એક ક્વિક લવારો…

કેટલો કેટલો કેટલો એટલે કેટલો બધો ટાઈમ થઇ ગયો કઈ પણ લખ્યે!!!!!
મને આ લખું છું અત્યારે ત્યારે એ પણ યાદ નથી કે મેં છેલ્લે શું લખ્યું હતું!
આ તો અચાનક જ મોબાઈલમાં ડેટ જોઈ અને યાદ આવ્યું કે માર્ચ મહિનાની એક પણ પોસ્ટ નથી કરી અને એમાં પણ આજે ૩૧ માર્ચ છે!!
લાસ્ટ પોસ્ટમાં કદાચ એવું કઈક લખ્યું હતું કે હવે રેગ્યુલર પોસ્ટ કરીશ અને રેગ્યુલર બ્લોગ્સ પણ વાંચીશ. પણ ન તો કઈ લખાયું, ન વંચાયું, ન તો લાસ્ટ પોસ્ટમાં આવેલી કમેન્ટ્સ ને રિસ્પોન્સ અપાયો….

બીઝી છું એવું કહેવાય નહિ, એ તો એક્સક્યુઝ જ કહેવાય. કેમ કે અત્યારે નોવેલ્સ અને બીજી કેટલીક બુક્સ વાંચ્યા વગર કઈ કરતો પણ નથી. હા, મુવીઝ હમણા હમણાથી ઘણા જોયા. અને મોટા ભાગે હિન્દી મુવીઝ જ જોયા છે.
પણ ઘણા ટાઈમ પછી આજે એક ઈંગ્લીશ મુવી સીટી પલ્સમાં જોયું!

“નીડ ફોર સ્પીડ!” (Need For Speed) :
આ મુવી જોવાની ઈચ્છા હતી ૨ કારણોથી.
૧) ગેમ:
એક તો આ ગેમ હું નાનો હતો ત્યારથી રમતો આવ્યો છું અને હજુ પણ ઘણી વાર રમી લઉં છું. અને મારે બસ જોવું હતું કે ગેમ સાથે આ મુવી કઈ રીતે રીલેટેડ છે!

૨) Aaron Paul :
બ્રેકીંગ બેડમાં આ એક્ટરની એક્ટિંગ એવી તો ગમી ગઈ કે જયારે મને ખબર પડી કે આ મુવીમાં લીડ એક્ટર આરોન છે, ત્યારે જ નક્કી કર્યું હતું કે આ મુવી તો જોવા જવાનું જ છે.

અને આ બે કારણોના લીધે આ મુવી જોઈ લીધું આજે, અને એન્જોય પણ કર્યું.
સ્ટોરી પ્રીડીક્ટેબલ તો હતી, પણ સારી હતી. હ્યુમર સારું હતું. એક્ટિંગ સારી હતી. રેસિંગ અને કાર ના સ્ટન્ટ જોવાની મજા આવી ગઈ. અને રોનકે કહ્યું કે આમાં CGI નો યુઝ નહીવત છે! એ જાણ્યા પછી તો ખરેખર લાગ્યું કે મસ્ત હતું!

બસ તો ૩૧ માર્ચની આ નાનકડી અમથી પોસ્ટ અહિયાં જ સમાપ્ત થાય છે. હવે આવતા મહીને મળીશું એવી આશા સાથે કે ફરીથી બધા બ્લોગ્સ વાંચવાના શરુ કરી દઉં અને બ્લોગીંગમાં ફરી રેગ્યુલર થઇ જાઉં!

ત્યાં સુધી મજા કરો!! (પછી તો હું આવુ જ છું માથું ખાવા 😉 )

અને એડવાન્સમાં એપ્રિલ ફૂલ……!! (આ પોસ્ટમાં કઇક ગપ્પું માર્યું છે, શોધી શકો તો કમેન્ટ બોક્સમાં ઠપકારી દેજો 😀 )

તા.ક. આ સ્માઈલીઝ ક્યારે બદલાઈ ગયા?!! 😮

Advertisements

TVshowsની સફર (૨)

(પરમ દિવસે રાત્રે લખેલી પોસ્ટ વરસાદના લીધે ઈન્ટરનેટ જતું રહેવા ના લીધે છેક અત્યારે પોસ્ટ કરું છું…. વિચારો!! પરમ દિવસ રાત થી લઈને અત્યાર સુધી ઇન્ટરનેટ વગર!!!)

વરસાદ સરસ મજાનો પડે છે અત્યારે તો અને સવાર સવારમાં મસ્ત પલળ્યો પણ છું, અને એ પલળ્યો એમાં મગજ પર જામી ગયેલી થોડી ધૂળ સાફ થઇ અને યાદ આવ્યું કે બ્લોગ પર ૨૨-૨૩ દિવસ થી કઈ લખ્યું જ નથી મેં!!
આમ તો વિચાર ઘણા આવ્યા, લખ્યું પણ ઘણું પણ પહેલા ની જેમ જ બધું અધૂરું રહી ગયું અને ડ્રાફ્ટની ટોળીમાં ચુપચાપ બેસી ગયું….. અરે ગયા શુક્રવારે તો vlog બનાવાનો વિચાર પણ આવ્યો હતો, અને ઘણું બધું શૂટ પણ કર્યું પણ પાછી એડીટીંગ કરવાની આળસમાં એ પણ અધૂરું જ રહી ગયું….
અને પછી ફરી પાછો સીરીયલ્સ જોવા બેઠો અને યાદ આવ્યું કે સીરીયલ પરની બીજી પોસ્ટ નો વાયદો કરેલો તો લખવું તો પડશે જ ને….
બસ તો ઘણી બધી સીરીયલ્સ જોઇને આવી ગયો પાછો તમને પણ સીરીયલ્સ સજેસ્ટ કરવા માટે…..
પણ હવે લાસ્ટ ટાઈમ ની જેમ રેન્ક્સ નથી આપવા, બસ એમ જ પોઈન્ટ્સ આપીને બધું પતાવી દઈશું 😉 કેમ કે આ લોકો નવી નવી અને એક એક થી ચઢિયાતી સીરીયલો બનાવતા જ જાય છે!!

તો ચાલો નીકળીએ ટીવી પોસ્ટ નંબર-2 ની સફર પર….

#~~> Game Of Thrones :
આગળની પોસ્ટ માં જેમ “ધ બીગ બેંગ થીઅરી” અને “હાઉ આઈ મેટ યોર મધર” ને રેન્ક આપવામાં પ્રોબ્લેમ થયો હતો એવી જ રીતે “ગેમ ઓફ થ્રોન્ઝ” અને “ડેક્ષ્ટર” માંથી કોને ટોપ પર મુકવું તેમાં કન્ફ્યુઝન થતું હતું…(હતું પર વજન મુકજો….).. અને એ થતું હતું ખાલી GOT ના શરૂઆતના એપીસોડ્સ જોતો હતો ત્યારે જ….. પણ પછી તો એવો જકડ્યો છે કે છુટાય જ નહિ… અને એનું રીઝન હતું એક એક થી જોરદાર અપાતા સરપ્રાઈઝીસ!! દરેકે દરેક એપિસોડના એન્ડ પર એવો સીન લાવીને મુકે દેતા કે નેક્સ્ટ એપિસોડ જોઈએ નહિ ત્યાં સુધી આખું અઠવાડિયું એના જ વિચારો આવ્યા જ કરે…. અને એના પછીનો એપિસોડ એનાથી પણ મોટું સરપ્રાઈઝ લઈને આવે….. સરપ્રાઈઝ નહિ, પણ shock વર્ડ વધારે વ્યાજબી છે….
અત્યાર સુધી તો ખાલી સીરીઅલના વખાણ જ કર્યા છે, હવે થોડુક સીરીઅલનું ઇન્ટ્રોડક્શન પણ આપી દઉં….
got21તો હવે આ સીરીયલ છે અબાઉટ પોલીટીક્સ, ફેન્ટસી, મેજિક, યુદ્ધ, બુદ્ધિ અને બળ નું ફૂલઓન ધુંઆધાર ફ્યુઝન. ઘણા બધા અલગ અલગ કુળના રજાઓની મેઈન એવા “કિંગ્સ લેન્ડીંગ” પર રાજ કરવાની ઈચ્છા છે, તલવારોથી બનેલા એ થ્રોન પર વિરાજવાની ઈચ્છા, પણ કારણ અલગ અલગ છે, કેટલાક ને બદલો જોઈએ છે, કેટલાકને રાજ્ય પાછું મેળવવું છે, કેટલાકને જોઈએ છે શાંતિ તો કેટલાક ને પ્રતિષ્ઠા.

આ સીરીઅલ જો તમારે shock અને શોક વગર જોવી હોય તો કઈ પણ અપેક્ષા રાખ્યા વગર જોજો, કોઈ પણ પાત્રના પ્રેમમાં તો પડતા જ નહિ ભૂલે ચુકે….. કેમ કે આ સીરીઅલ જે નોવેલ્સ ની સીરીઝ “અ સોંગ ઓફ આઈસ એન્ડ ફાયર” પર થી બની છે તેના લેખક “જ્યોર્જ આર. આર. માર્ટીન”ના કહેવા પ્રમાણે તે જયારે સ્ટોરી લખવા બેસે છે ત્યારે એવું વિચારે છે કે નોર્મલ રીડર કોઈ કિસ્સાના અંત પછી શું વિચારતો હશે કે આગળ શું થવું જોઈએ?! બસ તો એ ટાઈમે જે વિચાર આવે એ તો નહિ જ લખવાનું, અને પછી લેખક સાહેબ એવું વિચારે છે કે થોડોક હોશિયાર રીડર હશે તે કદાચ કઇક હટકે અને અલગ વિચારશે, તો તે જે વિચારશે તેવું પણ નહિ લખવાનું…… કોઈ હોય તો કોથળામાંથી ઘઉં કાઢે, અને મદારી જેવા બહુ બહુ તો  વીંછી અને સાપ કાઢે, અરે કેટલાક કહેવત ના શોખીનો હોય તો બિલાડું કાઢે કોથળામાંથી, પણ જ્યોર્જ માર્ટીન ભાઈ તો આખલો કાઢે એવા છે….!!

આમ તો આ સીરીઅલ પર રોજ મોટા મોટા આર્ટીકલ્સ લખાય એવું છે…. પણ હવે બાકીની સીરીઅલ્સ પર પણ તો લખવાનું છે ને પાછું…..
જો કે આ બધા કારણ ના લીધે જ IMDBના tvshows ના રેન્કીન્ગ્સમાં “ગેમ ઓફ થ્રોન્સ” નો સેકન્ડ રેન્ક છે….(ફર્સ્ટ એચ-ડી શો એવા પ્લેનેટ અર્થ ના પછી નો રેન્ક!!).

બસ તો હવે વધારે કહીશ તો પાછી સીરીયલ જોવાની મજા બગડશે…..તો હવે બીજી સીરીયલની વાત…

#~~> Arrested Development :
આમ તો એવી કહેવત છે કે ગાંડાઓ ના કઈ ગામ ના હોય, દરેક ઘરમાં એકાદું હોય જ, પણ આ સીરીઅલ માં એવું છે કે એક ને છોડીને આખું પરિવાર જ ગાંડાઓથી ભરેલું છે!! એક્સ-અમીર ગાંડું પરિવાર…. ઇન્ટ્રો માટે આ વિડીઓ જ જોઈ લો, આમ તો સમજી જશો, બાકીનું બધું હું સમજાવી દઈશ 😉

હવે કેટલાક કેરેક્ટર્સનું ગાંડપણ બતાવીએ તો કઇક આવી રીતે બતાવી શકાય.
ઈન્ક્લુડીન્ગ ડાહ્યા એવા માઈકલનું ગાંડપણ….એનાથી જ સ્ટાર્ટ કરીએ…

~>માઈકલ : આ માણસ બિચારો હોશિયાર છે અને તેનું ગાંડપણ એના પરિવાર માટે છે, બિચારો એના છોકરાને રોજ ફેમીલીનું ઈમ્પોર્ટન્સ સમજાવે અને એનું ફેમીલી એને ખોટું પાડે. એની પર દયા ખાતા ખાતા પણ હસવું તો આવી જ જાય….
~>gob : માઈકલનો ભાઈ gob(જ્યોર્જ ઓસ્કાર બ્લુથ) પાગલ છે મેજિક માટે, જે મોટા ભાગે ઉઘાડું જ પડી જતું હોય છે….. મેજિકના મેગેઝીન્સમાં પણ પોલ ખુલવા માટે થઈને તે ઘણી વાર ચમકતો રહેતો હોય છે.
~>જ્યોર્જ માઈકલ : માઈકલ નો છોરો જે બિચારો આમ તો ડાહ્યો અને કહ્યાગરો છે, પણ એની જ કઝીન ના પ્રેમ માં ઘેલો છે!! એ બસ એક જ વાત ની પ્રાર્થના કર્યે રાખતો હોય છે કે તેની કઝીન એડોપ્ટેડ હોય…..
~>બસ્ટર બ્લુથ : માઈકલ નો આ ભાઈ બસ્ટર ખરેખર જ ગાંડો છે, અને “બા બહુ ઓર બેબી” વાળા બા ની ભાષામાં કહીએ તો ગટુ જેવો નાદાન છે, પણ મજા તો આ પણ જબરી કરાવી જાય છે….

આ સીરીયલમાં શરૂઆતના થોડાક એપીસોડ્સ કદાચ થોડાક નોર્મલ લાગે, એટલું હસવું ના પણ આવે, પણ પછી થી જે પક્કડ આ સીરીઅલ જમાવે છે, એ એનું રેન્કિંગ જ કહી દે છે…. સીટ-કોમ્સ માં આ સીરીયલ પ્રથમ નંબર પર છે એઝ પર ધ રેટીન્ગ્સ ઓન imdb.

#~~> modern family :
એક હળવી કહી શકાય એવી કોમેડી સીરીઅલ કે જે ફેમીલી સાથે જોવાની પણ મજા આવે (જો ફેમિલીમાં બધાને ઈંગ્લીશ સીરીઅલ જોવી ગમતી હોય તો… એવું તો ભાગ્યે જ જોવા મળે ને આમ તો?!).
આ સીરીઅલ પણ તમને પેટ પકડીને હસાવે એવી છે, અને બીજી સીરીઅલો કરતા અલગ એ રીતે પડે છે કે આ એક “મોક્યુમેન્ટરી” છે…. કેમ કોર્ડરથી કરેલું હોય તેવું શુટિંગ, એક્ટર્સનું વારે ઘડીએ (વાતચીત દરમિયાન)કેમેરા તરફ નજર કરવું, કેટલીક જૂની યાદો સોફા પર ફેમીલી મેમ્બર જોડે બેસીને કેમેરામેન સાથે share કરે તેવા સીન્સ…. ધેટ’ઝ મોક્યુમેન્ટરી.
હવે સીરીઅલમાં વાત છે એક ત્રણ ફેમીલીની જેઓ અંદરો અંદર સગપણ ધરાવે છે….
એક ફેમીલી “ફિલ ડમ્ફી”નું…. જેમાં તેની વાઈફ, ૨ ડોટર્સ અને એક સન છે….
બીજું ફેમીલી ફિલ ના સસરા નું, જેમાં ફિલની નવી સાસુ અને નવો સાળો છે…
અને ત્રીજું ફેમીલી ફિલના જુના સાળાનું, જેમાં “સાળાનો હસબંડ” અને દત્તક લીધેલી નાનુકડી છોકરી છે.
બહુ મગજ પર લોડ ન લેવો હોય અને મૂડ ફ્રેશ કરવો હોય તો આ સીરીયલ જોવા જેવી છે!!
અને હા બધી સીરીયલ ની જેમ આ સીરીઅલ ના કેરેક્ટર્સની કેરેક્ટેરીસ્ટીક્સ પણ જોરદાર છે, પણ તમને અત્યારે ખાલી મારી ફેવરીટ કેરેક્ટર એવી ફિલની નવી સ્પેનીશ બોલતી સાસુની થોડીક ઝલક બતાવી દઉં….. એ જોયા પછી તો લગભગ તમને સીરીયલ જોવાની ઈચ્છા થશે જ….

બસ તો આની સાથે જ પાર્ટ-૨ પૂરો થાય છે સીરીયલ ની સફર નો… હજુ ઘણી સીરીયલ્સ બાકી છે, જોવાની પણ અને તમને બતાવવાની પણ…..
સો એન્જોય એન્ડ હેવ ફન! 😀

અરે વેઇટ વેઇટ…. કઇક રહી ગયું…. 😛

કૌંસમાં :~
{[(
યુટ્યુબ પર ફરતા ફરતા જ એક મસ્ત એવો આર્ટીસ્ટ દેખાણો કે જે મ્યુઝીક તેના જ શરીર ના અલગ અલગ અંગ અને મોઢેથી કાઢેલા અવાજથી આપે છે….. Alaa Wardi.
આમ તો એ ભાઈ અરેબિયન છે, પણ બોલીવુડના ફેન હોવાના નાતે હિન્દી ગીતો પણ મસ્ત રીતે ગાય છે….. તો આજે એવું જ એક મારું ફેવરીટ અને alaa ના આર્ટથી સજેલું સોંગ તમે પણ એન્જોય કરો…. 😉
પહેલા નશા…..

)]}