બોલી નહિ શકું

લખી ચોક્કસ શકું છું, બોલી નહિ શકું,
લાગણીઓના તાળા ખોલી નહિ શકું.

કહેવા માટે મનમાં મેં સંઘર્યું ઘણું છે,
ફીલિંગ્સ ને શબ્દોથી તોલી નહિ શકું.

વિચારોની શબ્દો પર ચાલે છે હુકુમત,
એની આ રાજનીતિ ઝંઝોળી નહિ શકું.

પ્રેમ નથી, ફ્રેન્ડશીપ છે, ચોખ્ખું દેખાય છે!
દિલમાં હું આ સત્યને ઘોળી નહિ શકું.

મનોમંથન દિલમાં બબાલ પણ બને છે,
પણ ખુદને જ હું લાફો ચૉઢી નહિ શકું.

ખુદ ને ખુશ કરવા ખુદકુશી પણ જો કરું,
પોઢી જરૂર શકીશ, કફન ઓઢી નહિ શકું.

-વિરાજ રાઓલ

Advertisements