બુધવારી ટચુકડી :~ “કેલ્કયુલેટર”

“દીદી કેલ્ક્યુલેટર આપોને….” અર્પિત નાહીને નીકળતાની સાથે બોલે છે….
નિર્વિ પણ આવી અચનાકની અજીબ માંગણી વિષે વિચાર કરતા કરતા કેલ્ક્યુલેટર ડ્રોવરમાંથી લઈને  અર્પિતના હાથ માં ધરી દે છે….
અર્પિત નીર્વીની સામે થોડીવાર જોઈ રહે છે અને પછી નીર્વીના માથે ટપલી મારીને બોલે છે, “ધ્યાન ક્યાં છે તારુંસવાર સવારમાં!? આનાથી નખ કાપીશ હું?!”
નિર્વિ પણ સામે અર્પિતને ટપલી મારીને બોલે છે,“એક વાર તું શું બોલ્યો એ ફરીથી ફ્લેશબેકમાં ચેક કર…”
અર્પિત પણ કઈ બોલ્યા વગર હસતો હસતો પોતાને ટપલી મારીને બીજા રૂમમાં ચાલતી પકડે છે….

કૌંસમાં:~
{[(
ફેસબુક પર અને મારી ડાયરીમાં આવા નાના નાના કોન્વોઝ ઘણી વાર લખતો હોઉં છું…..તો થયું બ્લોગને શું કામ બાકાત રાખું!!
બસ તો….જોઈએ હવે આ નવું લાવેલું રેગ્યુલર લખાય છે કે નહિ!
હેવ અ નાઈસ મે(may)!
)]}

Advertisements

નક્કી તો કર્યું હતું પણ….

ફર્સ્ટ એપ્રિલ થી ટેન્થ એપ્રિલ……. દસ દિવસ અને દસ પોસ્ટ…..
પહેલી એપ્રિલ ના દિવસે જ નક્કી કર્યું હતું કે એક ચેલેન્જ ખુદ ને જ આપું…
બ્લોગઅડ્ડા જેવી ઘણી બ્લોગર્સ માટે સારી કહી શકાય એવી સાઈટ્સમાં ઘણી વાર આવી ઈવેન્ટ્સ યોજાતી રહેતી હોય છે, તો વિચાર આવ્યો કે કોઈ ઇવેન્ટની રાહ શું કરવા જોઉં?
જાતે જ ઇવેન્ટ બનાવીને જાતે જ ફોલો કરવા લાગુ….

એ બહાને બીજું કઈ નહિ પણ મારે ખુદને જ ચેક કરવો હતો.
ઘણી વાર કોઈ પોસ્ટ લખવા બેસું અને તે અધુરી જ રહી જાય અને લખવા માટે કઈ સુઝે જ નહિ, અને એમાં ને એમાં વગર કારણે બ્લોગ ધૂળ ખાતો થઇ જતો હતો.
ઘણી વાર એમ પણ થઇ જાય કે ભાઈ આ લખવાનું કામ તારું છે નહિ, ખોટી મગજમારી કરે છે, પોતે પણ ટાઈમ વેસ્ટ કરે છે ને લોકોને હથોડા સહન કરવા પડે એ અલગ થી…… પણ પાછું જયારે લોકોની કમેન્ટ્સ જોઉં તો લાગે કે ના, વાંચવા વાળા હવે ફ્રેન્ડસ બની ગયા છે….એ બહાને એટલીસ્ટ એમની સાથે વાતો પણ થઇ જાય છે….
પણ ફરી પાછો લખવા બેસું અને મગજ કામ કરતુ બંધ થઇ જાય…..

બીજી એક નવાઈ મને એ લાગતી હતી કે બધા લોકો ન્યુઝ પેપર, મેગેઝીન્સમાં રેગ્યુલર આર્ટીકલ્સ લખતા હોય છે, ઘણા બ્લોગર્સ ફિક્સ દિવસે પોસ્ટ અપડેટ કરતા હોય છે….. તેમને અચાનક બધું લખવા માટે મળી કેમનું રહેતું હશે?!
બસ તો આવા જ બધા વિચારોના લીધે જ નક્કી કર્યું કે ચાલો એક આઈડિયા લગાવી જોઈએ….. એક પ્રેશર ક્રિએટ કરી જોઈએ….
અને ઉપર કહ્યું તેમ દસ દિવસમાં દસ પોસ્ટ લખવાનું નક્કી કરી દીધું…..
હવે ચેલેન્જને અઘરો કરવા માટે એક ટ્વીસ્ટ પણ એડ કર્યો… જે દિવસે પોસ્ટ share કરવાની હોય, એજ દિવસે શું લખવાનું છે તે વિચારવાનું અને બધું એજ દિવસે લખવાનું…..
હવે આવું નક્કી કર્યું….. અને રોજ પ્રોજેક્ટનું કામ પતાવીને, કે અસાઈન્મેન્ટ લખવા બેસી રહું એ પછી વર્ડપ્રેસ પર આવી ને શું લખવું તે વિષે વિચારવા લાગતો…. અને જે મગજમાં ફરતું હોય તેને જ ખેંચી ને બેસાડી દેતો…..
પહેલા તો એવું જ લાગ્યું કે આવું મારી મચડીને લખીશ તો ક્વોલીટી બગડવાનું રિસ્ક રહે…… પણ પછી ફરી મગજમાં સ્ટ્રાઈક થઇ કે ક્વોલીટી સારી કયા દિવસે હતી ઓ બગડશે….!! 😀 😛

બસ તો લખવાનું ચાલુ કર્યું અને પોસ્ટ કરતો ગયો….
પણ સાતમી તારીખ ની આ સાતમાં દિવસ ની સાતમી પોસ્ટ લખતા લખતા તો ખરેખર એવું જ લાગી ગયું કે જાણે મગજ એમ્પ્ટી થઇ ગયું!!

પણ હજુ કઈ કહેવાય નહિ….. કાલે જો મગજમાં કૈક ગરમ ઠંડુ રેડાઈ જાય તો એ વાનગી પણ બ્લોગ પર પીરસી દઈશ….
હવે એની માટે તો કાલની જ રાહ જોવી પડશે…..
પણ એ વાત તો છે, આટલા દિવસમાં નવું નવું લખવા માટે આઈડીયાઝ ઘણા મળી ગયા…..
હવે જોઈએ દસ દિવસ પુરા થાય છે કે સાતમો દિવસ જ છેલ્લો બનીને રહી જાય છે…… 😛
day7

“સમય જે ગયો”—Grand Ode To My Budds

એક પોએમ હરતા ફરતા મારા વોટ્સ-એપમાં આવી પડી…… ડાયરેક્ટ હાર્ટને ટચ કરી ગઈ…. એ પોએમ હિન્દી માં હતી…. અને આજે અચાનક ઈચ્છા થઇ ગઈ કે ચાલો તરજૂમો કરીને મૂકી દઈએ બ્લોગમાં (ઓબ્વીયસ્લી થોડા(ઘણા) ચેન્જીસ સાથે જ)…. પણ હવે એમનેમ કોઈની પોએમ ફરતી તો નાં જ કરી દેવાય ને…. અને પછી થોડુક સર્ચ કર્યું…. અને ફેસબુક-ફ્રેન્ડ ‘દુર્ગેશભાઈ‘ની હેલ્પથી ઓરીજીનલ પોએટનું નામ ખબર પડી….“મધુર ચડ્ઢા”(Madhur Chadha)!
ગુગલ દેવતાની મદદ થી એમની સાઈટ પર પોએમ નું ફૂલ વર્ઝન પણ મળ્યું….
અને બસ પછી તો મધુરભાઈની મંજુરી સાથે શરૂઆત કરી અને આ છે તે તરજૂમો એક અમેઝિંગ હાર્ટ ટચીંગ પોએમ નો…..! 🙂

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આ દિવસની જ તો રાહ હું જોતો હતો ક્યારનો,
સપના કઈ મોટા સજાવ્યે રાખતો હતો ક્યારનો.

બહુ ઉતાવળ હતી જવાની,
પગથીયા ઊંચા ભરવાની.

પણ આજે કેમ જાણે કઈક જુદું થાય છે ફિલ,
સમય ને જાણે રોકવા માંગતું મથી રહ્યું છે દિલ.

પહેલા ટેન્શન આપતી  વાતો આજે હસાવી જાય છે,
યાદ એ પળોની અત્યારે, આંખો ભીંજાવી જાય છે.

ચાર વર્ષની જાળમાંથી લાગતું હતું કે છૂટવા મળશે,
પણ મસ્તી આ વર્ષો જેવી ફરીથી ક્યાં લુંટવા મળશે?

કીધેલી, ન કીધેલી, કેટ-કેટલી વાતો રહી ગઈ,
જીવનભર ન ભૂલાય એવી હજાર યાદો રહી ગઈ.

ખેંચવા માટે સામેથી ટાંગ કોણ ધરશે?
ખાલી માથું ખાવા મારો પીછો કોણ કરશે?
કેન્ટીનમાં પે નહિ કરવાની બબાલ કોણ કરશે?
પાર્ટી માંગતા નિત-નવા બહાના કોણ ધરશે?

કોણ મારા ટીફીનમાંથી પરાઠા ઉપાડશે?
મને ચીડવવા મારા નવા નામ કોણ પાડશે?

‘કે.ટી.’ આવતા સાથે હોવાનો દિલાસો કોણ આપશે?
રેન્ક લાવતા મોટી મોટી ગાળો કોણ સંભળાવશે?

કારણ વગર હવે હું કોની સાથે લડીશ?
ટોપિક વગરના ડિસ્કશન કોની સાથે કરીશ?
માઉન્ટેઇન-ડ્યુ ને સ્લાઈસ હવે કોની સાથે પીશ?

અદભુત એવી મોમેન્ટસ હવે ફરી ક્યારે જીવીશ?

ક્યાં મળશે એવા દોસ્તો જે ટપલી ઘણી મારશે,
પણ આફત મોટી આવતા પહેલા એજ ઉગારશે!

મારી ગઝલોથી હવે પરેશાન કોણ થશે?
કોઈ છોકરી જોડે મને વાત કરતો જોઈ, હેરાન કોણ થશે?

કોણ કહેશે, “તારા જોકમાં મજા ના આવી…”
કોણ કહેશે, ” જલ્દી જો તારા વાળી આવી….”

બોરિંગ લેક્ચર્સ સહન કરવા સાથ કોણ આપશે?
પ્રોફેસર ને હેરાન કરવા સંગાથ કોણ આપશે?

મારા વિચારોને ફાલતું કહેવાની હિંમત કોણ કરશે?
ડર્યા વગર સાચી સલાહ આપવાની હિંમત કોણ કરશે?

કોઈની પણ સામે જોઇને જોર જોર થી વગર કારણે હસવાનું….
કોણ જાણે ફરીથી આવું ક્યારે કરીશું?
કહી દો ને દોસ્તો, ફરીથી બધું  કરીશું…

ફ્રેન્ડસ માટે થઇ લેક્ચરર્સ સાથે ક્યારે લડી શકીશું?
વીતેલા દિવસો ના આ પુલ, શું ફરી ઘડી શકીશું?

કોણ મારા કૌશલ્ય પર મને ભરોસો અપાવશે?
અને વધારે ઉડતો જોઇ, જમીન પર લઇ આવશે?

મારી ખુશીઓથી સાચે ખુશ કોણ થશે?
મારા જ ગમમાં મારાથી વધુ દુખી કોણ થશે?

કોણ મારી આ કવિતાઓ વાંચશે?
કોણ એને સાચ્ચી રીતે સમજશે?

હજુ ઘણું લખવાનું બાકી છે,
હજુ થોડો સાથ કદાચ બાકી છે.

બસ એક જ વાતની મને બીક છે દોસ્તો….
આપણે ક્યાંક અજનબી ના બની જઈએ દોસ્તો….

જીવનના  રંગોમાં દોસ્તીનો રંગ ફીકો ના પડી જાય…
બીજા સંબંધોની ભીડમાં ક્યાંક દોસ્તી દમ ના તોડી જાય…

જીવનમાં મળવાની ફરિયાદ કરતા રહેજો…
ના મળાય તો એટલીસ્ટ યાદ કરતા રહેજો…

છો હસી લો મારી પર આજે, હું ખોટું નહિ લગાવી લઉં….
ઈચ્છા છે એ હાસ્ય ને બસ મારા દિલમાં સમાવી લઉં…
ને તમારી યાદ આવતા, એજ હાસ્યથી, થોડું હું પણ હસી લઉં….

– વિરાજ રાઓલ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

SPECIALLY FOR ALL MY COLLEGE FRIENDS!!! 😀 😀 😀

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કૌંસ માં :~
{[(

એજ પોએમનું રેકોર્ડીંગ વિથ મ્યુઝીક દુર્ગેશ ભાઈ ની મદદ થી તૈયાર થયું…..(તેમના જ મ્યુઝીક અને અવાજ સાથે….) અને અહિયાં share પણ કરું જ છું….. 😉
So Enjoy……..


)]}

મારી આ લવ સ્ટોરી છે ♥

મારા માઈન્ડનું તારા માઈન્ડની સાથે કઈક કનેક્શન છે;
માઈન્ડની સાથે હાર્ટ-બીટ્સનું પણ તું જો ટ્રાન્ઝેક્શન છે.

તારી આંખોની જ્યાં મારા ફેસ તરફ કઈક મુવમેન્ટ છે;
આપણા લવબ્રીજમાં દેખીતું આ તો સાફ ઈમ્પ્રુવમેન્ટ છે.

નજર ચૂકવી લોકોની મને જોતી તું, એ સિક્રેટ છે;
પહેલા કેમ તું ના મળી એ કરતો ‘વિરાજ’ રિગ્રેટ છે.

તને જોવી એ મારી આંખોની જાણે ફેશન છે;
તને પામવાનું હવે મારા રોમ રોમનું પેશન છે.

મારા જીવતરની બેંકની તું જ હવે કરન્સી છે;
મારી સાથે મેચ થતી તુજ એક ફ્રિકવન્સી છે.

લેટ મી ટેલ યુ, તું જ મારી લાઈફની એ ગ્લોરી છે;
કમ્પ્લીટ કરવા આવી જે મારી આ લવ સ્ટોરી છે.

-વિરાજ રાઓલ

કઈ નથી આજે, જવા દો જવા દો…(બરફી!)

ઘણા દિવસ થી કઈ નવું પોસ્ટ કરવા માટે ગુગલ ટ્રાન્સલીટ્રેશન ઓપન કરી ને કોઈક નહિ ને કોઈક સબ્જેક્ટ પર લખવાનું ચાલુ કરી દઉં છું, થોડી ઘણી લાઈન્સ લખું પણ છું અને બસ! કઈક નહિ ને કઈક નડી જ જાય છે….(ઈવન આ લખતા લખતા પણ પાછો બીજી જગ્યાએ પહોંચી ગયો હતો….કઈ નહિ, હવે આવી ગયો પાછો…;) ) હા તો…. કઈક નહિ ને કઈક નડી જાય છે….અને એ બીજું કઈ નહિ પણ મારું મન છે….એક જગ્યા એ ટકી ને બેસતું નથી, જો કે દર વખતે મારો વાંક નથી હોતો(સાચ્ચે!) જેમ કે આજે સવારે જ રણબીર કપૂર પર બ્લોગ-પોસ્ટ લખવા બેઠો અને એક ફ્રેન્ડના આવવાના લીધે એ કામ ને pause કરીને ફ્રેન્ડ જોડે “કોડીંગ” કરવા બેસી ગયો! એના ગયા પછી ફરી પાછો લખવા બેઠો તો એના વિષે સ્પેશ્યલ પોસ્ટ ફરી ક્યારેક લખવા માટે ના ઘણા બધા રીઝન્સ મને મારું જ માઈન્ડ આપવા માંડ્યું!

ગઈ કાલે એક પોએમ લખવા બેઠો, પણ પેલું પિચ્ચરોમાં કેહ ને એમ, “પાપી પેટ નડી ગયું!”….. લખતા લખતા ભૂખ નડી, બોલો!(બોલતા નહિ, આમેય સંભળાશે નહિ, આ તો બસ આવું કહેવું પડે ) અને પાછો પેટ-પૂજા પતાવી ને આવ્યો તો પોએમ આગળ જ ના વધી…! પોએમ પણ “આળસ” પર લખવા બેઠો હતો હું! (ફરી થી લખતા લખતા બીજો બ્લોગ વાંચવા બેસી ગયો! 😛 )
એના આગળ ના દિવસે વળી મારા ફેવરીટ સિંગર વિશે લખવા બેઠો હતો, પણ હમણા થોડા દિવસ પછી એમનો બર્થ-ડે આવે જ છે તો વિચાર્યું કે એજ દિવસે પોસ્ટ કરીશ…. ટૂંક માં એ પણ અધૂરું જ છોડ્યું!

હવે ભાઈ થયું એવું, કે લખવાની ચઢી ચાનક ને લખવા માટે કઈ મળ્યું નહિ, પછી થયું કદાચ કમ્પ્યુટર પર લખું છું એટલે એવું થતું હશે, તો પાછો નોટમાં સ્ટોરી લખવા બેઠો, એય લખાઈ તો ગઈ પણ હવે કમ્યુટર માં કોણ ઉતારવા બેસે પાછું!(આળસ…! 😦 )
બસ પછી તો થયું કે હવે ગમ્મે તે થાય, જ્યાં સુધી નહિ લખાય ત્યાં સુધી ઝંપી ને બેસીશ નહિ ને પૂરું કરું ના ત્યાં સુધી ઉન્ઘીશ પણ નહિ…..(આ અત્યારે ૧૧:૩૦ થયા છે રાત ના)…. પણ હવે લખવું શું એ પણ વિચારવું તો પડે જ ને? (અશોકજી દવે એ શીખવાડ્યું છે કે આવા પ્રશ્નોનો જવાબ તરત “ના” માં આપી દેવાનો, તો જવાબ : “ના”)

બસ તો વિચાર્યા વગર જ લખવાનું ચાલુ કરી દીધું, અને હજુય ચાલ્યે જ રાખે છે….
પણ હવે વિચારું છું કે સાવ આવુંય ના કરાય, કઈક તો લખવું જ પડે ને!
ચાલો તો પેલું રણબીર કપૂર નું લખવાનો હતો એનો થોડોક સારાંશ જ લખી દઉં (બરફી ના મુડ માં છું આજકાલ! 😉 )
અરે હા….. પાછું યાદ આવ્યું, ફ્રેન્ડ આવ્યો એટલે લખવાનું નહોતું અટક્યું, લખતા લખતા ખાવા માટે બરફી લેવા જતો રહ્યો હતો હું(પાછું લખવા થાય ને કે “જુઓ, બરફી ખાતા ખાતા બરફી નો રીવ્યુ આપું છું!” :D)!
અને બીજું રીઝન એ પણ હતું કે બરફી ના રિવ્યુઝ આજ-કાલ બધા જ આપતા હતા તો થયું કઈ નવું ના લાગે, પણ હવે નવું ને જુનું, આપણે શું?! આપણે તો લખવાથી મતલબ, બરાબર ને? (હા…એકદમ! 😉 )

ઓકે તો હવે રણબીરભાઈ ૨૦૦૭ માં “સાવરિયા” માં પેહલી વાર ડોકાણા…. લોકોમાં (પહેલું મુવી રીલીઝ થયા પહેલા જ ) ઘેલું કર્યું! જબરો ફેન-ગણ બનાવ્યો, અને એક સુપર-ફ્લોપ મુવી આપ્યું, જે મને તો ખરેખર ગમ્યું હતું! બસ પછી તો ધના ધન મુવીઝ મળવા લાગ્યા…. અને પછી ૨૦૦૯ માં આવ્યું “વેક અપ સિદ”, જેણે મને બનાવ્યો રણબીર નો ફેન…. એજ વર્ષ માં રીલીઝ થયું “અજબ પ્રેમ કી ગજબ કહાની” જે હજુ પણ જેટલી વાર ટીવી માં આવે એટલી વાર જોઇને પણ મને કંટાળો નથી આવતો! પછી તો “રોકેટસિંહ” અને “રોકસ્ટાર” જેવા ઓવ્સમ મુવીઝ આપીને ૧૪ સપ્ટેમ્બરે રીલીઝ થયું “બરફી!” જેનું ટ્રેલર મેં Full HD માં સેવ કરીને મારા કમ્યુટર માં રાખ્યું છે(પહેલી વાર કોઈ ટ્રેલર સેવ કર્યું છે ભાઈ!)

“અન્જાના-અન્જાની” વાળા જ પ્રિયંકા અને રણબીર આ મુવી માં છે એ તમે બરફી જોતી વખતે ચોક્કસ ભૂલી જ જાઓ, પૂરી રીતે મુવી માં ઓગળી જાઓ એવું પીક્ચારાઈઝેશન, સીનેમેટ્રોગ્રાફી, ડાઈરેક્શન, જબરદસ્ત-જોરદાર-જાલિમ એવી દરેક એક્ટર્સની એક્ટિંગ, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવું પ્રીતમનું મ્યુઝીક….! ઓછામાં ઓછા ડાયલોગ છતાં એક્ટિંગ અને મ્યુઝીક થી જકડી રાખતું આ વારે-વારે જોવા જેવું મુવી છે! “ફેરારી કી સવારી” પછી ફરી એક વાર મારા ગમતા મુવીઝ ના લીસ્ટ માં એક વધારો થયો….!

બસ, મુવી વિશે આટલું જ……
અને આ પોસ્ટ માં પણ હવે આટલું જ…..
બાર તો વાગી જ ગયા છે…. હવે કાલે પાછું વહેલા ઊઠવાનું છે, શીડ્યુલ ના બાર વાગે એ પહેલા જ ઊંઘી જાઉં…. 😉
ચાલો તો વાંચતા રહો, કમેન્ટ કરતા રહો અને લાઈફ એન્જોય કરતા રહો….!!
ફિર મિલેંગે ચલતે ચલતે…..!!

કૌંસ માં :~
{[(
આ પોસ્ટ ખાલી એટલું કહેવા માટે લખવાનો હતો કે ભાઈ હમ અભી ઝીંદા હૈ!(આઈ મીન બ્લોગ-વર્લ્ડ માં…. આમ તો ઘણું લખેલું છે, પણ ટાઈમ આવે પોસ્ટ કરીશ…. 😀 )
આજે કૌંસ માં બસ આ મસ્ત મજાનું સોંગ છે એ સાંભળો, just a random (one of my favourites) song…..


)]}

પ્રથમ લવ લેટર ♥

hi pankti,

આમ તો મેં કોઈ દિવસ આવું કઈ પણ લખ્યું નથી, આઈ મીન, કોઈને લેટર, લાઈક ધીસ….

ક્યાંક વાંચેલું અને સાંભળેલું છે કે “writing a letter is the best way to express feelings”… પણ કોઈ દિવસ એનું ઈમ્પ્લીમેન્ટેશન  નથી કર્યું.

કદાચ થોડુક વીયર્ડ અને ઓલ્ડ fashioned લાગે but I just felt like doing this. and અત્યારે આ લેટર લખું છું તો ગુજરાતી માં જ લખવાની ઈચ્છા થઇ ગઈ, પણ તને તો ખબર જ હશે ને કે યુઝીંગ પ્યોર ગુજરાતી આપણી જનરેશન માટે એક ડીફીકલ્ટ થિંગ છે….

ok, back on track આવું તો મારે એક વાત કહેવી છે, જેના માટે જ આ લેટર લખ્યો છે…. એક્ચ્યુલી મને બીજા લોકોની જેમ શાયરી કે પોએમ્સ લખતા નથી ફાવતું, ના તો મારામાં એટલી હિંમત છે કે તારી સાથે ડાયરેક્ટ વાત કરું, ફેસબુક ચોક્કસ છે જ વાત કરવા માટે પણ રીઅલમાં વાત ન કરી શકું અને ફેસબુક પર કરું તો કઈક અજીબ લાગે, અજીબ તો લેટર માં પણ લાગે જ પણ એટલીસ્ટ કઈક નવું તો છે જ ને… અને ફેસબુક ઉપર તો કોઈ પણ વાત કરે, લેટર તો બધા ના જ લખે ને!

આઈ ડોન્ટ નો તને કેવું લાગશે! કદાચ ગુસ્સો આવે, અથવા યુ સ્ટાર્ટ ઇગ્નોરીંગ મી, ઓર યુ જસ્ટ ડોન્ટ કેર અબાઉટ એનીથિંગ ઓર…..આઈ ડોન્ટ નો! બટ મારે જે કહેવું છે એ આજે બસ કહી જ દેવું છે. કદાચ તને ખબર હશે, કે નહિ પણ ખબર હોય, પણ આઈ નેવર મિસ અ ચાન્સ ટુ લુક એટ યુ એટ રેન્ડમ મોમેન્ટ્સ ઇન ક્લાસ ડ્યુરીંગ લેક્ચર્સ. અને એમાં પણ જયારે તારી સાથે નજર મળી જાય છે એ વખતે ઓકવર્ડ ફિલ થાય છે, અચાનક કોઈક ધ્રુજારી ફિલ થાય છે, પણ એ ધ્રુજારી મને ગમે એવી હોય છે. હોઈ શકે તારી નજર બસ એમ જ મારી બાજુ ગઈ હોય બટ ફોર મી એ કોઈ સેલિબ્રેશનની મોમેન્ટ થી ઓછું નથી હોતું…

ક્લાસમાં એન્ટર થતા જ મારી નજર સૌથી પહેલા તને શોધે છે, હોઈ શકે મારી આંખો માટે તું કોઈ મેગ્નેટ જેવું તત્વ હોય! પણ કદાચ એ તત્વ મારા મુડ માટે નેસેસરી હશે એવું લાગ્યું મને, કેમ કે જયારે તું એબ્સન્ટ હોય ત્યારે અસર સીધી મુડ ઉપર જ થાય છે, અને એ અસર સારી તો નથી જ હોતી. મારા માટે આ ફીલિંગ નવી જ છે પણ મને એ ફીલિન્ગ નું નામ ચોક્કસ ખબર છે. મોટાઓ કહેતા હોય છે કે આ ઉંમરમાં બધું લાગે આવું, ટેમ્પરરી હોય છે, પણ પર્મનેન્ટ કરવું તો આપણા જ હાથ માં હોય છે ને!

કેટલીક વાર તું સ્માઈલ આપે છે ત્યારે મને પેલો મેસેજ યાદ આવી જાય છે કે આ હસીને જુએ છે કે જોઇને હસે છે?! ઓકે, થીસ વોઝ આઉટ ઓફ લાઈન પણ એ સ્માઈલનું સિક્રેટ રીવીલ તો નથી જ થતું…. whatever! કઈ રીતે કહું એ સમજાતું નથી, બટ આઈ લાઈક યોર સ્માઈલ એન્ડ આઈઝ એન્ડ… એવરીથીંગ. સોરી, પણ મને કોઈ વિશ્લેષણ વગેરે યુઝ કરતા ફાવ્યું નહિ તો ડાયરેક્ટ જ લખી દીધું. પણ ટ્રુથ તો એજ છે that I Like You.

તારો રિસ્પોન્સ જાણવો તો છે જ પણ કદાચ એ ફેસ કરી શકીશ કે નહિ એ મને નથી ખબર. તો બસ અત્યારે આટલું જ લખું છું, હોપ કે આ લેટર તારા જ હાથ માં આવે….

it’s me,
priyank.

—————————————————————————–
—————————————————————————–
પ્રથમ લવ લેટર આપણા પ્રિયાંકભાઈએ ડરતા ડરતા લખ્યો છે પંક્તિને. લવ-લેટર ની એ જૂની મેથડ ને કઈક નવી સ્ટાઈલમાં જેવો ફાવ્યો તેવો લખ્યો છે ગુજરાતી અને ઈંગ્લીશ ની ભેળસેળિયા લેન્ગવેજ માં પણ પ્રેમની એ ભાષામાં જે કોઈ પણ સમજી શકે છે!
એ વાત તો ફેક્ટ જ છે કે ફેસબુક અને મોબાઈલ ના જમાનામાં “આઈ લવ યુ” કઈક વધારે પડતું જ સસ્તું થઇ ગયું છે! મફત ના ભાવે (આમ જોઈએ તો “ભાવ” વગર) કોઈના પણ મોઢે થી સરકી પડે છે(ફેસબુક પર લાફા નથી પડતા ને, એટલે!). અને પ્રોબ્લેમ એવો થાય છે જેવો પ્રિયાંક ભાઈને થયો. એ ફેસ્બુકિયા “આઈ લવ યુ” ના ઢગલા માં ક્યાંક ખૂણે સંતાઈ ગએલો સાચ્ચો પ્રેમ બસ એમ જ ગુંગળાઈને મરી જાય છે. પછી આવો કોઈક સરસ મજાનો લવ-લેટર લખવો પડે જે કોઈ સાચી ફીલિંગ્સ વગર તો લખે નહિ(એટલીસ્ટ આ જનરેશનમાં)! અને સાચ્ચો પ્રેમ તો આમ પણ જયારે વાતચિત શરુ થાય ત્યારે જ ઓળખાય છે, થોડીક ઓળખાણ પછી જ.

ચાલો જે હોય એ…. પ્રિયાંક ને પંક્તિ ના રિસ્પોન્સ ની રાહ જોવા દઈએ. અને આપણે રાહ જોઈશું બીજા લવ-લેટર્સ ની! 😉

~~~~>કૌંસમાં
{[(
આવું જ કઈક, ફીલિંગને એક્સપ્રેસ કરે એવા ઘણા બધા સોન્ગ્સ છે…. જેમાં મારા ફેવરીટ સિંગર બ્રુનો માર્સ નું સોંગ “જસ્ટ ધ વે યુ આર”

અને એક યુ-ટ્યુબ-સિંગર JR -Aquino નું સોંગ “બાય ચાન્સ(યુ એન્ડ આઈ) so Enjoy and keep reading!! 😀

btw names are imaginary 😉 😛 )]}

લવ લેટર જોયો છે કોઈ દિવસ?? ♥

~>લવ લેટર જોયો છે કોઈ દિવસ??

નસીબદાર કહેવાઓ ભાઈ(જો જોયો હોય તો જ….), અમે તો લવ મેસેજીસ જ જોયા છે (અરે ભાઈ, ખુશ થઇ ને નથી કહેતો….આગળ વાંચો પહેલા…) અને એ પણ સાલા આપણા મેલ(છોકરા) ફ્રેન્ડો જ મોકલતા હોય છે! ભાઈ મોકલો એનો વાંધો નહિ, સારું જ છે, કોઈ દિવસ કદાચ મેસેજ સંઘરીએ અને ભગવાનને બહુ દયા આવી જાય અને મેળ પડે તો ગર્લફ્રેન્ડ આપી દે તો એને એ મેસેજીસ મોકલવામાં કામ લાગે…

પણ મને તો ઘણી વાર થાય છે કે આ મેસેજીસે દાટ વાળ્યો છે….. જસ્ટ ઈમેજીન અ સીનારીઓ! બે ફ્રેન્ડ્સ છે.. બેઉ સિંગલીયા…. આવા મેસેજીસ મોકલી મોકલીને મેસેજ ની સ્કીમો વાપરે રાખે…. અને એક બીજાના જ પ્રેમ માં આવા મેસેજીસ ના લીધે પડી જાય (યક….બટ આમાં તો પડી ગયા જ કહેવાય!) …..! ત્યારે તો ભલભલા થી કહેવાઈ જાય તારી ભલી (ના) થાય એસ.એમ.એસ. ના ઇન્વેન્ટર!  તમારુંય ધ્યાન તો ગ્યું જ હશે ને એ બાજુ…..કે જ્યાર થી આ ઇન્ટરનેટ અને મોબાઈલો ના યુઝ વધ્યા ત્યાર થી આ હોમો પરિવાર મોટા થતા ગયા..!

~>અરે આ બધી તો બસ ગમ્મત ની વાતો થઇ, ખરી વાત તો મારે લવ લેટર્સ ની  જ કરવી છે(ચાલો હવે થોડોક રોમેન્ટિક મુડ લાવી દો.. 😉 )

મેં તો આજ સુધી કોઈને લવ લેટર લખ્યો નથી, ના તો મને કોઈએ લખ્યો છે (જુઓ ભાઈ, ખાનગી વાત જાહેર કરું છું…સાચે સાચી!)…. પણ પેલું કહે છે ને, “લગ્ન નથી થયા પણ જાન તો મ્હાલી છે!” (એટલે કોઈના લેટર્સ વાંચ્યા હોય એવુંય ના સમજતા પાછા!) એના જેવું જ લવ લેટર્સ વિષે ઘણું ઘણું સાંભળ્યું છે, ઘણું ઘણું જોયું છે(થેન્ક્સ ટુ મુવીઝ, સીરીઅલ્સ એન્ડ નોવેલ્સ).

હવે ઈમેજીનેશન કર્યા વગર મારો બ્લોગ વાંચવું થોડું અઘરું કામ છે…. હું થોડી થોડી વારે કહેતો રહીશ “જસ્ટ ઈમેજીન”(કોઈ મુવી માં આવતું હતું ને આવું કઈક?)…..

સો…..જસ્ટ ઈમેજીન…. તમારી રોજની બેસવાની જગ્યા(ઓફીસમાં, ક્લાસમાં, ડેસ્ક પર, કેબીન માં ઓર લાયબ્રેરીની તમારી જગ્યા….) પર એક બુક પડી છે. આજુ બાજુ એનો કોઈ માલિક દેખાતો નથી, બુકમાંથી કોઈ સ્પેશ્યલ સ્મેલ આવે છે અને કાગળ જેવી વસ્તુ કોઈ પેજ ની બહાર ડોકાચીયા કાઢીને તમને એને ખેંચવા માટે ઈશારો કરી રહ્યું છે…..તમે એ પેજ ખોલો છો, ત્યાં એક ગુલાબી શેડ વાળો કાગળ ફોલ્ડ કરેલી હાલતમાં પડ્યો છે…. પેજ ખોલતા જ તમારી આજુ બાજુ ના લોકો નું ધ્યાન તમારી બાજુ જાય છે, એમાં થી આવતી સરસ મજાની સોડમ-સુગંધ-સ્મેલ-ફ્રેગરન્સ ના લીધે!  તમે થોડું અજીબ ફિલ કરો છો પણ અત્યારે તમારું પૂરે પૂરું ધ્યાન એ પેપર નોટ તરફ છે. તમે સમજી તો ગયા જ હશો કે ભાઈ લવ લેટર(♥) છે…..પણ હવે કોણે લખ્યો છે, કોના માટે લખ્યો છે એ તમને હજુ પણ ખબર નથી, તમને વિચાર આવે છે કે કદાચ કોઈ બીજા માટે લખ્યો હોય ને ભૂલ થી તમારા હાથ માં આવી ગયો છે! તો પણ તમારી અંદર નો પેલો અધીરીયો માણસ રેડ કલરના હાર્ટ શેપના સ્ટીકરને ઉખાડીને  એ નોટના ફોલ્ડ્સ ઓપન કરે છે અને (ભડામ!) અંદર તમારું જ નામ લખ્યું છે….. યેસ, ઇટ્સ અ લવ લેટર રીટન ફોર યુ, યોર ફર્સ્ટ લવ લેટર!!

થયા ને ગલગલીયા આટલું વાંચી ને? (જો ના થયા હોય તો ભાઈ કા તો તમે આ બધા થી ટેવાઇ ગયા છે કા તો તમારી ઉમર હવે માળા પકડી ને બેસવાની થઇ ગઈ છે…જે શી ક્રશ્ન!). ભાઈ આ કોઈ મારો પર્સનલ એક્સપીરીયન્સ તો નથી પણ કોઈને પણ ઈચ્છા થઇ જાય કે કાશ એવો એક્સપીરીયન્સ એમને પણ થાય! જો કે એવું પણ નથી કે આજ કાલ લવ લેટર્સ સાવ જ બંધ થઇ ગયા છે, એ રીત હજુ પણ એકદમ સ્વીટ એન્ડ સ્પાઈસી એવી ખટ્ટ-મીઠ્ઠી(!!) ગણાય જ છે અને આ રીત ચાલુ હોય તો પણ કઈ જાહેર થોડી પડે!! એ લેટર્સ તો એક સરસ મજાની પર્સનલ ડાયરી ના પત્તાઓ ની વચ્ચે અથવા તો એક મસ્ત રીતે સજાવેલા પર્સનલ (લવ)લેટરબોક્સ માં સાચવીને મુકેલા હોય ને! એમ તો કઈ દુનિયા ની સામે થોડા મૂકી દેવાય! પણ હા, આ બધું ઓછું જરૂર થઇ ગયું છે….

હમણા જ એક દિવસ ટીવી પર “ચમેલી કી શાદી” મુવી જોતો હતો, એમાં અનીલ કપૂર(ચરનદાસ) લવ લેટર્સ અમઝદખાન(એડવોકેટ હરીશ) ની હેલ્પ થી લખાવે છે અને મોહલ્લાના એક ટેણીયા જોડે અમ્રિતાસિંહ (ચમેલી) ને મોકલાવે છે, સામે ચમેલી પણ તેની સખીની હેલ્પ થી આવા જ લેટર્સ મોકલાવે છે અને તેમનો પ્રેમ ચાલી નીકળે છે! હવે એવા કામચલાઉ પોસ્ટમેન જેવા ટેણિયાઓ થી કામ કરાવવામાં આપણી જનરેશન તો નાં જ માને! એની કરતા એકાદ ફ્રેન્ડ ને જોડે રાખીને (ઓપ્શનલ છે) ડાયરેક્ટ નંબર માંગીને બાકીનું કામ મેસેજીસ થી કરવામાં સેફ લાગે! પછી તો જે થવું હોય એ થાય…. બાકી ફેસબુક તો છે જ!!(ચમેલી કી શાદી જોઇને જ આ પોસ્ટ લખવાનો પહેલો વિચાર આવ્યો હતો!)

પણ મેઈન તો આ પોસ્ટ લખવાનું રીઝન એ છે કે મેં ડીસાઈડ કર્યું હતું કે જયારે પણ બ્લોગ માં લખવાનું ફરી થી સ્ટાર્ટ કરીશ ત્યારે કઈક તો નવું લઇને જવું જ છે, આ શું દરેક વખતે બોરિંગ અછન્દાસ પોએમ્સ એન્ડ ટીપીકલ સ્ટોરીઝ!! [ એ તો ચાલુ રહેશે જ 😉 પણ ] કઈક નવું એડ કરવા માટે જ ખાસ આ પોસ્ટ મુકવાનો વિચાર આવ્યો હતો. લખ્યા વગર મારાથી રહેવાશે નહિ એ તો મને પણ ખબર પડી જ ગઈ…. જો ઈમ્પૃવમેન્ટ ની વાત છે તો એ તો લખતા લખતા થવાનું જ છે (દિલ બહેલાને કે લીએ…. 😉 )!! અરે હા…. બેક ટુ ધ પોઈન્ટ આવીએ તો હું વાત કરતો હતો કઈક નવું એડ કરવાની….. એન્ડ એ છે નવી કેટેગરી…. ધેટ ઈઝ “લવ લેટર્સ”! જુદા જુદા ફ્રી-સ્ટાઈલ લવ લેટર્સ લખવાની ઈચ્છા થઇ…. હવે કાગળ પર લખું ને કોઈના હાથ માં આવી જાય (અને પેરેન્ટ્સ નો માર પડે અથવા કોઈ મારા પ્રેમ માં પડી જાય! 😉 ) એવા રિસ્ક લીધા વગર બ્લોગ પર લખવું વધારે સેફ એન્ડ બેટર લાગ્યું મને. લવ લેટર લખવાની મારી ઈચ્છા પૂરી થાય અને લોકો ને હેલ્પ જોઈતી હોય તો એ પણ મળી જાય….. 😉

તો આ વખતે તો બસ આટલું જ લખું છું…. લવ લેટર્સ માટે વાંચતા રહો મારો બ્લોગ!

~~~~>”(કૌંસ માં)”

{[( બ્લોગ પર એક વર્ષ સુધી નહિ આવવાનો નિર્ણય ૧ મહિના જેટલું પણ ટક્યો નહિ! હવે મારે ખુશ થવું કે દુખી?! (ખુશ એટલા માટે કે મને લખવું ગમે છે 🙂 અને દુખી એટલા માટે કેમ કે હું મને આપેલા પ્રોમિસ પણ પાળી નથી શકતો 😦 ) પણ ચાલો જે થાય એ સારા માટે જ થાય છે. ૧ મહિનામાં પણ ઘણું બધું રીડીંગ કર્યું…. કદાચ એના વગર આટલું બધું લખી તો ના જ શક્યો હોત! અને રહી વાત મારી અધુરી રહી ગએલી કેટલીક સ્ટોરીઝની, તો એ હવે ક્યારે પૂરી કરીશ એ મને પણ નથી ખબર(એના માટે એનું ટાઈટલ પણ જવાબદાર હોઈ શકે-“અધુરી -પૂરી લવ સ્ટોરી!” 😛 )!!

અને હા….. મેઈન વાત!! ૫૦૦૦ વ્યુવ્ઝ કમ્પ્લીટ થયા એ માટે થેન્ક્સ ટુ એવરીવન!!!

જો કે લખવાનું બંધ નથી કર્યું પણ કદાચ ફ્રિકવન્સી ઓછી થઇ શકે છે.

હવે કૌંસ ની અંદર બહુ વાતો ના થાય… સો ફિર મિલેંગે ચલતે ચલતે 😀 )]}

બ્રેક કે બાદ!

વૂહહ………4768 views, 27 followers,  અને આને ગણીને 41 પોસ્ટ્સ… 10 ડીસેમ્બર થી આ લખું છું ત્યાં સુધી માં….એટલે કે 15 જુલાઈ સુધી…. 219 દિવસ કહો કે 7 મહિના અને 6 દિવસ….. જે મળ્યું છે એ ખરેખર expectations થી ઘણું વધારે જ કહી શકાય મારા માટે….. થોડાક દિવસ માં 5000  હિટ્સ થશે એવી રાહ જોતો હતો…. વિચારતો હતો કૈક મસ્ત મજાનું “થેંક યુ” એક મસ્ત પોસ્ટ સાથે કરીશ…..! પણ હવે થાય છે એના માટે રાહ નહિ જોવાય! અત્યારે જ કહી દઉં…..  THANK YOU SO MUCH!!!

થેંક યુ મેં જે કઈ લખ્યું એ વાંચવા માટે, મને સપોર્ટ કરવા માટે, લખતા રહેવા નો ઉત્સાહ આપવા માટે, કેટલીક પોસ્ટ્સ અને બસ ‘નામની એવી ફક્ત કહેવાતી એવી કવિતાઓ’ ને સહન કરવા માટે!! અહી ઘણા બ્લોગ્સ પર નજર નાખતા ખબર પડી કે ગુજરાતી સાહિત્ય કેટલી મોટી વસ્તુ છે….. અને ત્યાં હું કોઈ પણ પ્રકાર ની મહેનત કર્યા વગર જ કુદી પડ્યો…. જે મન માં આવ્યું એ લખતો રહ્યો…. અને જાતે જ મને કહેતો, “મસ્ત લખ્યું વિરાજ!!”. પણ હવે જયારે બીજાઓને વાંચ્યા ત્યારે ખબર પડે છે કે મેં લખ્યું એ ખરેખર કઈ હતું જ નહિ! કોઈ પણ કામ મહેનત વગર તો નાં જ થાય ને….! બસ તો હવે એ પણ કરવી જ છે..! થોડુક(ઘણું) રીડીંગ પણ જરૂરી છે, જે કરીએ એમાં અભ્યાસ મેઈન છે! એના વગર તો એવું છે કે દિશા જોયા વગર દોડ્યા કરવું! અને જો એમ કરીશ તો બસ ગોળ ગોળ જ ફર્યે રાખીશ હું તો!

અરે હા….. મેઈન વાત તો રહી જ ગઈ…. એક્ચ્યુઅલી આ પોસ્ટ મેં એટલા માટે લખવાનું નક્કી કર્યું હતું, કે મારે હવે થોડોક ટાઈમ બ્રેક લેવો છે બ્લોગીન્ગમાંથી(ટાઈટલ તો વાંચ્યું જ હશે!!). પણ મારા માઈન્ડ નું એવું છે ને કે ગમે ત્યારે ચેન્જ પણ કરી દે disicion!  પણ બનશે ત્યાં સુધી તો ચેન્જ નહિ જ થવા દઉં. એક વર્ષ સુધી તો બ્રેક લેવાની ઈચ્છા છે જ…… પછી જોઈએ એ તો કેટલું મારું માઈન્ડ સ્ટેબલ રહે છે!

જો કે લખવાની ટેવ છોડવી તો નથી જ…… અને છૂટશે પણ નહિ. એનો બંદોબસ્ત પણ કરી જ રાખ્યો છે! એક 400 પેજ ની નોટ માં મારી ગમે તેવી ભાંગી તૂટી વાર્તાઓ અને કવિતાઓ લખવાનું ચાલુ રાખીશ. અને જયારે પણ બ્રેક પતશે, ત્યારે પોસ્ટ કરવા માંડીશ બ્લોગ પર(એમ તો નહિ છોડું તમને લોકો ને 😉 )! અને મારો જુનો બ્લોગ તો છે જ બ્લોગસ્પોટ વાળો! એ તો મારું સેન્ડબોક્સ છે….. પ્રેક્ટીસ એરિયા જ કહી દો! ઈચ્છા થશે ત્યારે ત્યાં તો લખીશ….કદાચ! 😛
ચાલો તો, ફરી મળીશું! બ્રેક કે બાદ!!! 😀 🙂 😛 😉

સુ-ચિત્તે Love થાય!♥

ફેસબુક ફેસબુક ફેસબુક!! “માર્ક ઝકરબર્ગ”એ આ ક્લાસ વગર નું કેમ્પસ તો બનાવી દીધું છે, પણ એ કેમ્પસ માંથી બહાર પડીએ તો કઈ અપોરચ્યુનિટીઝ નથી મળતી પણ ફરી પાછું બોરિંગ ક્લાસ વાળા કેમ્પસ માં જવું પડે છે 😦 . બોરિંગ ક્લાસ, બોરિંગ સબજેક્ટ્સ, બોરિંગ ફેકલ્ટીઝ….. ઈન્ટરેસ્ટીંગ જો કઈ હોય તો એ તો ભાઈ બસ ફ્રેન્ડસ જ છે, અને હા યાર આક્રિતી!♥♥♥

આક્રિતી હોય ત્યારે તો ફ્રેન્ડસ પણ ક્યાં દેખાય છે! અરે ફ્રેન્ડસ તો શું, બેન્ચીસ, બ્લેક-બોર્ડ, ક્લાસ, આખી કોલેજ જ જાણે ગાયબ થઇ જાય છે! દેખાય છે તો બસ આક્રિતી! આક્રિતી! આક્રિતી! જાણે કે 3D માં કોઈ મુવી જોતો હોઉં અને આખા મુવી માં હોય બસ આક્રિતી! અને હા, સપના વાળા Scenes માં આક્રિતી અને સૂચિત 😉 . ભાઈ ભાઈ, આ મુવી 3D  નહિ પણ 4D  હોય છે! એની એ special  fregrance  4th  dimension જ તો હોય છે! અને યાર, મર જાવા ઉસકી મુસ્કુરાહટો પે તો! રેડ-બુલ જેવી અસર કરે છે એ સ્માઈલ કે હું વગર પાંખે ઉડવા લાગુ છું!

“સૂચિત, ૧ કલાક થી તું જે આ બુકની ઇન્ડેક્સ વાંચે છે, એ વાંચી રહ્યો હોય ને, તો ઊંઘી જજે, ૧૧ વાગ્યા છે, તો હવે બાકીના સપના ઊંઘીને જ જોજે…..” અરે યાર….દર વખતે મમ્મી સપનામાં interruption લાવે છે! ચાલો જે હોય એ, મમ્મીની વાત ખોટી તો નથી જ, આક્રિતી જ તો મળશે સપનામાં! મ્યુઝીક ઓફ લવ એન્જોય કરીશ આજે તો…આમ પણ  મારા નામ નો S અને એના નામનો A ભેગા મળીને “SA“(સા) તો બનાવે જ છે, બાકીની  સરગમ પણ સપનામાં બની જ જશે 😉

*************************
I just love picnics!! and યાર આ પીકનીક તો ખાસ જ હતી મારા માટે! આટલી બધી વાતો હું આક્રિતી સાથે કરીશ એવું તો વિચાર્યું જ નતું!  It’s really unbelievable!

Oh! oh ! oh! I think she’s saying my name….!
“સૂચિત…..” પણ અવાજ અલગ કેમ થઇ ગયો આનો?!
“હવે પપ્પા ને બોલાવવા પડશે, કેમ?” વાટ લાગી… 😦
“અરે ઉઠ્યો હવે….” યાર believe કરવા જેવું હતું પણ નહિ….:(
“આક્રિતી કોણ છે?” મમ્મીને નામ કેમની ખબર પડી?!! રાત્રે ફેસબુકમાં લોગઆઉટ કરવાનું ભૂલી તો નહિ ગયો હોઉં ને!
“હમમમ……કોણ?” બીજું તો શું બોલું! એક્ટિંગ કર્યા વગર છૂટકો છે!? 😛
“આક્રિતી-આક્રિતી ….. છે કોણ?” આ મમ્મી તો જબરો લૂક આપે છે યાર! ડીટેક્ટ કરવું અઘરું છે કે લૂક ગુસ્સા વાળો છે કે મજાક વાળો! એક તો હમણાં જ ઉઠ્યો, એમાય આક્રિતીનું નામ સાંભળ્યું, ક્યાંથી હોય મગજ ના ઠેકાણા!!
“ક્લાસમાં છે…… કેમ?” વગર expression આપે બોલવામાં જ ભલાઈ છે. 😉
“કેવી છે?” મમ્મી ફ્રેન્ડલી મૂડ માં લાગે છે, હાશ……..!
“છે હવે, એનું અત્યારે શું છે?”
“સરનેમ શું છે? એ તો બોલ….” આ કેવો question વળી!! મમ્મીઓ….મમ્મીઓ!!
“પટેલ જ છે, આપણી  જેમ….”
“આપણી જેમ! એમ?” મમ્મીના આ ફ્રેન્ડલી નેચર થી ડરવા જેવું છે સૂચિત, કોણ જાણે ઊંટ કઈ બાજુ બેસશે!!
“અરે બોલાઈ ગયું હવે, અને પૂછો છો કેમ આક્રિતી નું?
“ઊંઘ માં તું શું બોલતો હતો એ તો મને જ ખબર છે…..” આ આટલું બોલીને મમ્મી ક્યાં ઉપડ્યા પાછા!! અને હસ્યા કેમ?? શું બાફ્યું મેં ઊંઘ માં??!
“મમ્મી…….. ” હવે ક્લેરીફાઈ કરવાનો વારો આવ્યો છે ભાઈ…. બે ચાર કામ તો પાક્કા કરાવી જ લેશે મમ્મી રિશ્વત ના રૂપ માં….
પણ યાર એ વાત તો છે જ, આવા મમ્મી કમ ફ્રેન્ડ માટે તો ગમે તેટલા રિશ્વત રૂપી કામ કરવા પડે તોય તૈયાર થઇ જાઉં….Love You Mummy !!

“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-2 ♥

થોડી રાહ જોવડાવી પણ આખરે મારી આળસ ને હરાવી ને મેં સ્ટોરી ટાઈપ કરી જ દીધી….. કેમ કે પેજ પર તો ક્યારનીય લખાઈ ગઈ હતી(મારે નતી લખવાની એટલે :-P)
જો આગળનો પાર્ટ વાંચ્યો ના હોય તો એ અહી “૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-1 ♥ પર જ છે.
અને આ રહ્યો પાર્ટ-૨…… 🙂 એન્જોય કરો અને કમેન્ટ્સ આપતા રહો….
——————————————————————————————————-
——————————————————————————————————-
આમ પણ અત્યારે વિવિધ ભારતી માં સારા ગીતો જ આવતા હશે, કમસે કમ ક્લાસીકલ સોન્ગ્સ તો નહિ જ આવતા હોય… 😉
આ આવી ગયા લાગે છે જીતું ‘ને પ્રવીણ, આ ટાઈમે બીજું કોણ ખખડાવે દરવાજો!
“આવો આવો ભાઈઓ, કેમ આજે પગથીયા ચઢવા પડ્યા? ગળું બેસી ગયું છે કે શું? રોજ તો નીચે થી જ બુમો પાડતા હોવ છો ને!
“અરે આપણા જીતું ભાઈ એક સમાચાર લાયા છે બોસ!” પ્રવીણ નો ફેસ જોઇને સમાચાર સારા હશે એવું માની જ લઈએ!
“ઓહો! સુ વાત છે ભાઈ? અમને તો કહો…..”
“અરે યાર નહિ માને, પેલો મારા ઘર આગળ નો ધોળો બંગલો છે ને….કેટલાય ટાઈમ થી ખાલી પડ્યો હતો…”
“હા તો?”
“અરે ત્યાં વુંમન્ઝ હોસ્ટેલ ખુલી છે!! જોર ફટકા આયા છે યાર….” જીતું પાસે આની જ અપેક્ષા રખાય!
“ઓહો, તારા તો નસીબ ખુલી ગયા ત્યારે!!”
“અરે ધવલ, તુય આવજે સવારે, આંટો મારવા જઈશું એ બાજુ….. ” બસ જીતુંને નવું કામ મળી ગયું હવે તો… 😛
“ના યાર, સવારે તો લેખ આપવા જવાનું છે મારે….”
“અરે કઈ વાંધો નહિ, હોસ્ટેલ ક્યાં જતી રહેવાની છે!, આવજે આવવું હોય ત્યારે ;)”
“તમે બે જણા વાતો પછી કરજો, કાકાની લારીએ જવાનું છે હજુ તો…. હમણાં પરોઠા શાક પણ નસીબ નહિ રહે જો લારી બંધ કરીને જતા રહેશે તો…” ક્યારનોય ચુપ ઉભેલો પ્રવીણ આખરે બોલ્યો.
“અરે હા, પાછી આજ ની અપડેટ્સ પણ લેવાની છે ;)” આ કાકા કોઈ ન્યુઝપેપર થી ઓછા નથી… આસ પાસ ની તો બધી અપડેટ્સ મળી જ રહે છે એટલીસ્ટ…..
************************


“આયા ખરા કેમ તમે તય્ણ,ભાઈ થોડું વહેલું આવાનું રાખો, હવે તો બંધ કરવાનો ટેમ થ્યો.” કાકા રોજ ની એમની મજાક ની સ્ટાઈલ માં જ બોલ્યા….
“કાકા, ભૂખે મારવાના છો તમે તો….” પ્રવીણે તો માની લીધું! 😛
“તમને ભૂખા મારું તો હું ભૂખે મરું, મારે તો ક્યાં આ પોપટલાલ જેવી કમાણી છે!? આ STD એ એમને સારી કમાણી કરી આપી છે….”
“અરે હા, આજે એક….” લાગે છે પેલી STD વાળી છોકરી ની વાત મારા પેટ માં નહિ રહે….
“શું થયું? કેમ અટકી ગયો?” પ્રવીણે પકડી પાડ્યો…..
“કઈ નઈ, પછી કહું એ તો….”
“સુ ગુસપુસ કરોછ લા?” કાકા ને બધું બહુ જાણવું હોય!
“એ તો કાકા આ જીતું અને પ્રવીણ એક વાત લઇ ને આવ્યા હતા, એમાં મોડું થઇ ગયું એની વાત કરતા હતા…તમે બોલો, કઈ નવા-જૂની?” કાકાને ક્યાં ખાનગી વાતો કેહવાય!
“બસ આજે તો કઈ ખાસ છે નહિ, હવે મોડુય થઇ જ્યુંછ તો કાલે કરીસુ વાતું બધી…..”

***********************
પ્રવીણ: બોલ ભાઈ શું કેહતો હતો તું, ધવલ?
હું: અરે એ તો આજે એક છોકરી જોઈ હતી ત્યાં ટેલીફોનબુથ આગળ, ઈન્ટરેસ્ટીંગ ફેસ હતો!
જીતું: ઓહો! બોલ્યા લેખકસાહેબ આપણા!!
હું: ખરેખર કૈક હતું એ ફેસમાં, મજાક નથી કરતો યાર…..
પ્રવીણ: ગમી ગઈ લાગે છે કેમ ધવલીયા?
હું: અરે એટલે જ તમને કઈ કહેવા જેવું નથી, મજાક જ દેખાય છે બધે…… અને જો આ “લેખક” પર થી સારું યાદ દેવડાવ્યું, કાલે લેખ સબમિટ કરવાનો છે અને હજુ મેં પૂરો લખ્યો પણ નથી.
પ્રવીણ: અરે મજાક તો ચાલ્યા કરે ભાઈ…. જા, આજે સપના માં એજ આવશે, કર જલસા તું તારે….. 😉
જીતું: તો લખો ત્યારે લેખકસાહેબ!! મળીએ કાલે…..
(પાર્ટ-૩ માટે અહીં ક્લિક કરો )
એપિસોડ રાઈટર – Ronak HD .
એડીટીંગ- વિરાજ રાઓલ