વર્ડ્ઝ વિથ ‘મંદાક્રાન્તા’

‘મંદાક્રાન્તા’ યુઝ કરીને મેં એક કાવ્ય બનાવ્યું,
જો કે તેમાં ક્ષતિ હતી ઘણી, તોયે મેં તો ચલાવ્યું.

છંદો-બંદો વિરાજ ભાઈને આમે ક્યાં આવડે છે!
શબ્દો તોયે ગોઠવે રાખતા ગાડી ચાલી પડે છે…

કાવ્યોમાં જો દુખ એડ કરો, વટ સારો પડે છે,
થાક્યો શોધી દુખ જીવનમાં, ફક્ત હાસ્ય જડે છે.

લોકો પાછું લવનું ચેપ્ટર ઈચ્છતા ગીતમાં છે,
કોરું રાખ્યું એટલું પેજ મેં, મારા એ હિતમાં છે.

-વિરાજ

કૌંસમાં :~
{[(

સ્કુલમાં ગુજરાતી સબ્જેક્ટ માં જો કઇક જરાય ફાવતું ન હોવા છતાં બહુ ગમતું હોય તો એ છંદ રચના વાળી પોએમ્સ હતી,જેમાં રચના ગોખવાનો કંટાળો આવતો હતો પણ ગાવામાં તો મજા જ આવતી હતી। એમાં પણ મંદાક્રાન્તા અને શાર્દુલવિક્રીડિત મારા ફેવરીટ હતા…તો થયું એની પર જ જેવું આવડે એવું જરીક અમથું લખી દઉં… હવે નેક્સ્ટ ટાઈમ શાર્દુલવિક્રીડિત સહન કરવા તૈયાર રહેજો 😛 😀
)]}

Advertisements