“સેવ ધ વર્લ્ડ” ~ પાર્ટ-2

આ વાર્તા “સેવ ધ વર્લ્ડ” સીરીઝનો બીજો ભાગ છે, પ્રથમ ભાગ વાંચવાઅહીં ક્લિક કરો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બે દિવસ થઇ ગયા હતા અર્થને હોસ્પીટલમાંથી લીવ મળ્યે.
હજુ પણ તેના મગજમાં એ જ બધા સીન્સ રીપીટ મોડ પર દેખાયે રાખતા હતાં. તેને બીક પણ હતી કે આ જ બધું સપનામાં પણ ન આવ્યે રાખે, પણ સૌથી મોટો સવાલ એ પણ હતો કે શું ઊંઘ આવશે પણ ખરી? આંખો બંધ કરતા પણ પેલી છોકરીની લાશ તેની નજર સામે આવ્યે રાખતી હતી, અને ખુલ્લી આંખે પણ એને બસ લોહીના એ ખાબોચિયા જ દેખાતા હતા.

સત્યએ પોતાના ઘરે વાત કરી દીધી હતી કે તે એટલીસ્ટ એક અઠવાડિયું તો અર્થના ઘરે જ રહેવાનો છે, નોટ ઓન્લી ફોર ટેકિંગ કૅર ઓફ હિમ એન્ડ ફોર મેન્ટલ સપોર્ટ, પણ એટલા માટે પણ કે પેલા કેસ સાથે મોટા નામ જોડાયેલા હતા જેના કારણે એ કેસ ઈવન કેસ તરીકે પણ પોલીસે ચોપડામાં નોંધ્યો નહોતો.

અર્થ તેના રૂમમાં આરામ કરી રહ્યો હતો અને સત્ય તેનું લેપટોપ લઈને તેમાં કઈક નહિ ને કઈક સર્ચ કરી રહ્યો હતો. બહાર વીજળીનો ગળગળાટ સંભળાઈ રહ્યો હતો અને સવારના ૧૧ વાગ્યા હોવા છતાં પણ સાંજના સાત-એક વાગ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

“Do you want me to play some music, અર્થ?” સત્ય કેટલીય મિનીટ્સના મૌનને તોડીને પૂછે છે. અર્થ હજુ પણ તેના વિચારોમાં જ ખોવાયેલો રહે છે. સત્ય થોડીવાર અર્થની સામે જોઈ રહે છે અને પછી લેપટોપ બાજુમાં મૂકીને પાણીની બોટલમાંથી થોડું પાણી ગ્લાસમાં લઈને અર્થને આપવા જાય છે.
“ના” અર્થ એકદમ સત્યની સામે જોઇને બોલે છે. સત્ય પોતે એ પાણી પી જાય છે અને ગ્લાસ મુકવા જાય છે ત્યારે અર્થ ફરી બોલે છે,”પાણી તો આપ, મ્યુઝીક માટે ના પાડી”. સત્ય હસી પડે છે અને એક સ્માઈલ સાથે અર્થને પાણી આપે છે. અર્થ પાણીનો ગ્લાસ હાથમાં લઈને જાણે આલ્કોહોલનાં સીપ મારતો હોય તેમ ગ્લાસ ગોળ-ગોળ ફેરવીને સીપ મારતા મારતા પાણી પીવે છે અને એકદમ અટકી જઈને બોલે છે,”વ્હોટ ડુ યુ થીંક શુડ બી ડન…?”

સત્ય કઈ બોલતો નથી. તે અર્થના અધૂરા સવાલને જાણે પૂરો થવાની રાહ જોતો હોય તેમ આંખની ભંવરો ઉંચી કરીને તેની સામે જોઈ રહે છે. અર્થનો સવાલ તેના પોતાના મગજમાં તો પૂર્ણ જ હોવાથી આગળ કઈ બોલતો નથી.
બહાર ફરીથી વીજળીનો કડાકો થાય છે, એ પણ મોટા અવાજ સાથે. સત્ય માહોલને થોડો લાઈટ કરવા માટે Tchaikovskyનું ‘1812’ પ્લેય કરે છે અને અર્થની સામે જોઇને બોલે છે,”તારે તારું માઈન્ડ ડાઈવર્ટ કરવાની જરૂર છે, અર્થ, ધેટ ઈઝ વ્હોટ શુડ બી એન્ડ મસ્ટ બી ડન!! આપણને બંનેને ખબર છે એ દિવસે શું થયું અને એ પણ ખબર છે કે જે થયું એ બરાબર નહોતું. પણ સાથે મને એ વાતની પણ ખબર છે કે આ બાબતમાં કઈ થઇ શકે એવું નથી…મેં પોતે વાત કરી છે પોલીસ સ્ટેશનમાં અને એ લોકોએ સાફ કહ્યું છે કે જેટલું બને એટલું દૂર રહેજો આ કેસથી અને આ લોકો વિષે એક સિંગલ ઇન્ફર્મેશન પણ જાણવી ખતરનાક બની શકે છે. અને એ ફક્ત આપણા માટે નહિ પણ પોલીસ માટે પણ ખતરનાક બને તેમ છે અર્થ! ધેટ ઇઝ હાઉ બીગ ધીસ કેસ ઈઝ!” સત્ય ઘણું બધી એક સાથે બોલીને બોટલમાંથી ડાયરેક્ટ જ પાણીનો એક ઘૂંટ પીવે છે.

“એ દિવસે સોંગ કયું વાગતું હતું યાદ છે તને?” અર્થ એક જરીક અમથી સ્માઈલ સાથે પૂછે છે, જાણે તેણે સત્યની વાત સાંભળી જ ન હોય!

સત્ય અર્થની સામે જોઈ રહે છે અને બોલે છે, “એ દિવસનું મને કઈ જ યાદ નથી સિવાય કે જે ઘટ્યું! અને એ ઘટેલું ભૂલ્યે જ છૂટકો છે, ટ્રસ્ટ મી! આમાં પડવા જેવું નથી. હજુ કોઈ નાના બદમાશ હોત તો મેં પણ હિંમત કરી હોત, કઈ ખોટું થતું જોવું મને પણ નથી જ ગમતું એ તને પણ ખબર છે…પણ એમના હાથમાં ગન હતી અર્થ! અને હવે ખબર પડી છે કે ધીસ ઇઝ અ હેલ્લ્લ ઓફ અ લેવલ ધીસ પીપલ આર ફ્રોમ!”

“અને યાદ છે હોસ્પિટલની બહાર પેલા થીએટર પર કયા મૂવીનું પોસ્ટર હતું?” અર્થ ફરીથી અજીબ સ્માઈલ સાથે સત્યને પૂછે છે, અગેઇન ઇગ્નોરીંગ વ્હોટ સત્ય વોઝ સેયિંગ ટુ હિમ. અને આ વખતે અર્થની સ્માઈલ બધારે જ અજીબ લાગી રહી હતી, જાણે એના મગજમાં કઈક મોટું ચાલી રહ્યું હોય એમ! સત્ય આ સ્માઇલને અને અર્થને બહુ જ સારી રીતે જાણતો હતો. અને ધીમે ધીમે સમજી રહ્યો હતો કે અર્થના મગજમાં કઈક અવળું જ ચાલી રહ્યું હતું.

“ખબર નહિ આ ફ્રેકચર ખાલી તારા હાથ અને પગમાં જ છે કે મગજને પણ અસર થઇ છે! દુનિયાને બચાવવાનું વિચારે છે તુ? આ મૂવી નથી, અર્થ! આપણે આ સિમ્પલ અર્થ, આઈ મીન દુનિયામાં રહીએ છીએ! કદાચ કોઈ પેરેલલ વર્લ્ડમાં તુ વિચારી શકે લડવાનું આ લોકોથી, જો પાવર્સ હોય તો! પણ અહી નહિ!” સત્ય એના માથા પર હાથ મુકીને કહે છે.

“યુ નો મી વેલ સત્ય, પણ મેં વાત જ ક્યાં કરી લડવાની? મારે સુપરહીરો બનવું પણ નથી…પણ મારે જે કરવું છે એ માટે અત્યારે હાલ મારી એક મદદ તારે કરવી પડશે…અમ્મ્મ…જો ત્યાં..સામે કબાટમાં એક લોકર છે, એની ચાવી અહીં મારા કમ્યુટરના સી.પી.યુ.ની અંદર એક રબર બોક્સમાં છે. જસ્ટ ઓપન ધેટ લોકર.”

સત્ય અર્થના ઈન્સ્ટ્રક્શન પ્રમાણે ચાવી લઈને લોકર ખોલે છે અને અંદર જોઇને ચોંકી ઉઠે છે! “સુપરહીરોનો સ્યુટ નથી કે તુ આવી રીતે જોઈ રહ્યો છે! એમાં જો લેફ્ટ સાઈડ ટોપ પર જે ફર્સ્ટ ડાયરી છે તે આપ.” અર્થ એક નવી જ એનર્જી સાથે કહે છે.

સત્ય ઢગલો ડાયરીઝથી ભરેલા લોકરમાંથી અર્થે માંગેલી ડાયરી તેને આપે છે. અર્થ તેના ઓશિકા નીચેથી તેના સાજા એવા જમણા હાથથી પેન લેવા સહેજ નમે છે, પણ થોડું દુખતા એક સિસકારો નીકળે છે અને સત્ય તેને પેન લેવા માટે મદદ કરે છે અને પેન આપતાં આપતાં હસવા લાગે છે. એક સ્માઈલ, એક પોઝીટીવ વેવ સત્યના ચહેરા પર આવી જાય છે.
અર્થ તેની પેન અને નવી-કોરી ડાયરી લઈને તેનો માસ્ટર પ્લાન લખવાનું શરુ કરે છે…અને Tchaikovskyનાં 1812માં આતીશ્બાજી સંભળાવા લાગે છે!

~વિરાજ એન્ડ રોનક

કૌંસમાં:~
{[(
Tchaikovskyની ઘણી બધી સરસ મજાની સીમ્ફનીઝમાંની એક એવી 1812 મારી ફેવરીટ સીમ્ફનીઝમાંની એક છે અને એ સૌથી વધારે એન્જોય મેં ત્યારે કરી હતી જ્યારે “V for Vendetta” મૂવીમાં સાંભળી હતી… તમે પણ સાંભળો અને કમેન્ટ ચોક્કસ કરજો!! 🙂 😀


)]}

વેકીંગ લાઈફ

~~ ‘વેકીંગ લાઈફ’ ( Waking Life​ ) ~~

રીચાર્ડ લીન્ક્લેટરની સ્ટોરી ટેલીંગની સ્ટાઈલ મને માફક આવી ગઈ છે. અથવા તો તેની સ્ટાઈલ એવી છે કે કદાચ જો શાંત મગજથી કોઈ જુએ તો બધાને માફક આવી જાય.

‘બીફોર સનરાઈઝ’, ‘બીફોર સનસેટ’ અને ‘બીફોર મિડનાઈટ’ જોયા પછી આમ તો એ ટ્રીલોજી અને એના ડાયરેક્ટર, બંનેનો ફેન બની જ ગયો હતો (સાથે ઈથન હોવ્કનો પણ!) અને પાછુ બોયહુડ જોયું અને મજા જ પડી ગઈ.

હમણા જ જ્યારે સ્યુસાઈડ સ્કવોડનું ટ્રેઈલર જોયું અને જેરેડ લેટો ના મુવીઝ વિષે થોડું વધારે સર્ચ કર્યું ત્યારે ‘મિસ્ટર નોબડી’ મુવી વિષે થોડું વાંચ્યું અને તેની સ્ટોરીમાં ઈન્ટરેસ્ટ પડતા જોઈ લીધું, અને એના પછી એ મુવી એવી તો હાવી થઇ મગજ પર કે એના વિષે ઘણું બધું વાંચતા વાંચતા ‘ડોન્ની ડાર્કો’ ના થોડા વખાણ પણ વાંચવા મળ્યા… હવે એ મુવી ઘણા સમય થી મારે જોવું હતું, અને આ વાંચ્યા પછી રહેવાયું જ નહિ અને મુવી જોયું, એન્ડ અગેઇન માય માઈન્ડ ગોટ બ્લોવ્ન! અનધર માઈન્ડ બ્લોઇંગ મુવી! ઓલ અબાઉટ થોટ્સ!! ઓલ અબાઉટ કોન્સીક્વન્સીસ! અને થોટ્સ અને ઇલ્યુઝન્સના માટે જાણીતી અને હજુ સુધી ન જોવાયેલી એવી “મેટ્રીક્સ” જોવામાં આવી! અને એ મુવી વિષે એટલું બધું લખાયેલું છે કે કઈ પણ લખીશ તો એ રીપીટેશન જ હશે!

the-matrix-poster1

હવે થયું એવું કે આ બધા મુવીઝ જોયા અને એક ઈચ્છા થઇ કે આવા નવા નવા આઈડીયાઝ વાળા જ નવા નવા મુવીઝ સર્ચ કરી-કરીને જોવા છે!! અને એ સર્ચ કરવા અલગ અલગ મુવી ફોરમ્સમાં આંટા માર્યા, બ્લોગ્સમાં આંટા માર્યા… અને મળ્યું રીચાર્ડનું ‘વેકીંગ લાઈફ’!

Confusedmatthew-WakingLifeMovieReview101-278

સપનાઓની આસપાસ, અથવા તો સપનાઓની અંદર ચાલતું આ મુવી એટલા બધા સવાલોના જવાબ આપી જશે અને જો સવાલ નહિ હોય તો એટલા બદહ સવાલ ઉભા કરી જશે કે મગજ કામે લાગી જશે, પોઝીટીવ વે માં. હોપફૂલી. 😛
સપનાઓ ઉપર પહેલા પણ લખ્યું છે. સપનાઓ ઉપરથી પણ ઘણું લખ્યું છે. અને સપનાઓ પણ મારી એક ડાયરીમાં લખ્યા છે. સપનાઓ વિષેના મુવીઝ પણ ઘણા જોયા છે. ‘ઇન્સેપ્શન’, ‘મિસ્ટર નોબડી’, અને હવે ‘વેકીંગ લાઈફ’. પણ જેટલું મને ઇન્સેપ્શન ટચ નકારી શક્યું એટલું બાકીના બે મુવીઝ કરી ગયા. કદાચ એનું રીઝન એ હતું કે હું બાકીના બંને મુવી સાથે ઘણું એવું ખુદને રીલેટ કરી શક્યો. હવે એ રીલેટ કરવા પાછળનું રીઝન એટલું મોટું છે કે એના વિષે એક આખી અલગ પોસ્ટ જ લખવી પડશે. (અને કદાચ એવું પણ થાય કે એ પોસ્ટ લખવા વિશે જો વિચારવા બેસીસ તો કદાચ વિચારવામાં ને વિચારવામાં પોસ્ટ કા તો બહુ લાંબી થઇ જશે, કા તો લખાશે જ નહિ!) પણ ટૂંકમાં કહું તો ઈટ હેઝ સમથીંગ અબાઉટ માય (એમ.બી.ટી.આઈ.)પર્સનાલીટી ટાઈપ.

હવે વેકીંગ લાઈફની વાત રીલેત કરવાનું મેઈન રીઝન તો સપનાઓ અને સપનાઓમાં થતી વાતો, સપનામાં આવતી અજીબ અજીબ ઘટનાઓ, અલગ અલગ સપનાની સ્ટાઈલ્સ, સપના પાછળનું સાયંસ, સપનાઓ પાછળની ફિલોસોફી અને સપનાઓની અંદર હોવા છતાં પણ જાણવું કે આ સપનું છે અને બે વાર ઉઠ્યા પછી પણ એજ સપનામાં રહેવાનું નું અનુભવવું. આમ તો એ વિષે પહેલા પણ બે ‘અલગ(1)’ – ‘અલગ(2)’ પોસ્ટમાં ઘણું લખેલું છે. એના ઉપરથી જ એક થીઅરી વિશે પણ લખેલું અને થયું એવું કે એવી જ કોઈ થીઅરી આ મુવીમાં પણ ડિસ્કસ થાય છે.
આ મુવી એવું છે કે એ મુવી મેં જેટલું એન્જોય કર્યું છે એટલી સારી રીતે હું લખી નહિ શકું. બીકોઝ નોટ એવેરીથીંગ કેન બી ડીસ્ક્રાઇબ્ડ વિથ symbols (known as language)! અને એટલે જ આ મુવી વિશે વાંચવા કરતા એ મુવી જોઇને અનુભવ કરવા જેવું છે! તો તક મળે તો આ મુવી ખાસ જોજો! અને જો ઓલરેડી જોયું હોય તો આપના આ મુવી વિશેના વિચારો જાણવા ખુબ જ ગમશે અને ના જોયું હોય તો જોઈ લો એ પછી પણ કમેન્ટ ચોક્કસ કરજો. I would love to discuss this movie! 🙂

અને અહિયાં મેન્શન કરેલા મુવીઝ જેવા બીજા કોઈ મુવીઝ પણ હોય તો પ્લીઝ સજેસ્ટ! અત્યારે ચસ્કો લાગ્યો છે આવા મુવીઝનો તો બસ માણી જ લેવા છે હવે! 🙂 🙂

કૌંસ માં:~
{[(
સપનાઓ અને તેના ઇન્ટરપ્રીટેશન વિશે Sigmund Freud અને Carl Jung એ ઘણું એવું લખ્યું છે, પણ શું લખ્યું છે અને કેટલું લખ્યું છે એ ડીટેઇલમાં તો નથી ખબર પણ તેની ઉપર લખાયેલા ઘણા આર્ટીકલ્સ વાંચ્યા. તેમ છતાં ખરેખર સપનાઓ શું છે તેના વિશે કોઈ બુક વાંચવાની પણ ઈચ્છા તો છે જ. અને કોઈ ફિક્શન પણ હશે તો ચાલશે, કોઈ પણ વાર્તાઓ જે આવી જ કોઈ થીમ પર બેઝ્ડ હોય જે તમારા ધ્યાનમાં હોય તો જરા એ પણ સજેસ્ટ કરજો. 😀

બાકી ત્યાં સુધી આ ટ્રેઇલર એન્જોય કરો!

અને ‘ડોન્ની ડાર્કો’માં એક સોંગ સાંભળેલું, જે એવું તો મગજમાં ઘૂસ્યું કે સાંભળતાની સાથે જ ફેવરીટ બની ગયું! 😀


)]}

સેવ ધ વર્લ્ડ…

જુનનું છેલ્લું અઠવાડિયું હતું, ગરમીની સીઝન હતી, અને તેમ છતાં વાદળ ઘેરાયા હતા અને વરસાદના છાંટા પડવાના શરુ થઇ ગયા હતા. વરસાદ પડતો જોઇને જ અર્થના મગજમાં લેકનો વિચાર આવે છે. એ તરત જ તેની કયુ-૭ તરફ ભાગે છે, ચાવી તો હંમેશાની જેમ જ તેના હાથવગી હતી. કારમાં એન્ટર થતાની સાથે જ બીટ્સ ઓડિયો ના શરણે થઇને તે સીધો જ સત્યના ઘર તરફ ગાડી ભગાવે છે. બહાર અવિચી(avicii)ના levelsનો લાઉડ સાઉન્ડ આવતા જ સત્ય બહાર નીકળે છે, અને ખુલ્લો દરવાજો જોઇને તરત જ ગાડીમાં બેસી જાય છે. ત્યાંથી બંને ફ્રેન્ડસ અદ્વૈતના ઘરે જાય છે.દરવાજો બંધ જોઇને જ અર્થ હોર્ન મારે છે.પણ કોઈ બહાર આવતું નથી, પણ એજ વખતે અર્થના ફોનમાં રીંગ વાગે છે અને કોઇન્સીડેન્ટલી ઈટ વોઝ અદ્વૈત! અદ્વૈત ઓલરેડી લેક પર જ હોય છે. વરસાદના લીધે રસ્તો ખાલી હોય છે, અને જે ગણ્યા ગાંઠ્યા લોકો ફૂટપાથ પર ચાલતા હતા તેઓની નજર ફૂલ સ્પીડે જતી ફૂલ વોલ્યુમ પર સોન્ગ્સ વગાડતી અર્થની કાર પર જાય છે, જે જોતાની સાથે જ એટલી જ સ્પીડમાં ત્યાંથી ગાયબ પણ થઇ જાય છે.

વરસાદ ધીમે ધીમે વધી રહ્યો હતો, અને તે જ કારણ થી તળાવ પર ત્રણ મિત્રો સિવાય બીજા કોઈની હાજરી ન હતી. સાંજ હતી અને ધુમ્મસ પણ ધીમે ધીમે વધી રહ્યું હતું. અર્થ મ્યુઝીકનો  અવાજ તેના મેક્સીમમ લેવલ પર રાખીને ગાડીની બહાર નીકળીને દરવાજો બંધ કરીને બેક-ડોર ખોલી દે છે. ત્રણેય ફ્રેન્ડ્સ હવે વરસાદ અને મ્યુઝીક ની મજા ડાન્સ કરીને માણવા લાગે છે. they were totally lost in music and rain અને ઈ.ડી.એમ. ના સાઉન્ડટ્રેકસ પર બીટ સાથે ફીટ મિલાવીને ઝૂમતા હતા. એજ વખતે અચાનક તળાવની ઓપોઝીટ સાઈડ પર અર્થનું ધ્યાન જાય છે. ધુમ્મસ ના લીધે ક્લીઅર તો દેખાતું ન હતું, પણ કઇક ખોટું થઇ રહેલું તેને ચોક્કસ જણાયું.

અર્થ ઇશારાથી સત્ય અને અદ્વૈતને તે દિશામાં જોવાનું કહે છે. ત્રણેય જણ થોડાક આગળ વધે છે. ત્યાં કેટલાક છોકરાઓ એક છોકરી સાથે છેડતી કરી રહેલા નજરે પડે છે. તેમાંથી એકના હાથમાં બંદુક સાફ નજર આવી રહી હતી. તે જોઇને જ અદ્વૈત સત્ય અને અર્થને સાવચેત રહેવા જણાવે છે અને ગાડીમાં બેસી ને તે લોકોને જતા રહેવાનું કહે છે પણ સત્ય ફક્ત અદ્વૈત ને જણાવે છે કે,”તારે જવું હોય તો તું જઈ શકે છે.” અદ્વૈત હમેશની જેમ પોતાની લાઈફને પહેલો પ્રેફરન્સ આપીને, સત્ય હજુ કઈ આગળ કહે એ પહેલા જ, દોડતો જઈને તેની બાઈક ની ચાવી ફેરવીને બાઈક ભગાવી મુકે છે. સત્ય પણ અર્થને કહે છે કે કઈ પણ કરતા પહેલા આ વાતની જાણ તેમણે પોલીસને કરવી જોઈએ. પરંતુ અર્થ ઓલરેડી ઘણો આગળ નીકળી ગયો હોય છે, તે દોડતો જઈને ત્રણમાંથી એક માણસને પંચ મારે છે. તે બીજાને મારવા જાય તે પહેલા જ એક ગોળી નો અવાજ આવે છે અને તે સાથે જ સત્ય એક ધબકાર ચુકી જાય છે. અર્થનું ધ્યાન છોકરી તરફ જાય છે, છોકરીની લાશ તરફ. અર્થ કઈ પણ કરવા જાય તે પહેલા જ બંદુકધારી અર્થ પર પણ ગોળી ચલાવી દે છે, અને બાજુમાં અચાનક આવેલી એક ગાડીમાં બેસીને ત્રણેય બદમાશો જતા રહે છે. ગોળીનો અવાજ સાંભળીને સત્ય સ્તબ્ધ થઇ જાય છે, તેણે ઓલરેડી પોલીસને ફોન કરી દીધો હોય છે. સત્ય અર્થ તરફ દોડે છે, અને તેનો ઘવાયેલો ખભો જોઇને ૧-૦-૮ ડાયલ કરે છે. વરસાદના પાણી સાથે અર્થ અને અજાણી છોકરીનું લાશનું લોહી પણ આજુ બાજુ પ્રસરી રહ્યું હતું અને સત્યની આંખમાં ગુસ્સો અને આંસુ જોવા વાળું તળાવની આસપાસ કોઈ દેખાતું નહોતું. વરસાદ પણ જાણે ડર નો માર્યો શાંત થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. ગાડીમાં હજુ પણ “સ્વીડીશ હાઉસ માફિયા”નું “Save the world” ગીત વાગી રહ્યું હતું… ♪♫ Who’s gonna save the world tonight? Who’s gonna bring it back to life? ♫♪
અને દુર ક્યાંક પોલીસ/એમ્બ્યુલન્સનું સાયરન સંભળાઈ રહ્યું હતું.

*** *** *** *** ***

“સો આય્મ સ્ટીલ લીવીંગ?!?” અર્થ ભાનમાં આવતાની સાથેજ બાજુમાં બેઠેલા સત્યને પૂછે છે.
સત્ય હસવા લાગે છે, “૩ દિવસ થઇ ગયા છે ભાઈ, તમે પણ મરીને પાછા ફર્યા છો, જસ્ટ લાઈક જીસસ, ઇફ યુ નો વ્હોટ આઈ મીન” સત્ય આંખ મારીને કહે છે.
સત્ય અર્થને બધી વાત જણાવે છે, કઈ રીતે પોલીસે આવીને પુછતાછ કરી, કઈ રીતે છોકરીના પરિવારને તે લોકોએ બધી જાણ કરી, અને કઈ રીતે અર્થને હોસ્પિટલમાં લાવ્યા, વગેરે વગેરે…
“તે નંબર તો જોઈ લીધો હતો ને, તે લોકોની ગાડીનો?” અર્થ બધી વાત સાંભળીને સત્યને પૂછે છે.
“કોઈ મિનીંગ નથી યાર એનો”, સત્ય નિ:સાસો નાખીને કહે છે, “નંબર તો મેં  પોલીસને સૈથી પહેલા જ આપી દીધો હતો, પણ ‘મોટા માથાના હાથ’ હતા યાર. અને તને ખબર જ છે એવા કેસીસનું શું થતું હોય છે. અને ઉલટાનું પોલીસે આપણને આવા મામલાઓથી દુર જ રહેવું એવી…”
“એડવાઈસ?” અર્થ સત્યની વાત અટકાવીને પૂછે છે.
“વોર્નિંગ. સાફ શબ્દોમાં વોર્નિંગ આપી છે!” સત્ય ગુસ્સા અને દુઃખની મિશ્ર લાગણી સાથે કહે છે.
અર્થના મગજમાં પણ ગુસ્સો હોય છે. તે તેનો ચહેરો ફેરવીને રૂમની બારીની બહાર નજર કરે છે. હોસ્પિટલની સામે આવેલા મલ્ટીપ્લેક્સ પર “મેન ઓફ સ્ટીલ”(સુપરમેન)ના પોસ્ટર તરફ એક નજર કરીને અર્થ આંખો બંધ કરીને વિચારોમાં ખોવાઈ જાય છે.

Viraj Raol & Ronak HD

પાર્ટ ૨  –

કૌંસમાં:~
{[(

ગયા મહીને એક વાર્તા પોસ્ટ કરી હતી, અને આ મહીને ફરી એક કરી! હોપફૂલી દર મહીને એક એક સ્ટોરી મીનીમમ પોસ્ટ થાય એવી આશા છે. બાકી આ વખતે કૌંસમાં ઉપર મેન્શન કરેલા બે સોન્ગ્સ જ મુકું છું. બંને સોન્ગ્સ રોનકે સંભળાવ્યા હતા, અને બંને સોન્ગ્સ ટ્રાવેલ કરતી વખતે સાંભળવાની મજા આવે એવા છે!
તમે પણ એન્જોય કરો! 🙂
અને સ્ટોરીનો ફીડબેક પણ આપજો ભૂલ્યા વગર. 😀

Avicii – Levels

Swedish House Mafia – Save The World

)]}