ફરી ‘ને ફરી

એ: “કેટલી વાર લખીશ આ?”
હું: “નથી ખબર….”
એ: “કોઈ મતલબ છે તો?”
હું: “નથી ખબર…”
એ: “તો સમય કેમ વેડફે છે?”
હું: “ડોન્ટ આસ્ક”
એ: “કેમ ન પૂછું?”
હું: “પૂછવાનું કોઈ કારણ?”
એ: “સમય!!!”
હું: “શું છે સમય?”
એ: “નથી ખબર…”
હું: “બસ એટલે જ લખીશ…અને લખતો જ રહીશ… આ ‘ને આ જ, ફરી ‘ને ફરી.”

-વિરાજ રાઓલ

Advertisements

દરવાજા…

તો થયું એવું,
કે જે દરવાજા બંધ થતા હતા,
એક પછી એક,
જોર થી,
અવાજ સાથે,
એ ધ્યાન બધું જ ખેંચી લેતા હતા.

અને જ્યાં સરસ,
ઓઈલીંગ કરેલા,
સ્મુધલી ઓપન થતા દરવાજા,
ક્યાંક ખુલતા તો હતા,
જરાય અવાજ કર્યા વગર,
ત્યાં ધ્યાન જ ન ગયું!

-વિરાજ

ફોરેઈન વાળી ભૂરી…. ♥

ફરવા ગ્યો’તો દુર દેશમાં, જોઈ ત્યાં એક ભૂરી.
બેઠી-બેઠી દુર-દુર થી મને રઇ’તી ઘૂરી!

ઘુરવા વાળી રમતમાં ભઈ આપણે પણ ઝંપલાવ્યું,
મારું ઝંપલાવવું એનામાં મસ્તી કઈક લઇ આવ્યું!

મારી આંખો સ્થિર હતી ‘ને આંખ એણે તો મારી,
એટલે ન એ અટકી, એણે સ્માઈલ દીધી એક પ્યારી!

ક્યુટનેસ પર મસ્તી જોઈ એનામાં ભરપુર,
એટ્રેક્શનનું દિલમાં મારા આવ્યું ઘોડાપુર.

આપણને પણ થ્યું ચલો એક આંખ હું પણ મારું,
ચાખી લઉં એક ફલર્ટ નો ઘૂંટો, છો પીયે ના દારુ.

આંખ મારતા સાથે એણે ફેંકી દુર થી કિસ,
ફિલ્ડર રહ્યો કાચો ભલે, કિસ ન કરી મિસ. 😉

હાથમાં કિસ પકડવી તો ઓલ્ડ ફેશન ગણાય,
ડાયરેક્ટ હોઠથી કેચ કરી, જે મોડર્ન તો જણાય!

ગોરા ગોરા ગાલે એના દેખાણી એક લાલી,
એટલામાં તો ભૂરી મેડમ ઉભી થઈને ચાલી!

પહેલા થયું, ચલાવી લઈશ મારું મન મનાવીને,
પણ ભૂરી ક્યાં મળવાની? ભાગ ધન-ધનાવીને…..

મેડમે તો એક પછી એક ટર્ન એવા તે લીધા,
ભલ-ભલા ફોલોઅર્સને ભૂલા પાડી દીધા!

પણ ઈશારો મેડમે એક ચિઠ્ઠી ફેંકી દીધો,
ઇશારાને મેગ્નિફાઇન્ગ આંખે ઝીલી લીધો.

ફેંકીને એ ચિઠ્ઠી મેડમ ભાગ્યા ટેક્સી લઈને,
પણ એ ગયા સામે મોટો ટાસ્ક મને દઈને.

વ્હેલા વ્હેલા ભાગીને મેં હાથે લીધી ચિઠ્ઠી,
એમાં તો મેં ગોલ્ડન એવી ઇન્ફર્મેશન દીઠી!

લાલ ઇન્કથી લખેલું’તુ એમાં એક એડ્રેસ,
મેડમને બસ મારે હવે કરવાના’તા ટ્રેસ!

બોરિંગ ટુરમાં ભૂરી મેડમ કરી ગઈ ઈન્સ્પાયર,
હાથ લાંબો કરીને મેં ટેક્સી કરી હાયર!

ટેક્સી મને લઈને આવી ગઈ મારી મંઝીલે,
નજર પણ મારી તો પોં’ચી ગઈ’તી એના ટીલે!

ટેક્સી વાળાને મેં એના પૈસા હાથે ધર્યા,
પછી મારી મંઝીલ બાજુ પગલા મેં તો ભર્યા,

દરવાજે જઈને મેં વગાડ્યો ડોર-બેલ,
તાલાવેલી લાગી’તી જોવાને ભૂરી ઢેલ!!

“એનીબડી ધેર?” નો મેં દીધો એક સાદ,
ધીમા ધીમા પગલાનો સંભળાયો નાદ,

પણ દરવાજો જાણે એનો થઇ ગયો’તો જામ,
દર વખતે મારી જોડે જ કેમ થાય છે આમ!!?

નિ:સાસો મેં નાખ્યો, પણ હિંમત ના મેં હારી,
થોડો થયો હું સ્વસ્થ, ને જોરથી લાત મારી.

લાગ્યું તુટ્યો ટાંગો, જે હતો આમ તો સાજો,
ખુશી થઇ એ વાતે, કે ખુલી ગ્યો દરવાજો!

અંદર કરી નજર, પણ હતું બહુ અંધારું,
ચૂંટલી ભરી જોયું, “સપનું નથી ને મારું?”,

“ઓલા કેરીદા”, કરીને બોલી પેલી ભૂરી,
નવી ભાષા સમજાણી નઈ,રહ્યો હું તો ઘૂરી.

પાછી બોલી, “નો લો એન્તિએન્દે એસ્પાનોલ?”,
ત્યારે લાગ્યું સ્પેનીશ બોલતી હશે બાર્બી-ડૉલ!!

ભાષાના વિચારો મનમાં કરી રહ્યા’તા ફાઈટ,
ભુરીને જોવા માટે હું શોધી રહ્યો’તો લાઈટ…

એટલામાં તો ઝાટકા સાથે ટાઈ મારી ખેંચાણી,
મનમાં તો ભાઈ મારા હવે ફૂટવા માંડી ધાણી,

લાગ્યું એક જ ‘સાઉલ’નું થયું હશે બાયસેક્શન,
એ સ્પેનીશ ‘ને હું ગુજરાતી, અઘરું હતું કનેક્શન!!

લેન્ગવેજ જાય તેલ લેવા ‘ને લાઈટનુંય છે શું કામ!!
નસીબ પાંદડા ફેરવે છે ને એય પાછા બેફામ!!

આગળ આમ તો શું કહું હું, ઘણું ઘણુંયે થયું!
સેન્સર કરવા કરતા ભલે ને અકથિત જ રહ્યું. 😉

-વિરાજ રાઓલ (Viraj Raol).

કૌંસમાં :~ 
{[(
હમ્મ્મ્….
)]}

કૌન્સનું કૌંસ માં જ રહેવા દઈએ…. 😉 😛 😀

લુચ્ચી…

સીધી ના એ રે’તી લુચ્ચી, ટેઢી મેઢી વાંકી લુચ્ચી,
આડી અવળી વાતોથી એ, મારું માથું ખાતી લુચ્ચી.

ફ્યુચરનું એ પ્લાનિંગ કરતી મોટા પાયે સેવિંગ કરતી,
શોપિંગ માટે હરતી ફરતી લાત બજેટ્ને મારતી લુચ્ચી,

ફિગર સાચવવાને માટે સ્ટ્રીક્ટ ડાયટની વાતો કરતી,
ડાર્કફોરેસ્ટની કેક જોઇને ખાવા તૂટી પડતી લુચ્ચી!

સિરિયલોની વાતો લઈને ફોન ઉપર એ ગોસીપ કરતી,
ક્રિકેટ જોવા હું બેસું ‘ને રીમોટ ઝુંટવી લેતી લુચ્ચી.

સેડ થતાની સાથે પાછી મૌનવ્રત એ ધારણ કરતી,
રીઝન દુઃખનું પૂછતાં એની કેસેટ ચાલુ કરતી લુચ્ચી.

પોએમ એની માટે લખતો રોમેન્ટિક હું મૂડ બનાવી,
ટાઈટ એવું એક hug આપીને પોએમ ફેંકી દેતી લુચ્ચી!

(એટલી ખરાબ લખું છું પોએમ્સ!!?? :o)

કૌંસમાં:~
{[(
ઘણા ટાઈમથી પોએમ લખવાની ઈચ્છા હતી, પણ પેલી ‘લુચ્ચી’ સાથે વાત જ નથી થતી આજ કાલ!! પોએમ ક્યાંથી લખાય!! 😦
બસ તો આજની પોએમ એજ લુચ્ચીને અર્પણ!! 😀

હવે બ્લોગને થોડોક ટાઈમ આરામ આપવાનું વિચારું છું, એક ‘જ્યોતિષ ફ્રેન્ડ’એ કહ્યું કે તારી ક્રિએટીવીટી અત્યારે ઉપરના લેયર પર છે, લખવાનું ચાલુ રાખ…. પણ હોય જ ને, એક્ઝામ નજીક છે એટલે આવું બધું વધારે સુઝે….!
બસ તો હવે કદાચ may end માં જ પાછો આવીશ લખવા, બાકી બ્લોગ્સ વાંચવાનું તો ચાલુ જ રહેશે….
બસ તો આ છેલ્લી પેરડી લાઈન્સ અને થોડાક ટાઈમ માટેનું બાય બાય!!

સિલેબસ પૂરો કરવામાં જલ્દી કરો ‘વિરાજ’,
ઢગલો છે બુક્સ અને નજીક જ એક્ઝામ છે. 😉

ગુસ્તાખી માફ મરીઝ 😛
)]}

આ ટીવી શોઝ પણ જોવા જેવા છે….!(1)

આમ તો આ પોસ્ટમાં હું જેના વિષે લખવાનો છું એ વિષય પર જયભાઈ વસાવડાએ પણ લખ્યું જ છે….
અને આમ જોઈએ તો એ ટીવી શોઝ વિષે ખ્યાલ હવા છતાં પણ મને તેમના એ દિવસ ના બ્લોગ પર ની પોસ્ટ જોઇને જ જોવાની ઈચ્છા થઇ ગઈ હતી….

હવે એ બધા જ ટીવી શોઝને, જેટલા હું જોઉં છું તેટલા ને, મને ગમે છે એ રેન્કમાં ઇન્ટ્રો આપીશ અને ક્યારેક ડીટેઇલમાં પણ એ દરેકે દરેક શો વિષે લખવાનો જ છું…..

અને હા, હોઈ શકે કે હું ઘણી બાબતમાં પોલ અને સસ્પેન્સ પણ ખોલી દઉં….!!
So SPOILER ALERT!!!

તો હવે શો ચાલુ કરીએ…..

1) Dexter(Noun : An animal of a small, hardy breed of Irish cattle.)
આ બાજુમાં લખ્યું છે એને આ સીરીઅલ સાથે કોઈ કરતા કોઈ જ લેવા દેવા નથી….. પણ સીરીઅલ ઉપર થી યાદ આવ્યું કે આ સીરીઅલ એક એવા સીરીઅલ કીલર વિષે છે જે કદાચ સુપર હીરોઝની હરોળમાં આવતા આવતા રહી જાય.
આવે એટલા માટે કારણ કે એ એવા લોકો નું જ મર્ડર કરે છે જે લોકો કોઈ નહિ ને કોઈ કારણસર પોલીસ થી બચી ગયા છે……ઇવન ધો પોલીસ ને પણ ખબર હોય કે એ ગુનેગાર છે, કે ખબર ના પણ હોય……!! અને બસ, એવા જ લોકો ને શોધી શોધી ને મારવાની જવાબદારી નહિ પણ પોતાની તરસ છુપાવતો એક સારો કહી શકાય એવો સીરીયલ કીલર!!
અંદર થી પોતાને એક શૈતાન માનતો હોઈને બહાર થી બની શકે એટલો પોતાની જાત ને હ્યુમન બતાવવાનો ટ્રાય કરતો રહે છે….
ડેકસ્ટર વિષે વચ્ચે me થોડીક લાઈન્સ પણ લખી હતી….. જે કહી શકાય કે એના મુખે કહેવાઈ હોય એવી લાગે….. જે કઈક આવી છે…..
“લોહી….
ઘણી વાર લોહી ના સંબંધ ફક્ત એ જ નથી હોતા જે પરિવાર આપે છે,
કેટલીક વસ્તુઓ એવી હોય છે જે નસીબ આપે છે,
કઈક ટેવ, કઈક કુટેવ,
કઈક ઈચ્છા, કઈક ઘેલછા,
પ્રકૃતિ, વિકૃતિ,
લોહી!
ઈચ્છા નહિ પણ ઘેલછા, ઘણા માટે આ બસ વિકૃતિ છે,
લોહી જોવાની તડપ, મારી ખૂન કરવાની ઝડપ,
હું રખડ્યો છું મારી આ તડપ માટે,
હું રઝળ્યો છું મારી આ કહેવાતી વિકૃતિ માટે.
તરસ્યો નથી હું એ લોહી માટે, બસ મારી આંખો ને જોઈએ છે ઠંડક,
જે ફક્ત ઠંડા કલેજે કરેલું કૃત્ય અને તેની મળતી નીપજ-“ઠંડુ લોહી” આપે છે ….
હું છું ડેકસ્ટર….!!”

ડેક્સ્ટર ની અત્યાર સુધીમાં ૭ સીઝન આવી છે અને આઠમી આવવાની તૈયારી છે જે લગભગ તેની છેલ્લી સીઝન માનવામાં આવે છે.

2) How I Met Your Mother :
આમ તો આ સીટકોમ વિષે થોડુક મેં પેલી ફયુચરને મેઈલ લખવા વાળી પોસ્ટ માં લખ્યું જ હતું, પણ એની પર થી સીરીયલ શેના વિષે છે એ કહી ના શકાય…..
હા, હજુ નામ ઉપર થી હિન્ટ મળી શકે એ છે….
અને જેવું નામ છે એવું જ આ સીટકોમ માં છે…..
મેઈન કેરેક્ટર અને શો નેરેટર એવો ટેડ મોસ્બી તેના છોકરાઓ ને ૨૦૩૦ ના સમયમાં એક વાત કરવા બેસે છે….  કે તે કઈ રીતે તેમની મમ્મી એટલે કે ટેડની વાઈફ ને મળ્યો હતો….
જો આ સીટકોમ ને એક સીટકોમ ની જેમ જોવા જઈએ તો એટલી કોમેડી નહિ લાગે, પણ એમ જ કોઈ પણ ટીવી શો ની જેમ જોઈએ તો ઘણો જ ગમી જાય એવો છે કેમ લવ સ્ટોરીઝ સારી એવી અને ટચી કહી શકાય એવી એડ કરી છે…..
મેઈન કેરેક્ટર્સમાં ટેડ, માર્શલ, લીલી, રોબીન અને ઓવ્સમ એવો બાર્ની સ્ટીન્સન!!
આ સીરીયલની અત્યારે આઠમી સીઝન ચાલે છે અને નવમી સીઝન ને તેની છેલ્લી સીઝન માનવામાં આવે છે….
અને આ શો વિષે મેં હજુ સુધી કઈ પોએમ વોએમ નથી લખી…..હહાહાહાહા બચ ગએ!! સારે કે સારે બચ ગએ!!! 😀

3) The Big Bang Theory :
આમ જોઈએ તો મારા મગજમાં હજુ ધ બીગ બેંગ થીઅરી અને હાઉ આઈ મેટ યોર મધર વચ્ચે કોમ્પીટીશન ચાલતી જ રહેતી હોય છે….. અને તેમના રેન્ક ઉપર નીચે થયા કરતા હોય છે….!
પણ હવે અત્યારે આના વિષે લખવા બેઠો છું તો ફરહી થી રેન્ક ચેન્જ કરીને આને ઉપર લઇ જવાની ઈચ્છા થાય છે…. પણ જો એવું કરીશ તો ફરીથી હાઉ આઈ મેટ યોર મધર માં કઈક લખવા જતા એને ઉપર લઇ જવાની ઈચ્છા થશે….. એટલે જેમ છે તેમ જ રાખું અને આનું થોડુક ઇન્ટ્રો આપી દઉં….!! 😛

આ સીટકોમ ૪ ફ્રેન્ડ અને સાયન્સના ખાન્ટુઓ એવા nerd સાયન્ટીસ્ટ્સ  ની આજુ બાજુ ઘૂમે છે!!
~>કુલ બનવાનો ટ્રાય કરતો રહેતો અને હોત એવી પાડોશીના પ્રેમ માં પડેલો લેનર્ડ કે જેના નામ માં જ ‘નર્ડ’ વર્ડ આવી જાય છે!
~> મગજ ફેરવી દે એવા લોજીક આપી ને પોતાને જ ગમે તે રીતે સાચો ઠેરવતો અને ભૂલથી પણ કોઈ પ્રશ્ન પૂછી જાય તો ફરીથી મગજ ગાંડું કરી દે એવા વૈજ્ઞાનિક કારણો આપતો એવો યંગ થિઅરિટીકલ સાયન્ટીસ્ટ “ડોક્ટર” શેલ્ડન કુપર…..(ડોક્ટર બોલવાનું તો ભૂલથી પણ ભૂલતા નહિ!!)
~> ચીપ અને ચીઝી લાઈન્સ થી છોકરીઓને લાઈન મારવાનું કોઈ દિવસ ણ છોડતો એવો જયુઈસ્ટ સ્પેસ એન્જીનીઅર “વોલોવીટ્ઝ”,
~> અને ઇન્ડિયન સ્પેસ સાયન્ટીસ્ટ “રાજેશ કુથ્રપાલી”….. જેમને મારા જેવો જ ભયાનક રોગ છે~~~”છોકરીઓ સાથે બોલવા જાય તો અવાજ જ ના નીકળે!!!”  જો કે રાજ પાસે એક જ ઈલાજ છે અને તે છે “આલ્કોહોલ”!!

અને સૌથી મેઈન કેરેક્ટર તો રહી જ ગયું…!!

~> “પેની” – શેલ્ડન અને લેનર્ડ ની હોટ, બ્લોન્ડ અને ડમ્બ એવી સ્ટ્રગલિંગ એક્ટ્રેસ પાડોશી!!

બસ તો આજ બધા ભેગા થાય અને જે સિચ્યુએશન થી કોમેડી ક્રિએટ થાય છે એજ છે “The Big Bang Theory”.

——————————————-
——————————————-
આમ જોવા જઈએ તો મારી બધી જ ફેવરીટ ટીવી સીરીયલ્સ વિષે લખવાનો હતો, પણ હવે જુદા જુદા ભાગમાં જ લખવું સારું રહેશે એવું મારા હાથ દુખી દુખી ને કહી રહ્યા છે…(આ તો એક બહાનું છે, પણ વાત એમ છે કે ઊંઘ આજે જલ્દી આવી ગઈ છે!! 😉 )

બસ તો ચાલો આશા રાખીએ કે આનો પાર્ટ-૨ જલ્દી આવે!! અને હા, પેલી ૧૯૯૫વાળી સ્ટોરીનો ચોથો પાર્ટ પણ આવશે જ…. ડોન્ટ વરી 😛 (હોપફૂલી 😉 )

કૌંસ માં:~
{[(
હમણા જ એક ફ્રેન્ડ ‘રોનક‘ એ યુ-ટ્યુબ પરના એક vloger વિષે જણાવ્યું, અને આજે જ તેના ઘણા બધા વિડીઓઝ જોવામાં પણ આવ્યા…..
તેનું કામ એવું છે કે દર અઠવાડીએ યુ-ટ્યુબ પર પહોંચેલા ટોપ (વાઈરલ) વિડીઓઝ ઓફ વિક વિષે જ મસ્તી ભરેલા શબ્દોમાં મજા કરાવી દે છે….
બસ તો એની ચેનલ “http://www.youtube.com/user/RayWilliamJohnson” એક વાર વિઝીટ કરવા જેવી છે…તો…. 😀

અને me આજે જે વિડીઓ સૌથી પહેલા જોયો, તે જ અહી share કરું છું….. સો એન્જોય!!  🙂


)]}
day5

ઉંદરની વેલેન્ટાઇન ♥

વેલેન્ટાઈને ઉંદરે કરી ઉંદરડી ને વાત,
“ચાલને ફરવા જઈએ ઉન્દી, રોમેન્ટિક છે રાત.”

ઉંદરડીયે ઓછી ન’તી કઈ, બા’ના આપી બોલી,
“તમેય સુ ગાંડા કાઢો છો!”, મનમાં છો એ ડોલી!

ઉંદરભઈ પણ તાન માં આવ્યા, ગીત ગાવાનો મૂડ બનાવ્યો,
ઉન્દી સામે ઘૂંટણે ઉભા, સૂરમાં તેમણે સુર મિલાવ્યો!
“તેરે લિયે દેખ ઉન્દી મેરી, નઝરાના હમ હૈ લાયે”,
ગાવા લાગ્યા, “તેરે ‘દર’ પર સનમ ચલે આયે….”!!

ઉન્દીના પણ રોમ રોમ માં છવાઈ ગયો રોમાંસ,
એણેય વિચાર્યું જવા દેવા જેવો નથી આ ચાન્સ.

દરને તાળા મારી નીકળ્યા ઉંદર ને ઉંદરડી,
દોડતા જાતા એકબીજાની પૂંછ પ્રેમથી કરડી…

મસ્તી-પ્રેમમાં પાગલ થઇ બેઉ જણા ભટકતા’તા,
પણ બંનેના પેટમાં તો હવે ઉંદરડા દોડતા’તા!!
મનગમતાની જોડે ફરતા સુખ તો મળી જાય છે,
પ્રેમથી પેટ ભરાય ક્યાં! ભૂખ જ નડી જાય છે…

ઉંદરડી બોલી “જાનું, આ ભૂખ નહિ સહેવાય,
ચલને કોઈ રેસ્ટોરન્ટમાં, હવે નહિ રહેવાય….”
ઉંદર બોલ્યો, “ડીનર આપણે કેન્ડલ-લાઈટ કરીશું,
પ્રેમની વાતો કરતા કરતા આપણે પેટ ભરીશું…”

સંતા-કૂકડી રમતા રમતા એક હોટલમાં પેઠા,
રસોડાનો માહોલ લાગ્યો જોઇને વાસણ એઠા.

રેસ્ટોરન્ટના મેઈન હોલમાં તેમણે એન્ટ્રી લીધી,
ખૂણે ચમકતી એલ.ઈ.ડી.ને કેન્ડલ માની લીધી.

બોલ્યો ઉંદર, “વેઇટ હની, હું મેનુ જરા જોઈ આઉં,
તારી ફેવરીટ સ્પેશ્યલ ડીશ તારા માટે લઈ આઉં…”

બોલી આટલું ઉંદર દોડ્યો મારતો કુદકો એક,
ફેંદી વળ્યો રસોડું જોઈ ખૂણો એકી-એક,
થાળી, વાડકા જોયા ને જોયા કબાટ દરેક,
એક ખૂણામાં પડેલી જોઈ સરસ મજાની કેક!

આજુ બાજુ કરી નજર, કોઈ નજરે ના ચડ્યું,
માન્યું કરી જે મહેનત, એનું જ આ ફળ મળ્યું!

દોડતા જઈને ઉંદરભાઈએ કેક હાથમાં લીધી,
પાસે પડેલી ક્રીમથી તેને સરસ સજાવી દીધી!

દુરથી ઉંદર જોરથી બોલ્યો, “આઈ લવ યુ માય મિસ”,
ઉન્દીએ પણ દુરથી ઉંદરને દીધી બ્લો-કિસ..!

કેક લઈને ઉંદરડીની પાસે પહોંચ્યો ઉંદર,
“આ લે તારી માટે લાવ્યો કુદી સાત સમુંદર!,
તારા પ્રેમના તીરથી થ્યો’તો હું તો શૂટ એટ સાઈટ!
પ્રેમનો ટુકડો સમજી, તું લે કેકનો પહેલો બાઈટ…”

કેક ઉન્દીને ખવડાવીને ઉંદરે પણ ખાધી,
ન દીઠયું કે સામે આવતી હતી એક ઉપાધી!
બહારથી તો દેખાતી’તી કેક સુંદર ને સાદી,
જાણ્યું ના ઉંદરડાએ આ કેક હતી બરબાદી!!

ધડકવા લાગ્યું હતું બેઉનું હવે જોર થી દિલ,
ક્યારેય ના કર્યું હોય એવું થઇ રહ્યું’તુ ફિલ,
પરસેવે ભીનું થઇ ગ્યું’તુ બંને નું તો ડીલ,
કેકના નામે ખાઈ લીધું’તુ મોર્ટીન-રેટ-કિલ!

જાણી લીધું અંતિમ આવી બેઠી છે આ ઘડી,
ટાળ્યે ન ટળાય એવી મુશ્કિલ આવી પડી.

“દરેક જનમમાં સાથે જીવશું, સાથે મૃત પામીશું,
દુનિયા સામે છો પડે, આપણે જોડી જમાંવીશું”

આટલું કહીને જીવન-મરણની જનમ જનમ ની કસમો લીધી,
એકબીજાની જ બાહોમાં ઉંદર-યુગલે જાન દીધી!

વેલેન્તાઇનની જવા દીધી ના રાત ઉંદરે કોરી!
પ્રેમની સાથે જ શરુ કરી ને ખતમ થઇ લવ-સ્ટોરી!

|~~~~ રેસ્ટ ઇન ચીઝ ~~~|

-વિરાજ રાઓલ

કૌંસ માં :~
[{(

સાત દિવસ પહેલા ઘર માં ઉંદર હોય એવું લાગ્યું હતું, પાંચ દિવસ પહેલા ઉંદરની નીશાનીઓ દેખાઈ, ત્રણ દિવસ પહેલા ઉંદરે દર્શન દીધા, તરત જ લાકડી લઈને મારવાનો ટ્રાય કર્યો… પણ ઉંદર મારી સામે હતું અને અવાજ બીજી દિશામાંથી આવતો હતો…!
તરત જ દુકાને ભાગ્યો, રેટ-કિલ લઇ આવ્યો, અને રાત્રે એક ખૂણા માં મૂકી દીધું…. ગઈ કાલે રેટ-કિલ કેક ગાયબ થયેલી જોઈ એટલે હાશ થઇ…. પણ જેમ પહેલા લાગ્યું હતું એવું જ થયું…. ઘર માં ઉંદરનું કપલ રહેતું હતું!!
ગઈ કાલે રાત્રે ઉંદરડી પણ સામે આવી! બીજી કેક મૂકી અને પંદર જ મિનીટ માં કેક સાફ કરીને ઉંદરડી બહાર ભાગી…. બસ તો એ ઉંદરોની યાદમાં જ આજની પોએમ… 

)}]

dreamy શમણા! ♥

sorry , થોડો બીઝી હતો, કામમાં હતો હમણાં,
સાચું કહું તો જોતો હતો હું તો એના શમણા…!

એક તો મળતી છે નહિ ને એ હેરાન કરે છે,
નાહક માં મુજ જીવતા જીવ ને એ બેજાન કરે છે.

મળવું હોય તો પણ એ તો એવા ભાવ ખાશે!
એક દિ એ તો સાચે મુજને હાર્ટ-અટેક દઈ જાશે!

કાલે કાલે કરીને મળવાના પ્રોમિસ એ કરશે,
તોયે મળવા નહિ આવે ને સો બહાના ધરશે!

આમ જોઈએ તો હું પણ એનાથી છું કંટાળ્યો,
વિચાર પણ આવે કે આવો તે શું પ્રેમ પાળ્યો!

કંટાળીને બેસું લઈને હાથ ની વચ્ચે લમણા,
ત્યાં ફરીથી પ્રેમમાં ખેંચી જાય છે એના શમણા!

-વિરાજ રાઓલ.(04/08/2012)

day-dreamer-man