્સમાં આંટા માર્યા… અને મળ્યું રીચાર્ડનું ‘વેકીંગ લાઈફ’!

Confusedmatthew-WakingLifeMovieReview101-278

સપનાઓની આસપાસ, અથવા તો સપનાઓની અંદર ચાલતું આ મુવી એટલા બધા સવાલોના જવાબ આપી જશે અને જો સવાલ નહિ હોય તો એટલા બદહ સવાલ ઉભા કરી જશે કે મગજ કામે લાગી જશે, પોઝીટીવ વે માં. હોપફૂલી. 😛
સપનાઓ ઉપર પહેલા પણ લખ્યું છે. સપનાઓ ઉપરથી પણ ઘણું લખ્યું છે. અને સપનાઓ પણ મારી એક ડાયરીમાં લખ્યા છે. સપનાઓ વિષેના મુવીઝ પણ ઘણા જોયા છે. ‘ઇન્સેપ્શન’, ‘મિસ્ટર નોબડી’, અને હવે ‘વેકીંગ લાઈફ’. પણ જેટલું મને ઇન્સેપ્શન ટચ નકારી શક્યું એટલું બાકીના બે મુવીઝ કરી ગયા. કદાચ એનું રીઝન એ હતું કે હું બાકીના બંને મુવી સાથે ઘણું એવું ખુદને રીલેટ કરી શક્યો. હવે એ રીલેટ કરવા પાછળનું રીઝન એટલું મોટું છે કે એના વિષે એક આખી અલગ પોસ્ટ જ લખવી પડશે. (અને કદાચ એવું પણ થાય કે એ પોસ્ટ લખવા વિશે જો વિચારવા બેસીસ તો કદાચ વિચારવામાં ને વિચારવામાં પોસ્ટ કા તો બહુ લાંબી થઇ જશે, કા તો લખાશે જ નહિ!) પણ ટૂંકમાં કહું તો ઈટ હેઝ સમથીંગ અબાઉટ માય (એમ.બી.ટી.આઈ.)પર્સનાલીટી ટાઈપ.

હવે વેકીંગ લાઈફની વાત રીલેત કરવાનું મેઈન રીઝન તો સપનાઓ અને સપનાઓમાં થતી વાતો, સપનામાં આવતી અજીબ અજીબ ઘટનાઓ, અલગ અલગ સપનાની સ્ટાઈલ્સ, સપના પાછળનું સાયંસ, સપનાઓ પાછળની ફિલોસોફી અને સપનાઓની અંદર હોવા છતાં પણ જાણવું કે આ સપનું છે અને બે વાર ઉઠ્યા પછી પણ એજ સપનામાં રહેવાનું નું અનુભવવું. આમ તો એ વિષે પહેલા પણ બે ‘અલગ(1)’ – ‘અલગ(2)’ પોસ્ટમાં ઘણું લખેલું છે. એના ઉપરથી જ એક થીઅરી વિશે પણ લખેલું અને થયું એવું કે એવી જ કોઈ થીઅરી આ મુવીમાં પણ ડિસ્કસ થાય છે.
આ મુવી એવું છે કે એ મુવી મેં જેટલું એન્જોય કર્યું છે એટલી સારી રીતે હું લખી નહિ શકું. બીકોઝ નોટ એવેરીથીંગ કેન બી ડીસ્ક્રાઇબ્ડ વિથ symbols (known as language)! અને એટલે જ આ મુવી વિશે વાંચવા કરતા એ મુવી જોઇને અનુભવ કરવા જેવું છે! તો તક મળે તો આ મુવી ખાસ જોજો! અને જો ઓલરેડી જોયું હોય તો આપના આ મુવી વિશેના વિચારો જાણવા ખુબ જ ગમશે અને ના જોયું હોય તો જોઈ લો એ પછી પણ કમેન્ટ ચોક્કસ કરજો. I would love to discuss this movie! 🙂

અને અહિયાં મેન્શન કરેલા મુવીઝ જેવા બીજા કોઈ મુવીઝ પણ હોય તો પ્લીઝ સજેસ્ટ! અત્યારે ચસ્કો લાગ્યો છે આવા મુવીઝનો તો બસ માણી જ લેવા છે હવે! 🙂 🙂

કૌંસ માં:~
{[(
સપનાઓ અને તેના ઇન્ટરપ્રીટેશન વિશે Sigmund Freud અને Carl Jung એ ઘણું એવું લખ્યું છે, પણ શું લખ્યું છે અને કેટલું લખ્યું છે એ ડીટેઇલમાં તો નથી ખબર પણ તેની ઉપર લખાયેલા ઘણા આર્ટીકલ્સ વાંચ્યા. તેમ છતાં ખરેખર સપનાઓ શું છે તેના વિશે કોઈ બુક વાંચવાની પણ ઈચ્છા તો છે જ. અને કોઈ ફિક્શન પણ હશે તો ચાલશે, કોઈ પણ વાર્તાઓ જે આવી જ કોઈ થીમ પર બેઝ્ડ હોય જે તમારા ધ્યાનમાં હોય તો જરા એ પણ સજેસ્ટ કરજો. 😀

બાકી ત્યાં સુધી આ ટ્રેઇલર એન્જોય કરો!

અને ‘ડોન્ની ડાર્કો’માં એક સોંગ સાંભળેલું, જે એવું તો મગજમાં ઘૂસ્યું કે સાંભળતાની સાથે જ ફેવરીટ બની ગયું! 😀


)]}

ફરી ‘ને ફરી

એ: “કેટલી વાર લખીશ આ?”
હું: “નથી ખબર….”
એ: “કોઈ મતલબ છે તો?”
હું: “નથી ખબર…”
એ: “તો સમય કેમ વેડફે છે?”
હું: “ડોન્ટ આસ્ક”
એ: “કેમ ન પૂછું?”
હું: “પૂછવાનું કોઈ કારણ?”
એ: “સમય!!!”
હું: “શું છે સમય?”
એ: “નથી ખબર…”
હું: “બસ એટલે જ લખીશ…અને લખતો જ રહીશ… આ ‘ને આ જ, ફરી ‘ને ફરી.”

-વિરાજ રાઓલ

સ્ટોરી ~ એપ્રિલનો એ વરસાદ ભૂલાય જ કેમ!

ઉપરનો કૌંસ:~
{[(
એપ્રિલ ૨૦૧૨માં એક સ્ટોરી લખી હતી, એ સ્ટોરી લખવાનું રીઝન એ હતું કે ૨૦મિ એપ્રિલે વરસાદ પડ્યો હતો, અને મારે પથારી લઈને નીચે ભાગી આવવું પડ્યું હતું. રાતના ૨-૩ વાગ્યે. અને એ વખતે જ એકદમ મગજમાં એક સ્ટોરી આવી ગઈ હતી જે મેં લખી દીધી હતી. એ પછી coincidentally ૨૦૧૩ અને ૨૦૧૪માં પણ ૨૦મિ એપ્રિલે વરસાદ પડ્યો હતો. પણ ૨૦૧૫માં ૧૫ એપ્રિલમાં જ વરસાદ પડી ગયો અને થોડુંક ખોટું લાગ્યું હતું મને. પણ આજે એક સોંગ સાંભળતા સાંભળતા મને અચાનક એ સ્ટોરી યાદ આવી અને એની સિકવલ લખવાનો વિચાર આવ્યો!

આ સ્ટોરીનો પ્રથમ ભાગ તમે વાંચીને આ વાંચશો તો વધારે મજા આવશે!

અને એ વાંચ્યા પછી જો આ સોંગ સાંભળતા સાંભળતા આજનો લખેલો ભાગ વાંચશો તો ચોક્કસ એક અલગ જ મજા આવશે. 🙂

)]}

અત્યારે જુન હોવા છતાં પણ ગરમીનો ત્રાસ છે, પણ એપ્રિલ નો એ વરસાદ ભૂલાય જ કેમ!
બે મહિના થયા હતા સ્તુતિને મળ્યે. એક્યુરેટલી જોવા જઈએ તો ૧ મહિનો અને ૧૪ દિવસ.
નવી શરૂઆતનો સંકેત દેખાયો તો હતો…પણ…
~~~~~~~~~~

“ભૂલ મારી પણ હતી અને મારે જ સમજવું જોઈતું હતું, that your career was important too, and not only I. કદાચ હું પણ નાસમજ હતી એ વખતે.” આ શબ્દોની સાથે આવેલી સ્માઈલ જ સૌથી મોટો સંકેત દેખાડી રહી હતી. અને ઓછું હોય એમ એના આઈ-પેડમાં યુ-ટ્યુબ પર કોઈ અજાણી સિંગરના અવાજમાં મેહદી હસનનું “રંજીશ હી સહી” વાગી રહ્યું હતું. એક તરફ એની સ્માઈલ જોઇને મારા મગજમાં રહેલા બધા જ શબ્દો ગાયબ થઇ ગયા હતા, અને બીજી તરફ ગીતના શબ્દો માહોલને મારા માટે વધારે જ heavy બનાવી રહ્યા હતા.

“किस किस को बताएँगे जुदाई का सबब हम, 
किस किस को बताएँगे जुदाई का सबब हम…”

ગીતની આ કડી વાગી અને સ્તુતિની પેલી સ્માઈલ પણ જતી રહી સાથે. તે અચાનક જ કઈ પણ બોલ્યા વગર અંદર જતી રહી. અને થોડી વારમાં જ રસોડામાંથી સ્ટીલના ગ્લાસમાં પાણી લઈને આવી અને પાણી મારી સામે ધરતા જ કહ્યું, “I hope you still prefer your water steelના ગ્લાસમાં જ…”

મેં ગ્લાસ હાથમાં લીધો. હજુ પણ પેલી સ્માઈલમાં જ ખોવાયેલો હતો હું. શું બોલવું એ સમજાયું જ નહિ. આંખો બંધ કરી, અને એક જ ઘૂંટમાં બધું પાણી પી લીધું. તરસ્યો હતો એટલા માટે નહિ, પણ ગ્લાસમાં જે પાણી હતું એમાં મારી આંખનું પાણી પડે નહિ એ માટે. થોડી વાર આંખો બંધ જ રાખી. પેલું સોંગ હજુ પણ વાગી રહ્યું હતું. કદાચ તેણે કોઈ પ્લે-લીસ્ટ બનાવીને તે સોંગને રીપીટ મોડ પર રાખ્યું હશે તેવું લાગ્યું.

“आ फिरसे मुझे छोड़ के जाने के लिए आ, रंजिश ही सही….”

આ કડી ફરી વાગી રહી હતી, અને પેલું અટકી રહેલું ડાબી આંખનું પાણીનું ટપકું રોકી ન શક્યો હું. આંખથી ટપકીને ગાલથી સરકતું એ આંસુ મારી થોડી વધી ગયેલી દાઢીમાં આવીને સંતાઈ ગયું, પણ મારી ફીલિંગ સંતાઈ ન શકી. I was feeling the guilt for what I had done. “Can you please..”
હું આટલું જ બોલ્યો અને સ્તુતિએ સોંગ બંધ કરી દીધું.
“No, આ તો જસ્ટ સોંગ ચેન્જ કરવાનું કહેતો હતો. પણ, You know, I don’t have words to share. અચાનક જ સવારે વરસાદ પડ્યો અને ખબર નહિ કેમ, બધું જ યાદ આવી ગયું. બે વર્ષ પહેલા સેમ આવું જ એપ્રિલમાં માવઠું પડ્યું હતું. અને આજ સવારનો વરસાદ ભલે એટલો વધારે નહોતો, મને બહુ જ heavy લાગ્યો. બે વર્ષ! કરીઅરમાં ભલે થોડોક આગળ વધ્યો, પણ ‘થોડોક’ જ વધ્યો. એક સકસેસ માટેની સેલ્ફ હેલ્પ બુક વાંચી હતી ત્યારે, જેમાં ઈમોશન્સ, ફીલિંગ્સ વગેરેને અવરોધ તરીકે દર્શાવ્યા હતા. અને એ વાંચ્યા પછી તો કરીઅર વિષે વિચાર્યા કરતા છુટા કેમ પડવું એ જ વિચાર વધારે આવતો હતો. એક જુસ્સો હતો સિંગર બનવાનો. નવા નવા કોન્ટેક્ટસ બની રહ્યા હતા અને કેમ પણ કરીને ઊંચાઈ હાસિલ કરવી હતી. એ વખતે એ ઊંચાઈના સપનાના પડછાયામાં તારા તરફથી મળતો સપોર્ટ, તારો પ્રેમ ખરેખર કેટલા પ્રબળ ફેકટર્સ હતા મારી સફળતા માટે, તે જોઈ જ ન શક્યો હું! બે વર્ષમાં જ્યાં પહોંચ્યો ત્યાં સફળતાનો એક કોળિયો છે, પણ ત્યાં એકલતા છે. અને એ કોળિયો share નહિ કરું ત્યાં સુધી એ થાળીમાંથી બીજો કોળિયો લેવાની ન તો ઈચ્છા થાય તેમ છે ન તો મારી તાકાત છે કે બીજો કોળિયો લઇ શકું હું તારા વગર.”
સ્તુતિ કઈ પણ બોલ્યા વગર સાંભળી રહી હતી. એની આંખમાં પાણી પણ દેખાતું હતું. મેં તેમ છતાં પણ બોલવાનું ચાલુ જ રાખ્યું.
“મારે મારી સફળતા તારી સાથે share કરવી છે. હું અહી આવ્યો ત્યારે મને આશા પણ નહોતી કે તું મારી સામે પણ જોઇશ! બે વર્ષ પહેલા તારી આંખમાં વરસાદમાં ધોવાઈ રહેલા તારા એ આંસુ મને સાફ દેખાઈ રહ્યા હતા પણ એ વખતે મારી આંખો તેને ઇગ્નોર કરવા માટે જ તૈયાર થઈને બેઠી હતી. I have always been selfish, અને કદાચ અત્યારે પણ હું સેલ્ફીશ જ બની રહ્યો છું એક રીતે. પણ હું તને મારા સેલ્ફમાં સમાવવા માંગુ છું. સેલ્ફીશ બનીને આપણી ખુશી જોવા ઈચ્છી રહ્યો છું. એ વખતે તારા આંસુ જોઇને એક જ બીક લાગી રહી હતી કે તું ક્યાંક તારા મજાકિયા સ્વભાવને ખોઈને લોકો પર ભરોસો કરવાનું ખોઈ ન બેસે! આજે મને તારો ભરોસો જોઈએ છે. મારે તારા સપનાઓ જાણવા છે સ્તુતિ. અને એ સપનાઓ બસ જાણવા નથી, પણ તેમને પુરા કરવા માટે જે પણ કરી શકું એ કરવું છે. મારા સપનાઓની સફળતાનો સ્વાદ અને તારા સપનાઓ પુરા કરીને તેની ખુશીનો પણ સ્વાદ મારે તારી સાથે જ લેવો છે. સ્તુતિ, બે વર્ષ પહેલા મેં જે પણ કર્યું, I’m going to regret that for my whole life. એ ભૂલ ફરી તારી સાથે તો હું સપનામાં પણ ન કરી શકું, પણ બીજા સાથે ન કરું એ માટે તારી સલાહ, તારો સપોર્ટ અને તારો પ્રેમ ઝંખું છું.” આટલું બોલીને હું ચુપ થઈને સ્તુતિની સામે જોઈ રહ્યો.

સ્તુતિની આંખમાં જે થોડી વાર પહેલા પાણી દેખાતું હતું, તે પાણી હવે ત્યાં હતું નહિ. જાણે એની આંખો એ આંસુને પી ગઈ હોય. સ્તુતિએ તેની નજર બાજુમાં ફેરવી લીધી હતી એ દિવસે આટલું કહેતી વખતે કે, “મેં ભૂલ તારી માફ કરી. પણ મારી એક સ્માઈલ જોઇને તે વિચારી લીધું કે હું હજુ પણ એકલી હોઈશ?” સ્તુતિ આટલું બોલીને જ ઉભી થઈને પાણીનો ગ્લાસ લઈને રસોડામાં જતી રહી.
~~~~~~~~~~

નવી શરૂઆતનો સંકેત તો દેખાયો હતો….પણ એ સંકેત આવું સરસ પરિણામ લાવશે તેવું ક્યારેય નહોતું વિચાર્યું મેં.
સ્તુતિને ખબર હતી કે હું હમેશા તેને જુઠું બોલતા પકડી જ પાડું છું, એટલે જ એ દિવસે તેણે નજર ફેરવીને બસ મને હેરાન કરવા માટે થઈને ‘એકલી ન હોવા વાળી વાત’નો shock આપ્યો હતો. એની વાત જો કે સાચી હતી. મેં તે વિષે જરાય વિચાર્યું જ નહોતું. પણ મેં એ પણ ક્યારેય નહોતું વિચાર્યું કે સ્તુતિને હમેશાથી રાઈટર બનવું હતું. ન તો મને એ ખબર હતી કે છુટા પડ્યાના છ મહિના પહેલા તેણે તેની પ્રથમ નોવેલ લખવાની શરૂઆત કરી હતી, જેનો અંત તેણે હજુ સુધી પણ લખ્યો ન હતો. અને તે પણ ખબર નહોતી કે તે એક એડ એજન્સીમાં કોપીરાઈટર તરીકે કામ કરી રહી હતી, being an engineer!

પણ મને એ વાતની ખબર ચોક્કસ છે કે તેની પ્રથમ નોવેલના છેલ્લા ચેપ્ટર પર એ અત્યારે કામ કરી રહી છે અને એ પણ ખબર છે કે તે આજે તે નોવેલ પૂરી કરીને જ રહેશે અને પૂરી નહિ કરે ત્યાં સુધી કોઈને એના રૂમમાં પણ નહિ આવવા દે!
વેલ, જોરદાર વાત એ છે કે તેની નોવેલનું ફક્ત શરૂઆતનું એક જ ચેપ્ટર વાંચીને મારો પબ્લીશર ફ્રેન્ડ (કોન્ટેક્ટસ કામ તો લાગ્યા જ) એટલો ખુશ થઇ ગયો હતો કે તેણે શ્યોરીટી સાથે આ નોવેલના સકસેસ માટે પાર્ટી અરેંજ કરવાનું કહી દીધું હતું. અને સ્તુતિને જે વાતની ખબર નથી તે વાત એ છે, કે આજે રાત્રે જ મેં એના માટે એક સરપ્રાઈઝ પાર્ટી અરેંજ કરી છે!
And guess what!! આટલી વાત કરી ત્યાં સુધી બહાર ધીમા ધીમા વરસાદના છાંટા ચાલુ થઇ ગયા છે. અને કદાચ સ્તુતિના રૂમનો દરવાજો ખુલી રહ્યો છે, છેલ્લું ચેપ્ટર પતાવી દીધું લાગે છે! 🙂
અને પેલી સરપ્રાઈઝ વાળી વાત અત્યારે આપણી વચ્ચે જ રાખજો…Shhhhhh…. 😉

નીચેનો કૌંસ:~
{[(
‘રંજીશ હી સહી’નું ઓરીજીનલ version અને કોક-સ્ટુડીઓનું version પણ સાંભળતા જાઓ હવે!! 😀


)]}

ટચુકડી : “પણ મમ્મી અને બા તો…”

“તમે વાત કરી ક્રીશીવ જોડે?” પલ્લવી અજયને પૂછે છે.
“કઈ વાત?” અજય ચાનો કપ બાજુમાં મુકતા પૂછે છે.
“એજ કે એ જેની જોડે આખો દિવસ વાતો કરે છે એ ખરેખર છે જ નહિ…”
“ઓહ! એનો ઈમેજીનરી ફ્રેન્ડ? કરીએ ચાલો આજે વાત….” અજય પલ્લવીને સ્માઈલ આપીને કપ હાથમાં લઈને છેલ્લી ચૂસકી ભરીને ક્રીશીવને બુમ પાડે છે.
ક્રીશીવ તરત જ હીંચકા પરથી ઉતરીને દોડતો દોડતો આવે છે અને અજયના ખોળામાં આવીને બેસી જાય છે.
અજય ક્રીશીવના વાળ ફેંદીને મસ્તી થી વ્હાલ કરતા પૂછે છે, “બેટા, એક વાત ખબર છે તને? તારો જે ફ્રેન્ડ છે ને….”
“નુંનું! એની જ જોડે બેઠો હતો હું બહાર…”, ક્રીશીવ પપ્પાની વાત અડધે જ કાપતા બોલે છે, “અરે આજે…”
અજય પણ ક્રીશીવની વાત અધુરી કાપતા, સમજાવતા કહે છે, “બેટા એ ખરેખર છે નહિ. એ બીજા કોઈને નથી દેખાતો…. પછી એની જોડે વાતો કરીશ તો લોકો તને ક્રેઝી કહેશે….”
ક્રીશીવ વિચાર્યા વગર તરત જ જવાબ આપે છે, “હું તો ખાલી વાતો કરું છું, બા અને મમ્મી તો પેલા કાન્હા સાથે વાતો બી કરતા હોય છે અને ખાવા પીવાનું બી આપે છે…એ પણ ક્યાં કોઈ દિવસ દેખાય છે…. તો મમ્મા અને બા પણ ક્રેઝી છે?”
અજય આગળ કઈ સમજાવ્યા કરતા ક્રીશીવના ઈમેજીનરી ફ્રેન્ડને સમય પર જ છોડવાનું નક્કી કરે છે.

“લવારા-એ-બસ” – બ્લોકીંગ ધ બ્લોક!

પાર્ટ-૧
માર્ચ તો કોરો ગયો, પણ ખાલી મારા બ્લોગ માટે જ! બાકી વરસાદ તો માર્ચમાં પડ્યો
અને કેરીઓ બગાડી જ છે.

પણ આજે એ બધી વાતો જવા દઈને ‘બસ’ કઈ બીજો જ લવારો કરવાનો છે.
‘બસ’ની વાતો. જે પહેલા પણ કરી તો છે જ મેં મારી બીજી પોસ્ટ્સમાં, પણ આજનો લવારો સ્પેશ્યલ એટલા માટે છે કેમ કે આ પોસ્ટ અત્યારે હાલ બસમાં બેઠા બેઠા જ લખાઈ રહી છે. સુભાષ બ્રીજ ઉતરતા, ગાંધીનગર બાજુ જતાં, જ્યારે પણ જમણી બાજુ ટોરેન્ટ્સની લાઈટ્સ દેખાય છે એટલી વખત ત્યાંજ જોઈ રહેવાની ઈચ્છા થાય, અને ક્યારેક કઈક લખવાની ઈચ્છા પણ થઇ જ જાય છે. પણ એક તો ‘બ્લોગર્સ બ્લોક’ બરાબરનો રસ્તો રોકીને મગજ ને તાળા મારીને બેઠો હતો અને ઉપરથી થાક પણ એવો લાગ્યો હોય કે લખવાની ઈચ્છા થાય નહિ. અને એ બધું તો સમજ્યા, પણ એમ.બી.એ.માં “બચ્ચા ફેકટ્સ લાઓ, કહાની મત સુનાઓ, જ્ઞાન નહિ ચાહિયે” સાંભળી સાંભળીને બધી ‘કહાની’ઓ વેકેશન પર ચાલી નીકળી અને મારો બ્લોગ બિચારો સુનો પડી ગયો.

હવે આ તો જૂની આદત છે મારી, કે લખતો કઇક હોઉં અને ક્યાંક બીજે જ મારી ગાડી નીકળી પડે. બસનું લખતા લખતા કોલેજ પહોંચી ગયો(નોટ લીટરલી). ઈચ્છા એવી હતી કે બસમાં લાઈટ્સના લીધે જે ઉભેલા લોકોના હાથ ની સરસ પેટર્ન પડે છે એના વિષે કઈક લખું, પણ લખવા માટે લેપટોપ ચાલુ કર્યું અને એજ વખતે બસની બધી લાઈટ્સ ઓફ થઇ ગઈ! “સલામત સવારી, એસ ટી અમારી” (અ બીગ એલ.ઓ.એલ)!
જેમ પહેલા પણ લખ્યું છે કે એન્જીનીઅરીંગમાં સૌથી વધારે એન્જોય મેં કોમ્યુટીંગ જ કર્યું છે, ફ્રેન્ડસ અને સોન્ગ્સ સાથે. અને અત્યારે ફ્રેન્ડસ તો કોઈ હોતા નથી સાથે, પણ સોન્ગ્સ ચોક્કસ સાથ આપે છે. જયારે આ લખવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે “ટ્રેઇન”નું “50 ways to say goodbye” સોંગ વાગતું હતું, અને અત્યારે સબવેમાં બેઠેલો James Blunt “યુ આર બ્યુટીફૂલ” ગાઈ રહ્યો છે. અને જ્યારે પણ આ સોંગ વાગે એટલી વાર મને મેં બહુ ટાઈમ પહેલા લખેલી “બસમાં મેં જોઈ’તી” પોએમ યાદ આવી જાય છે! એન્ડ અગેઇન, “બસ”!! ઘણા ટાઈમથી લખાયું નહોતું, અને લખવા બેસું તો પણ કઈ બીજું જ કરવા બેસી જાઉં છું, ત્યારે આજે આ બસમાં બેઠા બેઠા લખવાનું વિચાર્યું ત્યારે જ કઈ લખાયું. અત્યારે થોડુક અને બાકી ઘરે જઈને એમ જ આ પોસ્ટ તૈયાર થાય એવું છે, કેમ કે પોસ્ટ તો આમ પણ નેટ મળશે ત્યારે જ પબ્લીશ થશે. તો ‘બસ’ નો અત્યાર સુધી લખવા માટે સાથ રહ્યો એ માટે આભાર પણ માનવો જ રહ્યો.


પાર્ટ-૨
હવે પાર્ટ-૨ એટલે ઘરે આવીને લખેલું બધું!!
થયું એવું, કે મેં જ્યારે લખવાનું શરુ કર્યું ત્યારે બસની બધી લાઈટ્સ ઓફ થઇ હતી, તે બધી લાઈટ્સ જેવું મેં લેપટોપ બંધ કર્યું ને તરત જ ઓન થઇ ગઈ. અને મારી આજુ બાજુ વાળા મને બહુ જ અજીબ રીતે જોઈ રહ્યા હતા કે જાણે લાઈટ્સ ઓન-ઓફ થવા અને મારા લેપટોપ ચાલુ-બંધ કરવા વચ્ચે કઈક સંબંધ હોય! 😀

આમ તો આજે લખવાનું કારણ ફક્ત અને ફક્ત એક જ હતું કે કઈ પણ લખીને બ્લોગર્સ બ્લોકને લાત મારીને દુર કરવું! પણ હવે એ પણ કહેવું જ રહ્યું કે આ બ્લોક દુર કરવા માટે પણ ઘણા ફેકટર્સ હતા જે અસર કરી ગયા.
સૌથી પહેલું તો એજ કે મેં ઘણું સર્ચ કર્યું કે કઈ રીતે દુર કરવું આ બ્લોકને, અને ઘણી બધી પોસ્ટ્સ મળી કે જે અધુરી પૂરી વાંચી અને મૂકી દીધી, તેના વિષે કઈ પણ કર્યા વગર, સિવાય કે એક પોસ્ટ; જેમાં લખ્યું હતું કે કોઈ મ્યુઝીકલ ઇન્સ્ટ્રૂમેન્ટ શીખીને વગાડવાથી પણ ઘણી વાર રાઈટર્સ બ્લોક દુર થઇ જાય છે. હવે ગયા વર્ષે મેં ‘મે’ મહિના માં ગીતારના બેઝીક ક્લાસ જોઈન કર્યા હતા. પણ પ્રેક્ટીસ તો થઇ જ નહિ! કારણ કે ન તો મારી પાસે ગીતાર હતું, ન તો કોઈ બેસ્ટ ફ્રેન્ડ પાસે હતું કે જેના ઘરે જઈને વગાડી શકું! તો શનિવારે એક તો ગીતાર લઇ આવ્યો; અને એ ગીતાર બસમાં બેસીને કઈ રીતે પડતા-સંભાળતા લાવ્યો એની પણ એક અલગ જ સ્ટોરી છે! એ પછી ઘરે લાવીને (સલામત છે કે નહિ એ ચેક કરીને) વગાડવાનું સ્ટાર્ટ કર્યું અને એ વાતની ખુશી થઇ કે બેઝીક કલાસીસમાં શીખેલું હજુ પણ યાદ હતું! અને બીજી ખુશી એ વાતની પણ થઇ કે આ વર્ષમાં સાંભળેલા કેટલાક સોન્ગ્સ મેં ગીતાર પર વગાડવાનો પ્રયત્ન કર્યો અને ઘણા અંશે એમાં સફળતા પણ મળી. જો કે હજુ ફક્ત લીડ જ ફાવે છે, કોર્ડ્સમાં હજુ લોચે લોચા જ છે!

તો એક ફેક્ટર તો આ થયું ર્બ્લોક દુર કરવાનું, અને બીજું, અને કદાચ મેઈન રીઝન એ કે ૪-૫ દિવસ પહેલા જયારે એમ જ મારું નામ ગૂગલ કરવાની ઈચ્છા થતા સર્ચ કર્યું અને વેબગુર્જરીની એક પોસ્ટ મળી કે જેમાં મારું નામ લખેલું હતું. લીન્ક ઓપન કરીને જ્યારે વાંચવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ખબર પડી કે આ તો મૌલિકામેમની “બ્લોગ ભ્રમણની વાટે” સીરીઝ નો એક પાર્ટ હતો કે જેમાં મારા બ્લોગ વિષે લખેલું હતું! એ પણ ૨૦૧૪ ના ફેબ્રુઆરીમાં! જે મેં છેક ૨૦૧૫નિ એપ્રિલમાં વાંચ્યું!! અને એ વાંચીને મને ઘણી નવાઈ લાગી. નવાઈ એ વાતની કે બ્લોગમાં આટ-આટલું લખેલું છે મેં! અને એ વાત તો કહેવી જ રહી કે મારા બ્લોગનું આટલું જોરદાર ડીસ્ક્રીપ્શન કરવું જ કેટલું અઘરું પડ્યું હશે, અને એમાં પણ મારા લવારામાંથી, કે જેમાં મેં ખરેખર ફૂલ-ઓન લવારો જ કર્યો હોય,એમાંથી પણ કોઈ મિનીંગ નીકળી શકે એવું તો મેં સપને પણ નહોતું વિચાર્યુ.
પણ તેમ છતાં, એ વાંચ્યું અને એક ધ્રુજારી પસાર થઇ શરીરમાંથી. અને એ ધ્રુજારી એટલું જ કહેતી હતી કે “કઈક તો લખ હવે, હદ્દ થઇ!! ઇટ્’સ નોટ ધેટ બેડ વ્હોટ યુ રાઈટ!”

અને છેલ્લું ફેક્ટર ઈઝ અ પર્સન! વરુણ પંડ્યા”
આ નામ ગુજરાતીઓમાં તો જાણીતું થતા બહુ ઝાઝો સમય નહિ લાગે એવું મને અત્યારે લાગી રહ્યું છે, અને એનું કારણ છે એમની સાથે થયેલી વાતો કે જે ઘણું એવું ઈન્સ્પાયર કરી ગઈ! અત્યારે મારે એક કમ્પનીમાં ઇન્ટર્નશીપ ચાલે છે, ત્યાં જ વરુણભાઈને મળવાનું થયું. દેખાવમાં એકદમ સીધા, સ્વભાવથી એકદમ શાંત એવા વરુણભાઈ પાસે જેટલું નોલેજ છે તે તેમની સાથે વાત કરી ત્યારે જ જણાયું. ઘણા વર્ષથી જે જોબ કરે છે તેની સાથે પોતાના શોખના વિષયમાં કરિયર બનાવવા મહેનત કરતા અને ‘અલ્મોસ્ટ રેડી ટુ ડુ અ બ્લાસ્ટ’ એવા વરુણભાઈના શબ્દોમાં મેજિક શનિવારે તેમની સાથે વાત કરી ત્યારે દેખાઈ જ રહ્યું હતું! અને એ ફેક્ટર પણ બાકીના ફેકટર્સ જેટલું જ ઈન્સ્પાયર કરી ગયું પોસ્ટ લખવા માટે! ઇન્ક્લુડીંગ આજની બસની સફર!

તો બસ, આજ માટે આટલું જ, બાકીનો લવારો ફરી ક્યારેક.

અને હવે જો બ્લોગર્સ બ્લોક આવ્યો તો ફરીથી, ત્યારે આ બધા ફેકટર્સ યાદ કરી લઈશ! પણ તમને છોડીશ તો નહિ જ!! 😀
બસ તો, વાંચતા રહો, લખતા રહો, તમને ગમે, તે રીતે લાઈફ એન્જોય કરતા રહો!!
સી યુ સુન! 🙂

કૌંસમાં:~
{[(

કુંડળીના પહેલા પેજ પર “સ્પોઈલર એલર્ટ તો લખવું જ જોઈએ ને!?
)]}