વિચારવું પડે…

ગરમ હોય મગજ તો ઠારવું પડે,
કરતા કઈ પહેલા વિચારવું પડે,

પ્રોબ્લેમ્સ ના સામે પહાડો જો હોય,
મુશ્કેલીનું સામે સૈન્ય છો હોય,
ક્યારેક તો અર્જુન ની માફક તમારે,
એની પર ગાંડીવ બી તાકવું પડે.

ક્યારેક તો નસીબનું  દ્વારેય ઉઘડે,
કિસ્મત છે! એક નહીં, ચારેય ઉઘડે!
નસીબની જો જો પણ ગેરંટી નહિ;
કિસ્મત છે, પલટે એ માનવુ પડે!

પ્રેમની બાબત પણ જુદી તો નથી,
એમનેમ એ ગ્રંથોમાં કુદી તો નથી,
મળે ઇઝીલી તો ઠીક મારા ભાઈ,
નહિ તો કોન્સીક્વન્સ’ય ધારવું પડે.

નકશા તો જીવનના કોણે છે દીધા?!
અનુભવ મળતા તો મારગ આ લીધા,
લઈને તું દુઃખોને બેઠો કેમ ‘વિરાજ’?
વધતો જા, જીવન છે, તારવું પડે…..!

કૌંસમાં:~
{[(
છેલ્લી પોસ્ટ કદાચ આવા જ કોઈક ગુસ્સામાં લખી હશે મેં અને એ “કવિતાઓ અને વાર્તાઓ ન લખવાનું ” નક્કી કરવાની ભૂલને સુધારવા માટે આ પોએમ થી વધારે (કે ઓછું ) તો હું નહિ જ લખી શકું…..
બાય ધ વે લખવાનું કન્ટીન્યુ રાખવાનું સુચન મારા પપ્પાએ આપ્યું હતું…. 😛
)]}