છેલ્લે છેલ્લે તીસ્મીએ… :-{)

કાર્તિકભાઈએ ‘મો’વેમ્બરની વાત કરી અને થોડું(ઘણુ) ગુગલ કર્યું તો મને પણ બીજું કઈ કરી શકું કે નહિ પણ એટલીસ્ટ મુછ વધારવાની ઈચ્છા થઇ ગઈ અને આખો મહિનો મુછ વધારતો હતો એટલે કઈ પોસ્ટ ના થયું….(મજાક છે ભાઈ, સીરીયસલી નહિ લેતા… 😛 😉 )!

વાત જો કે એમ છે કે મહિના ના ૧૦ દિવસ સુધી ઈન્ટરનેટ ચાલ્યું નહિ અને bsnlમાં કમ્પ્લેઇન આપતા ફક્ત ફોનથી જ એ લોકોએ “નેટ ચાલુ થયું?”(x૨)  પૂછ્યે રાખ્યું, અને દસમાં દિવસે લાઈનમેનને મોકલતા ખબર પડી કે પ્રોબ્લેમ લાઈનમાં નહિ પણ મોડેમ માં જ હતો, અને છેવટે નવું મોડેમ લાવ્યા ત્યારે નેટ કરવા મળ્યું! એ દસ દિવસમાં ફાયદો એ પણ થયો કે ‘ફેસબુક’નો યુસેજ હવે ઓછો થઇ ગયો છે અને ‘વોટ્સ-એપ’માંથી રજા લેવામાં આવી છે.

પણ એ પછીના દસ દિવસ માં ૨-૩ વાર લખવાની ઈચ્છા થઇ પણ લખવા આવું અને કોઈ નહિ ને કોઈ બ્લોગ વાંચવા વળી જતા લખવાનું રહી જાય અને પછી બીજા કામ આવી પડતા લખવાનું પડતું જ મુકાઈ જાય. અને એ દસ દિવસ પછી છે ક આજે એટલે કે ‘તીસ્મી’એ  લખવાનો ચાન્સ મળ્યો… અને ચાન્સ લઇ પણ લીધો….

૨-૩ દિવસ પહેલા શું લખવાનો હતો એ તો ભૂલી પણ ગયું ચેહ પણ એટલું યાદ છે કે હું કોઈ એક નાની સ્ટોરી, એકાદ સોંગ વિષે મારા વિચારો અને હમણાં હમણાં જોયેલા મુવીઝ વિષે લખવાનો હતો. પણ એ સ્ટોરી કઈ અને કેવી હતી એ ભૂલી ગયું છે. સોંગ પણ ઘણા બધા સોન્ગ્સની વચ્ચે ક્યાંક સંતાઈને બેસી ગયું છે અને મુવીઝ ની વાત છે તો અત્યારે ખાલી ૨ મુવીઝના જ નામ યાદ છે જેના વિષે હું લખવાનો હતો.

એમાંનું એક મુવી Arrietty(2010) છે…. જેના વિષે નીરવભાઈએ તેમની એક પોસ્ટમાં બહુ જ મસ્ત રીતે લખ્યું છે. તેમની જેમ જ મને પણ આવા એનીમેશનમાં વધારે મજા આવે….. 3D તો 3D જ છે, પણ આ એનિમેશનની વાત જ અલગ છે! સોની પર એક સમયે anime કાર્ટુન્સ બતાવવાનું ચાલુ કર્યું હતું જેમાં આવું જ એનીમેશન હોતું’તુ. જેમાં મેં અને મારા દીદીએ ‘પ્રિન્સેસ સારા’ અને ‘લીટલ વુમન’ જોયાનું મને યાદ છે.
ARRIETTY un film de Hiromasa Yonebayashi

એ સિવાય કાર્તિકભાઈના બ્લોગ પર “રિસ્ટકટર્સ : અ લવ સ્ટોરી” મુવી વિષે વાંચ્યું હતું. નામ અજીબ હતું એટલે IMDB પર જઈને સ્ટોરી વાંચી. સ્ટોરી ઈંટરેસ્ટીંગ લાગી એટલે જોઈ લેવામાં આવ્યું હતું. અને એક નવી જ સ્ટોરી હતી એટલે મજા પણ આવી. જે વસ્તુ થી આપણે અજાણ હોઈએ અને એવી વાતો પર મુવીઝ બને એટલે મને તો જોવાની બહુ જ મજા આવે. અને એવો જ એક ટોપિક એટલે લાઈફ આફ્ટર ડેથ. અને એ જ ટોપિક પર બનેલું આ મસ્ત મુવી. આમ અલગ- આમ સિમ્પલ. બહુ કઈ હોબાળા નથી એટલે મને ગમ્યું. આમ તો આ મુવી ઘણા ટાઈમ પહેલા જ જોઈ લીધું હતું પણ હમણા કમ્પ્યુટરમાં જગ્યા કરવા ગયો અને ત્યારે ફરી થી આ મુવી જોયું એટલે લખવાની ઈચ્છા થઇ ગઈ.

એ સિવાય પણ ઘણા મુવીઝ જોયા અને ટીવી-shows પણ….. અને હા!!! બ્રેકીંગ-બેડ પર લખવાનું છે એ તો હવે યાદ આવ્યું!!! હજુ નશો ઉતાર્યો નથી તો એના વિષે પણ લખવામાં આવશે જ પણ આજે નહિ, ફરી ક્યારેક. અને હા, ‘કેવી રીતે જઈશ’ ના ક્રિએટર્સનું નવું મુવી આવવાનું છે, એના ટ્રેઇલર ની પણ રાહ જોવામાં આવશે હવે તો! નવા મૂવીનું નામ “bey yaar” (બે yaar) રાખ્યું છે. જોઈએ હવે આ પણ ‘કેવી રીતે જઈશ’ જેવો જાદુ ચલાવે છે કે નહિ!

એ સિવાય ખાસ તો કઈ છે નહિ, પણ ૩ વર્ષ પછી ફરી મુછ વધારી અને મારું ધ્યાન ગયું કે જો મુછ ને આમ ને આમ જ વધવા દેવામાં આવે તો પ્રોજેક્શન ચાઇનીઝ મુછની જેમ બંને છેડેથી લાંબી થાય એવું દેખાય છે…… 😀

જોવું છે?

જુઓ જુઓ….. 😉 😛
MO

બસ તો મારી જેમ તમે પણ સ્માઇલો આપતા રહો, બ્લોગ પોસ્ટ્સ વાચતા રહો, જલસા કરતા રહો!!
આવજો!! 🙂 🙂

Advertisements

“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-4 ♥

ટોપ કૌંસ :~
{[(
હવે પહેલો પાર્ટ જયારે અમે લખવાનું નક્કી કર્યું ત્યારે જ સ્ટોરી નક્કી કરી અને મેં પહેલો ભાગ લખી ને share કરી દીધો હતો…. પછી સેકન્ડ પાર્ટ રોનકે લખ્યો…. અને પછી તો જે થયું એ તો ખબર જ છે ને…. 😛
હવે આટલા ટાઈમ પછી લખ્યું એમાં થયું એવું કે સ્ટોરી જે સ્ટાઈલમાં લખવાની સ્ટાર્ટ કરી હતી એ સ્ટાઈલ તો ક્યારે ચેન્જ થઇ ગઈ એ ખબર જ ના પડી….. પણ હવે ચેન્જ થઇ જ ગઈ છે તો એ ચેન્જને જ એક્સેપ્ટ કરીને આજનો આ ચોથો પાર્ટ લખ્યો છે….પણ કઈ કહેવાય નહિ, કદાચ બંને સ્ટાઈલ માં એક જ સ્ટોરી પણ લખાઈ જાય લાસ્ટ પાર્ટ ની જેમ જ…. સો એન્જોય!!
અને આગળના પાર્ટ્સ ના વાંચ્યા હોય તો અહી વાંચી લો…!! 🙂
)]}
——————————————
આજે મિલી રોજ કરતા પણ વધારે ઝળકતી હતી, એની આંખોમાં પણ ચમક હતી અને આજે એના ફેસ પર ટેન્શનનો એક છાંટો પણ દેખાતો નહોતો…. આજે તો તેને મળવા માટે થઇ ને બાલ્કની પરથી જ કુદી જવાની ઈચ્છા થઇ જતી હતી….ધવલ વિચારતો હતો.
અચાનક જ મિલીએ ધવલ તરફ નજર કરી અને ધવલ ચોંકી ઉઠ્યો, મિલી ફોન મૂકી ને બુથમાં થી બહાર નીકળી અને બાલ્કની ની નીચે જ આવીને ઉભી રહી ગઈ! ધવલ કઈ પણ વિચાર્યા વગર જ me માળ ઉંચી એ બાલ્કની પર થી કુદી પડ્યો અને ઝટકા સાથે જ પટકાયો!
****
ધવલની આંખો ખુલી અને તેને ખ્યાલ આવ્યો કે તે ફક્ત પલંગ ઉપર થી જ પટકાયો હતો. તેણે ઘડિયાળ સામે નજર કરી અને તેને પ્રવીણ અને જીતું ની વાત યાદ આવી, અને તે તૈયાર થઈને હોસ્ટેલ બાજુ આંટો મારવા માટે નીકળવા લાગ્યો.

અપાર્ટમેન્ટની નીચે ઉતરતા જ ડાબી બાજુ  ધવલે ચાલવાનું શરુ કર્યું, સવાર સવાર માં બધી દુકાનો બંધ હતી. દુકાનો પસાર કરતા કરતા ધવલ આગળ વધ્યો અને ચાર રસ્તા ઓળંગીને ગયો ત્યાં જ તેને પ્રવીણ અને જીતુ દેખાયા. જીતુએ કઈક કમેન્ટ પાસ કરી અને પ્રવીણે હસતા હસતા તેને તાલી આપી…

ધવલ : શું ભાઈ? સવાર સવાર માં જ મારી મજાક ચાલુ કરી દીધી આજે?
પ્રવીણ : અરે હોતું હસે, અમે તો અમાર ભાભીની મજાક ઉડાવતાતા….
જીતુ : જો કે મજાક ઉડાવવા કરતા એમની લેખક સાહેબ ફિલોસોફી થી કેવી હાલત ખરાબ કરશે એ વિચારી ને દયા ખાતા હતા….
ધવલ : હવે એ બધું બંધ કરો અને બોલો કઈ બાજુ આંટો મારવાનું કહેતા હતા?
પ્રવીણ : જો જીત્યા, કેટલી ઉતાવળ છે લેખક સાહેબ ને એ તો જો….

પ્રવીણે ફરી થી તાલી આપી અને ત્રણે જણા હોસ્ટેલ બાજુ ચાલવા લાગ્યા…. ધવલ ની નજર મિલીને શોધવા માટે જ આમ તેમ ફરતી હતી પણ કોઈ શોધી ન શકી. ધવલે હોસ્ટેલની નજક આવેલા મંદિર બાજુ આંટો મારી આવવાનું નક્કી કર્યું અને એ બાજુ જવાનું વિચારતો જ હતો ત્યાં મંદિર તરફ થી મિલી ને આવતા જોઈ. મિલીની પણ નજર ધવલ ઉપર પડી અને એક મીઠી છતાં મીસ્ટીરીયસ એવી સ્માઈલ મિલીએ ધવલ તરફ થ્રો કરી!! થ્રો કરેલી સ્માઈલની એક્સ્પેક્ટેશન ણ હોવાથી જ કદાચ ધવલે એક સરપ્રાઈઝ એક્સપ્રેશન આપ્યું અને પછી તરત જ તે ઇવેન્ટ ને કેચ કરીને સાંભળી લેતા એક સરસ મજાની સ્માઈલ પરત કરી….!
મિલીએ તરત જ નજર ફેરવી લીધી અને એજ સફેદ બંગલા ના મેઈન દરવાજાની અંદર જતી રહી. પ્રવીણ અને જીતુ પણ ધવલ ની તરફ આવતા હતા અને ધવલે એક્સપ્રેશન ચેન્જ કરવાનો ટ્રાય કરતા એ લોકોને ગાંઠીયા પોતાની તરફ થી ખવડાવવા માટે ઇન્વાઇટ કર્યા….

પ્રવીણ: હવે તો ચોક્કસ કૈક લોચા લાગે છે બોસ….!!
ધવલ : તમે લોકો ગાંઠીયા થી મતલબ રાખો….. 😉

*****
ધવલ ફરીથી ફ્લેટ પર આવી ગયો હતો, ઘરે આવીને આરામ કર્યો અને સાંજે ત્રણ વાગ્યે ઉઠીને ફ્રેશ થઇ ને બાલ્કની પર ગયો, ખુર્ચી પર બેઠો અને ફરી મિલીના વિચારોમાં જ ખોવાઈ ગયો.
ગઈ કાલે પણ મિલી ના ફેસ પર કોઈ ટેન્શન હોય તેવું લાગતું હતું, આજે પણ તેની સ્માઈલ ની પાછળ કોઈ મીસ્ટરી હોય એવું લાગતું હતું. પૂછું પણ કઈ રીતે એને?! આજ બધા વિચારો માં ધવલ કેટલા ટાઈમ થી ખોવાયેલો હતો તેનું તેને પણ ધ્યાન હતું નહિ. તેણે ઘડિયાળ સામે જોયું અને બુથ તરફ નજર કરી. મિલી આ ટાઈમે આવવી જોઈએ તેવું વિચારતો તે બુથ સામે જ જોઈ રહ્યો, ખુરશી પરથી ઉભો થયો  અને ઘણી વાર ચાર રસ્તા તરફ જેટલી દુર નજર જાય તેટલી લગાવીને જોવા લાગ્યો અને ફરીથી ટેન્શન અને એ મીસ્ટીરીયસ સ્માઈલ પાછળ ના રીઝન વિચારતો ખુરશી પર બેઠો. આજ બધા વિચારોમાં પ્રવીણ અને જીતુ ના આવવાનો ટાઈમ પણ ક્યારનો નીકળી ગયો હોવા છતાં તે લોકો આવ્યા નહોતા તે તરફ તેનું ધ્યાન જ નહોતું ગયું!

ચાર રસ્તા તરફ ઘણી ભીડ જામેલી હતી અને તે તરફ થી જ પ્રવીણ અને જીતું દોડતા દોડતા આવતા હતા. ધવલે અંદર જઈને દરવાજો ખોલ્યો, અને પાણી નો લોટો ભરી ને પ્રવીણ-જીતું ને ધરી દીધો. પ્રવીણે પાણી પીધું અને લોટો જીતું ને આપ્યો, ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો,

પ્રવીણ : આજે તો બહુ અજીબ એક્સીડેન્ટ થયો છે પેલી ચોકડી આગળ. પોલીસ પણ આવી છે અને લોકો વાતો એવી કરે છે કે કોઈએ જાણી જોઇને આ એક્સીડેન્ટ કરાવ્યો છે એવું લાગે છે.
ધવલ : પણ ટપક્યું છે કોણ?
પ્રવીણ : એ તો અમને પણ ખબર નથી, ત્યાં ભીડ પણ એટલી બધી હતી અને પોલીસ કોઈને નજીક પણ જવા દેતી નથી. અને અમને થોડું મોડું થયું હતું તો જેટલી વાત જાણવા મળી એટલી જાણી ને આવી ગયા અહિયાં….
જીતુ : અરે એ બધી વાતો કાકાને ખબર જ હશે, જમવા ચાલો, ત્યાં જઈને જ પૂછી લઈએ એ તો….

ધવલ પ્રવીણ અને જીતુ ઘર ને તાળું મારીને કાકાની દુકાને ગયા.
કાકા : આજે તો આ થયું એવું પહેલી વાર જોયું!
ધવલ : કાકા  થયું છે શું એ વાત જ કરો ને….
કાકા : કોઈક ઈશ્ટીમ(મારુતિ ૧૦૦૦) વારાએ કોઈ છોળી ને પાડી દીધી છે….. બધા કેછ પેલી હોસ્ટેલ ખુલીસ ને નવી… ત્યાં રેતીતી છોળી….

ધવલ ના મગજ માં સીધો જ મિલી નો વિચાર આવ્યો…. તેણે ઉભા થઈને ચોકડી બાજુ નજર કરી. ભીડ હવે રહી નહોતી. પણ પોલીસના સીલ ના કારણે કોઈને તે તરફ જવા માટે પરવાનગી પણ નહોતી અપાઈ. ધવલે બીજા દિવસે સવારે ત્યાં જવાનું નક્કી કર્યું…..

******

આખી રાત આ જ બધા વિચારોમાં કાઢીને સવાર થતાની સાથે જ ધવલ ચાર રસ્તા બાજુ જવા નીકળી પડ્યો. હવે ત્યાં પોલીસ સીલ પણ નહોતું અને કોઈ ક્રાઈમ નું નિશાન પણ જણાતું નહોતું. રોજની જેવી જ એ જગ્યા દેખાઈ રહી હતી. ધવલ ત્યાંથી સીધો જ હોસ્ટેલ તરફ ગયો. હોસ્ટેલમાંથી બહાર આવતા એક બહેનને તેને જરા પણ રાહ જોયા વગર કે વિચાર કાર્ય વગર જ પૂછી લીધું,

ધવલ : બહેન, મિલી અત્યારે અંદર છે?
બહેન : એ તો ગઈ કાલે સવારે જ ક્યાંક નીકળી ગઈ હતી, અને ત્યારની આવી જ નથી, લોકો કહે છે કે કાલના એક્સીડેન્ટમાં કદાચ……. પણ તેનો ચહેરો ઓળખાય એવો નહોતો…..
ચાલતા ચાલતા જ આટલું બોલીને તે બહેન નીકળી ગયા…..
અને ધવલ ના મગજમાં અસંખ્યો વિચારો આવવા લાગ્યા…..
લોકોને જોઇને તેમની સ્ટોરી વિચારતો ધવલ અત્યારે ખુદ જ એક અધુરી સ્ટોરી બનીને રહી ગયો હતો….. તે ફરીથી ચાર રસ્તા બાજુ ગયો, જ્યાં એક દસ-અગ્યાર વર્ષનો છોકરો ગોળ-ગોળ આંટા મારતો હતો અને માટીમાં કૈક શોધી રહ્યો હતો. ધવલ તે બાળકની સ્ટોરી વિચારવાનો પ્રયત્ન કરીને તેનું મન વાળવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પણ તેના મગજમાં બસ એક જ વિચાર, એક જ આશા હતી….. કે મિલી સવારે ટેન્શન માં હતી અને તે જરૂર તેના ઘરે જ પાછી ગઈ હશે….. નહિ કે કાળનો શિકાર બની હોય.
————————————
એપિસોડ રાઈટર – વિરાજ
————————————

બોટમ કૌંસ:~
{[(
બસ તો…..ફાઈનલી સ્ટોરીનો એન્ડ આવી જ ગયો……..
જો કે થયું એવું કે રોનકે નક્કી કર્યું છે આ સ્ટોરીને થોડી હજુ પણ આગળ લઇ જવી જોઈએ…. હવે મને ગમે અધૂરા અને સસ્પેન્સ વાળા એન્ડ કે જ્યાં રીડર્સ જ આગળ શું થયું હોય તે વિચારી લે…. પણ આગળ લખવાનું ચેલેન્જ કોને ન ગમે!!
તો બસ હવે એ તમારી પર જ છોડીએ છીએ…..
શું લાગે છે?
નેક્સ્ટ પાર્ટ આવવો જોઈએ કે નહિ??
)]}
day6

“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-3 ♥

ઉપલો કૌંસ:~
{[(
વાત જરાક એમ થઇ કે ૨૨ જુન 2012 માં મેં અને મારા ફ્રેન્ડ રોનકે નક્કી કર્યું હતું કે ભેગા મળીને એક વાર્તા લખીએ…. અને લખવાનું શરુ પણ કર્યું હતું…. પણ એ વાર્તા ના બે ભાગ લખાયા અને ત્રીજો ભાગ એ મને કાગળ પર આપીને ગયો અને પેલી આવી ગઈ મને હેરાન કરવા, કે મને છેક આજ સુધી લખવા જ ના દીધો ત્રીજો ભાગ!! પેલી મતલબ….. આળસ!! પણ ફાઈનલી…..એ ગઈ….અને વાર્તા આવી….!

હવે જો તમે આગળના ભાગ વાંચ્યા હશે તો અત્યાર સુધી તો ભૂલી જ ગયા હશો, અને નહિ વાંચ્યા હોય તો વાંચવાની ઈચ્છા પણ થશે જ એવું માનીને અહિયાં જ એના આગળના પાર્ટ્સ ની લીન્ક્સ share કરું છું…. તો એન્જોય કરો….
પાર્ટ-1
પાર્ટ-૨
)]}

નવી સવાર, નવો દિવસ…. કોઈએ કીધેલું છે કે સવાર સવારમાં પથારી માં આળસ ખાઈ લઈએ તો આખા દિવસમાં પછી આળસ રહે નહિ….. તો ચાલો હવે તૈયાર થઇ જઈએ, આજે તો પાછું લેખ સબમિટ કરવા જવાનું છે!

ચાલતા ચાલતા, આ ઝરમર વરસાદમાં, રસ્તે મળતા બધા દ્રશ્યો માણવાની મજા જ અલગ છે!

“હરતા-ફરતા”-નવી જનરેશનનું નવું મેગેઝીન! ટાઈટલ તો સારું એવું આપ્યું છે પોસ્ટર પર! જે પણ હોય! એડિટર સાહેબ નો વટ જોરદાર પડે છે!! ચાલો હવે આપણું કામ તો આ લેખ દેતા જ પૂરું!
હવે ધોધમાર પડે એ પહેલા ઘરે પહોંચવામાં જ ભલાઈ છે!
*******************
ઘર જેવી શાંતિ ક્યાય નહિ!! એમનેમ લોકો થોડું ને કહેતા હશે “ધરતી નો છેડો ઘર”! હજુ તો ૧૨ વાગ્યા છે… બસ અત્યારે તો આરામ જ કરવો છે….પછી ૩ થી ૬ ની તો અપોઇન્ટમેન્ટ છે આપણી બાલ્કની, ચા અને ખુરશી સાથે!! આજે કદાચ “એ” ફરી જોવા પણ મળી જાય!!
*****************
૬ તો વાગવા આવ્યા! ગઈ કાલે આટલા વાગ્યે જ તો દેખાઈ હતી એ! વરસાદના લીધે નઈ આવી હોય? પણ આ તો બસ ઝરમર પડે છે! ઓહ્હ…. આવી ગયા મેડમ! વગર છત્રીએ! હવે તો લાગે છે રેગ્યુલર કસ્ટમરમાં નામ આવી જ જશે…. 😀
ચાલો થોડાક એક્સપ્રેશન પણ જોઈ લઈએ…. કદાચ લખવા માટે કઈક નવું જ મળી જાય, એના ચહેરાની જેમ જ….અરેરે આ વરસાદ પણ ….હવે કઈ સ્પષ્ટ દેખાતું નથી પણ ટ્રાય કરવામાં શું જાય છે. ચાલો કૈક તો દેખાય છે, ગઈ કાલ કરતા આજે કૈક અલગ જ મૂડ માં લાગે છે .ચેહરા પર સ્ટ્રેસ જણાય છે. લટમાં ઝડપથી આંગળી ફેરવી રહી છે , હમ્મ્મ્મ …. હવે સામે કોઈએ ફોન ઉપાડ્યો લાગે છે , અરે અરે બૂમો પાડતી હોય એવું લાગે છે , ગુસ્સા માં બોલતી હોય એમ લાગે છે …… અચાનક શાંત ??? લે આણે તો ફોન પટકીને મૂકી દીધો .
અરે સાડા છ થઇ ગયા!! જીત્યો ને  પ્રવીણીઓ આવતા જ હશે , ચાલો નીચે જઈને ઉભો રહું .
******************
ધવલ : અલ્યા આજે કેમ ખુશ ખુશ લાગો છો ?!
પ્રવીણ : એતો અમે હોસ્ટેલ સાઈડ આંટો મારવા ગયા હતા ને એટલે ….
ધવલ : તો એમાં શું ?
જીતુ : અરે “કુદરતી દ્રશ્ય” જોવા ની મઝા આપડી ગઈ એટલે ખુશ છીએ . તું બી યાર આટલું સિમ્પલ પણ સમઝતો નથી ….
ધવલ : ભાઈ એમ તો મને બધી ખબર પડે છે, આ તો તારા મોઢે થી બોલાવડાવુંતુંને એટલે …!
પ્રવીણ : હા લેખક સાહેબ , તમને તો કોણ પહોચી શકે …??
જીતુ : ચાલો બે આપડી વાતો માં કાકા ક્યાંક બંધ કરીને જતા ના રે …
ધવલ : અલ ચિંતા ના કરીશ કાકા આપડ ને જમાડયા વગર કદી જાય છે તે આજે જતા રેહશે!!
પ્રવીણ : એ વાત તો સાચી … પણ આતો આજે વરસાદ જેવું છે એટલે જેટલું જલ્દી જઈને આવતા રહીએ એટલું સારું …
*****************
(ત્રણેય જણા કાકાની લારીએ પહોચે છે અને કાકા જોડે આડી અવળી વાતો માં પરોવાઈ જાય છે . જીતુ અને પ્રવીણ કાકા જોડે વાતો માં પરોવાયેલા છે અને ધવલ પોપટલાલ જોડે પહોચે છે .)
ધવલ : પોપટ કાકા બે દિવસ થી પેલી છોકરી જે ૬ વાગ્યાની આસપાસ આવે છે એના વિષે કઈ ખબર ?
પોપટલાલ : કોણ..? પેલા મિલી બેન ને ?… હમણાં પેલી હોસ્ટેલ માં જ રેહવા આયા છે …
ધવલ :(આનંદ અને આશ્ચર્ય સાથે) હા બસ એજ …
પોપટલાલ :તે એમનું સુ છે ??
ધવલ : આજે કૈક મૂડ બરાબર નતો લાગતો એનો …
પોપટલાલ : હા થોડા ગુસ્સામાં ને ટેન્શન માં લગતા હતા , મેં પૂછ્યું’તુ પણ કઈ વાત કર્યા વગર જ પૈસા આપની ને નીકળી ગયાતા એતો ….
ધવલ : હમમમ …. તમે બી એમાં શું કરી શકવાના હતા … કઈ નહિ ત્યારે પછી મળીએ , હું જમી આવું
પોપટલાલ : હવ કઈ વાંધો નઈ … જમીલો તમતમારે ….
***************
(ધવલ પાછો કાકાની લારીએ પહોચે છે , ત્રણેય જણા જમીને ઉભા થાય છે અને ઘરે જવા ના રસ્તે નીકળે છે , રસ્તામાં વાતો કરતા કરતા …….)
જીતુ : અબે કાલે સવારે પેલી હોસ્ટેલે જવું છે ને આંટો મારવા …?
પ્રવીણ : હાસ્તો! એમાં પૂછવાનું શું હોય …!
જીતુ : અલા તને નઈ ધવલ ને પૂછું છું , બોલ ધવલ ઈચ્છા ખરી કે નહિ ?
ધવલ : (થોડું વિચાર્યા પછી ) હવ ચાલોને આમેય નવરો જ છું , ઘરે એકલો કંટાળું એના કરતા તમારી જોડે આવીશ .
પ્રવીણ : અલા ના હોય તું તૈયાર થઇ ગયો !!!કઈક તો છે!! બોલીજા …
ધવલ : અલા કશું  નથી …
પ્રવીણ : પેલા પોપટલાલ જોડે કૈક વાત કરતો હતો ને! પેલી ફોનબૂથ વાળી નું કૈક ચક્કર લાગે છે ….
ધવલ : હા જા એવું જ છે … શું કરી લઈશ …
પ્રવીણ : અલા એમાં આટલો બગડે છે શેનો , સાચું કહીએ એમાં બૂમો પાડે છે …
જીતુ : અલા મુકોને બબાલ કાલે જઈને સાબિતી જોઈ લઈશું એતો ….
પ્રવીણ : જીત્ત્યા જીંદગીમાં પેલી વાર કૈક સરખી વાત કરી ….
ધવલ : લો પહોચી ગયા , હવે કાલે જ મળીશું …
(ત્રણેય જણ બીજી થોડી આડી અવળી વાતો કરી ને છુટ્ટા પડે છે )
*******************
નીચલો કૌંસ:~
{[(
હવે આમ તો અમે નક્કી કર્યું હતું કે ત્રીજો પાર્ટ જ છેલ્લો હશે, પણ એવું ન થવાના કારણ એવા છે કે,
~> કાગળમાં લખી રાખી હતી એ સ્ટોરી જ ક્યાંક ખોવાઈ ગઈ….
~> અને સ્ટોરી યાદ રહી નહિ એટલે સ્ટોરી ચેન્જ કરવી પડી :Pજો કે નેક્સ્ટ પાર્ટ માટે તો રાહ નહિ જ જોવી પડે…. કારણ કે સ્ટોરી શું છે એ અમે ડિસ્કસ પણ કરી લીધું છે અને નેક્સ્ટ પાર્ટ કાલે જ પોસ્ટ કરવાના છીએ…… હોપફૂલી 😛 😀
)]}
day4

ઉંદરની વેલેન્ટાઇન ♥

વેલેન્ટાઈને ઉંદરે કરી ઉંદરડી ને વાત,
“ચાલને ફરવા જઈએ ઉન્દી, રોમેન્ટિક છે રાત.”

ઉંદરડીયે ઓછી ન’તી કઈ, બા’ના આપી બોલી,
“તમેય સુ ગાંડા કાઢો છો!”, મનમાં છો એ ડોલી!

ઉંદરભઈ પણ તાન માં આવ્યા, ગીત ગાવાનો મૂડ બનાવ્યો,
ઉન્દી સામે ઘૂંટણે ઉભા, સૂરમાં તેમણે સુર મિલાવ્યો!
“તેરે લિયે દેખ ઉન્દી મેરી, નઝરાના હમ હૈ લાયે”,
ગાવા લાગ્યા, “તેરે ‘દર’ પર સનમ ચલે આયે….”!!

ઉન્દીના પણ રોમ રોમ માં છવાઈ ગયો રોમાંસ,
એણેય વિચાર્યું જવા દેવા જેવો નથી આ ચાન્સ.

દરને તાળા મારી નીકળ્યા ઉંદર ને ઉંદરડી,
દોડતા જાતા એકબીજાની પૂંછ પ્રેમથી કરડી…

મસ્તી-પ્રેમમાં પાગલ થઇ બેઉ જણા ભટકતા’તા,
પણ બંનેના પેટમાં તો હવે ઉંદરડા દોડતા’તા!!
મનગમતાની જોડે ફરતા સુખ તો મળી જાય છે,
પ્રેમથી પેટ ભરાય ક્યાં! ભૂખ જ નડી જાય છે…

ઉંદરડી બોલી “જાનું, આ ભૂખ નહિ સહેવાય,
ચલને કોઈ રેસ્ટોરન્ટમાં, હવે નહિ રહેવાય….”
ઉંદર બોલ્યો, “ડીનર આપણે કેન્ડલ-લાઈટ કરીશું,
પ્રેમની વાતો કરતા કરતા આપણે પેટ ભરીશું…”

સંતા-કૂકડી રમતા રમતા એક હોટલમાં પેઠા,
રસોડાનો માહોલ લાગ્યો જોઇને વાસણ એઠા.

રેસ્ટોરન્ટના મેઈન હોલમાં તેમણે એન્ટ્રી લીધી,
ખૂણે ચમકતી એલ.ઈ.ડી.ને કેન્ડલ માની લીધી.

બોલ્યો ઉંદર, “વેઇટ હની, હું મેનુ જરા જોઈ આઉં,
તારી ફેવરીટ સ્પેશ્યલ ડીશ તારા માટે લઈ આઉં…”

બોલી આટલું ઉંદર દોડ્યો મારતો કુદકો એક,
ફેંદી વળ્યો રસોડું જોઈ ખૂણો એકી-એક,
થાળી, વાડકા જોયા ને જોયા કબાટ દરેક,
એક ખૂણામાં પડેલી જોઈ સરસ મજાની કેક!

આજુ બાજુ કરી નજર, કોઈ નજરે ના ચડ્યું,
માન્યું કરી જે મહેનત, એનું જ આ ફળ મળ્યું!

દોડતા જઈને ઉંદરભાઈએ કેક હાથમાં લીધી,
પાસે પડેલી ક્રીમથી તેને સરસ સજાવી દીધી!

દુરથી ઉંદર જોરથી બોલ્યો, “આઈ લવ યુ માય મિસ”,
ઉન્દીએ પણ દુરથી ઉંદરને દીધી બ્લો-કિસ..!

કેક લઈને ઉંદરડીની પાસે પહોંચ્યો ઉંદર,
“આ લે તારી માટે લાવ્યો કુદી સાત સમુંદર!,
તારા પ્રેમના તીરથી થ્યો’તો હું તો શૂટ એટ સાઈટ!
પ્રેમનો ટુકડો સમજી, તું લે કેકનો પહેલો બાઈટ…”

કેક ઉન્દીને ખવડાવીને ઉંદરે પણ ખાધી,
ન દીઠયું કે સામે આવતી હતી એક ઉપાધી!
બહારથી તો દેખાતી’તી કેક સુંદર ને સાદી,
જાણ્યું ના ઉંદરડાએ આ કેક હતી બરબાદી!!

ધડકવા લાગ્યું હતું બેઉનું હવે જોર થી દિલ,
ક્યારેય ના કર્યું હોય એવું થઇ રહ્યું’તુ ફિલ,
પરસેવે ભીનું થઇ ગ્યું’તુ બંને નું તો ડીલ,
કેકના નામે ખાઈ લીધું’તુ મોર્ટીન-રેટ-કિલ!

જાણી લીધું અંતિમ આવી બેઠી છે આ ઘડી,
ટાળ્યે ન ટળાય એવી મુશ્કિલ આવી પડી.

“દરેક જનમમાં સાથે જીવશું, સાથે મૃત પામીશું,
દુનિયા સામે છો પડે, આપણે જોડી જમાંવીશું”

આટલું કહીને જીવન-મરણની જનમ જનમ ની કસમો લીધી,
એકબીજાની જ બાહોમાં ઉંદર-યુગલે જાન દીધી!

વેલેન્તાઇનની જવા દીધી ના રાત ઉંદરે કોરી!
પ્રેમની સાથે જ શરુ કરી ને ખતમ થઇ લવ-સ્ટોરી!

|~~~~ રેસ્ટ ઇન ચીઝ ~~~|

-વિરાજ રાઓલ

કૌંસ માં :~
[{(

સાત દિવસ પહેલા ઘર માં ઉંદર હોય એવું લાગ્યું હતું, પાંચ દિવસ પહેલા ઉંદરની નીશાનીઓ દેખાઈ, ત્રણ દિવસ પહેલા ઉંદરે દર્શન દીધા, તરત જ લાકડી લઈને મારવાનો ટ્રાય કર્યો… પણ ઉંદર મારી સામે હતું અને અવાજ બીજી દિશામાંથી આવતો હતો…!
તરત જ દુકાને ભાગ્યો, રેટ-કિલ લઇ આવ્યો, અને રાત્રે એક ખૂણા માં મૂકી દીધું…. ગઈ કાલે રેટ-કિલ કેક ગાયબ થયેલી જોઈ એટલે હાશ થઇ…. પણ જેમ પહેલા લાગ્યું હતું એવું જ થયું…. ઘર માં ઉંદરનું કપલ રહેતું હતું!!
ગઈ કાલે રાત્રે ઉંદરડી પણ સામે આવી! બીજી કેક મૂકી અને પંદર જ મિનીટ માં કેક સાફ કરીને ઉંદરડી બહાર ભાગી…. બસ તો એ ઉંદરોની યાદમાં જ આજની પોએમ… 

)}]

શોર્ટ સ્ટોરી- “કરીઅરનો બોમ્બ”

(ફોન કન્વરઝેશન)
સુમ્રિત: શું કરે છે?
શુભમ: કઈ નહિ યાર, નવું નાટક….
સુમ્રિત: કોનું? સુહાની નું?
શુભમ: અરે ના યાર, વર્લ્ડની ડાહ્યામાં ડાહી ગર્લ-ફ્રેન્ડ મને મળી છે….આ તો નવું નાટક લખવા બેઠો છું એમ કહું છું…
સુમ્રિત: હાહાહા, i know, આ તો બસ ખેંચતો હતો તારી…
શુભમ: પોપટ છે યાર તું પણ…
સુમ્રિત: હા ભાઈ, તમે જ મહાન! બાય ધ વે આ નાટકો લખીને કરે છે શું તું?
શુભમ: અત્યારે તો કઈ જ નહિ, પણ તું જોજે, એક દિવસ આપણું પણ નામ હશે મોટા રાઈટર્સમાં…
“શુભમ………..”
સુમ્રિત: આ કોણ બુમો પાડે છે?
શુભમ: અરે મમ્મી છે યાર…..ખાવા બોલાવતી હશે. ચલ પછી વાત કરીએ, આજે તો સુહાની જોડે પણ હજુ વાત નથી થઇ.
સુમ્રિત: હહાહા, ઓકે જા ખાઈ આવ ‘મેથીપાક’ કે જે પણ બનાવ્યું હોય એ આન્ટીએ….બાય.
શુભમ: હા ચલ બાય ચંબુ…. 😉
**********************
“આટલી બધી વાર લગાડવાની આવવા માટે? કરતો શું હોય છે આખો દિવસ તારા રૂમમાં બેસીને?” મમ્મી ભડક્યા….!
“અરે લખવા બેઠો હતો…”
“અસાઇનમેન્ટ?” આવું ક્યાં પૂછ્યું!
“હ્મ્મ….નાટક” હવે સાંભળો ભાઈ લેકચર મમ્મી-પપ્પાનું….
“આવા બધામાં જ પડ્યો રહે તું! જાતજાત ના શોખો ચઢે છે ને ઉતરે છે….એક જગ્યાએ તો સાહેબને ટકવું ગમતું નથી! ક્યારેક ડાન્સ, ક્યારેક પેઈન્ટીંગ, ક્યારેક આ નાટક! આ તારા નાટકો ઓછા હોય છે તે બીજા લખે છે? તારી બાયોગ્રાફી જ લખી દે..એજ સૌથી મોટું નાટક છે.”
“અરે પણ…”
“સાચું જ કહે છે તારા પપ્પા…. કોઈ દિવસ કરીઅર ઓરીએન્ટેડ પણ કરો કઈક….” કરીઅર ક્યાંથી ઘૂસે છે વચ્ચે દર વખતે?!
“હા મમ્મી, એનું જ તો કરું છું….મારે રાઈટીંગમાં જ બનાવવું છે કરીઅર. અત્યારે કોલેજ માટે નાટક લખું છું, કાલે મોટા સ્ટેજ માટે અને પછી મુવીઝ પણ લખવા જ છે મારે….”
“જોઈએ છીએ કેવા મુવી લખો છો અને કેટલો તારો આ શોખ ટકે છે…” અરે યાર પપ્પાને કઈ રીતે સમજાઉં મારા ડ્રીમ્ઝ!
“સારું….હું સુમ્રિત ના ઘરે જી આવું….થોડુક કામ છે…..” છૂટીશ તો ખરો આ લેક્ચર્સ થી, અને સુહાની જોડે વાતો પણ થઇ જશે રસ્તામાં ફોન પર…. 😀
**********************
“આવો લેખક સાહેબ!”
“બે સાલા તું માર ખાઇશ હવે લેખક સાહેબ કહ્યું છે તો….”
“હા ભાઈ, અમે તો માર ખાવા જ બન્યા છીએ આપના હાથનો!”
“અરે હમણા સુહાની જોડે વાત થઇ મારે ફોન પર, થોડુક ડિસ્કસ કર્યું રાઈટીંગના કરીઅર પર….”
“ઓહો! એવી બધી વાતો પણ કરો છો, એમ!”
“હા યાર, એન્ડ આઈ થીંક સુહાની ઈઝ રાઈટ….. અને હા, મમ્મી પપ્પાની વાત પણ સાચી છે….”
“ફોડ બોમ્બ”
“શું બોલ્યો?”
“કઈ નહિ, કઈ નહિ….કંટીન્યુ કર…”
“આ બહુ સ્લો કરીઅર છે, એમાં મજા નથી….આઈ થીંક મારે એક બેન્ડ સ્ટાર્ટ કરવું જોઈએ…અસલી મજા જ એમાં છે. અને ગીતાર તો આવડે જ છે, યુટ્યુબ ના લીધે ફેમસ પણ થઇ જઈશ…”
“ફોડ્યો!!!”
“હું પણ કોને સમજાવવા બેઠો છું…”
આ લોકોને બસ ટેલેન્ટ ઓળખતા જ નથી આવડતું….બસ મજાક ઉડાવતા આવડે છે! હહ્….. 😦

કૌંસ માં :~
{[(

હાઈલા!! પચાસ(50) પોસ્ટ થઇ ગઈ!! 😀
)]}

“એક વેમ્પાયરની ડાયરીના અંશ”- ♣

કૌંસ માં :~
{[(
~> પોસ્ટની એન્ડમાં જ કૌંસ માં લખાય એવો કોઈ નિયમ નથી (નિયમ તો મારા જ હાથ માં ને 😉 ) એટલે આજે પોસ્ટ ની પહેલા જ કૌંસ માં લખી દઉં છું!
~> કોલેજ જતી વખતે બસમાં આવતા વિચારોમાંથી પહેલા પણ ઘણી પોસ્ટ્સ બનાવેલી છે, એમાં જ આ એક વધુ પોસ્ટ!
~> ડ્રેક્યુલા, વેમ્પાયર્સ ડાયરીઝ, ટ્વાઈલાઈટ સીરીઝ જેવી મુવીઝ અને સીરીઅલ અને બુક્સમાં બતાવેલા એક કાલ્પનિક(?) એવા વેમ્પાયરની ડાયરી મળી છે! જેમાંથી કેટલાક પેજીસ માંથી કેટલાક કિસ્સાઓ આજે બ્લોગ પર પોસ્ટ કરું છું (એન્ડ આ ચોક્કસ પણે ઇન્સ્પાયર્ડ ઓન્લી ફ્રોમ ધોઝ મુવીઝ જ છે!), એય પાછો ગુજરાતી વેમ્પાયર જે કદાચ આપણી આસપાસ જ રહે છે! (બીક લાગે તો આંખો બંધ કરીને પણ વાંચી જજો એક વાર! આવું ક્યાં વારે ઘડીએ વાંચવા મળે! 😉 )
)]}

♣——————————————————————–♣

માન્યું કે એક સિમ્પલ લાગતો જ યુવાન છું હું, ભલે લોકો માટે હું સિમ્પલ કોલેજ જતો સ્ટુડન્ટ હોઉં! ભલે મારા ભાઈ-બહેનને મારા પિતા નો એ વારસો નથી મળ્યો! પણ શાપ કહો કે નસીબ, મને મળ્યો છે એ વારસો! શું મારા ભાઈ-બહેન જેવું નસીબ મને નહોતું મળી શકતું? શું મારે પણ હજારો વર્ષો સુધી પપ્પા ની જેમ જ જીવતા રહેવું પડશે? આવી યુવાની નો ફાયદો શું કે જેમાં કોઈના પ્રેમમાં પડતા પહેલા તેને પોતાનો જ શિકાર બનતા રોકવાનું શીખવું પડે!? શું કરવાનું એ જીવનનું કે જેમાં મિત્ર ન બને તેનું ધ્યાન રાખવું પડે બસ એટલા માટે કે કોઈ દિવસ તેના જ લોહી નો સ્વાદ ન ચખાઈ જાય કે એક જરીક એવી પણ લોહીની (સુ)ગંધ  ન આવી જાય! જો ખરેખર ઈશ્વર જેવું કોઈ હોય તો મને આ દાનવના અવતારથી છુટકારો આપો.

♣——————————————————————–♣

આજે કદાચ મારી લાઈફ નું સૌથી ખરાબ કહી શકાય તેવું કામ કર્યું. કંટાળી ગયો છું હું આ લોહીની તરસથી. કંટાળી ગયો છું આ અનવોન્ટેડ શક્તિઓથી. નથી જોઈતી મારે આ અમાનવીય ઝડપ. નથી જોઈતો આ મેસીવ પાવર. શું એક નોર્મલ માણસની જેમ જીવી ના શકું હું? શું કરવાનું આ શક્તિઓનું જો હું જાહેર માં એનો ઉપયોગ ન કરી શકું તો? શું કરવા બનાવ્યા છે વેમ્પાયર સમાજના આ રોમન નિયમો અને ગ્રંથો?
માંડ બનેલા એવા એ મારા મિત્ર ને એકસીડન્ટ માંથી ઉગારી શક્યો હોત! ટ્રકના આવતા પહેલા હું પણ એને બચાવી શક્યો હોત! આજે એને હોસ્પિટલ માં જોયા કરતા કદાચ ફેસબુક પર ચેટ પણ કરતા હોત! જો શક્તિ દીધી છે તો જાહેરમાં ઉપયોગ કરવાનું કોઈ ફ્રીડમ કેમ નથી દીધું?
♣——————————————————————–♣

ધ્રુજે છે મારા હાથ આ લખતા લખતા,
કદાચ થોડાક જાદુ-ટોણા પછી લોકોને તો યાદ નહિ રહે કે મારો ભાઈ હતો, પણ મારા જીવન ઉપર તો ડાઘો લાગી જ ગયો ને! હું તો મારા ભાઈ નો હત્યારો જ કહેવાઈશ ને! પપ્પા તો કદાચ તો પણ સમજી શકશે મારી મનોદશા, પણ મમ્મીનું શું? મમ્મી તો નોર્મલ માણસ જ છે ને! લોહી ની તરસ કેવી હોય છે એ મમ્મી તો ક્યારેય નહિ સમજી શકે! માન્યું કે માણસના લોહી ની તરસ પર કંટ્રોલ કર્યો હતો, માન્યું કે ફક્ત પ્રાણીઓના લોહીની ટેવ પાડી હતી મેં! ભાઈ ને બ્લેડ વાગવી એ એક અકસ્માત હતો પણ મારું તેના લોહીની ગંધ તરફ ખેંચાવું એ તો મારી જ ભૂલ હતી ને?! કદાચ એવી ભૂલ કે જે મારા માનસપટ પરથી ક્યારેય નહિ ભૂસાય. એક ભાઈ ના હત્યારા તરીકે લોકો તો નહિ પણ મારું જ અંતરમન મને ગાળો ભાન્ડતું રહેશે!
♣——————————————————————–♣
એવો તો શું ગુનો કરવો જોઈએ મારે કે મને રોમન વેમ્પાયર્સ મોત ની સજા આપે?

શા માટે એ મોતના નિયમો જાહેર નથી કરવામાં આવતા? ક્યાં સુધી એ ભૂલ થવા માટે રાહ જોવાની મારે?
ક્યાં સુધી એક નોર્મલ માણસ બનવાનો ડોળ કરતા રહેવાનું? અને ક્યાં સુધી રાત્રે ફક્ત પ્રાણીઓના શિકાર માટે નીકળવાનું?
શું ક્યારેય આ માણસોની જેમ મળતી ઊંઘ મને નસીબ નહિ આવે? શું ક્યારેય મોતની બીક નો અનુભવ નહિ થાય મને? બસ સ્વજનોના મોત નો ખેલ જ જોતા રહેવાનો મારે હજારો વર્ષો સુધી?
મારે જો કઈ જોઈતું હોય તો એ બસ મોત કાં તો આ દરિન્દાપણા માંથી છુટકારો જ જોઈએ છે.
♣——————————————————————–♣
બસ આ જ બાકી હતું ને? પ્રેમ-લવ-ઈશ્ક!

“નથી કોઈ ફાયદો ઈઝહાર-એ-ઈશ્ક કરવાનો,
શું કરું એ પ્રેમનું જે છે કઈક વર્ષ જ ટકવાનો?”
બહુ બહુ તો શું થશે! લગ્ન? કેટલા વર્ષ ટકશે? જયારે તેનું મૃત્યુ થશે ત્યાં સુધી જ ને? હવે એ “બ્લડ-તરસ” ની સાથે “પ્રેમ-તરસ” પર પણ કંટ્રોલ કરતા શીખવાનું?
નથી રહેવું હવે આ સમાજમાં મારે….. સારું રહેશે કે કોઈ જંગલમાં જતો રહું, આમ પણ માનવ-વસાહતમાં રહીને કઈ ફાયદો નથી થવાનો મને. બહુ બહુ તો જંગલી બની જઈશ ને હું! જે હું છું જ.
છેલ્લી વાર લખું છું આજે, અને છેલ્લી વાર તેને જોવા પણ જઈશ.
નવું જીવન શરુ કરીશ હું વરસાદી જંગલોમાં બસ એક આશા સાથે કે એવી ભૂલ કરી જાઉં કે મોત ની સજા મળી જાય.
♣——————————————————————–♣
બીજો કૌંસ :~ 😉

{[(
~> વેમ્પાયર છોકરાનો ફોટો કે સ્કેચ શોધવા ખાસ્સી મથામણ કરી પણ છેલ્લે જાતે જ જેવું આવડ્યું એવું દોરી ને અપલોડ કરી દીધું. 😛
)]}

JAVAનું બખડજંતર! :D

ક્લાસમાં ઘણી વાર ( આમ તો દરેક વાર) બહુ જ કંટાળો આવતો હોય છે, એવા ટાઈમે બગાસા ખાવામાં થોડુક રિસ્ક ચોક્કસ રહેતું હોય છે, બેટર છે કે ધ્યાન જ નાં આપીએ (ધ્યાન આપીએ તો બોર થવાય ને!)

જો કે હું એવા સ્ટુડન્ટસ માં નથી આવતો (એનાથીએ  જોરદાર 😉 ) એમાં પણ આજે તો લેકચર માં પૂરું ધ્યાન આપ્યું કેમ કે આજની પોસ્ટ લખવા માટે તો ફેકલ્ટીએ જ હેલ્પ કરી હતી. એ ભણાવતા ગયા અને મને આજ ની પોએમ લખવા માટે ટોપિક્સ આપતા ગયા 😉 , એક જ લેકચરમાં બે પોએમ્સ લખી દીધી, એક ગુજરાતીમાં અને એક ઈંગ્લીશમાં 😀
તો એન્જોય કરો, share કરો, અને કમેન્ટ્સ પણ આપતા જાઓ! 😀(નોંધ :~ તમારા રિસ્ક પર વાંચજો, ભયાનક સબ્જેક્ટ પર લખેલું આ બખડજંતર જ છે……. JAVA ના જોડકણા!)

લેકચર ભરવા ક્લાસમાં પેઠો,
ખાલી જગ્યા જોઇને બેઠો.

બેગ માંથી મેં કાઢી ચૉપડી,
સબ્જેક્ટ-નેમ જોઈ હટી ખોપડી.

સબ્જેક્ટ ભારે એવો -“JAVA”,
“કોલેજ આવ્યો હું શું ખાવા!!!”

પછતાવો મને થયો ઘણો,
પણ આવ્યા તો થ્યું ‘ચલો ભણો’!

સાહેબે પણ કરી શરૂઆત,
બોલ્યા, “ફ્રેમ્સ ની કરીશું વાત”.

બારી બાજુ આંગળી ચીંધી,
કિનારીને તેની ફ્રેમ કીધી!

ત્યાં જ મને એક પ્રશ્ન થયો,
ઉભા થઈને હું પૂછી ગયો,

“સાહેબ, એક વાત કરો reveal,
આ કમ્યુટર છે? કે છે CIVIL?”

સાહેબે મારો ઉધડો લીધો,
ક્લાસ છોડવાનો આદેશ દીધો. 😀

સાહેબને ના સમજ એ આવી,
કે અમે છીએ એન્જીનીઅર ભાવી!

~~~~> કૌંસ માં
{[(
ગુજરાતી બ્લોગ ઉપર તો ગુજરાતી પોએમ જ મુકાય ને! (એવું જરૂરી નથી, પણ આ તો મારા બનાવેલા કેટલાક નિયમો, યુ નો! 😉 )
JAVA ઉપર જ લખેલી ઈંગ્લીશ પોએમ “અહી ક્લીક કરીને” વાંચો… 🙂
)]}

બ્રેક કે બાદ!

વૂહહ………4768 views, 27 followers,  અને આને ગણીને 41 પોસ્ટ્સ… 10 ડીસેમ્બર થી આ લખું છું ત્યાં સુધી માં….એટલે કે 15 જુલાઈ સુધી…. 219 દિવસ કહો કે 7 મહિના અને 6 દિવસ….. જે મળ્યું છે એ ખરેખર expectations થી ઘણું વધારે જ કહી શકાય મારા માટે….. થોડાક દિવસ માં 5000  હિટ્સ થશે એવી રાહ જોતો હતો…. વિચારતો હતો કૈક મસ્ત મજાનું “થેંક યુ” એક મસ્ત પોસ્ટ સાથે કરીશ…..! પણ હવે થાય છે એના માટે રાહ નહિ જોવાય! અત્યારે જ કહી દઉં…..  THANK YOU SO MUCH!!!

થેંક યુ મેં જે કઈ લખ્યું એ વાંચવા માટે, મને સપોર્ટ કરવા માટે, લખતા રહેવા નો ઉત્સાહ આપવા માટે, કેટલીક પોસ્ટ્સ અને બસ ‘નામની એવી ફક્ત કહેવાતી એવી કવિતાઓ’ ને સહન કરવા માટે!! અહી ઘણા બ્લોગ્સ પર નજર નાખતા ખબર પડી કે ગુજરાતી સાહિત્ય કેટલી મોટી વસ્તુ છે….. અને ત્યાં હું કોઈ પણ પ્રકાર ની મહેનત કર્યા વગર જ કુદી પડ્યો…. જે મન માં આવ્યું એ લખતો રહ્યો…. અને જાતે જ મને કહેતો, “મસ્ત લખ્યું વિરાજ!!”. પણ હવે જયારે બીજાઓને વાંચ્યા ત્યારે ખબર પડે છે કે મેં લખ્યું એ ખરેખર કઈ હતું જ નહિ! કોઈ પણ કામ મહેનત વગર તો નાં જ થાય ને….! બસ તો હવે એ પણ કરવી જ છે..! થોડુક(ઘણું) રીડીંગ પણ જરૂરી છે, જે કરીએ એમાં અભ્યાસ મેઈન છે! એના વગર તો એવું છે કે દિશા જોયા વગર દોડ્યા કરવું! અને જો એમ કરીશ તો બસ ગોળ ગોળ જ ફર્યે રાખીશ હું તો!

અરે હા….. મેઈન વાત તો રહી જ ગઈ…. એક્ચ્યુઅલી આ પોસ્ટ મેં એટલા માટે લખવાનું નક્કી કર્યું હતું, કે મારે હવે થોડોક ટાઈમ બ્રેક લેવો છે બ્લોગીન્ગમાંથી(ટાઈટલ તો વાંચ્યું જ હશે!!). પણ મારા માઈન્ડ નું એવું છે ને કે ગમે ત્યારે ચેન્જ પણ કરી દે disicion!  પણ બનશે ત્યાં સુધી તો ચેન્જ નહિ જ થવા દઉં. એક વર્ષ સુધી તો બ્રેક લેવાની ઈચ્છા છે જ…… પછી જોઈએ એ તો કેટલું મારું માઈન્ડ સ્ટેબલ રહે છે!

જો કે લખવાની ટેવ છોડવી તો નથી જ…… અને છૂટશે પણ નહિ. એનો બંદોબસ્ત પણ કરી જ રાખ્યો છે! એક 400 પેજ ની નોટ માં મારી ગમે તેવી ભાંગી તૂટી વાર્તાઓ અને કવિતાઓ લખવાનું ચાલુ રાખીશ. અને જયારે પણ બ્રેક પતશે, ત્યારે પોસ્ટ કરવા માંડીશ બ્લોગ પર(એમ તો નહિ છોડું તમને લોકો ને 😉 )! અને મારો જુનો બ્લોગ તો છે જ બ્લોગસ્પોટ વાળો! એ તો મારું સેન્ડબોક્સ છે….. પ્રેક્ટીસ એરિયા જ કહી દો! ઈચ્છા થશે ત્યારે ત્યાં તો લખીશ….કદાચ! 😛
ચાલો તો, ફરી મળીશું! બ્રેક કે બાદ!!! 😀 🙂 😛 😉

મુવી ટાઈમ :D

ફુલ્લી એન્જોય કરું છું આ વેકેશન તો…. ઘણા ટાઈમ પછી(કદાચ પહેલી વખત)  એવું થયું કે જે પ્લાન કરું છું એ થાય છે…. એન્ડ આઈ એમ લવિંગ(અંગ્રેજી વાળું) ઈટ!!

આ લાસ્ટ વિક માં ટોટલ ચાર મુવીઝ જોયા!
~>“શાંઘાઈ”, “રાઉડી રાઠોર(ડ?)”, “કેવી રીતે જઈશ” અને ફાધર્સ ડે પર જોએલું આ ચારે મુવીઝ માં જોરદાર એવું ~>>”ફેરારી કી સવારી”<<~
તો હવે ચારે મુવીઝ ની વાત થોડી ડીટેઇલમાં કરીએ!
સૌથી પહેલા
~>શાંઘાઈ!
વન મોર ક્લાસ મુવી! જે યુઝ્વલ પબ્લિક ને બોરિંગ જ લાગશે કેમ કે થોડુક સમજવું પડે એવું મુવી છે. જેમ જેમ એ મુવી વિષે વધારે વિચારું એમ વધારે ગમતું જાય છે. અભય દેઓલ ની વન મોર મુવી કે જે મને બહુ ગમી હોય….(મોટા ભાગ ની એની મુવીઝ મને ગમે છે, ખાસ કરીને “ઓયે લકી, લકી ઓયે”). પછી બીજી એક વાત કે એક જ મુવી માં બે સીરીઅલ કીસ્સર છે! 😛 (એ તમારે સમજી જવાનું હોય.)
રીઅલ ઇન્ડિયા(પબ્લિક અને પોલીટીક્સ) ના ફરી એક વાર સરસ મજાના રીઆલીસ્ટીક દર્શન! આમ તો સારાંશ માં કહી ના શકાય પણ એવું કહી શકાય કે મુવી કહેવા માંગે છે કે, “ભાઈ મથવું હોય એટલું મથો, ઇન્ડિયા જેવું છે એવું ને એવું જ રહેવાનું છે, ચેન્જ ચોક્કસ આવશે, પણ એ ફક્ત ચહેરામાં હશે, નિયત પબ્લિક ની એ ની એજ  રહેશે!
અને હવે મુવીને આપવાના સ્ટારની વાત કરું તો એમ છે કે એ બધું મને ગમતું નથી, હું બસ એન્જોય કરવામાં માનું છે! એન્ડ આમ પણ ‘પસંદ અપની અપની’ જ હોય છે!
~>રાઉડી રાઠોર
હવે આના વિષે બહુ ખાસ કહેવાની(આઈ મીન લખવાની) ઈચ્છા નથી થતી. વન મોર સાઉથની રીમેક! એજ ઢીશુમ ઢીશુમ અને ધાંસુ(?) ડાયલોગ્સ ની મારામારી! એક્શન અને કોમેડી નો સંગમ! ગમે એને બહુ ગમે અને ના ગમે એને જરાય ના ગમે એવું મુવી. અને મારી વાત કરું તો ઈન્ટરવલ પહેલા બહુ બોરિંગ લાગ્યું અને ઈન્ટરવલ પછી એની ટેવ પાડવા લાગી એટલે ગમવા લાગ્યું 😀
~>કેવી રીતે જઈશ
હવે આની તો હું બહુ જ આતુરતા થી રાહ જોતો હતો અને ખાલી હું જ નહિ પણ ઘણા બધા લોકો આની રાહ જોતા હતા. અને રાહ જોવડાવી ને સાવરિયા જેવો ફિયાસ્કો ના કર્યો એ વાત નો તો આનંદ છે જ પણ ખરેખર ફૂલ એન્ટરટેઈનમેન્ટ પૂરું પાડ્યું એની વધારે ખુશી છે! પહેલી વાર ગુજરાતી મુવી થીએટરમાં જોયું અને એ પણ હાઉસફુલ (આ મુવી જોવા ગયો એ કિસ્સા પર આખી અલગ જ પોસ્ટ લખાઈ જાય એટલું બધું કહેવા જેવું છે, તો એના વિષે ફરી ક્યારેક ડીટેઇલ માં લખીશ, અત્યારે બસ મુવી વિષે)! એક તો આપણી લેન્ગવેજ, જાણીતા લોકેશન્સ, ઘણા જાણીતા ચહેરા અને મસ્ત મજાના ડાયલોગ્સ, ટૂંકમાં એક ફૂલફટાક એન્ટરટેઈનમેન્ટની મસ્ત ગુજરાતી ડીશ જેવું મુવી! જો કે હજુ ધરાયો તો નથી, ફરી ફરીને ખાવાની ઈચ્છા થાય એવી ડીશ હતી. ડાયલોગ્સ યાદ રહી જાય એવા અને રહી રહીને હસાવી જાય એવા જોરદાર હતા. મેહુલ સુરતીએ સજાવેલા મસ્ત મજાના સોન્ગ્સ પણ જોરદાર! હવે બસ એની DVD જલ્દી આવે એની જ રાહ જોઇને બેઠો છું!
~>ફેરારી કી સવારી
આજે જ, એટલે કે ફાધર્સ ડે ના દિવસે જોએલું અને જાણે ફાધર્સ ડે માટે જ બન્યું હોય એવું ટચી, ફની, સ્મુધ, અને કોઈના પણ ગળે આસાનીથી ઉતરી જાય અને બહુ ભાવી જાય એવું બાસુંદી જેવું મીઠું મુવી!
બોમન ઈરાની અને શર્મન જોશી ની ખરેખર ઓવ્સમ કહી શકાય એવી એક્ટિંગ અને  “વિધુ વિનોદ ચોપરા અને રાજુ હીરાની” ની જોડીની એક ઓર કમાલ-ધમાલ-બેમિસાલ મુવી! જે હસાવે પણ ખરી, રડાવે(દિલ થી) પણ ખરી! લખીએ એટલું ઓછું છે આ મુવી માટે! એક પપ્પા ની પોતાના દીકરાની ઈચ્છાઓ અને સપના પુરા  કરવા માટે ગમ્મે તે કરી છૂટવાની લાગણી અને પ્રયત્નો અને એક નાનકડા પણ સમજુ એવા દીકરા ની પોતાના પપ્પાને ઓછા માં ઓછી તકલીફ આપવાની દિલની ઈચ્છાઓ!
મુવીનો બેસ્ટ ડાયલોગ જે ખરેખર જીવન ભાર યાદ રહી જશે એ છે “જો દેખેગા વહી તો સીખેગા!” આ ડાયલોગ ને પોઝીટીવ અને નેગેટીવ બંને રીતે આ મુવી માં બતાવ્યો છે જે મુવીને બે ડગલા આગળ મુકે છે! અને મારા ફેવરીટ મુવીઝ ના લીસ્ટમાં એક વધારે મુવીનો વધારો પણ આ મુવીએ કર્યો છે!!
બસ તો આજ માટે આટલું ઘણું છે!
વધારે મુવીઝ જોઇશ વધારે લખીશ!
બસ વાંચતા રહો અને કમેન્ટ્સ આપતા રહો!
થેન્ક્સ ફોર રીડીંગ! 🙂

ફાઈનલી ફર્સ્ટ VLOG – “કેવી રીતે જઈશ?”

ફાઈનલી પરમદિવસે ગાંધીનગરમાં પડેલા વરસાદે વિરાજના માઈન્ડમાં Vlog બનાવવાનો મુડ બનાવ્યો અને વિરાજે (વિરાજ એટલે હું :D) નક્કી કર્યું કે ચાલો આજે તો ગમે તે થઇ જાય શૂટ કરી જ દઉં પોતાની જાત ને(કેમેરાથી )….

બસ તો,
“સેટ કર્યો કેમેરા,
સેટ કર્યો મુડ,
જે આવ્યું મગજ માં,
બોલવા માંડ્યો મારઝૂડ” (પ્રાસ બેસાડવાની મજા બહુ આવે 😛 જોડકણા યુ નો!).
તો જુઓ અને સજેશન્સ આપો કમેન્ટબોક્સ  માં 🙂
જો કે પહેલી વાર ટ્રાય કર્યો છે એટલે થોડી(ઘણી) ભૂલો તો થઇ જ છે, થોડીક નર્વસનેસ, થોડાક નામ ના ગોટાળા…. વગેરે વગેરે.

સુધારો*: મ્યુઝીક મેહુલ સુરતી નું છે.