યાદ તો રહેશે….કદાચ ચોક્કસ…

કેજી થી લઈને બારમાં ધોરણ સુધી છ સ્કુલ્સ અને પાંચ સીટીઝ ચેન્જ કર્યા, અને મને ક્યારેય ખાસ ફરક નથી પડ્યો.
પહેલેથી મને ઓછું બોલવા જોઈએ, અને એજ રીઝન થી ફ્રેન્ડસ પણ ઓછા અને એ પણ રેન્ડમલી કોઈને પણ ફ્રેન્ડ બનાવી લઉં એવું નહિ… સિલેક્ટેડ લોકો જ….કેટલાક ઓબ્ઝર્વેશન પછી જ બનાવેલા..
જો કે મારા ફ્રેન્ડ્સ ને કેટેગરાઈઝ્ બે રીતે કરી શકાય.
1. મારા જેવા જ… જે બહુ એટલે બહુ જ ઓછા લોકો સાથે બોલતા હોય.
૨. મારાથી ટોટલી ઓપોઝીટ, મતલબ કે બહુ જ બોલતા હોય અને લગભગ જે ભટકાય એ બધા જ સાથે બોલવાનું ચાલુ કરી દે….!

પાછું મેઈન વાત શું હતી એ ભૂલી ગયો અને બીજી લવારીએ ચડી બેઠો!!
હવે વાત એમ કરતો હતો કે ઓછા ફ્રેન્ડસ હોય એટલે જયારે છુટા પાડવાનો ટાઈમ આવે ત્યારે પણ ખાસ દુખ ન થાય….. આમ પણ ગણીને ૨-૩ ફ્રેન્ડસ હોય, જેમની સાથે બહુ ધીંગા મસ્તી કરેલી ન હોય…. કારણ વગરના કે પછી લોજીકલ એવા ડિસ્કશન કર્યા હોય, પણ એટલા માટે થઈને કઈ છુટા પડવાનું અઘરું થઇ પડે એવું ક્યારેય થયું નથી…અને આમ પણ આજ સુધી પણ એ જુના ફ્રેન્ડસ સાથે પણ ફોન અને ઈન્ટરનેટથી તો કનેક્ટેડ છું જ…(દિલથી તો ખરો જ… :D)
અને એટલે જ આટલા બધા ચેન્જ લાઈફમાં થયા તો પણ કઈ ખાસ ફરક પડ્યો નથી…..
પણ….
પણ પણ પણ થયું એવું કે ભાઈ ૨૩મિ મે ના રોજ કોલેજનો છેલ્લો દિવસ હતો અને ખરેખર ઘણું બધું પાછળ રહી જતું હોય તેવું લાગ્યું….
અને એમાં સૌથી ખરાબ જો કઈ થયું હોય તો એ એમ કે કોલેજ ૨૩મિ ની જગ્યાએ ૨૨મિએ જ પૂરી થઇ ગઈ…. એક્સ્ટર્નલ ફેકલ્ટીઝ ને દયા આવી ગઈ કે પછી ગરમીથી કંટાળીને બીજા દિવસે આવવું ના પડે એટલા માટે, રીઝન જે પણ હોય, બે વાઈવા એક જ દિવસે રાખીને ખરેખર મને ઝટકો જ આપ્યો હતો.
એ દિવસ હતો કે જયારે મને ખરેખર ફરક પડ્યો એક ‘ફેઝ’ના એન્ડ થી.
વેલ, એના પણ રીઝન્સ છે….ઘણા રીઝન્સ છે…
એક તો મેં જયારે કોલેજ જોઈન કરી એજ દિવસે નક્કી કર્યું હતું કે જુના વિરાજને રિપ્લેસ કરીને એક નવો વિરાજ લોન્ચ કરીએ! એક નવું વર્ઝન મુકીએ લોકોની સામે…. આમ પણ માર્કેટમાં કોઈ જુના વિરાજ ને તો ઓળખતું નહોતું…. તો બસ થોડા ઘણા ચેન્જીસ સાથે જ કોલેજની શરૂઆત કરી હતી.
પહેલા જે વિરાજ સ્કુલમાં ૫-૬ લોકો થી વધારે કોઈની પણ સાથે વાત પણ નહોતો કરતો તેણે કોલેજ ના પહેલા જ દિવસે ૫-૬ જેટલા તો ફ્રેન્ડ્ઝ બનાવી લીધા હતા. અને બોલવાની વાત છે તો લગભગ ૯૦% લોકો જોડે તો વાત કરી જ હશે રેગ્યુલરલી આ ૪ વર્ષ દરમિયાન! ભલે બધા લોકો માટે એ નોર્મલ હતું, પણ મારા માટે એક અચીવમેન્ટ થી ઓછું નહોતું…

ઓબ્વીયસ્લી શરૂઆતમાં મારે એક્ટિંગ જ કરવી પડી હતી લોકો સાથે  ફ્રેન્ડલી બનવા માટે…. પણ પછી એજ મારો સ્વભાવ બની ગયો હતો…. હતો નહિ પણ છે જ એવું કહીએ તો પણ ચાલે… જો કે હજુ પણ નવા લોકો સાથે વાત કરવાની શરૂઆત કરતા થોડોક તો અચકાઈ જ જાઉં છું… પણ હવે આટલે સુધી પહોંચ્યો છું તો એ હર્ડલ્સ પણ પાર કરી જઈશું…!

હવે આટલા ચેન્જીસ જો મેં લાઈફમાં અને નેચરમાં કર્યા હોય તો ફરક પડે એ તો ઓબ્વીયસ જ છે ને!
અને એટલે જ, જયારે ખબર પડી ૨૨મિએ કે આજ છેલ્લો દિવસ છે, બધું જ અલગ દેખાવા લાગ્યું…જાણે કોઈ મુવીનો સીન શૂટ થતો હોય અને એમાં મને અચાનક મૂકી દીધો હોય. જાણે મૂવીનું ક્લાઈમેક્સ શૂટ થાય છે…. જ્યાં નજર કરું ત્યાં જાણે કોઈ કેમેરાનું ક્લોઝ-અપ શૂટ થતું હોય તેવું લાગ્યું. જાણે બધું ફોકસ ત્યાં જ છે ને આજુ બાજુનું બધું બ્લરી થઇ ગયું હોય….. એકી એક જાણ સામે નજર ગઈ…. ચાર વર્ષ જે કઈ પણ કર્યું એ બધું ફ્લેશબેકમાં દેખાવા લાગ્યું….
મેં કઈ એવી ખાસ મસ્તી નહિ કરી હોય, પણ મેં લોકોને મસ્તી કરતા જોયા હતા…. એમાં મને પણ એન્જોય્નમેન્ટ મળ્યું જ હતું…! બધા એકબીજાને ભેટી ભેટી ને મળતા હતા…. છોકરીઓએ ગંગા-જમના વહેવડાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું… નજીક નજીક રહેતા લોકો રોજ મળવાના પ્રોમિસ કરતા અને હોસ્ટેલના ફ્રેન્ડસ બધાને એમના ઘરે આવવાનું ઇન્વીટેશન આપતા હતા….. અને લેબ ના એક કોર્નરમાં હું બેઠો હતો…. બધાને જોતો…એમ જ… કઈ પણ કર્યા વગર… લોકોને દુર થી જ સ્માઈલ આપતો…લોકોને જોતો… અને વિચારતો…પાસ્ટ વિષે, ફ્યુચર વિષે, પ્રેઝન્ટ વિષે….

એ ટાઈમ પણ જતો રહ્યો…. અત્યારે પણ બેઠો જ છું…. એજ રીતે, એજ સ્ટાઈલ થી જેવી રીતે કોલેજમાં એ દિવસે બેઠો હતો…. પગ લંબાવીને…. વિચારોમાં ખોવાયેલો…. ફ્રેન્ડસને યાદ કરતો…. બસ આજુ બાજુ અત્યારે કોઈ છે નહિ, અને જગ્યા કોલેજ નહિ પણ ઘરનો આ રૂમ છે….ફ્રેન્ડસ વગર નો રૂમ….

ફરીથી ફ્રેન્ડ્ઝ બનશે જ, એ વાતની ના નથી…. પણ એ વાતને પણ ઇગ્નોર ના જ કરી શકાય કે આ ગોલ્ડન ટાઈમ પાછો તો નથી જ આવવાનો…

I had a great time with all my friends during these four years and I’m going to miss them all…forever….
(એમ તો બીજું પણ ઘણું છે જે લાઇફટાઈમ યાદ રહેવાનું છે, પણ હવે થોડુક ડાયરી માટે પણ સાચવવું પડે ને…. 😉 )

હવે જોઈએ કે આ ફરક ખરેખર અસર કરશે કે સમય સાથે એ પણ આગળના ટાઈમ ની જેમ જ ગાયબ થઇ જાય છે…!

(અને હા, ચેન્જીસ એક્સેપ્ટ કરતા શીખવાડનાર મેઈન તો “who moved my cheese” બુક છે જે સ્કુલ ટાઈમ થી જ મારી ફેવરીટ રહી છે… 🙂 )

Advertisements

મારી જ કોલેજની થ્રીલર ફિક્શન!

ફેસબુક ઉપર બધી જાત જાતની ને ભાત ભાતની એપ્લીકેશન્સ આવતી હોય છે….. તમે આગલા જન્મમાં શું હશો? તમને સીક્રેટલી લવ કોણ કરે છે? તમારા લાઈફ પાર્ટનરનું નામ કયા અક્ષર પરથી હશે? અને તમારું ખૂન કોણ કરવાનું છે?! આવી જ બધી ટાઈમપાસ એપ્લીકેશન્સ જસ્ટ ફોર ફન મજા કરાવે એવી પણ હોય છે…..!
પણ વિચારો કે આવી જ કોઈ એપ્લીકેશન માં ‘તમારું ખૂન કોણ કરશે’ એના રીઝલ્ટ ને કોઈ સીરીયસ્લી લઇ લે તો?!
મારી કોલેજમાં પણ એવું જ થયું! મુબીને આવી જ એપ્લીકેશન પર ક્લિક કર્યું અને તેનું રીઝલ્ટ આવ્યું કે જીતું તેનું ખૂન કરવાનો છે બસ થોડાજ દિવસ માં…… પોસ્ટ ને લાઈક્સ ઘણી મળી, કમેન્ટ્સ પણ ઢગલો આવી, અને એક માણસે આ વાત સીરીયસલી લઇ લીધી, અને એ માણસ પણ કોણ!!?
“હું” !!!
એજ પોસ્ટ ને સીરીયસલી લઈને મેં કામ આગળ ધપાવ્યું અને મસ્ત મજાની ફુલ્લી ટાઈમપાસ, એન્ટરટેઈનીંગ (એટલીસ્ટ મારા ક્લાસમેટ્સ માટે) , થ્રીલર એવી વાર્તા લખી દીધી…. અને ખરેખર કઈ પણ વિચાર્યા વગર જ આડેધડ જે મગજમાં આવ્યું એ જ દીધે રાખ્યું!! બસ ક્લાસમાં જ આજુ બાજુ નજર દોડાવીને કેરેક્ટર્સ ભેગા કર્યા, તેમની જ બોલવાની સ્ટાઈલને થોડી વધારીને મીઠું મરચું ભભરાવીને  અઠવાડીએ અઠવાડીએ ચાર ભાગ પોસ્ટ કરી દીધા….!
ફેસબુક ઉપર તો ચાર ભાગમાં એ સ્ટોરી share કરી હતી,  પણ અહિયાં પેલી ફોનબુથની સ્ટોરીના છેલ્લા ભાગને આવતા લાગેલી વાર ને ધ્યાનમાં રાખીને મને આ સ્ટોરીના બધા જ ભાગ ભેગા કરીને જ અહી એક જ પોસ્ટમાં share કરવાનું વધારે ‘હિતાવહ’ લાગ્યું… 😉
પણ હા, એક જ પોસ્ટ હોવા છતાં એ ભાગ કઈ રીતે પાડ્યા હતા તે પણ અહિયાં બતાવીશ…. 😀
તો ટાઈમ લઈને એન્જોય કરો….!! 
——————————–
——————————–
ભાગ ૧ – “ધ ફ્રેન્ડલી કીલર”
——————————–

વહેલાલની એ સુમસાન ગલીઓ માં એક ભયાનક ચીસ સંભળાઈ….. ચીસ નો અવાજ સાંભળીને કૃણાલ, મુબીન, જીતુ અને મયુર ચીસની દિશામાં ભાગ્યા. 

કૃણાલના માઈન્ડ માં સુપરહીરો બનવાના અભરખા જાગ્યા અને બોલ્યો, “સુનીલ શેટ્ટીના સમ, જે હેરાન કરતો હશે એને પણ આવી જ ચીસ પડાવડાવીશ!”

“છોકરો હશે તો પણ??” મુબીને સિક્સર મારી!

“પંચ મારવાની વાત કરું છું, જોતો નથી જીમમાં જઈને આયો છું યાર!!” કૃણાલે બચાવ કરતા કહ્યું!

એટલામાં ફરી થી ચીસ પડી! વાતાવરણ ભયાનક અને સુપરહોરર બનતું જતું હતું!

અચાનક જ મયુર બોલ્યો, “લેકચર નો ટાઈમ થઇ ગયો છે, કલ્પેશ સર જોશે તો વાટ લાગશે યાર, ચલોને ક્લાસ માં હવે યાર!”

“બેબી, ધેર આર નો મોર લેક્ચર્સ  ટુડેય!!” આખરે જીતુ પહેલો ડાયલોગ બોલ્યો!

“તો ચલો ઘરે, ચીસો તો HGCE માં પડતી જ રહેતી હોય છે, ત્રાસ તો જુઓ! અને પછી છકડા નહિ મળે યાર!” મયુર તેનો ટીપીકલ ડાયલોગ ફટકારતા બોલ્યો!

“ઓક બાય બાય મયુરબેબી, સી યા….!” જીતુએ પોતાની સ્ટાઈલ જાળવી રાખતા કહ્યું.

ચીસ કોલેજ ના ધાબે થી આવી રહી હતી….મુબીન, જીતુ અને કૃણાલે અગાશીએ જવા પ્રયાણ કર્યું!

એટલામાં કુતરાઓનો ભસવાનો અવાજ આવે છે!!

મુબીન અને જીતુ થોડા ગભરાઈ જાય છે!

“અરે રીંગટોન  છે મારી….” કૃણાલ ચોખવટ કરતા કહે છે, “વિરાજ નો ફોન છે”!

“તો આપી આવ એને, એનો ફોન તારી જોડે શું કરે છે?!” મુબીને ફરી બાઉન્ડ્રી મારી!

“અરે એને કામ છે, મને રાયપુર બોલાવ્યો છે, જવું પડશે, કદાચ જીમ માટે ટીપ્સ લેવી હશે!” બોલતા બોલતા કૃણાલ સીડી થી નીચે ઉતરતો જતો રહ્યો.

“બેબી, ડોન્ટ વરી, આઈ એમ વિથ યુ…”

“એજ તો વરી છે!”

“તુ ધાબે પહોંચતો થા, આઈ વિલ ફોલો યુ…”

મુબીન નીડરતા થી આગળ વધે છે, એક એક સ્ટેપ લેતા તે આજુ બાજુ નજર કરે છે, તે પાછળ ફરી ને જુએ છે તો જીતુ દેખાતો નથી હોતો! તેમ છતાં તે ધાબે પહોંચે છે અને તેને દેખાય છે એક જુના જમાના નું ટેપ રેકોર્ડર! મુબીન પ્લેય કરે છે અને ફરી થી તે જ ચીસ નો અવાજ ટેપ રેકોર્ડર માં થી આવે છે! મુબીન ના માઈન્ડ માં ધીમે ધીમે બધા સીન ક્લીઅર થાય છે! મયુર નું ભાગવું તો સ્વાભાવિક હતું, પણ વિરાજ નો કૃણાલ ને ફોન કરવો! જીતુનું અચાનક ગાયબ થવું! મુબીન કઈ પણ સમજે તે પહેલા જ જીતુ નો અવાજ આવે છે!

“ગુડ બાય બેબી! વી વિલ મિસ યુ!!” અને સાયલેન્સર વાળી બંદુક થી મુબીન ને ગોળી મારે છે!!

*************

શું હશે ગોળી મારવાનું કારણ!? એવી તો શું દુશ્મનાવટ હશે!? વિરાજ, કૃણાલ અને મયુરનો આ મર્ડરમાં શું રોલ છે!? ધવલ, હિમાંશુ અને નીકુલનું નામ પણ કેમ ના દેખાયું?! શું દીપક ટાંક અને આસિફ ઘાંચીએ  પ્લાન બનાવ્યો હશે?! વધુ જાણવા માટે વાંચતા રહો “જીતુ- ધ ફ્રેન્ડલી કિલ્લર”

———————————
“જીતુ- ધ ફ્રેન્ડલી કીલર” ના પ્રથમ ભાગની ભવ્ય સફળતા બાદ, આવી ગયું છે સૌને હચમચાવી દેનાર ભાગ-૨!!!
———————————-

“ભૈલું આ સુ?” અચાનક જ સંજય ના આ શબ્દો સાંભળીને જીતુ ગભરાઈ જાય છે, પોતાની બંદુક પણ તૈયાર કરી દે છે!

જીતુ અસમંજસ માં પૂછે છે, “અબે તું અહિયાં!!?

“લેટ થઇ ગયું યાર, સોરી, ગેમ ઓવર?” સંજય એ ઝાટકો આપતો જવાબ આપ્યો!!

“હા, હવે તું વહેલો ના આવે તો હું રાહ ક્યાં જોઉં!!” જીતુ સંજય ને પીઠ પર હાથ મારતા બોલ્યો…!

“કઈ વાંધો ની ભૈલું, આગળ ની ગેમ સમજાવી દે હવે, તૈયારી કરવા માંડીએ!”

“ઓકે, ચલ પહેલા થોડી સફાઈ કરી દઈએ, પછી કહું નેક્સ્ટ પ્લાન નું, ગેટ રેડી ફોર ધ નેક્સ્ટ મર્ડર બેબી!!”

“હજુ ટોટલ કેટલા કરવાના છે?”

“એ તો ઉપર થી ઓર્ડર આવે એટલે ખબર પડે!”

“ગુડ ભાઈ, મેસેજ કરી દેજે નેક્સ્ટ નેમ, આ વખતે મારે ચાન્સ લેવો છે.” સંજયે બેગ ખભે લટકાવતા જવાબ આપ્યો.

“અરે, ગોટ ધ મેસેજ બેબી, નેક્સ્ટ ઓન માય ગન ઈઝ મિસ્ટર વિરાજ!” જીતુ વાતાવરણ માં ભય ફેલાવતું હસ્યો…

“ભૈલુ, થીસ ટાઈમ ઓન માય ગન!” સંજય પણ હસવા લાગ્યો….

——–

(એજ સમયે રાયપુર માં)

“તને લાગે છે તારી ટીપ્સ કામ લાગશે?” વિરાજ કૃણાલ ને પૂછે છે!

“મેં અજમાવેલી જ છે” કૃણાલ ભજિયું ખાતા ખાતા કહે છે!

“ઓહ્હ, આ જીતુ અને સંજય આજે જોડે જોડે બાઈક પર આવે છે!” વિરાજ નવાઈ લગાડતા પૂછે છે!

“હા, આ કઈ સમજાતું નથી આ બધું, આપણી બાજુ જ આવે છે, પૂછી લઈએ!” કૃણાલ ભજીયાવાળા ને રૂપિયા આપતા બોલે છે.

“હેય બેબી”

“હાઉસફુલ ટુ,  હેય બેબી તો જુનું થઇ ગયું…” વિરાજ જીતુ ની વાત કાપતા બોલે છે, સંજય હસી પડે છે!

“બાય ધ વે વિરાજ, યુ આર ઇન ડેન્જર!” જીતુ ખિસ્સામાં હાથ નાખતા કહે છે!

“કેમ? મેં શું કર્યું?” વિરાજ ગભરાઈ જાય છે.

જીતુ ખિસ્સામાંથી હાથ કાઢી ને બીજા ખિસ્સામાં હાથ નાખે છે, અને મુંઝવાઈ જાય છે! કૃણાલ અને સંજય હસવા લાગે છે! વિરાજ કોઈ એક્સપ્રેશન નથી આપતો.સંજય જીતુની બંદુક વિરાજ ના હાથ માં ધરે છે. જીતુ વધુ ને વધુ મુંઝાતો જાય છે. એટલામાં જ એક વાન આવે છે અને જીતુને ઉપાડી ને લઇ જાય છે! એજ સમયે વાન માં પંક્ચર પડે છે! ટાયર નો અવાજ રાયપુરની એ શાંતિ ને ચીરી નાખે છે….વાન માંથી દીપક અને આસિફ બહાર નીકળે છે! વિરાજ, કૃણાલ અને સંજય પણ એ બાજુ દોડે છે, વાન માં જીતુ ને શોધે છે પણ બધાના આશ્ચર્ય વચ્ચે જીતુ વાનમાં દેખાતો જ નથી!
**********************
ક્યાં ગયો જીતુ? આસિફ અને દીપક હમેશા સાથે જ કેમ ફરે છે? સંજય અને કૃણાલની ડબલ ગેમ છે શું? વિરાજ નું આ રહસ્ય છે શું? શું વાર્તા નું નામ “જીતુ-ધ ફ્રેન્ડલી કીલર” થી બદલી ને “વિરાજ-ધ સાયલંત કીલર” કરવી પડશે?! જાણવા માટે વાંચતા રહો, “જે પણ નામ હોય” નો ત્રીજો ભાગ!!
———————————————
ભાગ-૩ “રન બેબી રન, સી માય ગન”
———————————————

“ક્યાં જતો રહ્યો જીતુ?” વિરાજ ને પણ બીજા લોકો જેટલી જ નવાઈ લાગી..

“અરે આગળ નો દરવાજો તો ખુલ્લો છે ભૈલું.” સંજય નું અચાનક ધ્યાન ગયું.

“બહુ હાય હાય નહિ કરવાની, અહિયાં ક્યાંક જ હશે, હમણાં પકડી લઈશું, હો!!” આસિફ મિમિક્રી કરતા બોલ્યો!

બધાનું ધ્યાન પણ અચાનક “ખારી” નદીના પુલ તરફ જાય છે, જીતુ પુલ તરફ દોડતો હોય છે, જીતું અચાનક જ પુલની પાડી પર ચઢી જાય છે!!

“નો વન કેન કેચ મી બેબીઝ!! યુ ઓલ આર બેબીઝ!! હહાહાહાહા” આટલું બોલી ને અચાનક જીતુ ખારી નદીના ધસમસતા(?!) પ્રવાહ માં કુદી પડે છે.

બધા જ અચાનક તે તરફ દોડે છે, પણ જીતું દેખાતો નથી!

~~~~~~~

આ વાત ને બે-ત્રણ દિવસ નીકળી જાય છે…..ત્યાંજ અચાનક…..

“ભૈલું, એક સમાચાર જાણવા મળ્યા છે” સંજય ભયભીત ચેહરા સાથે વિરાજ ને વાત કરે છે!

“સુ થયું?” વિરાજ ના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે!

“એક્સ્ટ્રા લેકચર છે?” મયુર વચ્ચે ડપ્કું મુકે છે!

“ના, ધવલ ને પણ  ઉડાવી દીધો! આજે AMTS માં ચડતા પહેલા જ!” સંજય બેગ બેંચ પર મુકતા કહે છે!

“સમાચાર કોને આપ્યા?” વિરાજ કપાળ પરથી પરસેવો લૂછતાં પૂછે છે!

“ભૈલું, હમણા જ અર્ચન નો મેસેજ આવ્યો!”

“ગબ્બર ક્યાં છે?” મયુર ફરી વચ્ચે પૂછે છે!

“એ તો આજે નથી આવવાનો એવું કહેતો હતો!” વિરાજ ચિંતિત સ્વરે કહે છે, “સવારે જ વાત થઇ હતી મારી એની સાથે.”

“સો જીતું-ધ-કીલર ઈઝ બેક ભૈલું!”

“પણ આ વખતે શંકા ની સોય અર્ચન પર જાય છે!” વિરાજ નવું સસ્પેન્સ મુકતા બોલે છે.

અચાનક કનુ દોડતો દોડતો ક્લાસ માં એન્ટ્રી મારે છે!

“જીતું આયો હ, નેચે ઉભો હ” કનુ ધડાકાભેર ન્યુઝ આપીને તરત જતો રહે છે!

વિરાજ અને સંજય નીચે ભાગે છે ત્યાં જ અચાનક જીતું એક બેગ ફેંકે છે અને એક હેલ્મેટધારી બાઈકવાળા ની પાછળ  બેસી ને જતો રહે છે અને વિરાજ ને તેની નવી બંદુક બતાવી ને બુમ પાડે છે, “સી ધ ન્યુ ગન, રન બેબી રન! હહાહાહાહા”
****************************
શું થઇ રહ્યું છે અહી? શું હશે એ બેગ માં? ક્યાં થી આવી નવી ગન? શું એ ચાઈનામેડ ગન હતી? કોણ હતું એ હેલ્મેટ ધારી? કોણ કોણ છે જીતું ની ગેંગ માં? વિરાજ અને સંજય નું આ રહસ્ય છે શું?? શું વિરાજ સ્ટોરી બનાવવાના નામે બસ ટાઈમ પાસ કરે છે? જાણવા માટે રાહ જુઓ ભાગ-૪ ની “અન્જાન બેગ, અન્જાન ગેંગ!”
————————————————
ભાગ – ૪ : “અન્જાન બેગ, અન્જાન ગેંગ!”
————————————————

~~~શું છે રહસ્ય એ બેગ નું?!

કોણ છે સુત્રધાર જીતુની ગેંગ નું?!

વાંચો આજ નો ભાગ અને

અનુભવો દ્રશ્ય બીગ બેંગ નું!!!~~~

********************

સંજય, વિરાજ, કનુ અને બહાર હાજર બધા લોકો હક્કા-બક્કા બનીને જે થયું તે જોઈ રહ્યા હતા.

“ભૈલુ આ જીતુ નો કઈક મોટો પ્લાન લાગે છે આ વખતે….” સંજય પપ્પુ કંગી ની જેમ ડોક હલાવીને બોલે છે.

“પણ પહેલા આ બેગનું શું ચક્કર છે એ ચેક કરવું પડશે…..” વિરાજ પોઈન્ટની વાત મુકતા બોલે છે.

બધા લોકો બેગની આજુ બાજુ ભેગા થઇ જાય છે…. કોલેજનો જ સ્ટુડન્ટ આટલા બધા મર્ડર ખુલ્લે આમ કરતો હતો અને પોલીસ સુધી આ વાત પહોંચી હતી કે નહિ તેની વાતો બધા કરવા લાગ્યા હતા….

વિરાજ અને સંજય બેગ ચેક કરે છે, બેગમાંથી અજીબ સાઉન્ડ આવતો સાંભળીને વિરાજ સમજી જાય છે કે બેગમાં બોમ્બ છે….!!

 વિરાજને ખ્યાલ હતો કે હિતેનને એડમીનમાં સારું બને છે, એટલે તે હિતેન જોડે બેગને એડમીનમાં પહોંચાડી દે છે, સાથે સુચના પણ અપાવે છે કે એડમીન નજીક કોઈ પણ સ્ટુડન્ટને આવવા દેવો નહિ….. કોલેજના ટ્રસ્ટી અને બધી જ ફેકલ્ટીઝને તરત જ એડમીન પાસેના મીટીંગ રૂમમાં ઈમરજન્સી મીટીંગ માટે બોલાવી લેવામાં આવે છે…..

બધા સ્ટુડન્ટસ હવે કોલેજ ની બહાર નીકળી જાય છે… મયુર પહેલો જ છકડો આવતો જોઇને જગ્યા ન હોવા છતાં ચાલુ છકડાએ કુદીને લટકાઈ જાય છે…..

“સંજય એક કામ કરવું પડશે, જીતુ ચોક્કસ એના ઘર બાજુ જતો હશે તો આપણે એના ઘરે જ જઈએ….”  વિરાજ કપાળ પરનો પરસેવો લુછતા બોલે છે….

“ઓકે ભૈલુ, અને પેલો બાઈક પર હેલ્મેટ વાળો કોણ છે એ પણ જોવું પડશે….તો તું રાયપુર થઈને જા, હું પાછળના રસ્તે જાઉં છું….” સંજય બાઈકની ચાવી ફેરવતા બોલે છે.

સંજય અને વિરાજ બંને બાઈક લઈને નીકળે છે….વિરાજ રાયપુરથી આગળ જ પહોંચે છે અને તેના ફોન પર રીંગ આવે છે….

“ભૈલું, અવાજ સાંભળ્યો?” સંજય ચિંતિત સવારે હાંફતા હાંફતા પૂછે છે.

વિરાજ સમજી ગયો કે ચોક્કસ બોમ્બ ફૂટી ગયો હશે…. “સાંભળ્યું તો નથી કઈ, પણ….. આઈ ગેસ બોમ્બ….?”

“યેસ ભૈલુ, એડમીન વાળો આખો પાર્ટ ગયો….. સ્ટુડન્ટસ તો બચી ગયા પણ પેલી મીટીંગમાં…” સંજય વાત અધુરી છોડી દે છે. વિરાજ અધુરી વાત સમજી જાય છે અને સંજયને કહે છે, “હવે આર યા પાર ડાયરેક્ટ જીતુ ના ઘરે જ ચલ….. આજે ધી એન્ડ લાવવો જ પડશે….”

વિરાજ અને સંજય પોતપોતાના રસ્તે આગળ વધે છે….

સંજય નરોડામાં એન્ટ્રી લે છે અને ત્યાજ વિરાજનો ફોન આવે છે, “ભાઈ, પેલો હેલ્મેટ વાળો હિમાંશુ હતો…અને હતો મતલબ એ હતો ન હતો થઇ ગયો….અહી હેલ્મેટ પણ પડ્યું છે અને જીતુની અજીબ બંદુક પણ….બાઈક ગાયબ છે અને હિમાંશુના છેલ્લા શબ્દો હતા કે જીતુના ઘરે….જીતુના ઘરે….”

“ભૈલું, આ તો પેલી કહેવત જેવું છે….ચીંટી કે પર નિકાલ આયે તો સમજો ઉસકી મૌત નઝદીક હૈ….”

સંજય ફોન કટ કરે છે અને જીતુના ઘરે પહોંચે છે.

જીતુના ઘરની બહાર વિરાજ અને જીતુ ના બાઈક્સ પડ્યા હોય છે…. સંજય ધીમે રહીને ઘરના દરવાજા બાજુ જાય છે… દરવાજો ખોલતા પહેલા તેને કોઈનો હસવાનો અવાજ સંભળાય છે.

સંજય ધીમે રહીને દરવાજો ખોલે છે અને ત્યાં સામે સોફા પર વિરાજ અને જીતુ બેઠા હોય છે….

સંજય આગળ વધે છે…. તે કઈ વિચારે તે પહેલા જ વિરાજ બોલે છે,”સંજય જલ્દી ત્યાં પાછળ ટીવી પરથી બંદુક આપ….”

સંજય પાછળ ફરે છે અને વિરાજ સંજયની પીઠ પર જ ગોળી ચલાવે છે!!

સંજય ત્યાં જ ઢળી પડે છે….

વિરાજ અને જીતુ જોર જોર થી હસવા લાગે છે….

“સંજયભૈલુને હાથમાં બંદુક જોઇને પણ ખબર ના પડી કે પિક્ચરમાં ચાલે છે શું!! હહાહાહા” વિરાજ અટ્ટહાસ્ય કરતા બોલે છે….

ત્યાંજ બહાર પોલીસના સાયરન સંભળાય છે…..

દરવાજા આગળ જ એક બ્લાસ્ટ થાય છે અને દરવાજો ધડાકાભેર તૂટી જાય છે.

ધુમાડામાંથી મુબીન એન્ટ્રી લે છે!!!

“પિક્ચર અભી બાકી હૈ ભૈલુ…..હહાહાહા ” સંજય માથું ફેરવીને બોલે છે!

વિરાજના મગજમાં બધા સીન ક્લીઅર થતા જાય છે…. વિરાજ જે અન્ડરકવર બનવાનો ઢોંગ કરતો હતો તે બીજું કોઈ નહિ પણ મુબીન જ હતો, સંજયને બધો પ્લાન ખબર હશે અને તેટલે જ તેણે મુબીનને શરૂઆતમાં જ બુલેટપ્રૂફ જેકેટ સાથે જ જવાનું કહ્યું હશે… સંજય પહેલા જીતુની સાથે અને પછી વિરાજની સાથે હોવાનું નાટક રચીને ફક્ત બધા પ્લાન્સ જ ઉઘાડા પાડીને મુબીન એન્ડ ટીમને શરૂઆતથી હેલ્પ કરતો હતો…

વિરાજ ફરીથી હસવા લાગે છે…..તે તરત જ જીતુને ગોળી મારવા માટે બંદુક સામે ધરે છે….. મુબીન મેક્સ પેય્ન ની સ્ટાઈલમાં જમ્પ મારીને વિરાજને રોકવાનો ટ્રાય કરે છે પણ સંજય આગળ જ પડ્યો હોઈને મુબીન પણ ત્યાં જ ગોઠમડાખાઈ પડી જાય છે….

વિરાજની બંદુકમાંથી નીકળેલી ગોળી જીતુના માથાની આરપાર નીકળી જાય છે…. સામેની દીવાલ પર લોહીની રંગોળી સજાઈ જાય છે….વિરાજ મુબીન તરફ બંદુક ધરે છે અને ટ્રીગર દબાવે છે….. પણ જીતુને લાગેલી ગોળી એ બંદુકની છેલ્લી ગોળી હોય છે….

વિરાજ બંદુક ફેંકીને ફરીથી જોર જોર થી હસવા લાગે છે…..

~~~~~~~~~

૩ દિવસ વીતી જાય છે….

વિરાજને અરેસ્ટ કરી દીધો હોય છે પણ તેના ઇન્ટેન્શન્સ અને પ્લાન્સ પાછળનું રહસ્ય અકબંધ રહે છે…

વિરાજે શરૂઆતથી જ યુઝ એન્ડ થ્રો ની ગેમ અપનાવી હતી…. સૌથી પહેલા ધવલ અને હિમાંશુને પ્લાનમાં શામેલ કરી દીધા અને તેમનો ખાત્મો બોલાવ્યો જીતુની મદદ લઈને, અને જયારે બધા રહસ્યો ખુલવાના હતા ત્યારે જ જીતુને પણ પતાવી દીધો….!

~~~~~~~~~

પ્લાનમાં શામેલ બધા જ આરોપીઓ અને સબુતોને વિરાજે ગાયબ કરી દીધા હતા….

વિરાજને પણ ફક્ત એક મર્ડરર એવા જીતુને મારવા માટે થઈને થોડાક વર્ષોની સજા થાય છે….

કોલેજ પણ લાંબી મુદત માટે બંધ થઇ જાય છે….

અને વહેલાલની એ ગલીઓ ફરીથી સુમસામ બની જાય છે……

 ~~~~~~~~~THE END~~~~~~~~~

કૌંસમાં :~
{[(
ગયા વર્ષે ૧૯મિ ની રાત્રે (૨૦મિ ની સવારે…)ધાબે ઊંઘવા ગયો અને રાત્રે વરસાદ પડતા નીચે આવ્યો અને એક વાર્તા લખી દીધી હતી….. અને આ વર્ષે પણ એજ તારીખે ફરીથી વરસાદ પડ્યો!!
આ તો બસ એકદમ યાદ આવ્યું એટલે….. 😉 😛
)]}

“સમય જે ગયો”—Grand Ode To My Budds

એક પોએમ હરતા ફરતા મારા વોટ્સ-એપમાં આવી પડી…… ડાયરેક્ટ હાર્ટને ટચ કરી ગઈ…. એ પોએમ હિન્દી માં હતી…. અને આજે અચાનક ઈચ્છા થઇ ગઈ કે ચાલો તરજૂમો કરીને મૂકી દઈએ બ્લોગમાં (ઓબ્વીયસ્લી થોડા(ઘણા) ચેન્જીસ સાથે જ)…. પણ હવે એમનેમ કોઈની પોએમ ફરતી તો નાં જ કરી દેવાય ને…. અને પછી થોડુક સર્ચ કર્યું…. અને ફેસબુક-ફ્રેન્ડ ‘દુર્ગેશભાઈ‘ની હેલ્પથી ઓરીજીનલ પોએટનું નામ ખબર પડી….“મધુર ચડ્ઢા”(Madhur Chadha)!
ગુગલ દેવતાની મદદ થી એમની સાઈટ પર પોએમ નું ફૂલ વર્ઝન પણ મળ્યું….
અને બસ પછી તો મધુરભાઈની મંજુરી સાથે શરૂઆત કરી અને આ છે તે તરજૂમો એક અમેઝિંગ હાર્ટ ટચીંગ પોએમ નો…..! 🙂

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આ દિવસની જ તો રાહ હું જોતો હતો ક્યારનો,
સપના કઈ મોટા સજાવ્યે રાખતો હતો ક્યારનો.

બહુ ઉતાવળ હતી જવાની,
પગથીયા ઊંચા ભરવાની.

પણ આજે કેમ જાણે કઈક જુદું થાય છે ફિલ,
સમય ને જાણે રોકવા માંગતું મથી રહ્યું છે દિલ.

પહેલા ટેન્શન આપતી  વાતો આજે હસાવી જાય છે,
યાદ એ પળોની અત્યારે, આંખો ભીંજાવી જાય છે.

ચાર વર્ષની જાળમાંથી લાગતું હતું કે છૂટવા મળશે,
પણ મસ્તી આ વર્ષો જેવી ફરીથી ક્યાં લુંટવા મળશે?

કીધેલી, ન કીધેલી, કેટ-કેટલી વાતો રહી ગઈ,
જીવનભર ન ભૂલાય એવી હજાર યાદો રહી ગઈ.

ખેંચવા માટે સામેથી ટાંગ કોણ ધરશે?
ખાલી માથું ખાવા મારો પીછો કોણ કરશે?
કેન્ટીનમાં પે નહિ કરવાની બબાલ કોણ કરશે?
પાર્ટી માંગતા નિત-નવા બહાના કોણ ધરશે?

કોણ મારા ટીફીનમાંથી પરાઠા ઉપાડશે?
મને ચીડવવા મારા નવા નામ કોણ પાડશે?

‘કે.ટી.’ આવતા સાથે હોવાનો દિલાસો કોણ આપશે?
રેન્ક લાવતા મોટી મોટી ગાળો કોણ સંભળાવશે?

કારણ વગર હવે હું કોની સાથે લડીશ?
ટોપિક વગરના ડિસ્કશન કોની સાથે કરીશ?
માઉન્ટેઇન-ડ્યુ ને સ્લાઈસ હવે કોની સાથે પીશ?

અદભુત એવી મોમેન્ટસ હવે ફરી ક્યારે જીવીશ?

ક્યાં મળશે એવા દોસ્તો જે ટપલી ઘણી મારશે,
પણ આફત મોટી આવતા પહેલા એજ ઉગારશે!

મારી ગઝલોથી હવે પરેશાન કોણ થશે?
કોઈ છોકરી જોડે મને વાત કરતો જોઈ, હેરાન કોણ થશે?

કોણ કહેશે, “તારા જોકમાં મજા ના આવી…”
કોણ કહેશે, ” જલ્દી જો તારા વાળી આવી….”

બોરિંગ લેક્ચર્સ સહન કરવા સાથ કોણ આપશે?
પ્રોફેસર ને હેરાન કરવા સંગાથ કોણ આપશે?

મારા વિચારોને ફાલતું કહેવાની હિંમત કોણ કરશે?
ડર્યા વગર સાચી સલાહ આપવાની હિંમત કોણ કરશે?

કોઈની પણ સામે જોઇને જોર જોર થી વગર કારણે હસવાનું….
કોણ જાણે ફરીથી આવું ક્યારે કરીશું?
કહી દો ને દોસ્તો, ફરીથી બધું  કરીશું…

ફ્રેન્ડસ માટે થઇ લેક્ચરર્સ સાથે ક્યારે લડી શકીશું?
વીતેલા દિવસો ના આ પુલ, શું ફરી ઘડી શકીશું?

કોણ મારા કૌશલ્ય પર મને ભરોસો અપાવશે?
અને વધારે ઉડતો જોઇ, જમીન પર લઇ આવશે?

મારી ખુશીઓથી સાચે ખુશ કોણ થશે?
મારા જ ગમમાં મારાથી વધુ દુખી કોણ થશે?

કોણ મારી આ કવિતાઓ વાંચશે?
કોણ એને સાચ્ચી રીતે સમજશે?

હજુ ઘણું લખવાનું બાકી છે,
હજુ થોડો સાથ કદાચ બાકી છે.

બસ એક જ વાતની મને બીક છે દોસ્તો….
આપણે ક્યાંક અજનબી ના બની જઈએ દોસ્તો….

જીવનના  રંગોમાં દોસ્તીનો રંગ ફીકો ના પડી જાય…
બીજા સંબંધોની ભીડમાં ક્યાંક દોસ્તી દમ ના તોડી જાય…

જીવનમાં મળવાની ફરિયાદ કરતા રહેજો…
ના મળાય તો એટલીસ્ટ યાદ કરતા રહેજો…

છો હસી લો મારી પર આજે, હું ખોટું નહિ લગાવી લઉં….
ઈચ્છા છે એ હાસ્ય ને બસ મારા દિલમાં સમાવી લઉં…
ને તમારી યાદ આવતા, એજ હાસ્યથી, થોડું હું પણ હસી લઉં….

– વિરાજ રાઓલ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

SPECIALLY FOR ALL MY COLLEGE FRIENDS!!! 😀 😀 😀

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કૌંસ માં :~
{[(

એજ પોએમનું રેકોર્ડીંગ વિથ મ્યુઝીક દુર્ગેશ ભાઈ ની મદદ થી તૈયાર થયું…..(તેમના જ મ્યુઝીક અને અવાજ સાથે….) અને અહિયાં share પણ કરું જ છું….. 😉
So Enjoy……..


)]}

હાશ…….!

ઘણા ટાઈમ પછી “હાશ….” જેવું ફિલ થયું…..
અને રીઝન તો એક જ છે….. એકઝામથી (ટેમ્પરરી) છુટકારો….
જો કે એક્ઝામ ને બાદ કરીએ તો લાસ્ટ ટુ મન્થ્સ મારા માટે તો બહુ જ મસ્ત રહ્યા….અને એના રીઝન્સ નીચે મુદ્દાસર એન્લીસ્ટ કરવામાં આવ્યા છે….તે મુદ્દાઓને ઉન્ડાણ પૂર્વક સમજાવવામાં આવશે.(એક્ઝામ ની ટેવ ગઈ નથી હજુ :P)

~>નવેમ્બર મહિનો ઘરમાં એકલો :
એક્ષ્ટર્નલ વાઈવા અને કોલેજ ની એક્ઝામ હોવા છતાં પણ (આખો એક મહિનો) એકલા રહેવાનો (નવો) અનુભવ મસ્ત રહ્યો…! ઘણી નવી નવી (મૌલિક! :D)રેસીપીઝ ટ્રાય કરવામાં આવી…વાંચવા માટે  ઘરમાં જ નવી જગ્યાઓ ટ્રાય કરી! જોર જોર થી ગીતો ગાવાની પણ મજા પડી ગઈ…. અને ફૂલ જલસા….(વિથ સમ જવાબદારી…!) જો કે ઘરમાં ચોરીનો ટ્રાય થયો હતો, પણ એ લોકો ફેઈલ ગયા હતા. ઓવરઓલ નવેમ્બર મસ્ત હતો!

~> નવું લેપટોપ આવ્યું:
લીનોવોનું લેપટોપ મારા માટે સારું કહી શકાય એવા સ્પેસીફીકેશન સાથે મળ્યું. અને ખાસ તો વિન્ડોઝ-૮ ના લીધે મજા આવી. આમ તો લેપટોપ પરથી ઘણી બધી પોસ્ટ્સ લખી છે…. પણ અત્યારે કહેવા જ બેઠો છું તો થયું ચાલો એનું પણ કહી જ દઉં…! જો કે લેપટોપ ના આવ્યા પછી કમ્યુટરને થોડું ખોટું લાગ્યું છે અને તેની તબિયત પણ એટલી સારી નથી રહેતી…. તો મેં એને આરામ આપવાનું જ નક્કી કર્યું છે. 😀 વિન્ડોઝ-૮ ની એપ્સ ના લીધે અને ઘણા નવા ફીચર્સના લીધે યુઝ કરવાની મજા આવે છે. એ સિવાય ઘણા એવા સોફ્ટવેર્સ કે જે પીસીમાં પ્રોસેસર અને મેમરી ની અછતના લીધે નહોતા ચાલતા તે યુઝ કરવા મળે છે એટલે જલસા છે….(બાય ધ વે એક પોર્ટેબલ હાર્ડ-ડ્રાઈવ પણ લીધી… )

~>આકાશ વસાવી લીધું! 😀
૨૦ ડિસેમ્બરે DataWind તરફ થી મેઈલ આવ્યો કે “તમે એક વર્ષ પહેલા કરેલી ubislate ના ઓર્ડરની અપડેટ આવી છે તો તે મંજુર છે કે જુનું જ ubislate ચલાવી લેશો??” (ગુજરાતીમાં નહોતું પૂછ્યું… :P) હવે હું ના થોડો ને પાડું!? તો બસ, આકાશ-૨ માટે રજીસ્ટર કરાવી દીધું અને સાત દિવસ માં જ ઘરે આવી ગયું….! એન્ડરોઈડની એપ્સ કે જે હું જુગાડ કરીને લેપટોપમાં યુઝ કરતો હતો તે હવે આકાશ-૨ માં યુઝ કરવાની પણ મજા જ જુદી છે. અને ખાસ વાત તો એ કે અપેક્ષાઓ કરતા તો ટેબ્લેટ ઘણું જ સારું નીકળ્યું!!

અને હવે છેલ્લે તો એવું છે કે સૌથી સારી વસ્તુ ડીસેમ્બરમાં નહિ પણ જાન્યુઆરીની પહેલી જ તારીખે થઇ! એક્ઝામ પૂરી થઇ ગઈ!!!! એના થી સારું તો શું હોય!!

બસ તો આજે જ મેઈલ્સ ચેક કરીને સૌથી પહેલા તો ૬૫ બ્લોગપોસ્ટ્સ વાંચી લીધી, હવે મુવી-ટાઈમ અને (નોવેલ્સ)રીડીંગ-ટાઈમ ચાલુ…..! કોઈ મસ્ત નોવેલ કે મુવીઝના નામ સજેસ્ટ કરજો પાછા….! :D.

કૌંસમાં:~
{[(

એક (નોટ સો ગુડ) રોમેન્ટિક(કોમેડી!) મુવીમાં આવેલા મસ્ત કહી શકાય એવા મારા ફેવરીટ બે સોન્ગ્સ શેર કરું છું…..સાંભળજો અને ઈચ્છા થાય તો ગઈ લેજો… 😀
એન્જોય………

)]}

JAVAનું બખડજંતર! :D

ક્લાસમાં ઘણી વાર ( આમ તો દરેક વાર) બહુ જ કંટાળો આવતો હોય છે, એવા ટાઈમે બગાસા ખાવામાં થોડુક રિસ્ક ચોક્કસ રહેતું હોય છે, બેટર છે કે ધ્યાન જ નાં આપીએ (ધ્યાન આપીએ તો બોર થવાય ને!)

જો કે હું એવા સ્ટુડન્ટસ માં નથી આવતો (એનાથીએ  જોરદાર 😉 ) એમાં પણ આજે તો લેકચર માં પૂરું ધ્યાન આપ્યું કેમ કે આજની પોસ્ટ લખવા માટે તો ફેકલ્ટીએ જ હેલ્પ કરી હતી. એ ભણાવતા ગયા અને મને આજ ની પોએમ લખવા માટે ટોપિક્સ આપતા ગયા 😉 , એક જ લેકચરમાં બે પોએમ્સ લખી દીધી, એક ગુજરાતીમાં અને એક ઈંગ્લીશમાં 😀
તો એન્જોય કરો, share કરો, અને કમેન્ટ્સ પણ આપતા જાઓ! 😀(નોંધ :~ તમારા રિસ્ક પર વાંચજો, ભયાનક સબ્જેક્ટ પર લખેલું આ બખડજંતર જ છે……. JAVA ના જોડકણા!)

લેકચર ભરવા ક્લાસમાં પેઠો,
ખાલી જગ્યા જોઇને બેઠો.

બેગ માંથી મેં કાઢી ચૉપડી,
સબ્જેક્ટ-નેમ જોઈ હટી ખોપડી.

સબ્જેક્ટ ભારે એવો -“JAVA”,
“કોલેજ આવ્યો હું શું ખાવા!!!”

પછતાવો મને થયો ઘણો,
પણ આવ્યા તો થ્યું ‘ચલો ભણો’!

સાહેબે પણ કરી શરૂઆત,
બોલ્યા, “ફ્રેમ્સ ની કરીશું વાત”.

બારી બાજુ આંગળી ચીંધી,
કિનારીને તેની ફ્રેમ કીધી!

ત્યાં જ મને એક પ્રશ્ન થયો,
ઉભા થઈને હું પૂછી ગયો,

“સાહેબ, એક વાત કરો reveal,
આ કમ્યુટર છે? કે છે CIVIL?”

સાહેબે મારો ઉધડો લીધો,
ક્લાસ છોડવાનો આદેશ દીધો. 😀

સાહેબને ના સમજ એ આવી,
કે અમે છીએ એન્જીનીઅર ભાવી!

~~~~> કૌંસ માં
{[(
ગુજરાતી બ્લોગ ઉપર તો ગુજરાતી પોએમ જ મુકાય ને! (એવું જરૂરી નથી, પણ આ તો મારા બનાવેલા કેટલાક નિયમો, યુ નો! 😉 )
JAVA ઉપર જ લખેલી ઈંગ્લીશ પોએમ “અહી ક્લીક કરીને” વાંચો… 🙂
)]}

“Surprise” ♥

“ગોપી………”
“હા પપ્પા , આવી…..”

“બર્થડે ના દિવસે તો રજા આપ કમ્પ્યુટર ને….” હવે પપ્પા ને ક્યા કહું કોની જોડે વાત ચાલતી હતી!!
“અરે પપ્પા, એ તો ખાલી ફેસબુક અને મેઈલ ચેક કરતી હતી….”
“અરે હા, આજે તો બધાએ વિશ કર્યું હશે ને”
“ના, બર્થડે હાઈડ કરેલો છે મેં FB પર…..ખાલી બે-ચાર ફ્રેન્ડસ ના મેઈલ હતા….”

“ઓકે…. શું પ્લાન છે તો આજે? ફ્રેન્ડ્સ જોડેજ દર વખત ની જેમ??”

“હા….” પપ્પા આગળ જુઠું  બોલતા અવાજ તો ધ્રુજી જ જાય છે મારો….!
“પણ આજે થોડી વહેલી જઈશ….arround 4:30 “
“અરે કઈ વાંધો નહિ બેટા…. today is all yours! Enjoy!” I really love my daddy!
પણ યાર આજે પ્રાકૃતની જોડે શું chat કર્યું મેં!!! ક્લાસમાં પણ always એની જ ધૂનમાં ડૂબેલો હોય છે, chatમાં પૂછીએ એનો જ જવાબ….આજે તો ખરેખર કૈક અલગ જ પ્રાકૃત જોવા મળ્યો! And what did I say!! Yes for coffee! Ok I like him, he’s different, but is this a date?? a date on my birthday! એ પણ પપ્પાને જુઠું બોલીને! Should I go or not? Obviously I should. જવું તો છે જ આજે…. પપ્પાને તો ટાઈમ આવ્યે કહી દઈશ…. શું કહી દઈશ? god  knows,  હું આટલું બધું કેમ વિચારું છું! It’s just a meeting with a friend… or my crush! And i don’t even know કે પ્રાકૃત શું વિચારે છે!! Better i wait for the time we meet. And i hope કે એ આવે . *Fingers Crossed*….
****                                                      ****                                                          ****
બહુ વહેલી આવી ગઈ હું તો! હજુ તો પોણા પાંચ પણ નથી થયા!! I  hope કે એને હું desperate  ના લાગું. માન્યું કે આ just  attraction  જ છે, કેમ કે ના તો હું એને સરખું ઓળખું છું, ના એ મને એટલું સારી રીતે જાણે છે,  જે પણ છે આ, લાગે છે એટલું simple તો નથી જ. Oh! Oh! It’s him! should I give smile? Obviously I should, but “hi” કોણ પહેલા કહેશે? પણ કહેવું પડે… “always-in-formal” પ્રાકૃત આજે  “dude-in-denim” તરીકે પણ સારો જ લાગે છે! Great! But still a simple guy!
“hi…ક્યા ખોવાઈ ગઈ છે?” એણે first ટાઈમ ‘hi’  ક્યારે કહ્યું!!

“hi…, ના, ક્યાય નહિ…. એ તો…”

“એ તો?”
“કઈ નહિ, તું સરપ્રાઈઝ પર થી હવે પડદો ઉઠાવ….”
“hmmm……….HAppY BiRtHDay to you…..
hApPy BiRThDay tO yOu…..
HaPpY bIrThDay dear Gopi……..
HappY BirThDay to you……”
“thank you…….. મને એમ કે તને ખબર નહિ હોય કે આજે મારી birthdate છે…”
“તું hide કરે તો કઈ ભૂલી થોડો જઈશ હું! અને પહેલા અંદર તો ચલ તું….”
Feeling a little awkward, but happy too.
“so what will you like to have?”
“hmm….Café Mocha….” મારી સ્માઈલ ફેક તો નહિ લાગતી હોય ને!!
“Ohh… so you like chocolates! Ok, Surprise માટે ready તો છે ને?”
“મને એમ કે તે wish કર્યું એજ  સરપ્રાઈઝ હશે.” મારી માટે તો ખરેખર એજ સરપ્રાઈઝ હતું……
“એ સરપ્રાઈઝ લાગ્યું હોય તો It’s ok…. planned surprise next time માટે રાખીએ….” હજી  કેટલી રાહ જોવડાવશે?
“અરે ના, એ તો એક્ષ્ટ્રા સરપ્રાઈઝ માં ગણી લઈશ, પણ મેઈન સરપ્રાઈઝ તો આપ હવે….”
“ok, but એક શરતે, સરપ્રાઈઝ તારે ઘરે જઈને જોવું પડશે….. જે આ folded  paperમાં છે…and yes, no cheating, ok?”
“ok…પણ પેપર આપ તો ખરો….” રાહ નહિ જોવાય….
“અરે આટલી શું ઉતાવળ છે?”ઉતાવળ નું તો શું કહું હવે આને!
“ઉતાવળ તો છે જ…. આઈ મીન, ઘરે જવું પડશે હવે, એન્ડ કોફી પણ પતવા જ આવી છે….”
“ok… ok….” ફાઈનલી સરપ્રાઈઝ હવે મારા હાથ માં આવ્યું…but still folded.
“ok…. તો  stay in touch…..” ‘ટાઈમ’ને કોને મળવાનું હશે તે આટલું જલ્દી ભાગતો હશે!!
“હા…. FB તો છે જ ને…. ” બસ એક સ્માઈલ….. અને ગાયબ થઇ ગયો પ્રાકૃત તો ટ્રાફિકમાં!
અરે હા… હવે ઘરે જતા પહેલા જોઈ લેવું પડશે પેપર…. ઘરે ચાન્સ મળે ના મળે!

“I was  knowing  કે તું cheating  કરીશ જ….
હવે જો સરપ્રાઈઝ જોવું હોય તો ઘરે જ, અને ફેસબુક check કર….
ત્યાંજ મળશે તને સરપ્રાઈઝ…..
cheatingના fruits late જ ઉગે…..”

he knows me very well!
****                                                      ****                                                          ****
 “આટલી ઉતાવળ કમ્પ્યુટર જોવાની? પાર્ટી કેવી રહી એ તો બોલ બેટા….” અરે પપ્પાને કેવી રીતે સમજાવું  હવે!!

“અરે પપ્પા, સરસ, as always  ” અત્યારે Facebook સિવાય બીજું કઈ જોવું નથી મારે…..
Ok….so here is his message!
Prakrut bhatt: so finally, here is the surprise for you….. follow the link to see the SURPRISE 🙂

લઘુકથા-“બસ એમ જ”

કોલેજ નો ટાઈમ છે, કેન્ટીન માં મસ્તી છે, મસ્તી ના રીઝન માં ચા ની કઈક ચૂસકી છે, ચાની ચૂસકી સંગ ગોસ્સીપ માં દિલચસ્પી છે, ને ગોસ્સીપની વાતો કઈક મોંઘી કઈક સસ્તી છે.

આવી જ કઈક ગોસ્સીપ કરતા કરતા કેન્ટીન માં અવની, મૃણાલ અને નુપુર બેઠા છે. કિલ્લર અને ડેનીમ ના કેઝ્યુઅલ વેર માં મૃણાલ આજે ઘણા લોકો ના વખાણ ઓલરેડી મેળવી જ ચુક્યો હતો.

અવની: ઓહો મૃણાલ, શું વાત છે!! આજે તો જામે છે ને કૈં!! નુપુરનો કોઈ સ્પેશ્યલ દિવસ છે?
નુપુર: ઓયે અવની બસ હવે, મને ક્યાં વચે લાવે છે તું બારોબાર? મૃણાલ જામે છે તો એનો જ કોઈક સ્પેશ્યલ દિવસ હોય ને…
મૃણાલ: અરે કઈ સ્પેશ્યલ નથી, આ તો બસ એમ જ…
મૃણાલ ની કોઈ પણ વાત માં “આ તો બસ એમજ” ક્યાંક નહિ ને ક્યાંક થી આવી જ જતું હતું….
અવની: મને હતું જ કે તું આવું જ બોલીશ… પણ આ તારા  “એમ-જ” માં બધું બહુ હોય છે…. બરાબર ને નુપુર?
મૃણાલ: અરે ખરેખર કઈ નથી, અને તું અમને બંને ને હેરાન કરવાનું બંધ ક્યારે કરીશ?
અવની: હવે હું તમારી બેસ્ટ ફ્રેન્ડ છું તો આટલું તો સમજી જ શકું ને!!(અવની એ આંખ મારતા કહ્યું)
નુપુર: બસ હવે, બહુ ડાહી ના થા…અમારે એવું કઈ છે પણ નહિ અને આ ભૂત જોડે થાય એવું પોસીબલ પણ નથી, તો જોડવું હોય તો કોઈક સારું નામ જોડ યાર મારી જોડે….(નુપુરે એમ કહીને અવની ને તાળી આપી)
મૃણાલ: હા હવે, ભૂતો ના પણ કઈક સ્ટેન્ડર્ડ હોય અવની એટલે તું ખોટું હેરાન તો નાં જ કરીશ….
અવની: એ તો બધું બોલવા માટે…..કઈ નહિ ચાલો હવે ક્લાસ માં જઈએ નહિ તો ખોટું દવે સર એમના ભાગલા-તૂટલાં ઈંગ્લીશ માં ખખડાવશે….
મૃણાલ: અરે એ સર તો બસ એમ જ ખખડાવે રાખતા હોય છે…..આરામ થી જઈએ છીએ….
***
અવની અને મૃણાલ નો બસ નો રૂટ સરખો જ હતો. અવની મૃણાલ માટેનો પોતાનો પ્રેમ છુપાવવા માટે નુપુર નું નામ મૃણાલ સાથે જોડતી હતી. જો કોઈક વાર મૃણાલ નુપુર સાથે એકલા માં વાત પણ કરતો હોય તો પણ અવની થી તે જોઈ નો’તું શકાતું. કોઈ પણ બહાને તે પણ તેમની વાતો માં જોડવા માટે જતી રહેતી હતી.અવની આજે પોતાના મન ની વાત મૃણાલ ને કહેવા માટે વિચારતી હતી.પણ કઈ રીતે કહેવું તે સૂઝતું ન હતું.
“મારે તને એક ખાસ વાત કહેવી હતી….” મૃણાલ અને અવની એક સાથે જ બોલ્યા.
પહેલા તો બંને થોડુક હસ્યા…પછી મૃણાલ બોલ્યો,”ઓકે બોલ, શું કહેતી હતી?”
“અરે કઈ નહિ, તું બોલ પહેલા…મારી વાતો આમ પણ કઈ ખાસ નથી હોતી.”અવનીએ વાત કરવી હોવા છતાં પણ મૃણાલ ને પહેલા બોલવાની તક આપી.
“હું તારી સાથે બધું જ share કરતો હોઉં છું ને…..”મૃણાલે સીરીયસ ટોન માં કહ્યું.
“હા, તો?”
“મારે તને ઘણા સમય થી એક વાત કહેવી હતી, પણ થોડુક ટેન્શન થતું હતું.”
“અરે એમાં શું ટેન્શન? બોલી દે જે બોલવું હોય એ…”અવની ના મન માં વિચારો નો ઘોડાપુર આવી ગયો હતો. અને સૌથી મોટો વિચાર તો તે જ હતો કે શું મૃણાલ ને પણ પોતાના માટે સેમ ફિલિંગ્સ હશે?
“વેલ, વાત એમ છે કે તું જ્યારે મને નુપુર નું નામ દઈને હેરાન કરે છે અને હું ગુસ્સે થઉં છું, એ ગુસ્સો ખરેખર નુપુરને અને તને બતાવવા માટે જ હોય છે…..પણ અંદર થી મને  ખરેખર ખુશી થાય છે.આઈ લવ નુપુર, આઈ રીઅલી લવ હર યાર.બટ એને કહું કઈ રીતે એ નથી સમજાતું.” મૃણાલ એકી શ્વાસે બોલી ગયો….
અવની ના મન માં બનેલી બધી જ આશાઓની ઈમારતો તાશના પત્તા ની જેમ ઢહી પડી.
“અરે, ફ્રેન્ડસ ક્યારે કામ આવે? આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ.અને મને તો ખબર જ હતી ને કે તને એ ગમે છે…” અવનીએ  પોતાના બધા ઈમોશન્સ કાબુ માં રાખી ને કહ્યું.
“થેંક યુ સો મચ યાર, હવે તું તો બોલ, શું ખાસ વાત હતી તારી?”
“કઈ નહિ, બસ એમ જ.” અવની થી ધ્રુજતા અવાજ માં વધારે કઈ પણ બોલી શકાય તેમ ન હતું.