બસ, વાતો થોડી રસ્તાની….હાઈ-વે ની!

મેં એક મેસેજ વાંચ્યો હતો ક્યાંક(sms, whatsapp, ફેસબુક કે ક્યાં એ યાદ નથી…) કે “જયારે હું એવું કહું છું કે મને સ્કુલની બહુ યાદ આવે છે, ત્યારે મને મારા ફ્રેન્ડસ અને તેમની સાથે કરેલી મસ્તી યાદ આવે છે, નહિ કે જે ત્યાં ભણ્યો અને ગણ્યો એ!”
બસ એજ રીતે જો હું કોઈને એવું કહું કે હું મારી કોલેજ બહુ જ મિસ કરું છું, ત્યારે ફ્રેન્ડસને તો મિસ કરું જ છું, પણ એ ફ્રેન્ડસ કરતા પણ વધારે (હા, એમના કરતા પણ વધારે) હું (ભણવાનું તો નહિ જ, પણ) ૪ વર્ષ કરેલું અપ-ડાઉન મિસ કરું છું. પછી એ શરૂઆતના દિવસોમાં બાઈક થી કરેલું અપ-ડાઉન હોય, દોઢ સેમિસ્ટર સુધી કરેલું Vanમાં કરેલું અપડાઉન હોય કે બાકીના વર્ષોમાં છેક કોલેજના છેલ્લા દિવસ સુધી કરેલું અને મારું મોસ્ટ ફેવરીટ એવું બસ-રીક્ષા-છકડા-શટલમાં કરેલું અપડાઉન હોય!

એક જગ્યાએ એવું પણ વાંચ્યું હતું મેં કે બસની વિન્ડો સીટ એક એવી જગ્યા છે જે ભલ-ભલાને ફિલોસોફર બનાવી દે છે. અને એ વાત પણ સો ટકા સાચી છે. અને બીજા બધા માટે હોય કે ન હોય, મારા માટે તો સાચી પડી જ છે. સૌથી અજીબથી લઈને ઘણા સારા કહી શકાય એવા એવા ઘણા વિચારો મને બસ એમ જ બસની વિન્ડો સીટ પર બેસીને બહાર તાક્યા કરતી વખતે આવ્યા છે. કેટલીક વાર મને મ્યુઝીકની જરૂર પડી જતી, તો કેટલીક વખતે બસ ‘બસ’ના ઘોંઘાટ, ‘બસ’માં થતી લોકો ની વાતચીત, રસ્તા ની આજુ બાજુથી આવતા અલગ અલગ અવાજના કોમ્પોઝીશનથી બનતી ટયુન એન્જોય કરતા કરતા જ હું મારા વિચારોમાં ખોવાઈ જતો! (બાય ધ વે, એક મુવી આવ્યું હતું ૨૦૦૭માં “ઓગષ્ટ રશ” નામથી, જેમાં એક છોકરો આવી જ રીતે આજુ બાજુમાં સંભાળતા અવાજમાંથી પોતાના મગજ માંજ ટયુન બનાવીને એન્જોય કરતો હતો. હું એની પાસેથી જ શીખ્યો! 😉 )

ખાલી કોલેજમાં કરેલું અપડાઉન જ નહિ પણ ક્યારેક ફેમીલી સાથે, તો ક્યારેક એકલા કરેલી એવી બીજા સીટી કે સ્ટેટમાં જતી વખતે કરેલી જર્ની પણ મેં ડેસ્ટીનેશન કરતા વધારે એન્જોય કરી છે. અને આવી લાંબી લાંબી મુસાફરી ને બાજુમાં મુકીએ અને જો હજુ થોડા વર્ષો પહેલાની વાત કરું તો મેં સ્કુલ સુધી સાઈકલ લઈને જતો હતો એ ફક્ત એક કિલો-મીટર નો રસ્તો પણ હું રોજે-રોજ એન્જોય કરતો હતો!

હવે આ બધું મને અચાનક યાદ આવવાનું કારણ એ છે કે આજે એક મસ્ત મજાનું મુવી જોયું, “Highway”.

આમ તો ખ્યાલ હતો કે આવું કોઈ મુવી આવ્યું છે, અને એમાં એ. આર. રહેમાનનું મ્યુઝીક છે, પણ સમયનું સેટિંગ ન થવાને લીધે ન તો સોંગ સાંભળ્યું હતું, ન તો મુવીનું ટ્રેઇલર જોયું હતું (આમ તો આ પણ એક્સક્યુઝ જ કહેવાય). અને એ પછી એક દિવસ IMDb પર મુવી ના રેટીન્ગ્સ જોયા અને મને નવી લાગી! કેમ કે મેં આલિયા ભટ્ટ હોય તેવા મુવી સાથે આવા એક્સ્પેકટેશન્સ નહોતા રાખ્યા!! 😛 (અને એ પરથી હું એક વાત એ શીખ્યો કે કોઈ પણ એકટર કે એક્ટ્રેસ ને કે કોઈ પણ કલાકારને તેનું ફક્ત એક કામ જોઇને જજ ન કરવું. અને એક જ શું, ગમે તેટલા કામ જોઇને પણ, કોઈને પણ ‘જજ’ તો ‘ન જ’કરવું!).

આજે દિવસ ના સમયમાં ૩-૪ કલાક જેટલો સમય મળી જતા કોઈ પણ ફ્રેન્ડસને પૂછ્યા કહ્યા વગર જ મમ્મી સાથે ‘હાઈ-વે’ જોવા નીકળી પડ્યો! અને આ સાથે મેં અને મમ્મીએ એકલા જોયેલું આ પહેલું મુવી થયું!! 😀
હવે મુવીની વાત કરીએ તો મુવી સ્ટાર્ટ થતાની સાથે જ મુવીએ એન્જોય કરાવવાનું સ્ટાર્ટ કરી દીધું, મસ્ત મસ્ત એવા રસ્તાના વિડીઓઝ બતાવીને. જુદા જુદા હાઇવે, મસ્ત મસ્ત લોકેશન્સ! અને મને એ બધા scenesએ યાદ કરાવી મારી ખુદની જ! કે જયારે હું આવા કોઈ રસ્તા પર થી નીકળતો હોઉં છું ત્યારે કેમેરા સ્ટાર્ટ કરીને જ બેસી જાઉં છું! અને પછી ઘરે આવી ને એજ વિડીઓઝ જોઇને ફરીથી એ મોમેન્ટ્સ રી-કલેક્ટ કરવાનો ટ્રાય કરું! જેમ મેં કહ્યું આગળ કે હું ડેસ્ટીનેશન કરતા રસ્તો વધારે એન્જોય કરું છું, એજ વાત મુવીમાં આલિયા ભટ્ટ પણ રણદીપ હુડા ને કહે છે. મુવીમાં ઘણા ડાયલોગ્સ એવા છે જે કોઈ એમનેમ બ્લોગ પર લખશે કે તમને કહેશે તો તમને એની અસર એટલી નહિ દેખાય, પણ જો મુવીમાં જોશો તો એ જ ડાયલોગ્સની ડીપનેસ અનુભવશે!
આમ તો મુવી વિષે હું આજે લખવાનો હતો જ નહિ, પણ તો પણ એટલું કહીશ હું કે ચોક્કસ જોવા જેવું મુવી છે ‘હાઈ વે’ જો તમને ફક્ત મગજ મૂકીને જોવા જેવા મુવીઝ જ ગમતા હોય તો. કેમ કે આ મુવી મગજ માંગી લેશે. ઘણી વાતો કહ્યા વગર કહેવાનો પ્રયત્ન કરશે. તમે સાંભળી શકો, સમજી શકો, તો તમારો જ ફાયદો છે. 🙂

અને હા,  મેં આજે મુવીમાં જ બધા ટ્રેકસ પહેલી વાર સાંભળ્યા. જો તમે મુવી ટીવી પર આવે તેની રાહ જોવાના હોવ તો પણ મ્યુઝીક માટે રાહ ન જોતા.
અને તમારે રાહ જોવી ન પડે એ માટે જ બધા જ ટ્રેકસ એક જ જગ્યાએ મને યુ-ટ્યુબ પર મળી ગયા છે એ તમારી સાથે share કરું છું!
સો એન્જોય!! અને ટાઈમ મળે તો ‘હાઈ-વે’ પર લોંગ ડ્રાઈવ માટે જઈ આવો!! 😉 😀 🙂

કૌંસમાં:~
{[(
હમણા હમણાથી લખવાનો અને વાંચવાનો ટાઈમ નથી કાઢી શકાતો અને એનું મને બહુ જ દુખ પણ થાય છે. ટ્રાય પણ કરું છું ઘણો અને ક્યારેક ક્યારેક બધા બ્લોગ્સ પર જઈને વાંચી પણ લઉં છું, પણ પછી કમેન્ટ કરવા અટકું તો બીજું બધું વાંચવાનું રહી જાય…. 😦
તેમ છતાં મેં મને આપેલા પ્રોમિસ પ્રમાણે મહિનાની એટલીસ્ટ એક પોસ્ટ મુકવાની હોવાથી આજે આ પોસ્ટ પણ કરી જ દીધી!! 😀 (અને એ જોયું તમે?! લાસ્ટ પોસ્ટ પણ ૨૬મિ તારીખે જ કરી હતી!! :D)
અને હવે ફરીથી પહેલા ની જેમ જ ઘણી બધી પોસ્ટ્સ લખવા માટે તૈયાર છું, તમે વાંચવા માટે તૈયાર થઇ જાઓ. અને હા, વિન્ડો સીટ પર બેસવાનું ચુકતા નહિ. 😉
અરે એક વાત તો લખવાની રહી જ ગઈ!
એક ફન ફેક્ટ : હાઈ-વે મુવીની પ્રોડક્શન કંપનીનું નામ પણ Window seat films છે!! 🙂 🙂 🙂
)]}

Advertisements

છેલ્લે છેલ્લે તીસ્મીએ… :-{)

કાર્તિકભાઈએ ‘મો’વેમ્બરની વાત કરી અને થોડું(ઘણુ) ગુગલ કર્યું તો મને પણ બીજું કઈ કરી શકું કે નહિ પણ એટલીસ્ટ મુછ વધારવાની ઈચ્છા થઇ ગઈ અને આખો મહિનો મુછ વધારતો હતો એટલે કઈ પોસ્ટ ના થયું….(મજાક છે ભાઈ, સીરીયસલી નહિ લેતા… 😛 😉 )!

વાત જો કે એમ છે કે મહિના ના ૧૦ દિવસ સુધી ઈન્ટરનેટ ચાલ્યું નહિ અને bsnlમાં કમ્પ્લેઇન આપતા ફક્ત ફોનથી જ એ લોકોએ “નેટ ચાલુ થયું?”(x૨)  પૂછ્યે રાખ્યું, અને દસમાં દિવસે લાઈનમેનને મોકલતા ખબર પડી કે પ્રોબ્લેમ લાઈનમાં નહિ પણ મોડેમ માં જ હતો, અને છેવટે નવું મોડેમ લાવ્યા ત્યારે નેટ કરવા મળ્યું! એ દસ દિવસમાં ફાયદો એ પણ થયો કે ‘ફેસબુક’નો યુસેજ હવે ઓછો થઇ ગયો છે અને ‘વોટ્સ-એપ’માંથી રજા લેવામાં આવી છે.

પણ એ પછીના દસ દિવસ માં ૨-૩ વાર લખવાની ઈચ્છા થઇ પણ લખવા આવું અને કોઈ નહિ ને કોઈ બ્લોગ વાંચવા વળી જતા લખવાનું રહી જાય અને પછી બીજા કામ આવી પડતા લખવાનું પડતું જ મુકાઈ જાય. અને એ દસ દિવસ પછી છે ક આજે એટલે કે ‘તીસ્મી’એ  લખવાનો ચાન્સ મળ્યો… અને ચાન્સ લઇ પણ લીધો….

૨-૩ દિવસ પહેલા શું લખવાનો હતો એ તો ભૂલી પણ ગયું ચેહ પણ એટલું યાદ છે કે હું કોઈ એક નાની સ્ટોરી, એકાદ સોંગ વિષે મારા વિચારો અને હમણાં હમણાં જોયેલા મુવીઝ વિષે લખવાનો હતો. પણ એ સ્ટોરી કઈ અને કેવી હતી એ ભૂલી ગયું છે. સોંગ પણ ઘણા બધા સોન્ગ્સની વચ્ચે ક્યાંક સંતાઈને બેસી ગયું છે અને મુવીઝ ની વાત છે તો અત્યારે ખાલી ૨ મુવીઝના જ નામ યાદ છે જેના વિષે હું લખવાનો હતો.

એમાંનું એક મુવી Arrietty(2010) છે…. જેના વિષે નીરવભાઈએ તેમની એક પોસ્ટમાં બહુ જ મસ્ત રીતે લખ્યું છે. તેમની જેમ જ મને પણ આવા એનીમેશનમાં વધારે મજા આવે….. 3D તો 3D જ છે, પણ આ એનિમેશનની વાત જ અલગ છે! સોની પર એક સમયે anime કાર્ટુન્સ બતાવવાનું ચાલુ કર્યું હતું જેમાં આવું જ એનીમેશન હોતું’તુ. જેમાં મેં અને મારા દીદીએ ‘પ્રિન્સેસ સારા’ અને ‘લીટલ વુમન’ જોયાનું મને યાદ છે.
ARRIETTY un film de Hiromasa Yonebayashi

એ સિવાય કાર્તિકભાઈના બ્લોગ પર “રિસ્ટકટર્સ : અ લવ સ્ટોરી” મુવી વિષે વાંચ્યું હતું. નામ અજીબ હતું એટલે IMDB પર જઈને સ્ટોરી વાંચી. સ્ટોરી ઈંટરેસ્ટીંગ લાગી એટલે જોઈ લેવામાં આવ્યું હતું. અને એક નવી જ સ્ટોરી હતી એટલે મજા પણ આવી. જે વસ્તુ થી આપણે અજાણ હોઈએ અને એવી વાતો પર મુવીઝ બને એટલે મને તો જોવાની બહુ જ મજા આવે. અને એવો જ એક ટોપિક એટલે લાઈફ આફ્ટર ડેથ. અને એ જ ટોપિક પર બનેલું આ મસ્ત મુવી. આમ અલગ- આમ સિમ્પલ. બહુ કઈ હોબાળા નથી એટલે મને ગમ્યું. આમ તો આ મુવી ઘણા ટાઈમ પહેલા જ જોઈ લીધું હતું પણ હમણા કમ્પ્યુટરમાં જગ્યા કરવા ગયો અને ત્યારે ફરી થી આ મુવી જોયું એટલે લખવાની ઈચ્છા થઇ ગઈ.

એ સિવાય પણ ઘણા મુવીઝ જોયા અને ટીવી-shows પણ….. અને હા!!! બ્રેકીંગ-બેડ પર લખવાનું છે એ તો હવે યાદ આવ્યું!!! હજુ નશો ઉતાર્યો નથી તો એના વિષે પણ લખવામાં આવશે જ પણ આજે નહિ, ફરી ક્યારેક. અને હા, ‘કેવી રીતે જઈશ’ ના ક્રિએટર્સનું નવું મુવી આવવાનું છે, એના ટ્રેઇલર ની પણ રાહ જોવામાં આવશે હવે તો! નવા મૂવીનું નામ “bey yaar” (બે yaar) રાખ્યું છે. જોઈએ હવે આ પણ ‘કેવી રીતે જઈશ’ જેવો જાદુ ચલાવે છે કે નહિ!

એ સિવાય ખાસ તો કઈ છે નહિ, પણ ૩ વર્ષ પછી ફરી મુછ વધારી અને મારું ધ્યાન ગયું કે જો મુછ ને આમ ને આમ જ વધવા દેવામાં આવે તો પ્રોજેક્શન ચાઇનીઝ મુછની જેમ બંને છેડેથી લાંબી થાય એવું દેખાય છે…… 😀

જોવું છે?

જુઓ જુઓ….. 😉 😛
MO

બસ તો મારી જેમ તમે પણ સ્માઇલો આપતા રહો, બ્લોગ પોસ્ટ્સ વાચતા રહો, જલસા કરતા રહો!!
આવજો!! 🙂 🙂

લવારો, બબળાટ, ધુમાડો અને લંચબોક્સ

આમ તો આ પોસ્ટ બે ભાગમાં આવવાની હતી, જેમાં પહેલા બે શબ્દો પહેલી પોસ્ટમાં(જે પરમ દિવસે રાત્રે પોસ્ટ કરવાનો હતો) અને છેલ્લો વર્ડ અલગ પોસ્ટમાં(જે ગઈ કાલે જ પોસ્ટ કરી દીધી હોત), પણ પરમ દિવસે જ લખવા બેઠો ત્યારે નક્કી કરી લીધું હતું કે બે ની જગ્યાએ એક જ કામ્બાઇન પોસ્ટ સારી પડશે…. અને હા, ત્રીજો વર્ડ જે છે એ બંને પોસ્ટને જોડતી કડી જેવો છે.

ઘણા દિવસોથી એક અગત્યનું કામ-એક અગત્યની મુલાકાત બાકી રહી ગઈ હતી, જે પરમ દિવસે સવાર સવારમાં આવેલા વિચારને લીધે જ અમલમાં મુકવાનું નક્કી કરી દીધું. વિચાર શું હતો એ મને અત્યારે યાદ જ નથી, પણ મુલાકાત થઇ એ વધારે અગત્યનું છે.
અમદાવાદમાં બહુ ખાસ કોઈના ઘરે હું ગયો નથી. અને એમાં પણ આ વખતે એવા એરિયામાં જવાનું હતું જે મેં ક્યારેય જોયો જ ન હતો… પણ જ્યાં સુધી હું ફરેલો હતો ત્યાં સુધી મારી રીતે પહોચી ગયો અને બાકીની સફર યજમાનને જ ફોન કરીને, તેમની જ બાઈક પર બેસીને પૂરી કરી.
અને આમાં આમ તો સસ્પેન્સ જેવું છે નહિ કે હું નામ ગોળ-ગોળ ફેરવીને વાત કરું છું, તમે પણ કદાચ ગેસ કરી જ લીધું હશે કે યુવરાજભાઈ સાથે મુલાકાત થઇ…

પહેલી વખત એવું બન્યું કે કોઈને હું પ્રથમ વાર મળ્યો હોઉં અને આટલી બધી વાતો કરી હોય કે જયારે હું ઘરે પહોંચ્યો ત્યાર સુધીમાં મારું ગળું જ બેસી ગયું! શું વાતો આકરી એ તો કહેવું થોડું અઘરું પડી જશે કેમ કે ક્યાંથી શરુ કરું એજ સૌથી મોટો સવાલ છે, પણ બધું મગજમાં તો મસ્ત સ્ટોર થઇ જ ગયું છે, અને મારી ડાયરીમાં પણ એની એન્ટ્રી પાડી દીધી છે.
ઘરે આવ્યા પછી કઈ બોલાય એવું હતું નહિ તો “સળગતા શ્વાસો”નો જ સહારો લેવામાં આવ્યો, અને રાતના ૧ વાગ્યા સુધી (“ઊંઘી જા હવે..” એવી બુમ સંભળાઈ<મમ્મીની જ તો> ત્યાં સુધી) એજ વાંચ્યા કર્યું…

બીજા દિવસે સવારે ફર્સ્ટ-શોમાં ‘લંચબોક્સ’ જોવાનું વિચાર્યું હતું પણ સવારે શો ના ટાઈમ પર જ ઉઠ્યો, તો પહેલો શો મિસ થયો અને બીજા શોમાં મુવી જોવામાં આવ્યું….
કોઈ કંપની હતી નહિ એટલે એકલા જ એ મુવી જોઈ લીધું, અને એવું થયું કે એજ બરાબર કર્યું…. કોઈ ડીસ્ટર્બ કરવા વાળું હતું નહિ એટલે ‘લંચબોક્સ’ મસ્ત રીતે પચી ગયું. જો કે કોઈ હોત તો પણ ફરક ના પડ્યો હોત, કેમ કે શીરા જેવું એકદમ સરળ મુવી છે કે સીધે સીધું જ ઉતરી જાય અને પેટમાં નહિ પણ ડાયરેક્ટ દિલમાં ઉતરી જાય…
મુવીનું પણ એવું જ છે કે એના વખાણ કરવા કરતા હું એટલું જ કહીશ કે જેમ બને એમ વહેલું જોઈ આવો, એટલે ફરી જોવા જવાની ઈચ્છા થાય તો ચાન્સ મળી રહે… 😉
પ્રોબ્લેમ એ છે કે મુવી જોવા ગયો ત્યારે મોટા ભાગ  ના લોકો ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ ની ટીકીટ જ લેતા હતા, અને મારી સાથે મુવી જોવા વાળા બહુ બહુ તો ૨૦ લોકો હશે. અને કદાચ એ જ કારણ થી આ મુવી જલ્દી જ થીએટર્સમાંથી ઉતરી જશે એવું લાગે છે….

હશે ત્યારે… બાઘા મહારાજ કેહ છે એવું “જૈસી જિસકી સોચ”….

અને પેલું ધુમાડા વાળું ક્લીઅર ના કર્યું ને મેં!!
એ તો “સળગતા શ્વાસો”માં પણ સ્મોકિંગ ને મસ્ત રીતે વણ્યું છે(હજુ આખું વાંચ્યા પછી ડીટેઇલમાં લખીશ), અને મુવીમાં પણ એક સીનમાં સીગ્રેતનો ધુમાડો જોઇને એક વાત યાદ આવી ગઈ હતી કે મુવીમાં એક સીનમાં ‘સાજન ફર્નાન્ડીસ’ બાલ્કનીમાં ઉભા રહીને સિગરેટ પીવે છે અને સામેના ઘરમાં રહેતી એક નાની છોકરી એ બાજુની બારી બંધ કરી દે છે. That is something I used to do when my neighbor used to smoke every evening….

આટલું બધું લખ્યા પછી હવે ટૂંક માં કહું તો ૨ દિવસ બહુ જ મસ્ત ગયા અને યાદગાર બનીને રહેશે એવું લાગે છે…. યુવરાજભાઈ સાથેની મુલાકાત અને ‘ધ લંચબોક્સ’ મુવી જયારે યાદ કરીશ તો ફેસ પર સ્માઈલ તો આવી જ જવાની છે…. 🙂

કૌંસમાં :~
{[(
મુવીમાં સાજન મૂવીનું એક સોંગ મસ્ત રીતે વણી લીધું છે, અને રહી રહી ને એ સોંગ મારા ફેવરીટ સોન્ગ્સની યાદીમાં આવી ગયું છે!!


)]}

P.S. : 
મુવીના એક્ટર્સની વાત કરવાની તો રહી જ ગઈ…
આમ તો કરવાની ખાસ એવી કોઈ જરૂર નથી જ, કેમ કે ઈરફાન ખાનની એક્ટિંગ થી તો સૌ કોઈ વાકેફ છે જ. હી ઈઝ લાઈક અ મજીશીયન! અને નાવાઝુદ્દીનની એક્ટિંગ પણ ધાંસુ છે. તેને સૌથી વધારે તો ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’માં એન્જોય કર્યો હતો, તે સિવાય હમણાં જ ૪-૫ દિવસ પહેલા જ જોયેલા ‘બોમ્બે-ટોકીઝ’ જોયું તેમાં તેનો રોલ બાખૂબી નિભાવ્યો હતો.
એ સિવાય નીમરત કૌર ના નામ વિષે સિદ્ધાર્થભાઈના બ્લોગથી જાણ થઇ, અને તે પણ કે આ એક્ટ્રેસ જે જોએલી જોએલી લાગતી હતી તેને આ મુવી પહેલા કેડબરી સિલ્ક ની કમર્શિયલમાં જોઈ હતી. પણ હમણાં IMDB ફેંદતા ખબર પડી કે આ તો ‘લવ શવ તે ચીકન ખુરાના'(અગેઇન અ નાઈસ મુવી!)માં મુસ્કાન નો રોલ ભજવ્યો તે જ છે!!
(થોડુક એડ કરતા કરતા બધું વધારે જ લખાઈ ગયું…. 😀 :P)

હાશ…….!

ઘણા ટાઈમ પછી “હાશ….” જેવું ફિલ થયું…..
અને રીઝન તો એક જ છે….. એકઝામથી (ટેમ્પરરી) છુટકારો….
જો કે એક્ઝામ ને બાદ કરીએ તો લાસ્ટ ટુ મન્થ્સ મારા માટે તો બહુ જ મસ્ત રહ્યા….અને એના રીઝન્સ નીચે મુદ્દાસર એન્લીસ્ટ કરવામાં આવ્યા છે….તે મુદ્દાઓને ઉન્ડાણ પૂર્વક સમજાવવામાં આવશે.(એક્ઝામ ની ટેવ ગઈ નથી હજુ :P)

~>નવેમ્બર મહિનો ઘરમાં એકલો :
એક્ષ્ટર્નલ વાઈવા અને કોલેજ ની એક્ઝામ હોવા છતાં પણ (આખો એક મહિનો) એકલા રહેવાનો (નવો) અનુભવ મસ્ત રહ્યો…! ઘણી નવી નવી (મૌલિક! :D)રેસીપીઝ ટ્રાય કરવામાં આવી…વાંચવા માટે  ઘરમાં જ નવી જગ્યાઓ ટ્રાય કરી! જોર જોર થી ગીતો ગાવાની પણ મજા પડી ગઈ…. અને ફૂલ જલસા….(વિથ સમ જવાબદારી…!) જો કે ઘરમાં ચોરીનો ટ્રાય થયો હતો, પણ એ લોકો ફેઈલ ગયા હતા. ઓવરઓલ નવેમ્બર મસ્ત હતો!

~> નવું લેપટોપ આવ્યું:
લીનોવોનું લેપટોપ મારા માટે સારું કહી શકાય એવા સ્પેસીફીકેશન સાથે મળ્યું. અને ખાસ તો વિન્ડોઝ-૮ ના લીધે મજા આવી. આમ તો લેપટોપ પરથી ઘણી બધી પોસ્ટ્સ લખી છે…. પણ અત્યારે કહેવા જ બેઠો છું તો થયું ચાલો એનું પણ કહી જ દઉં…! જો કે લેપટોપ ના આવ્યા પછી કમ્યુટરને થોડું ખોટું લાગ્યું છે અને તેની તબિયત પણ એટલી સારી નથી રહેતી…. તો મેં એને આરામ આપવાનું જ નક્કી કર્યું છે. 😀 વિન્ડોઝ-૮ ની એપ્સ ના લીધે અને ઘણા નવા ફીચર્સના લીધે યુઝ કરવાની મજા આવે છે. એ સિવાય ઘણા એવા સોફ્ટવેર્સ કે જે પીસીમાં પ્રોસેસર અને મેમરી ની અછતના લીધે નહોતા ચાલતા તે યુઝ કરવા મળે છે એટલે જલસા છે….(બાય ધ વે એક પોર્ટેબલ હાર્ડ-ડ્રાઈવ પણ લીધી… )

~>આકાશ વસાવી લીધું! 😀
૨૦ ડિસેમ્બરે DataWind તરફ થી મેઈલ આવ્યો કે “તમે એક વર્ષ પહેલા કરેલી ubislate ના ઓર્ડરની અપડેટ આવી છે તો તે મંજુર છે કે જુનું જ ubislate ચલાવી લેશો??” (ગુજરાતીમાં નહોતું પૂછ્યું… :P) હવે હું ના થોડો ને પાડું!? તો બસ, આકાશ-૨ માટે રજીસ્ટર કરાવી દીધું અને સાત દિવસ માં જ ઘરે આવી ગયું….! એન્ડરોઈડની એપ્સ કે જે હું જુગાડ કરીને લેપટોપમાં યુઝ કરતો હતો તે હવે આકાશ-૨ માં યુઝ કરવાની પણ મજા જ જુદી છે. અને ખાસ વાત તો એ કે અપેક્ષાઓ કરતા તો ટેબ્લેટ ઘણું જ સારું નીકળ્યું!!

અને હવે છેલ્લે તો એવું છે કે સૌથી સારી વસ્તુ ડીસેમ્બરમાં નહિ પણ જાન્યુઆરીની પહેલી જ તારીખે થઇ! એક્ઝામ પૂરી થઇ ગઈ!!!! એના થી સારું તો શું હોય!!

બસ તો આજે જ મેઈલ્સ ચેક કરીને સૌથી પહેલા તો ૬૫ બ્લોગપોસ્ટ્સ વાંચી લીધી, હવે મુવી-ટાઈમ અને (નોવેલ્સ)રીડીંગ-ટાઈમ ચાલુ…..! કોઈ મસ્ત નોવેલ કે મુવીઝના નામ સજેસ્ટ કરજો પાછા….! :D.

કૌંસમાં:~
{[(

એક (નોટ સો ગુડ) રોમેન્ટિક(કોમેડી!) મુવીમાં આવેલા મસ્ત કહી શકાય એવા મારા ફેવરીટ બે સોન્ગ્સ શેર કરું છું…..સાંભળજો અને ઈચ્છા થાય તો ગઈ લેજો… 😀
એન્જોય………

)]}

કઈ નથી આજે, જવા દો જવા દો…(બરફી!)

ઘણા દિવસ થી કઈ નવું પોસ્ટ કરવા માટે ગુગલ ટ્રાન્સલીટ્રેશન ઓપન કરી ને કોઈક નહિ ને કોઈક સબ્જેક્ટ પર લખવાનું ચાલુ કરી દઉં છું, થોડી ઘણી લાઈન્સ લખું પણ છું અને બસ! કઈક નહિ ને કઈક નડી જ જાય છે….(ઈવન આ લખતા લખતા પણ પાછો બીજી જગ્યાએ પહોંચી ગયો હતો….કઈ નહિ, હવે આવી ગયો પાછો…;) ) હા તો…. કઈક નહિ ને કઈક નડી જાય છે….અને એ બીજું કઈ નહિ પણ મારું મન છે….એક જગ્યા એ ટકી ને બેસતું નથી, જો કે દર વખતે મારો વાંક નથી હોતો(સાચ્ચે!) જેમ કે આજે સવારે જ રણબીર કપૂર પર બ્લોગ-પોસ્ટ લખવા બેઠો અને એક ફ્રેન્ડના આવવાના લીધે એ કામ ને pause કરીને ફ્રેન્ડ જોડે “કોડીંગ” કરવા બેસી ગયો! એના ગયા પછી ફરી પાછો લખવા બેઠો તો એના વિષે સ્પેશ્યલ પોસ્ટ ફરી ક્યારેક લખવા માટે ના ઘણા બધા રીઝન્સ મને મારું જ માઈન્ડ આપવા માંડ્યું!

ગઈ કાલે એક પોએમ લખવા બેઠો, પણ પેલું પિચ્ચરોમાં કેહ ને એમ, “પાપી પેટ નડી ગયું!”….. લખતા લખતા ભૂખ નડી, બોલો!(બોલતા નહિ, આમેય સંભળાશે નહિ, આ તો બસ આવું કહેવું પડે ) અને પાછો પેટ-પૂજા પતાવી ને આવ્યો તો પોએમ આગળ જ ના વધી…! પોએમ પણ “આળસ” પર લખવા બેઠો હતો હું! (ફરી થી લખતા લખતા બીજો બ્લોગ વાંચવા બેસી ગયો! 😛 )
એના આગળ ના દિવસે વળી મારા ફેવરીટ સિંગર વિશે લખવા બેઠો હતો, પણ હમણા થોડા દિવસ પછી એમનો બર્થ-ડે આવે જ છે તો વિચાર્યું કે એજ દિવસે પોસ્ટ કરીશ…. ટૂંક માં એ પણ અધૂરું જ છોડ્યું!

હવે ભાઈ થયું એવું, કે લખવાની ચઢી ચાનક ને લખવા માટે કઈ મળ્યું નહિ, પછી થયું કદાચ કમ્પ્યુટર પર લખું છું એટલે એવું થતું હશે, તો પાછો નોટમાં સ્ટોરી લખવા બેઠો, એય લખાઈ તો ગઈ પણ હવે કમ્યુટર માં કોણ ઉતારવા બેસે પાછું!(આળસ…! 😦 )
બસ પછી તો થયું કે હવે ગમ્મે તે થાય, જ્યાં સુધી નહિ લખાય ત્યાં સુધી ઝંપી ને બેસીશ નહિ ને પૂરું કરું ના ત્યાં સુધી ઉન્ઘીશ પણ નહિ…..(આ અત્યારે ૧૧:૩૦ થયા છે રાત ના)…. પણ હવે લખવું શું એ પણ વિચારવું તો પડે જ ને? (અશોકજી દવે એ શીખવાડ્યું છે કે આવા પ્રશ્નોનો જવાબ તરત “ના” માં આપી દેવાનો, તો જવાબ : “ના”)

બસ તો વિચાર્યા વગર જ લખવાનું ચાલુ કરી દીધું, અને હજુય ચાલ્યે જ રાખે છે….
પણ હવે વિચારું છું કે સાવ આવુંય ના કરાય, કઈક તો લખવું જ પડે ને!
ચાલો તો પેલું રણબીર કપૂર નું લખવાનો હતો એનો થોડોક સારાંશ જ લખી દઉં (બરફી ના મુડ માં છું આજકાલ! 😉 )
અરે હા….. પાછું યાદ આવ્યું, ફ્રેન્ડ આવ્યો એટલે લખવાનું નહોતું અટક્યું, લખતા લખતા ખાવા માટે બરફી લેવા જતો રહ્યો હતો હું(પાછું લખવા થાય ને કે “જુઓ, બરફી ખાતા ખાતા બરફી નો રીવ્યુ આપું છું!” :D)!
અને બીજું રીઝન એ પણ હતું કે બરફી ના રિવ્યુઝ આજ-કાલ બધા જ આપતા હતા તો થયું કઈ નવું ના લાગે, પણ હવે નવું ને જુનું, આપણે શું?! આપણે તો લખવાથી મતલબ, બરાબર ને? (હા…એકદમ! 😉 )

ઓકે તો હવે રણબીરભાઈ ૨૦૦૭ માં “સાવરિયા” માં પેહલી વાર ડોકાણા…. લોકોમાં (પહેલું મુવી રીલીઝ થયા પહેલા જ ) ઘેલું કર્યું! જબરો ફેન-ગણ બનાવ્યો, અને એક સુપર-ફ્લોપ મુવી આપ્યું, જે મને તો ખરેખર ગમ્યું હતું! બસ પછી તો ધના ધન મુવીઝ મળવા લાગ્યા…. અને પછી ૨૦૦૯ માં આવ્યું “વેક અપ સિદ”, જેણે મને બનાવ્યો રણબીર નો ફેન…. એજ વર્ષ માં રીલીઝ થયું “અજબ પ્રેમ કી ગજબ કહાની” જે હજુ પણ જેટલી વાર ટીવી માં આવે એટલી વાર જોઇને પણ મને કંટાળો નથી આવતો! પછી તો “રોકેટસિંહ” અને “રોકસ્ટાર” જેવા ઓવ્સમ મુવીઝ આપીને ૧૪ સપ્ટેમ્બરે રીલીઝ થયું “બરફી!” જેનું ટ્રેલર મેં Full HD માં સેવ કરીને મારા કમ્યુટર માં રાખ્યું છે(પહેલી વાર કોઈ ટ્રેલર સેવ કર્યું છે ભાઈ!)

“અન્જાના-અન્જાની” વાળા જ પ્રિયંકા અને રણબીર આ મુવી માં છે એ તમે બરફી જોતી વખતે ચોક્કસ ભૂલી જ જાઓ, પૂરી રીતે મુવી માં ઓગળી જાઓ એવું પીક્ચારાઈઝેશન, સીનેમેટ્રોગ્રાફી, ડાઈરેક્શન, જબરદસ્ત-જોરદાર-જાલિમ એવી દરેક એક્ટર્સની એક્ટિંગ, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવું પ્રીતમનું મ્યુઝીક….! ઓછામાં ઓછા ડાયલોગ છતાં એક્ટિંગ અને મ્યુઝીક થી જકડી રાખતું આ વારે-વારે જોવા જેવું મુવી છે! “ફેરારી કી સવારી” પછી ફરી એક વાર મારા ગમતા મુવીઝ ના લીસ્ટ માં એક વધારો થયો….!

બસ, મુવી વિશે આટલું જ……
અને આ પોસ્ટ માં પણ હવે આટલું જ…..
બાર તો વાગી જ ગયા છે…. હવે કાલે પાછું વહેલા ઊઠવાનું છે, શીડ્યુલ ના બાર વાગે એ પહેલા જ ઊંઘી જાઉં…. 😉
ચાલો તો વાંચતા રહો, કમેન્ટ કરતા રહો અને લાઈફ એન્જોય કરતા રહો….!!
ફિર મિલેંગે ચલતે ચલતે…..!!

કૌંસ માં :~
{[(
આ પોસ્ટ ખાલી એટલું કહેવા માટે લખવાનો હતો કે ભાઈ હમ અભી ઝીંદા હૈ!(આઈ મીન બ્લોગ-વર્લ્ડ માં…. આમ તો ઘણું લખેલું છે, પણ ટાઈમ આવે પોસ્ટ કરીશ…. 😀 )
આજે કૌંસ માં બસ આ મસ્ત મજાનું સોંગ છે એ સાંભળો, just a random (one of my favourites) song…..


)]}

લવ લેટર જોયો છે કોઈ દિવસ?? ♥

~>લવ લેટર જોયો છે કોઈ દિવસ??

નસીબદાર કહેવાઓ ભાઈ(જો જોયો હોય તો જ….), અમે તો લવ મેસેજીસ જ જોયા છે (અરે ભાઈ, ખુશ થઇ ને નથી કહેતો….આગળ વાંચો પહેલા…) અને એ પણ સાલા આપણા મેલ(છોકરા) ફ્રેન્ડો જ મોકલતા હોય છે! ભાઈ મોકલો એનો વાંધો નહિ, સારું જ છે, કોઈ દિવસ કદાચ મેસેજ સંઘરીએ અને ભગવાનને બહુ દયા આવી જાય અને મેળ પડે તો ગર્લફ્રેન્ડ આપી દે તો એને એ મેસેજીસ મોકલવામાં કામ લાગે…

પણ મને તો ઘણી વાર થાય છે કે આ મેસેજીસે દાટ વાળ્યો છે….. જસ્ટ ઈમેજીન અ સીનારીઓ! બે ફ્રેન્ડ્સ છે.. બેઉ સિંગલીયા…. આવા મેસેજીસ મોકલી મોકલીને મેસેજ ની સ્કીમો વાપરે રાખે…. અને એક બીજાના જ પ્રેમ માં આવા મેસેજીસ ના લીધે પડી જાય (યક….બટ આમાં તો પડી ગયા જ કહેવાય!) …..! ત્યારે તો ભલભલા થી કહેવાઈ જાય તારી ભલી (ના) થાય એસ.એમ.એસ. ના ઇન્વેન્ટર!  તમારુંય ધ્યાન તો ગ્યું જ હશે ને એ બાજુ…..કે જ્યાર થી આ ઇન્ટરનેટ અને મોબાઈલો ના યુઝ વધ્યા ત્યાર થી આ હોમો પરિવાર મોટા થતા ગયા..!

~>અરે આ બધી તો બસ ગમ્મત ની વાતો થઇ, ખરી વાત તો મારે લવ લેટર્સ ની  જ કરવી છે(ચાલો હવે થોડોક રોમેન્ટિક મુડ લાવી દો.. 😉 )

મેં તો આજ સુધી કોઈને લવ લેટર લખ્યો નથી, ના તો મને કોઈએ લખ્યો છે (જુઓ ભાઈ, ખાનગી વાત જાહેર કરું છું…સાચે સાચી!)…. પણ પેલું કહે છે ને, “લગ્ન નથી થયા પણ જાન તો મ્હાલી છે!” (એટલે કોઈના લેટર્સ વાંચ્યા હોય એવુંય ના સમજતા પાછા!) એના જેવું જ લવ લેટર્સ વિષે ઘણું ઘણું સાંભળ્યું છે, ઘણું ઘણું જોયું છે(થેન્ક્સ ટુ મુવીઝ, સીરીઅલ્સ એન્ડ નોવેલ્સ).

હવે ઈમેજીનેશન કર્યા વગર મારો બ્લોગ વાંચવું થોડું અઘરું કામ છે…. હું થોડી થોડી વારે કહેતો રહીશ “જસ્ટ ઈમેજીન”(કોઈ મુવી માં આવતું હતું ને આવું કઈક?)…..

સો…..જસ્ટ ઈમેજીન…. તમારી રોજની બેસવાની જગ્યા(ઓફીસમાં, ક્લાસમાં, ડેસ્ક પર, કેબીન માં ઓર લાયબ્રેરીની તમારી જગ્યા….) પર એક બુક પડી છે. આજુ બાજુ એનો કોઈ માલિક દેખાતો નથી, બુકમાંથી કોઈ સ્પેશ્યલ સ્મેલ આવે છે અને કાગળ જેવી વસ્તુ કોઈ પેજ ની બહાર ડોકાચીયા કાઢીને તમને એને ખેંચવા માટે ઈશારો કરી રહ્યું છે…..તમે એ પેજ ખોલો છો, ત્યાં એક ગુલાબી શેડ વાળો કાગળ ફોલ્ડ કરેલી હાલતમાં પડ્યો છે…. પેજ ખોલતા જ તમારી આજુ બાજુ ના લોકો નું ધ્યાન તમારી બાજુ જાય છે, એમાં થી આવતી સરસ મજાની સોડમ-સુગંધ-સ્મેલ-ફ્રેગરન્સ ના લીધે!  તમે થોડું અજીબ ફિલ કરો છો પણ અત્યારે તમારું પૂરે પૂરું ધ્યાન એ પેપર નોટ તરફ છે. તમે સમજી તો ગયા જ હશો કે ભાઈ લવ લેટર(♥) છે…..પણ હવે કોણે લખ્યો છે, કોના માટે લખ્યો છે એ તમને હજુ પણ ખબર નથી, તમને વિચાર આવે છે કે કદાચ કોઈ બીજા માટે લખ્યો હોય ને ભૂલ થી તમારા હાથ માં આવી ગયો છે! તો પણ તમારી અંદર નો પેલો અધીરીયો માણસ રેડ કલરના હાર્ટ શેપના સ્ટીકરને ઉખાડીને  એ નોટના ફોલ્ડ્સ ઓપન કરે છે અને (ભડામ!) અંદર તમારું જ નામ લખ્યું છે….. યેસ, ઇટ્સ અ લવ લેટર રીટન ફોર યુ, યોર ફર્સ્ટ લવ લેટર!!

થયા ને ગલગલીયા આટલું વાંચી ને? (જો ના થયા હોય તો ભાઈ કા તો તમે આ બધા થી ટેવાઇ ગયા છે કા તો તમારી ઉમર હવે માળા પકડી ને બેસવાની થઇ ગઈ છે…જે શી ક્રશ્ન!). ભાઈ આ કોઈ મારો પર્સનલ એક્સપીરીયન્સ તો નથી પણ કોઈને પણ ઈચ્છા થઇ જાય કે કાશ એવો એક્સપીરીયન્સ એમને પણ થાય! જો કે એવું પણ નથી કે આજ કાલ લવ લેટર્સ સાવ જ બંધ થઇ ગયા છે, એ રીત હજુ પણ એકદમ સ્વીટ એન્ડ સ્પાઈસી એવી ખટ્ટ-મીઠ્ઠી(!!) ગણાય જ છે અને આ રીત ચાલુ હોય તો પણ કઈ જાહેર થોડી પડે!! એ લેટર્સ તો એક સરસ મજાની પર્સનલ ડાયરી ના પત્તાઓ ની વચ્ચે અથવા તો એક મસ્ત રીતે સજાવેલા પર્સનલ (લવ)લેટરબોક્સ માં સાચવીને મુકેલા હોય ને! એમ તો કઈ દુનિયા ની સામે થોડા મૂકી દેવાય! પણ હા, આ બધું ઓછું જરૂર થઇ ગયું છે….

હમણા જ એક દિવસ ટીવી પર “ચમેલી કી શાદી” મુવી જોતો હતો, એમાં અનીલ કપૂર(ચરનદાસ) લવ લેટર્સ અમઝદખાન(એડવોકેટ હરીશ) ની હેલ્પ થી લખાવે છે અને મોહલ્લાના એક ટેણીયા જોડે અમ્રિતાસિંહ (ચમેલી) ને મોકલાવે છે, સામે ચમેલી પણ તેની સખીની હેલ્પ થી આવા જ લેટર્સ મોકલાવે છે અને તેમનો પ્રેમ ચાલી નીકળે છે! હવે એવા કામચલાઉ પોસ્ટમેન જેવા ટેણિયાઓ થી કામ કરાવવામાં આપણી જનરેશન તો નાં જ માને! એની કરતા એકાદ ફ્રેન્ડ ને જોડે રાખીને (ઓપ્શનલ છે) ડાયરેક્ટ નંબર માંગીને બાકીનું કામ મેસેજીસ થી કરવામાં સેફ લાગે! પછી તો જે થવું હોય એ થાય…. બાકી ફેસબુક તો છે જ!!(ચમેલી કી શાદી જોઇને જ આ પોસ્ટ લખવાનો પહેલો વિચાર આવ્યો હતો!)

પણ મેઈન તો આ પોસ્ટ લખવાનું રીઝન એ છે કે મેં ડીસાઈડ કર્યું હતું કે જયારે પણ બ્લોગ માં લખવાનું ફરી થી સ્ટાર્ટ કરીશ ત્યારે કઈક તો નવું લઇને જવું જ છે, આ શું દરેક વખતે બોરિંગ અછન્દાસ પોએમ્સ એન્ડ ટીપીકલ સ્ટોરીઝ!! [ એ તો ચાલુ રહેશે જ 😉 પણ ] કઈક નવું એડ કરવા માટે જ ખાસ આ પોસ્ટ મુકવાનો વિચાર આવ્યો હતો. લખ્યા વગર મારાથી રહેવાશે નહિ એ તો મને પણ ખબર પડી જ ગઈ…. જો ઈમ્પૃવમેન્ટ ની વાત છે તો એ તો લખતા લખતા થવાનું જ છે (દિલ બહેલાને કે લીએ…. 😉 )!! અરે હા…. બેક ટુ ધ પોઈન્ટ આવીએ તો હું વાત કરતો હતો કઈક નવું એડ કરવાની….. એન્ડ એ છે નવી કેટેગરી…. ધેટ ઈઝ “લવ લેટર્સ”! જુદા જુદા ફ્રી-સ્ટાઈલ લવ લેટર્સ લખવાની ઈચ્છા થઇ…. હવે કાગળ પર લખું ને કોઈના હાથ માં આવી જાય (અને પેરેન્ટ્સ નો માર પડે અથવા કોઈ મારા પ્રેમ માં પડી જાય! 😉 ) એવા રિસ્ક લીધા વગર બ્લોગ પર લખવું વધારે સેફ એન્ડ બેટર લાગ્યું મને. લવ લેટર લખવાની મારી ઈચ્છા પૂરી થાય અને લોકો ને હેલ્પ જોઈતી હોય તો એ પણ મળી જાય….. 😉

તો આ વખતે તો બસ આટલું જ લખું છું…. લવ લેટર્સ માટે વાંચતા રહો મારો બ્લોગ!

~~~~>”(કૌંસ માં)”

{[( બ્લોગ પર એક વર્ષ સુધી નહિ આવવાનો નિર્ણય ૧ મહિના જેટલું પણ ટક્યો નહિ! હવે મારે ખુશ થવું કે દુખી?! (ખુશ એટલા માટે કે મને લખવું ગમે છે 🙂 અને દુખી એટલા માટે કેમ કે હું મને આપેલા પ્રોમિસ પણ પાળી નથી શકતો 😦 ) પણ ચાલો જે થાય એ સારા માટે જ થાય છે. ૧ મહિનામાં પણ ઘણું બધું રીડીંગ કર્યું…. કદાચ એના વગર આટલું બધું લખી તો ના જ શક્યો હોત! અને રહી વાત મારી અધુરી રહી ગએલી કેટલીક સ્ટોરીઝની, તો એ હવે ક્યારે પૂરી કરીશ એ મને પણ નથી ખબર(એના માટે એનું ટાઈટલ પણ જવાબદાર હોઈ શકે-“અધુરી -પૂરી લવ સ્ટોરી!” 😛 )!!

અને હા….. મેઈન વાત!! ૫૦૦૦ વ્યુવ્ઝ કમ્પ્લીટ થયા એ માટે થેન્ક્સ ટુ એવરીવન!!!

જો કે લખવાનું બંધ નથી કર્યું પણ કદાચ ફ્રિકવન્સી ઓછી થઇ શકે છે.

હવે કૌંસ ની અંદર બહુ વાતો ના થાય… સો ફિર મિલેંગે ચલતે ચલતે 😀 )]}

મુવી ટાઈમ :D

ફુલ્લી એન્જોય કરું છું આ વેકેશન તો…. ઘણા ટાઈમ પછી(કદાચ પહેલી વખત)  એવું થયું કે જે પ્લાન કરું છું એ થાય છે…. એન્ડ આઈ એમ લવિંગ(અંગ્રેજી વાળું) ઈટ!!

આ લાસ્ટ વિક માં ટોટલ ચાર મુવીઝ જોયા!
~>“શાંઘાઈ”, “રાઉડી રાઠોર(ડ?)”, “કેવી રીતે જઈશ” અને ફાધર્સ ડે પર જોએલું આ ચારે મુવીઝ માં જોરદાર એવું ~>>”ફેરારી કી સવારી”<<~
તો હવે ચારે મુવીઝ ની વાત થોડી ડીટેઇલમાં કરીએ!
સૌથી પહેલા
~>શાંઘાઈ!
વન મોર ક્લાસ મુવી! જે યુઝ્વલ પબ્લિક ને બોરિંગ જ લાગશે કેમ કે થોડુક સમજવું પડે એવું મુવી છે. જેમ જેમ એ મુવી વિષે વધારે વિચારું એમ વધારે ગમતું જાય છે. અભય દેઓલ ની વન મોર મુવી કે જે મને બહુ ગમી હોય….(મોટા ભાગ ની એની મુવીઝ મને ગમે છે, ખાસ કરીને “ઓયે લકી, લકી ઓયે”). પછી બીજી એક વાત કે એક જ મુવી માં બે સીરીઅલ કીસ્સર છે! 😛 (એ તમારે સમજી જવાનું હોય.)
રીઅલ ઇન્ડિયા(પબ્લિક અને પોલીટીક્સ) ના ફરી એક વાર સરસ મજાના રીઆલીસ્ટીક દર્શન! આમ તો સારાંશ માં કહી ના શકાય પણ એવું કહી શકાય કે મુવી કહેવા માંગે છે કે, “ભાઈ મથવું હોય એટલું મથો, ઇન્ડિયા જેવું છે એવું ને એવું જ રહેવાનું છે, ચેન્જ ચોક્કસ આવશે, પણ એ ફક્ત ચહેરામાં હશે, નિયત પબ્લિક ની એ ની એજ  રહેશે!
અને હવે મુવીને આપવાના સ્ટારની વાત કરું તો એમ છે કે એ બધું મને ગમતું નથી, હું બસ એન્જોય કરવામાં માનું છે! એન્ડ આમ પણ ‘પસંદ અપની અપની’ જ હોય છે!
~>રાઉડી રાઠોર
હવે આના વિષે બહુ ખાસ કહેવાની(આઈ મીન લખવાની) ઈચ્છા નથી થતી. વન મોર સાઉથની રીમેક! એજ ઢીશુમ ઢીશુમ અને ધાંસુ(?) ડાયલોગ્સ ની મારામારી! એક્શન અને કોમેડી નો સંગમ! ગમે એને બહુ ગમે અને ના ગમે એને જરાય ના ગમે એવું મુવી. અને મારી વાત કરું તો ઈન્ટરવલ પહેલા બહુ બોરિંગ લાગ્યું અને ઈન્ટરવલ પછી એની ટેવ પાડવા લાગી એટલે ગમવા લાગ્યું 😀
~>કેવી રીતે જઈશ
હવે આની તો હું બહુ જ આતુરતા થી રાહ જોતો હતો અને ખાલી હું જ નહિ પણ ઘણા બધા લોકો આની રાહ જોતા હતા. અને રાહ જોવડાવી ને સાવરિયા જેવો ફિયાસ્કો ના કર્યો એ વાત નો તો આનંદ છે જ પણ ખરેખર ફૂલ એન્ટરટેઈનમેન્ટ પૂરું પાડ્યું એની વધારે ખુશી છે! પહેલી વાર ગુજરાતી મુવી થીએટરમાં જોયું અને એ પણ હાઉસફુલ (આ મુવી જોવા ગયો એ કિસ્સા પર આખી અલગ જ પોસ્ટ લખાઈ જાય એટલું બધું કહેવા જેવું છે, તો એના વિષે ફરી ક્યારેક ડીટેઇલ માં લખીશ, અત્યારે બસ મુવી વિષે)! એક તો આપણી લેન્ગવેજ, જાણીતા લોકેશન્સ, ઘણા જાણીતા ચહેરા અને મસ્ત મજાના ડાયલોગ્સ, ટૂંકમાં એક ફૂલફટાક એન્ટરટેઈનમેન્ટની મસ્ત ગુજરાતી ડીશ જેવું મુવી! જો કે હજુ ધરાયો તો નથી, ફરી ફરીને ખાવાની ઈચ્છા થાય એવી ડીશ હતી. ડાયલોગ્સ યાદ રહી જાય એવા અને રહી રહીને હસાવી જાય એવા જોરદાર હતા. મેહુલ સુરતીએ સજાવેલા મસ્ત મજાના સોન્ગ્સ પણ જોરદાર! હવે બસ એની DVD જલ્દી આવે એની જ રાહ જોઇને બેઠો છું!
~>ફેરારી કી સવારી
આજે જ, એટલે કે ફાધર્સ ડે ના દિવસે જોએલું અને જાણે ફાધર્સ ડે માટે જ બન્યું હોય એવું ટચી, ફની, સ્મુધ, અને કોઈના પણ ગળે આસાનીથી ઉતરી જાય અને બહુ ભાવી જાય એવું બાસુંદી જેવું મીઠું મુવી!
બોમન ઈરાની અને શર્મન જોશી ની ખરેખર ઓવ્સમ કહી શકાય એવી એક્ટિંગ અને  “વિધુ વિનોદ ચોપરા અને રાજુ હીરાની” ની જોડીની એક ઓર કમાલ-ધમાલ-બેમિસાલ મુવી! જે હસાવે પણ ખરી, રડાવે(દિલ થી) પણ ખરી! લખીએ એટલું ઓછું છે આ મુવી માટે! એક પપ્પા ની પોતાના દીકરાની ઈચ્છાઓ અને સપના પુરા  કરવા માટે ગમ્મે તે કરી છૂટવાની લાગણી અને પ્રયત્નો અને એક નાનકડા પણ સમજુ એવા દીકરા ની પોતાના પપ્પાને ઓછા માં ઓછી તકલીફ આપવાની દિલની ઈચ્છાઓ!
મુવીનો બેસ્ટ ડાયલોગ જે ખરેખર જીવન ભાર યાદ રહી જશે એ છે “જો દેખેગા વહી તો સીખેગા!” આ ડાયલોગ ને પોઝીટીવ અને નેગેટીવ બંને રીતે આ મુવી માં બતાવ્યો છે જે મુવીને બે ડગલા આગળ મુકે છે! અને મારા ફેવરીટ મુવીઝ ના લીસ્ટમાં એક વધારે મુવીનો વધારો પણ આ મુવીએ કર્યો છે!!
બસ તો આજ માટે આટલું ઘણું છે!
વધારે મુવીઝ જોઇશ વધારે લખીશ!
બસ વાંચતા રહો અને કમેન્ટ્સ આપતા રહો!
થેન્ક્સ ફોર રીડીંગ! 🙂