વરસાદ… કે … વિરાજ…?

(નોંધ : બીજી વાર વાંચ્યા વગર પબ્લીશ કર્યું છે તો ભૂલોને ઇગ્નોરવા વિનંતી!)
તો આ વખતે વાત એટલે બધે પહોંચી ગઈ કે “નવું ઉમેરો” કઈ જગ્યાએ હોય એ શોધવા માટે પણ મારે થોડા ફાંફા મારવા પડ્યા!
ગઈ કાલે “ગ્રેવ ઓફ ધ ફાયરફ્લાઈઝ” (નીરવભાઈએ સજેસ્ટ કર્યું હતું ને?) જોયું અને મને થયું કે ૩૧ માર્ચ પર મેં લખેલી પોસ્ટ પછી મારા બ્લોગની હાલત પણ મારી જૂની પોસ્ટ્સની ગ્રેવ જેવી જ થઇ જશે, ક્યાં કોઈ કોઈ વાર યાદ આવતા હું ખુદ એક વિઝીટરની જેમ આંટા મારવા આવતો રહીશ!

પણ ભલું થજો મારા એ ફ્રેન્ડસનું કે જે હજુ પણ મને રોજ લખવાનું કન્ટીન્યુ કરવા માટેની સલાહ (એન્ડ એન્કરેજમેન્ટ) આપતા રહે છે! અને બસ એજ ફ્રેન્ડસની સલાહોથી અને બીજા કેટલાક ફેકટર્સ (જે આગળ ગણાવીશ) ના લીધે આજે ફરી લખાવનું સ્ટાર્ટ કરી દીધું.

મેં એક વાર મારા નવસારીવાળા મારા ચડ્ડી-બડ્ડીઝની વાત બ્લોગ પર કરી હતી, આજે એ ફ્રેન્ડસ નવસારીમાં વરસાદ પડ્યો એની વાતો કરતા હતા અને મારી નજર સીધી આકાશ સામે ગઈ! નો સિંગલ કલાઉડ એટ ઓલ! ગરમી હોય તો સમજ્યા, કેમ કે બફારો જોઇને પણ એવું લાગે કે ચાલો કદાચ વરસાદ પડશે! પણ આ તો તડકાવાળી ગરમી! ઉનાળા જેવી! આવી ચીટીંગ થોડી ચાલે!!!!! જુલાઈ ના પણ ૯ દિવસ પુરા થયા!

હા, તો વાત હું એમ કરવા જતો હતો કે આ ગરમી વિષે હું વિચારતો હતો અને થોડી વારમાં મને આકાશમાં દુર થી ધીમે ધીમે વાદળ આવતા દેખાયા…. અને પેલી થોડીક એવી ઝલક મને ‘રે ઓફ હોપ’ જેવી જણાઈ! હવે તમને કદાચ ખબર નહિ હોય પણ ચોમાસું મને ક્યારેય મારી લાઈફમાં ગમ્યું નથી. ઉનાળો પણ નથી ગમતો આમ તો, પણ ચોમાસાની પોઝીશન એનાથી પણ નીચે આવે. શિયાળો મારો બેટો મને બહુ જ વહાલો! એટલો બધો કે મેં જન્મ પણ શિયાળામાં જ લેવાનું નક્કી કર્યું હશે અને શિયાળામાં જ જન્મ્યો! અને આમ હોવા છતાં પણ આ મારા ઘરની સામે આંબા પર બેસીને કોયલ જેટલી જ બુમો હું એકલો એકલો ચોમાસા માટે પાડું છું!

અને હા, વાત એમ હતી કે મેં એ વાદળ આવતું જોયું અને હું હતો એ વખતે કોલેજમાં (કઈ કોલેજ? કેવી કોલેજ? એ બધી વાત પછી ક્યારેક….) હતો. મેં વિચાર્યું કે ચાલો રેસ લાગી જાય! હું ઘરે પહેલા પહોંચુ છું કે વરસાદ પહેલા પડે છે!

અને થયું એવું કે હું ઘરે આવ્યો ત્યાં સુધી તો બધા વાદળા સાફ થઇ ગયા અને ફરી પાછો તડકો આવી ગયો! તો મને થયું ચાલો ભાઈ, જે હોય એ! વરસાદનો ચેલેન્જ લેવાનો મૂડ નહિ હોય. પણ થોડી વાર થઇ અને ફરી પાછા વાદળા દેખાવા લાગ્યા, બફારો પણ થવા લાગ્યો! અને જેમ પેલા વરસાદ માટે થઈને લોકો ભાતભાતના ટોચકા, મંત્રો વગેરે કરતા હોય છે એમ મેં પણ કઇક વિચાર્યું!
મેં વિચાર્યું એમ, કે હવે વરસાદ પહેલા પડે છે કે મારી બ્લોગ પર પોસ્ટ પહેલી લખાય છે! અને આ વખતે તો હું હોપફૂલ હતો કે ચોક્કસ વરસાદ જ પડશે. પણ મને થયું કે વરસાદને હવે ચેલેન્જ જ આપવો છે! કે જો વિરાજ ફરી થી લખવાનું ચાલુ કરી શકે તો પછી તુ તો વરસાદ છે! કમ ઓન! તારું તો પડવું જ રહ્યું હવે!

હવે મેં લખી તો દીધું જ છે!
હવે તારે જે કરવું હોય એ જલ્દી કર ભાઈ વરસાદ! હદ થઇ!
અને જે કરવું હોય એટલે તારી પાસે પડવું એજ એક ઓપ્શન છે.
તો આવ રે વરસાદ, દીધા બહુ સાદ! બીજું તો શું કહેવાનું!

ચાલો ત્યારે, વરસાદને તો વિચારવા દીધો…. વિરાજની વાત છે તો એ તો હવે ફરી પાછો આવી જ ગયો છે બ્લોગ પર. બીજા બ્લોગ્સ વાંચવાનું ક્યારે સ્ટાર્ટ થશે એનું હજુ કઈ નક્કી કહેવાય નહિ પણ લખવાનું તો એટલીસ્ટ રેગ્યુલર થશે જ, મીનીમમ વન પોસ્ટ ઇન અ મન્થ વાળા જુના પ્લાન સાથે!

તો મળતા રહીશું!
તમારા ત્યાં વરસાદ પડી ગયો હોય તો હેપ્પી મોન્સૂન! અને ન પડ્યો હોય તો પણ, હેપ્પી મોન્સૂન!
🙂 🙂 🙂

Advertisements

બસ, વાતો થોડી રસ્તાની….હાઈ-વે ની!

મેં એક મેસેજ વાંચ્યો હતો ક્યાંક(sms, whatsapp, ફેસબુક કે ક્યાં એ યાદ નથી…) કે “જયારે હું એવું કહું છું કે મને સ્કુલની બહુ યાદ આવે છે, ત્યારે મને મારા ફ્રેન્ડસ અને તેમની સાથે કરેલી મસ્તી યાદ આવે છે, નહિ કે જે ત્યાં ભણ્યો અને ગણ્યો એ!”
બસ એજ રીતે જો હું કોઈને એવું કહું કે હું મારી કોલેજ બહુ જ મિસ કરું છું, ત્યારે ફ્રેન્ડસને તો મિસ કરું જ છું, પણ એ ફ્રેન્ડસ કરતા પણ વધારે (હા, એમના કરતા પણ વધારે) હું (ભણવાનું તો નહિ જ, પણ) ૪ વર્ષ કરેલું અપ-ડાઉન મિસ કરું છું. પછી એ શરૂઆતના દિવસોમાં બાઈક થી કરેલું અપ-ડાઉન હોય, દોઢ સેમિસ્ટર સુધી કરેલું Vanમાં કરેલું અપડાઉન હોય કે બાકીના વર્ષોમાં છેક કોલેજના છેલ્લા દિવસ સુધી કરેલું અને મારું મોસ્ટ ફેવરીટ એવું બસ-રીક્ષા-છકડા-શટલમાં કરેલું અપડાઉન હોય!

એક જગ્યાએ એવું પણ વાંચ્યું હતું મેં કે બસની વિન્ડો સીટ એક એવી જગ્યા છે જે ભલ-ભલાને ફિલોસોફર બનાવી દે છે. અને એ વાત પણ સો ટકા સાચી છે. અને બીજા બધા માટે હોય કે ન હોય, મારા માટે તો સાચી પડી જ છે. સૌથી અજીબથી લઈને ઘણા સારા કહી શકાય એવા એવા ઘણા વિચારો મને બસ એમ જ બસની વિન્ડો સીટ પર બેસીને બહાર તાક્યા કરતી વખતે આવ્યા છે. કેટલીક વાર મને મ્યુઝીકની જરૂર પડી જતી, તો કેટલીક વખતે બસ ‘બસ’ના ઘોંઘાટ, ‘બસ’માં થતી લોકો ની વાતચીત, રસ્તા ની આજુ બાજુથી આવતા અલગ અલગ અવાજના કોમ્પોઝીશનથી બનતી ટયુન એન્જોય કરતા કરતા જ હું મારા વિચારોમાં ખોવાઈ જતો! (બાય ધ વે, એક મુવી આવ્યું હતું ૨૦૦૭માં “ઓગષ્ટ રશ” નામથી, જેમાં એક છોકરો આવી જ રીતે આજુ બાજુમાં સંભાળતા અવાજમાંથી પોતાના મગજ માંજ ટયુન બનાવીને એન્જોય કરતો હતો. હું એની પાસેથી જ શીખ્યો! 😉 )

ખાલી કોલેજમાં કરેલું અપડાઉન જ નહિ પણ ક્યારેક ફેમીલી સાથે, તો ક્યારેક એકલા કરેલી એવી બીજા સીટી કે સ્ટેટમાં જતી વખતે કરેલી જર્ની પણ મેં ડેસ્ટીનેશન કરતા વધારે એન્જોય કરી છે. અને આવી લાંબી લાંબી મુસાફરી ને બાજુમાં મુકીએ અને જો હજુ થોડા વર્ષો પહેલાની વાત કરું તો મેં સ્કુલ સુધી સાઈકલ લઈને જતો હતો એ ફક્ત એક કિલો-મીટર નો રસ્તો પણ હું રોજે-રોજ એન્જોય કરતો હતો!

હવે આ બધું મને અચાનક યાદ આવવાનું કારણ એ છે કે આજે એક મસ્ત મજાનું મુવી જોયું, “Highway”.

આમ તો ખ્યાલ હતો કે આવું કોઈ મુવી આવ્યું છે, અને એમાં એ. આર. રહેમાનનું મ્યુઝીક છે, પણ સમયનું સેટિંગ ન થવાને લીધે ન તો સોંગ સાંભળ્યું હતું, ન તો મુવીનું ટ્રેઇલર જોયું હતું (આમ તો આ પણ એક્સક્યુઝ જ કહેવાય). અને એ પછી એક દિવસ IMDb પર મુવી ના રેટીન્ગ્સ જોયા અને મને નવી લાગી! કેમ કે મેં આલિયા ભટ્ટ હોય તેવા મુવી સાથે આવા એક્સ્પેકટેશન્સ નહોતા રાખ્યા!! 😛 (અને એ પરથી હું એક વાત એ શીખ્યો કે કોઈ પણ એકટર કે એક્ટ્રેસ ને કે કોઈ પણ કલાકારને તેનું ફક્ત એક કામ જોઇને જજ ન કરવું. અને એક જ શું, ગમે તેટલા કામ જોઇને પણ, કોઈને પણ ‘જજ’ તો ‘ન જ’કરવું!).

આજે દિવસ ના સમયમાં ૩-૪ કલાક જેટલો સમય મળી જતા કોઈ પણ ફ્રેન્ડસને પૂછ્યા કહ્યા વગર જ મમ્મી સાથે ‘હાઈ-વે’ જોવા નીકળી પડ્યો! અને આ સાથે મેં અને મમ્મીએ એકલા જોયેલું આ પહેલું મુવી થયું!! 😀
હવે મુવીની વાત કરીએ તો મુવી સ્ટાર્ટ થતાની સાથે જ મુવીએ એન્જોય કરાવવાનું સ્ટાર્ટ કરી દીધું, મસ્ત મસ્ત એવા રસ્તાના વિડીઓઝ બતાવીને. જુદા જુદા હાઇવે, મસ્ત મસ્ત લોકેશન્સ! અને મને એ બધા scenesએ યાદ કરાવી મારી ખુદની જ! કે જયારે હું આવા કોઈ રસ્તા પર થી નીકળતો હોઉં છું ત્યારે કેમેરા સ્ટાર્ટ કરીને જ બેસી જાઉં છું! અને પછી ઘરે આવી ને એજ વિડીઓઝ જોઇને ફરીથી એ મોમેન્ટ્સ રી-કલેક્ટ કરવાનો ટ્રાય કરું! જેમ મેં કહ્યું આગળ કે હું ડેસ્ટીનેશન કરતા રસ્તો વધારે એન્જોય કરું છું, એજ વાત મુવીમાં આલિયા ભટ્ટ પણ રણદીપ હુડા ને કહે છે. મુવીમાં ઘણા ડાયલોગ્સ એવા છે જે કોઈ એમનેમ બ્લોગ પર લખશે કે તમને કહેશે તો તમને એની અસર એટલી નહિ દેખાય, પણ જો મુવીમાં જોશો તો એ જ ડાયલોગ્સની ડીપનેસ અનુભવશે!
આમ તો મુવી વિષે હું આજે લખવાનો હતો જ નહિ, પણ તો પણ એટલું કહીશ હું કે ચોક્કસ જોવા જેવું મુવી છે ‘હાઈ વે’ જો તમને ફક્ત મગજ મૂકીને જોવા જેવા મુવીઝ જ ગમતા હોય તો. કેમ કે આ મુવી મગજ માંગી લેશે. ઘણી વાતો કહ્યા વગર કહેવાનો પ્રયત્ન કરશે. તમે સાંભળી શકો, સમજી શકો, તો તમારો જ ફાયદો છે. 🙂

અને હા,  મેં આજે મુવીમાં જ બધા ટ્રેકસ પહેલી વાર સાંભળ્યા. જો તમે મુવી ટીવી પર આવે તેની રાહ જોવાના હોવ તો પણ મ્યુઝીક માટે રાહ ન જોતા.
અને તમારે રાહ જોવી ન પડે એ માટે જ બધા જ ટ્રેકસ એક જ જગ્યાએ મને યુ-ટ્યુબ પર મળી ગયા છે એ તમારી સાથે share કરું છું!
સો એન્જોય!! અને ટાઈમ મળે તો ‘હાઈ-વે’ પર લોંગ ડ્રાઈવ માટે જઈ આવો!! 😉 😀 🙂

કૌંસમાં:~
{[(
હમણા હમણાથી લખવાનો અને વાંચવાનો ટાઈમ નથી કાઢી શકાતો અને એનું મને બહુ જ દુખ પણ થાય છે. ટ્રાય પણ કરું છું ઘણો અને ક્યારેક ક્યારેક બધા બ્લોગ્સ પર જઈને વાંચી પણ લઉં છું, પણ પછી કમેન્ટ કરવા અટકું તો બીજું બધું વાંચવાનું રહી જાય…. 😦
તેમ છતાં મેં મને આપેલા પ્રોમિસ પ્રમાણે મહિનાની એટલીસ્ટ એક પોસ્ટ મુકવાની હોવાથી આજે આ પોસ્ટ પણ કરી જ દીધી!! 😀 (અને એ જોયું તમે?! લાસ્ટ પોસ્ટ પણ ૨૬મિ તારીખે જ કરી હતી!! :D)
અને હવે ફરીથી પહેલા ની જેમ જ ઘણી બધી પોસ્ટ્સ લખવા માટે તૈયાર છું, તમે વાંચવા માટે તૈયાર થઇ જાઓ. અને હા, વિન્ડો સીટ પર બેસવાનું ચુકતા નહિ. 😉
અરે એક વાત તો લખવાની રહી જ ગઈ!
એક ફન ફેક્ટ : હાઈ-વે મુવીની પ્રોડક્શન કંપનીનું નામ પણ Window seat films છે!! 🙂 🙂 🙂
)]}