“સેવ ધ વર્લ્ડ” ~ પાર્ટ-2

આ વાર્તા “સેવ ધ વર્લ્ડ” સીરીઝનો બીજો ભાગ છે, પ્રથમ ભાગ વાંચવાઅહીં ક્લિક કરો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બે દિવસ થઇ ગયા હતા અર્થને હોસ્પીટલમાંથી લીવ મળ્યે.
હજુ પણ તેના મગજમાં એ જ બધા સીન્સ રીપીટ મોડ પર દેખાયે રાખતા હતાં. તેને બીક પણ હતી કે આ જ બધું સપનામાં પણ ન આવ્યે રાખે, પણ સૌથી મોટો સવાલ એ પણ હતો કે શું ઊંઘ આવશે પણ ખરી? આંખો બંધ કરતા પણ પેલી છોકરીની લાશ તેની નજર સામે આવ્યે રાખતી હતી, અને ખુલ્લી આંખે પણ એને બસ લોહીના એ ખાબોચિયા જ દેખાતા હતા.

સત્યએ પોતાના ઘરે વાત કરી દીધી હતી કે તે એટલીસ્ટ એક અઠવાડિયું તો અર્થના ઘરે જ રહેવાનો છે, નોટ ઓન્લી ફોર ટેકિંગ કૅર ઓફ હિમ એન્ડ ફોર મેન્ટલ સપોર્ટ, પણ એટલા માટે પણ કે પેલા કેસ સાથે મોટા નામ જોડાયેલા હતા જેના કારણે એ કેસ ઈવન કેસ તરીકે પણ પોલીસે ચોપડામાં નોંધ્યો નહોતો.

અર્થ તેના રૂમમાં આરામ કરી રહ્યો હતો અને સત્ય તેનું લેપટોપ લઈને તેમાં કઈક નહિ ને કઈક સર્ચ કરી રહ્યો હતો. બહાર વીજળીનો ગળગળાટ સંભળાઈ રહ્યો હતો અને સવારના ૧૧ વાગ્યા હોવા છતાં પણ સાંજના સાત-એક વાગ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

“Do you want me to play some music, અર્થ?” સત્ય કેટલીય મિનીટ્સના મૌનને તોડીને પૂછે છે. અર્થ હજુ પણ તેના વિચારોમાં જ ખોવાયેલો રહે છે. સત્ય થોડીવાર અર્થની સામે જોઈ રહે છે અને પછી લેપટોપ બાજુમાં મૂકીને પાણીની બોટલમાંથી થોડું પાણી ગ્લાસમાં લઈને અર્થને આપવા જાય છે.
“ના” અર્થ એકદમ સત્યની સામે જોઇને બોલે છે. સત્ય પોતે એ પાણી પી જાય છે અને ગ્લાસ મુકવા જાય છે ત્યારે અર્થ ફરી બોલે છે,”પાણી તો આપ, મ્યુઝીક માટે ના પાડી”. સત્ય હસી પડે છે અને એક સ્માઈલ સાથે અર્થને પાણી આપે છે. અર્થ પાણીનો ગ્લાસ હાથમાં લઈને જાણે આલ્કોહોલનાં સીપ મારતો હોય તેમ ગ્લાસ ગોળ-ગોળ ફેરવીને સીપ મારતા મારતા પાણી પીવે છે અને એકદમ અટકી જઈને બોલે છે,”વ્હોટ ડુ યુ થીંક શુડ બી ડન…?”

સત્ય કઈ બોલતો નથી. તે અર્થના અધૂરા સવાલને જાણે પૂરો થવાની રાહ જોતો હોય તેમ આંખની ભંવરો ઉંચી કરીને તેની સામે જોઈ રહે છે. અર્થનો સવાલ તેના પોતાના મગજમાં તો પૂર્ણ જ હોવાથી આગળ કઈ બોલતો નથી.
બહાર ફરીથી વીજળીનો કડાકો થાય છે, એ પણ મોટા અવાજ સાથે. સત્ય માહોલને થોડો લાઈટ કરવા માટે Tchaikovskyનું ‘1812’ પ્લેય કરે છે અને અર્થની સામે જોઇને બોલે છે,”તારે તારું માઈન્ડ ડાઈવર્ટ કરવાની જરૂર છે, અર્થ, ધેટ ઈઝ વ્હોટ શુડ બી એન્ડ મસ્ટ બી ડન!! આપણને બંનેને ખબર છે એ દિવસે શું થયું અને એ પણ ખબર છે કે જે થયું એ બરાબર નહોતું. પણ સાથે મને એ વાતની પણ ખબર છે કે આ બાબતમાં કઈ થઇ શકે એવું નથી…મેં પોતે વાત કરી છે પોલીસ સ્ટેશનમાં અને એ લોકોએ સાફ કહ્યું છે કે જેટલું બને એટલું દૂર રહેજો આ કેસથી અને આ લોકો વિષે એક સિંગલ ઇન્ફર્મેશન પણ જાણવી ખતરનાક બની શકે છે. અને એ ફક્ત આપણા માટે નહિ પણ પોલીસ માટે પણ ખતરનાક બને તેમ છે અર્થ! ધેટ ઇઝ હાઉ બીગ ધીસ કેસ ઈઝ!” સત્ય ઘણું બધી એક સાથે બોલીને બોટલમાંથી ડાયરેક્ટ જ પાણીનો એક ઘૂંટ પીવે છે.

“એ દિવસે સોંગ કયું વાગતું હતું યાદ છે તને?” અર્થ એક જરીક અમથી સ્માઈલ સાથે પૂછે છે, જાણે તેણે સત્યની વાત સાંભળી જ ન હોય!

સત્ય અર્થની સામે જોઈ રહે છે અને બોલે છે, “એ દિવસનું મને કઈ જ યાદ નથી સિવાય કે જે ઘટ્યું! અને એ ઘટેલું ભૂલ્યે જ છૂટકો છે, ટ્રસ્ટ મી! આમાં પડવા જેવું નથી. હજુ કોઈ નાના બદમાશ હોત તો મેં પણ હિંમત કરી હોત, કઈ ખોટું થતું જોવું મને પણ નથી જ ગમતું એ તને પણ ખબર છે…પણ એમના હાથમાં ગન હતી અર્થ! અને હવે ખબર પડી છે કે ધીસ ઇઝ અ હેલ્લ્લ ઓફ અ લેવલ ધીસ પીપલ આર ફ્રોમ!”

“અને યાદ છે હોસ્પિટલની બહાર પેલા થીએટર પર કયા મૂવીનું પોસ્ટર હતું?” અર્થ ફરીથી અજીબ સ્માઈલ સાથે સત્યને પૂછે છે, અગેઇન ઇગ્નોરીંગ વ્હોટ સત્ય વોઝ સેયિંગ ટુ હિમ. અને આ વખતે અર્થની સ્માઈલ બધારે જ અજીબ લાગી રહી હતી, જાણે એના મગજમાં કઈક મોટું ચાલી રહ્યું હોય એમ! સત્ય આ સ્માઇલને અને અર્થને બહુ જ સારી રીતે જાણતો હતો. અને ધીમે ધીમે સમજી રહ્યો હતો કે અર્થના મગજમાં કઈક અવળું જ ચાલી રહ્યું હતું.

“ખબર નહિ આ ફ્રેકચર ખાલી તારા હાથ અને પગમાં જ છે કે મગજને પણ અસર થઇ છે! દુનિયાને બચાવવાનું વિચારે છે તુ? આ મૂવી નથી, અર્થ! આપણે આ સિમ્પલ અર્થ, આઈ મીન દુનિયામાં રહીએ છીએ! કદાચ કોઈ પેરેલલ વર્લ્ડમાં તુ વિચારી શકે લડવાનું આ લોકોથી, જો પાવર્સ હોય તો! પણ અહી નહિ!” સત્ય એના માથા પર હાથ મુકીને કહે છે.

“યુ નો મી વેલ સત્ય, પણ મેં વાત જ ક્યાં કરી લડવાની? મારે સુપરહીરો બનવું પણ નથી…પણ મારે જે કરવું છે એ માટે અત્યારે હાલ મારી એક મદદ તારે કરવી પડશે…અમ્મ્મ…જો ત્યાં..સામે કબાટમાં એક લોકર છે, એની ચાવી અહીં મારા કમ્યુટરના સી.પી.યુ.ની અંદર એક રબર બોક્સમાં છે. જસ્ટ ઓપન ધેટ લોકર.”

સત્ય અર્થના ઈન્સ્ટ્રક્શન પ્રમાણે ચાવી લઈને લોકર ખોલે છે અને અંદર જોઇને ચોંકી ઉઠે છે! “સુપરહીરોનો સ્યુટ નથી કે તુ આવી રીતે જોઈ રહ્યો છે! એમાં જો લેફ્ટ સાઈડ ટોપ પર જે ફર્સ્ટ ડાયરી છે તે આપ.” અર્થ એક નવી જ એનર્જી સાથે કહે છે.

સત્ય ઢગલો ડાયરીઝથી ભરેલા લોકરમાંથી અર્થે માંગેલી ડાયરી તેને આપે છે. અર્થ તેના ઓશિકા નીચેથી તેના સાજા એવા જમણા હાથથી પેન લેવા સહેજ નમે છે, પણ થોડું દુખતા એક સિસકારો નીકળે છે અને સત્ય તેને પેન લેવા માટે મદદ કરે છે અને પેન આપતાં આપતાં હસવા લાગે છે. એક સ્માઈલ, એક પોઝીટીવ વેવ સત્યના ચહેરા પર આવી જાય છે.
અર્થ તેની પેન અને નવી-કોરી ડાયરી લઈને તેનો માસ્ટર પ્લાન લખવાનું શરુ કરે છે…અને Tchaikovskyનાં 1812માં આતીશ્બાજી સંભળાવા લાગે છે!

~વિરાજ એન્ડ રોનક

કૌંસમાં:~
{[(
Tchaikovskyની ઘણી બધી સરસ મજાની સીમ્ફનીઝમાંની એક એવી 1812 મારી ફેવરીટ સીમ્ફનીઝમાંની એક છે અને એ સૌથી વધારે એન્જોય મેં ત્યારે કરી હતી જ્યારે “V for Vendetta” મૂવીમાં સાંભળી હતી… તમે પણ સાંભળો અને કમેન્ટ ચોક્કસ કરજો!! 🙂 😀


)]}

Advertisements

લાઈફ – 2 in 1

two sides of life

~~~~~~~(૧) “ગ્રૅન્ડ ઝીંદગી” ~~~~~~~~~~
મસ્ત-મૌલા, જલસા જેવી લાઈફ મારી કહી શકો,
ઝગમગાતી, ધારદાર તલવાર જેવી કહી શકો,
ટ્વીટર ઉપર સ્ટાઈલ મારી કરતી રોજ્જે ટ્રૅન્ડ છે,
હેપ્પીનેસનો મંત્ર જપતી ઝીંદગી આ ગ્રૅન્ડ છે!

પાર્ટી એવરી-ડે નહિ, એવરી-મોમેન્ટ કહી શકો,
પેજ-થ્રીનો રોજનો મહેમાન મુજને કહી શકો,
આખી દુનિયા ફેન નહિ, પણ બેસ્ટ એવી ફ્રૅન્ડ છે,
પોઝીટીવ ઓલવેય્ઝ દીસતી ઝીંદગી આ ગ્રૅન્ડ છે!

ફ્લૉ(flaw) વગરની સ્મૂધ એવી ટાઈમલાઈન કહી શકો,
‘ને લાઈફને મારી તમે તો સુપર ફાઈન કહી શકો,
જીવન મારું સુખ-સાહ્યબીનું મસ્ત એવું બ્લૅન્ડ છે,
ભલભલા જોતા રહે એવી ઝીંદગી આ ગ્રૅન્ડ છે!

~~~~~~~~(૨) “એકાંત” ~~~~~~~~~~~
એકલવાયું લાગતું પ્રાણી દીસતું સૌને ભોળું,
ઉંધા પગલા ભરવા લાગતું જ્યારે જોતું ટોળું.
ઘેરાતું એ લોકોથી, ‘ને વધતા એના શ્વાસ,
એનાં વખાણ કરતા લોકોય લાગતા એને ત્રાસ.

સાથ ખોળતા લોકોથી ‘ને ‘મિત્ર’ નામથી ભાગતું,
એને ખાલીખમ ધાબું ‘ને કોરું આભ જ ફાવતું.

એકલપંડુ એ પ્રાણી પ્રયત્ન કરતું લાખ,
કે “ટોળાથી ભાગી ઉડું, આવે બસ જો પાંખ!
દુર જઈને બેસું બસ કોઈ એક વાદળું પકડી,
ખુદને જાણી, ખુદને ખોળી, રાખું ખુદને જકડી.”

ટોળું વિખરી નાખતું એને, એકાંત રૂડું લાગતું,
વાદળ ઉપર બેસીય એને કોરું આભ જ ફાવતું.

~~(૧+૨=?) “એક વત્તા બે બરાબર?”~~
ગ્રૅન્ડ એવી ઝીંદગીની રોશનીની લાયમાં,
પેજ-થ્રીનો એ ઝગારો કઈ સહારો થાય મા.
સ્મુધ એવી ઝીંદગી છોને બની એક બ્રૅન્ડ છે,
ખુદને જાણી ના શક્યો, ઝીંદગી શું ગ્રૅન્ડ છે?
~~~
જાણવા મથતું એ પ્રાણી ગયું આમથી તેમ,
વાદળું પણ કઈ ટક્યું ના, પરપોટાની જેમ.
જાણવા ને ખોળવા એ ઉભું દર્પણ સામે,
એક ઝગારો આંખ આંજી ગયો એ મુકામે.
~~~
એ ઝગારો શાંત પડતા પડતા થ્યો કઈ ઝાંખો,
‘ને પ્રતિબિંબ સામે જોઈ ચોંકી ઉઠી આંખો.

એકલું એ પ્રાણી મારું પ્રતિબિંબ છે!
ગ્રૅન્ડ ઝીંદગીનું મુખોટુ પ્રતિબિંબ છે!

ગૂંચવાયેલા મગજમાં ઉભી થઇ બબાલ,
જવાબ ન મળે એવા થયા બે સવાલ,
“ઝીંદગી આ સત્ય છે કે ડ્રીમલૅન્ડ છે?
ઝીંદગી એકાંત છે કે રીઅલ-ગ્રૅન્ડ છે?”

~વિરાજ રાઓલ

સ્ટોરી ~ એપ્રિલનો એ વરસાદ ભૂલાય જ કેમ!

ઉપરનો કૌંસ:~
{[(
એપ્રિલ ૨૦૧૨માં એક સ્ટોરી લખી હતી, એ સ્ટોરી લખવાનું રીઝન એ હતું કે ૨૦મિ એપ્રિલે વરસાદ પડ્યો હતો, અને મારે પથારી લઈને નીચે ભાગી આવવું પડ્યું હતું. રાતના ૨-૩ વાગ્યે. અને એ વખતે જ એકદમ મગજમાં એક સ્ટોરી આવી ગઈ હતી જે મેં લખી દીધી હતી. એ પછી coincidentally ૨૦૧૩ અને ૨૦૧૪માં પણ ૨૦મિ એપ્રિલે વરસાદ પડ્યો હતો. પણ ૨૦૧૫માં ૧૫ એપ્રિલમાં જ વરસાદ પડી ગયો અને થોડુંક ખોટું લાગ્યું હતું મને. પણ આજે એક સોંગ સાંભળતા સાંભળતા મને અચાનક એ સ્ટોરી યાદ આવી અને એની સિકવલ લખવાનો વિચાર આવ્યો!

આ સ્ટોરીનો પ્રથમ ભાગ તમે વાંચીને આ વાંચશો તો વધારે મજા આવશે!

અને એ વાંચ્યા પછી જો આ સોંગ સાંભળતા સાંભળતા આજનો લખેલો ભાગ વાંચશો તો ચોક્કસ એક અલગ જ મજા આવશે. 🙂

)]}

અત્યારે જુન હોવા છતાં પણ ગરમીનો ત્રાસ છે, પણ એપ્રિલ નો એ વરસાદ ભૂલાય જ કેમ!
બે મહિના થયા હતા સ્તુતિને મળ્યે. એક્યુરેટલી જોવા જઈએ તો ૧ મહિનો અને ૧૪ દિવસ.
નવી શરૂઆતનો સંકેત દેખાયો તો હતો…પણ…
~~~~~~~~~~

“ભૂલ મારી પણ હતી અને મારે જ સમજવું જોઈતું હતું, that your career was important too, and not only I. કદાચ હું પણ નાસમજ હતી એ વખતે.” આ શબ્દોની સાથે આવેલી સ્માઈલ જ સૌથી મોટો સંકેત દેખાડી રહી હતી. અને ઓછું હોય એમ એના આઈ-પેડમાં યુ-ટ્યુબ પર કોઈ અજાણી સિંગરના અવાજમાં મેહદી હસનનું “રંજીશ હી સહી” વાગી રહ્યું હતું. એક તરફ એની સ્માઈલ જોઇને મારા મગજમાં રહેલા બધા જ શબ્દો ગાયબ થઇ ગયા હતા, અને બીજી તરફ ગીતના શબ્દો માહોલને મારા માટે વધારે જ heavy બનાવી રહ્યા હતા.

“किस किस को बताएँगे जुदाई का सबब हम, 
किस किस को बताएँगे जुदाई का सबब हम…”

ગીતની આ કડી વાગી અને સ્તુતિની પેલી સ્માઈલ પણ જતી રહી સાથે. તે અચાનક જ કઈ પણ બોલ્યા વગર અંદર જતી રહી. અને થોડી વારમાં જ રસોડામાંથી સ્ટીલના ગ્લાસમાં પાણી લઈને આવી અને પાણી મારી સામે ધરતા જ કહ્યું, “I hope you still prefer your water steelના ગ્લાસમાં જ…”

મેં ગ્લાસ હાથમાં લીધો. હજુ પણ પેલી સ્માઈલમાં જ ખોવાયેલો હતો હું. શું બોલવું એ સમજાયું જ નહિ. આંખો બંધ કરી, અને એક જ ઘૂંટમાં બધું પાણી પી લીધું. તરસ્યો હતો એટલા માટે નહિ, પણ ગ્લાસમાં જે પાણી હતું એમાં મારી આંખનું પાણી પડે નહિ એ માટે. થોડી વાર આંખો બંધ જ રાખી. પેલું સોંગ હજુ પણ વાગી રહ્યું હતું. કદાચ તેણે કોઈ પ્લે-લીસ્ટ બનાવીને તે સોંગને રીપીટ મોડ પર રાખ્યું હશે તેવું લાગ્યું.

“आ फिरसे मुझे छोड़ के जाने के लिए आ, रंजिश ही सही….”

આ કડી ફરી વાગી રહી હતી, અને પેલું અટકી રહેલું ડાબી આંખનું પાણીનું ટપકું રોકી ન શક્યો હું. આંખથી ટપકીને ગાલથી સરકતું એ આંસુ મારી થોડી વધી ગયેલી દાઢીમાં આવીને સંતાઈ ગયું, પણ મારી ફીલિંગ સંતાઈ ન શકી. I was feeling the guilt for what I had done. “Can you please..”
હું આટલું જ બોલ્યો અને સ્તુતિએ સોંગ બંધ કરી દીધું.
“No, આ તો જસ્ટ સોંગ ચેન્જ કરવાનું કહેતો હતો. પણ, You know, I don’t have words to share. અચાનક જ સવારે વરસાદ પડ્યો અને ખબર નહિ કેમ, બધું જ યાદ આવી ગયું. બે વર્ષ પહેલા સેમ આવું જ એપ્રિલમાં માવઠું પડ્યું હતું. અને આજ સવારનો વરસાદ ભલે એટલો વધારે નહોતો, મને બહુ જ heavy લાગ્યો. બે વર્ષ! કરીઅરમાં ભલે થોડોક આગળ વધ્યો, પણ ‘થોડોક’ જ વધ્યો. એક સકસેસ માટેની સેલ્ફ હેલ્પ બુક વાંચી હતી ત્યારે, જેમાં ઈમોશન્સ, ફીલિંગ્સ વગેરેને અવરોધ તરીકે દર્શાવ્યા હતા. અને એ વાંચ્યા પછી તો કરીઅર વિષે વિચાર્યા કરતા છુટા કેમ પડવું એ જ વિચાર વધારે આવતો હતો. એક જુસ્સો હતો સિંગર બનવાનો. નવા નવા કોન્ટેક્ટસ બની રહ્યા હતા અને કેમ પણ કરીને ઊંચાઈ હાસિલ કરવી હતી. એ વખતે એ ઊંચાઈના સપનાના પડછાયામાં તારા તરફથી મળતો સપોર્ટ, તારો પ્રેમ ખરેખર કેટલા પ્રબળ ફેકટર્સ હતા મારી સફળતા માટે, તે જોઈ જ ન શક્યો હું! બે વર્ષમાં જ્યાં પહોંચ્યો ત્યાં સફળતાનો એક કોળિયો છે, પણ ત્યાં એકલતા છે. અને એ કોળિયો share નહિ કરું ત્યાં સુધી એ થાળીમાંથી બીજો કોળિયો લેવાની ન તો ઈચ્છા થાય તેમ છે ન તો મારી તાકાત છે કે બીજો કોળિયો લઇ શકું હું તારા વગર.”
સ્તુતિ કઈ પણ બોલ્યા વગર સાંભળી રહી હતી. એની આંખમાં પાણી પણ દેખાતું હતું. મેં તેમ છતાં પણ બોલવાનું ચાલુ જ રાખ્યું.
“મારે મારી સફળતા તારી સાથે share કરવી છે. હું અહી આવ્યો ત્યારે મને આશા પણ નહોતી કે તું મારી સામે પણ જોઇશ! બે વર્ષ પહેલા તારી આંખમાં વરસાદમાં ધોવાઈ રહેલા તારા એ આંસુ મને સાફ દેખાઈ રહ્યા હતા પણ એ વખતે મારી આંખો તેને ઇગ્નોર કરવા માટે જ તૈયાર થઈને બેઠી હતી. I have always been selfish, અને કદાચ અત્યારે પણ હું સેલ્ફીશ જ બની રહ્યો છું એક રીતે. પણ હું તને મારા સેલ્ફમાં સમાવવા માંગુ છું. સેલ્ફીશ બનીને આપણી ખુશી જોવા ઈચ્છી રહ્યો છું. એ વખતે તારા આંસુ જોઇને એક જ બીક લાગી રહી હતી કે તું ક્યાંક તારા મજાકિયા સ્વભાવને ખોઈને લોકો પર ભરોસો કરવાનું ખોઈ ન બેસે! આજે મને તારો ભરોસો જોઈએ છે. મારે તારા સપનાઓ જાણવા છે સ્તુતિ. અને એ સપનાઓ બસ જાણવા નથી, પણ તેમને પુરા કરવા માટે જે પણ કરી શકું એ કરવું છે. મારા સપનાઓની સફળતાનો સ્વાદ અને તારા સપનાઓ પુરા કરીને તેની ખુશીનો પણ સ્વાદ મારે તારી સાથે જ લેવો છે. સ્તુતિ, બે વર્ષ પહેલા મેં જે પણ કર્યું, I’m going to regret that for my whole life. એ ભૂલ ફરી તારી સાથે તો હું સપનામાં પણ ન કરી શકું, પણ બીજા સાથે ન કરું એ માટે તારી સલાહ, તારો સપોર્ટ અને તારો પ્રેમ ઝંખું છું.” આટલું બોલીને હું ચુપ થઈને સ્તુતિની સામે જોઈ રહ્યો.

સ્તુતિની આંખમાં જે થોડી વાર પહેલા પાણી દેખાતું હતું, તે પાણી હવે ત્યાં હતું નહિ. જાણે એની આંખો એ આંસુને પી ગઈ હોય. સ્તુતિએ તેની નજર બાજુમાં ફેરવી લીધી હતી એ દિવસે આટલું કહેતી વખતે કે, “મેં ભૂલ તારી માફ કરી. પણ મારી એક સ્માઈલ જોઇને તે વિચારી લીધું કે હું હજુ પણ એકલી હોઈશ?” સ્તુતિ આટલું બોલીને જ ઉભી થઈને પાણીનો ગ્લાસ લઈને રસોડામાં જતી રહી.
~~~~~~~~~~

નવી શરૂઆતનો સંકેત તો દેખાયો હતો….પણ એ સંકેત આવું સરસ પરિણામ લાવશે તેવું ક્યારેય નહોતું વિચાર્યું મેં.
સ્તુતિને ખબર હતી કે હું હમેશા તેને જુઠું બોલતા પકડી જ પાડું છું, એટલે જ એ દિવસે તેણે નજર ફેરવીને બસ મને હેરાન કરવા માટે થઈને ‘એકલી ન હોવા વાળી વાત’નો shock આપ્યો હતો. એની વાત જો કે સાચી હતી. મેં તે વિષે જરાય વિચાર્યું જ નહોતું. પણ મેં એ પણ ક્યારેય નહોતું વિચાર્યું કે સ્તુતિને હમેશાથી રાઈટર બનવું હતું. ન તો મને એ ખબર હતી કે છુટા પડ્યાના છ મહિના પહેલા તેણે તેની પ્રથમ નોવેલ લખવાની શરૂઆત કરી હતી, જેનો અંત તેણે હજુ સુધી પણ લખ્યો ન હતો. અને તે પણ ખબર નહોતી કે તે એક એડ એજન્સીમાં કોપીરાઈટર તરીકે કામ કરી રહી હતી, being an engineer!

પણ મને એ વાતની ખબર ચોક્કસ છે કે તેની પ્રથમ નોવેલના છેલ્લા ચેપ્ટર પર એ અત્યારે કામ કરી રહી છે અને એ પણ ખબર છે કે તે આજે તે નોવેલ પૂરી કરીને જ રહેશે અને પૂરી નહિ કરે ત્યાં સુધી કોઈને એના રૂમમાં પણ નહિ આવવા દે!
વેલ, જોરદાર વાત એ છે કે તેની નોવેલનું ફક્ત શરૂઆતનું એક જ ચેપ્ટર વાંચીને મારો પબ્લીશર ફ્રેન્ડ (કોન્ટેક્ટસ કામ તો લાગ્યા જ) એટલો ખુશ થઇ ગયો હતો કે તેણે શ્યોરીટી સાથે આ નોવેલના સકસેસ માટે પાર્ટી અરેંજ કરવાનું કહી દીધું હતું. અને સ્તુતિને જે વાતની ખબર નથી તે વાત એ છે, કે આજે રાત્રે જ મેં એના માટે એક સરપ્રાઈઝ પાર્ટી અરેંજ કરી છે!
And guess what!! આટલી વાત કરી ત્યાં સુધી બહાર ધીમા ધીમા વરસાદના છાંટા ચાલુ થઇ ગયા છે. અને કદાચ સ્તુતિના રૂમનો દરવાજો ખુલી રહ્યો છે, છેલ્લું ચેપ્ટર પતાવી દીધું લાગે છે! 🙂
અને પેલી સરપ્રાઈઝ વાળી વાત અત્યારે આપણી વચ્ચે જ રાખજો…Shhhhhh…. 😉

નીચેનો કૌંસ:~
{[(
‘રંજીશ હી સહી’નું ઓરીજીનલ version અને કોક-સ્ટુડીઓનું version પણ સાંભળતા જાઓ હવે!! 😀


)]}

ટચુકડી : “પણ મમ્મી અને બા તો…”

“તમે વાત કરી ક્રીશીવ જોડે?” પલ્લવી અજયને પૂછે છે.
“કઈ વાત?” અજય ચાનો કપ બાજુમાં મુકતા પૂછે છે.
“એજ કે એ જેની જોડે આખો દિવસ વાતો કરે છે એ ખરેખર છે જ નહિ…”
“ઓહ! એનો ઈમેજીનરી ફ્રેન્ડ? કરીએ ચાલો આજે વાત….” અજય પલ્લવીને સ્માઈલ આપીને કપ હાથમાં લઈને છેલ્લી ચૂસકી ભરીને ક્રીશીવને બુમ પાડે છે.
ક્રીશીવ તરત જ હીંચકા પરથી ઉતરીને દોડતો દોડતો આવે છે અને અજયના ખોળામાં આવીને બેસી જાય છે.
અજય ક્રીશીવના વાળ ફેંદીને મસ્તી થી વ્હાલ કરતા પૂછે છે, “બેટા, એક વાત ખબર છે તને? તારો જે ફ્રેન્ડ છે ને….”
“નુંનું! એની જ જોડે બેઠો હતો હું બહાર…”, ક્રીશીવ પપ્પાની વાત અડધે જ કાપતા બોલે છે, “અરે આજે…”
અજય પણ ક્રીશીવની વાત અધુરી કાપતા, સમજાવતા કહે છે, “બેટા એ ખરેખર છે નહિ. એ બીજા કોઈને નથી દેખાતો…. પછી એની જોડે વાતો કરીશ તો લોકો તને ક્રેઝી કહેશે….”
ક્રીશીવ વિચાર્યા વગર તરત જ જવાબ આપે છે, “હું તો ખાલી વાતો કરું છું, બા અને મમ્મી તો પેલા કાન્હા સાથે વાતો બી કરતા હોય છે અને ખાવા પીવાનું બી આપે છે…એ પણ ક્યાં કોઈ દિવસ દેખાય છે…. તો મમ્મા અને બા પણ ક્રેઝી છે?”
અજય આગળ કઈ સમજાવ્યા કરતા ક્રીશીવના ઈમેજીનરી ફ્રેન્ડને સમય પર જ છોડવાનું નક્કી કરે છે.

how? exactly કઈ રીતે? (100!!!)

“મતલબ કોઈનો વાંક છે જ નહિ?” મેં પૂછ્યું.
“ના” એણે હાથ આગળ લાવીને, આંખો પહોળી કરીને આગળની એની બધી વાતો માટે એ કેટલો શ્યોર હતો એ દર્શાવતા કહ્યું.
“મતલબ…સમજાયું નહિ યાર, થોડું ડીટેઇલમાં કેહ. How.Exactly.Does.It.WORK???” બધું મારા મગજની એકદમ દુરથી બાઉન્સ થઇ રહ્યું હતું.
“જો, તે કહ્યું કે ઓલ ધ કીલર્સ શૂડ બી કીલ્ડ, રાઈટ?”
“હા….”
“તો એમને મારવાથી એમને મારવા વાળો પણ કીલર થઇ ગયો, રાઈટ?
“અમ….હા?”
હા. મતલબ એમને પણ મારવા પડે? એઝ ધેય આર ઓલ્સો કીલર્સ….?”
“હા…” હવે હું વધારે ગૂંચવાઈ ગયો હતો. પણ એણે બોલવાનું ચાલુ જ રાખ્યું, “મતલબ કે આપણે એમને મારીશું, એ આપણને મારશે, અને બધું બેલેન્સ થઇ જશે….સમજાયું?”
“ના, ના……. કઈ રીતે યા…..ર!!!? બેલેન્સની વાત જ ના આવે ને!” હું ઉભો થઇને આંટા મારવા લાગ્યો આગળ પાછળ. મને લાગતું હતું કે નવીન સમજતો જ ન’તો જે હું કહેવા માંગતો હતો. એ બસ કદાચ એની જ વાત લઈને બેસી ગયો હતો અને એણે માનવું પણ નહોતું.
“ત્યાં જ તો તુ નથી સમજતો ને…. તુ બેલેન્સ વર્ડને જ ખોટી રીતે જુએ છે.” એણે થોડા મોટા અવાજ સાથે કહ્યું, કેમ કે હું આંટા મારતા મારતા થોડો વધારે જ દુર જતો રહ્યો હતો, અજાણતા જ, વિચારોમાં.
“ક્યાંથી ખોટી રીતે યા…..ર!!!?? લોકો જો એકબીજાને આમ ને આમ કાસ્ટ, રીલીજ્ય્ન એન્ડ કન્ટ્રી એન્ડ ઇવન સ્ટેટ્સ ના નામે જો મારતા રહે તો બેલેન્સ કઈ રીતે??? મરવાના હુમન્સ જ છે ને!! કેવું બેલેન્સ? કાસ્ટનું કે રીલીજ્ય્નનું? તને લાગે છે કે ધ યુનિવર્સ વર્ક ઓન ધ બેઝીઝ ઓફ ધીઝ થીંગ્ઝ??” આખરે મારા વિચારોને કઈક શબ્દોમાં ઢાળીને મેં એને પૂછી જ લીધું જે પૂછવું હતું.
નવીન બસ નિ:સાસો નાખતો હોય એ રીતે હસ્યો, મારી સામે જોયું, અને કહ્યું, “સી, મેં કહ્યુંને! તુ બેલેન્સ વર્ડને જ ખોટી રીતે જુએ છે. અને હા, તુ જ ખોટી રીતે જુએ છે, હું નહિ.”
“અમ….કેર ટુ એક્સ્પ્લેઇન, સર?” મેં સાર્કેસ્ટીક ટોન માં પૂછ્યું.

“સી, એ વસ્તુ ભૂલી જા કે તુ કઈ કાસ્ટનો છે, ઓકે? એ પણ ભૂલી જા કે તુ હ્યુમન છે. તુ જસ્ટ એક ક્રીચર છે ધેટ લીવ્સ ઓન ધીસ પ્લેનેટ અર્થ. ઓકે?”
“અ….” હું હજુ કન્ફયુઝ હતો.
“હવે જો, વિચાર કે તારી પાસે એક બાસ્કેટ છે, એન્ડ ઇન ધેટ બાસ્કેટ યુ હેવ ટુ પુટ સમ બલૂન્સ.હવે એ તું એક એક કરીને એમાં બલુન્સ નાખતો જાય છે, એકદમ આરામથી, તારે મથવું નથી પડતું. ઓકે? અને પછી એવો ટાઈમ આવે છે, કે…”નવીન અટકી જાય છે અને મારી સામે જુએ છે કે હું ધ્યાન આપું છું કે નહિ.
“બલુન્સ? આનું મારા કોઈ ક્રીચર હોવા સાથે રીલેશન?” હું પૂછવા જતો હતો પણ પૂછ્યું નહિ. મારે લીન્ક તુટવા નો’તી દેવી. હું જસ્ટ નોડ કરું છું.
નવીન કન્ટીન્યું કરે છે, “અને ટાઈમ એવો આવે છે કે હવે બલુન્સ અંદર સમતા નથી, એક બીજા સાથે અથડાય છે, દબાય છે. અને હવે તારે મથવું પડે છે બલુન્સને મવડાવવા માટે. તુ એક બાલુન નાખે છે તો બીજું બહાર નીકળી જાય છે, અને તુ ફરી બીજું નાખવા જાય છે ત્યાં બીજા બે બલુન્સ બહાર નીકળી જાય છે. અને હવે તને થાય છે કે તુ વધારે ને વધારે ફુગ્ગા સમાવવા માંગે છે, એક પણ ફુગ્ગો બહાર ન જાય એ રીતે. તુ બાસ્કેટને એના કવર થી ઢાંકી દે છે અને ઉપર એક હોલમાંથી એક એક બલુન એડ કરે છે. હવે ફુગ્ગા બહાર નથી આવતા, પણ અંદર દબાતા જાય છે. અને એ ફુગ્ગાઓને બહાર નીકળવા માટે જગ્યા નથી મળતી. અને એક એક કરીને જેમ જેમ તુ મારી-મચડી ને ફુગ્ગાને અંદર એડ કરે છે એમ એમ બાસ્કેટની કઈક નહિ જેવી રફ સપાટીના લીધે એક ફુગ્ગો ફૂટી જાય છે, અને એના ફૂટવાના લીધે એની બાજુના કોઈ ફુગ્ગાને થોડું નુકશાન પહોંચે છે અને એ પણ થોડા પાતળા થઇ જાય છે, અને હવે ફરી બીજો ફુગ્ગો એડ કરતા એ ફૂટે છે. કેટલાક ફુગ્ગા તારા હાથમાં જ ફૂટી જાય છે. પણ અંદર ફુગ્ગાઓની સંખ્યાનું એક એવરેજ બેલેન્સ બનેલુ રહે છે.” આટલું કહીને નવીન મારી સામે જોઈ રહે છે. એવી રાહ જોઇને કે હું સમજી ગયો હોઈશ, ડાઈરેક્ટ વાત કહ્યા વગર પણ.

“અં…. કદાચ હું સમ્જ્યો તુ શું કહેવા માંગે છે…”
“કદાચ??” નવીન થોડું હસીને પૂછે છે.
“અં….મતલબ બેલેન્સ પ્રજાતિનું થાય છે. નેચરનું થાય છે? આઈ મીન, જે જગ્યાએ હ્યુમન્સની જરૂર નથી ત્યાંથી કોઈ નહિ ને કોઈ કારણથી એ ગાયબ થાય છે, રાઈટ? અને જ્યાં જરૂર છે ત્યાં એ લોકોને માઈગ્રેટ થવા માટે નેચર મજબુર કરે છે? લોકો નહિ પણ નેચર ડીસાઈડ કરે છે બધું?” હું થોડું થોડું સમજવા લાગ્યો હતો.
“યેસ, બરાબર ડાઈરેકશનમાં જઈ રહ્યો છે. બટ ખાલી પ્રજાતિઓનું જ નહિ, આખા યુનિવર્સનું બેલેન્સ છે. પણ અત્યારે આપણે ફક્ત હ્યુમન્સ પર જ ફોકસ કરીએ છીએ.અને નેચર ડીસાઈડ કરે છે, પણ એક પેટર્ન….” નવીન અટકી ગયો અને તેના ગાલ પર અંગુઠાનો નખ ફેરવવા લાગ્યો. એની આંખોમાં કઈક અલગ ચમક હતી.
“સો, વ્હોટ ઈઝ નેક્સ્ટ? ડિસ્કશનનું ક્ન્ક્લુઝન?” નવીને આમ તો મને ગૂંચવી દીધો હતો, પણ એની વાતમાં દમ પણ હતો.
“ઈટ ઈઝ જસ્ટ ધ બીગીનીંગ. હજુ ઘણું સમજાવવાનું છે. આ ફક્ત એક ડેમો ડિસ્કશન હતું. હજુ ઘણા સેશન્સ બાકી છે. વેલકમ ટુ ધ ક્લબ, શાલીન!”

– Virajsinh Raol & Ronak HD

કૌંસ માં :~
{[(
Wait for it… 😉
)]}

P.S. It’s 100th post!!
મને તો એમ જ હતું કે થોડી ઘણી પોસ્ટ્સ થશે ત્યાં સુધી તો મારી આદત પ્રમાણે મારી લખવાની આદત પણ બંધ થઇ જશે અને કઈક નવું ભૂત ચઢશે. નવું ભૂત ચોક્કસ ચઢ્યું (નવા ભૂત વિષે ફરી ક્યારેક લખીશ) પણ લખવાનું ભૂત મસ્ત રીતે ચોંટીને બેઠું છે અને મને મજા પણ કરાવે છે! જો આ બ્લોગ ઉપર પણ કોઈ વાંચવા વાળું કે કમેન્ટ કરવા વાળું ન હોત તો શરૂઆતની ૧૦-૧૨ પોસ્ટ પછી આ બ્લોગ પણ ધૂળ ખાતો થઇ ગયો હોત, પણ એક-એક કમેન્ટ અને એક-એક વ્યુવ મને લખવા માટે જોઈતું પરિબળ બની રહ્યું છે. મને હેલ્પ કરતુ રહ્યું છે અને કરતુ રહેશે જ!!
Thanks to each and every one for helping me getting better at writing. તમારી કમેન્ટ્સથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. બીજા બ્લોગર્સના બ્લોગ વાંચીને તો એનાથી પણ વધારે શીખ્યો છું. અને આઈ હોપ કે તમારા જેવા હેલ્પફુલ ક્રિટીક્સ મળતા રહે. 🙂
બાકી મારા બ્લોગની ૧૦૦મી પોસ્ટની પાર્ટી છે, તમારા નજીકના પાણીપુરી/પીઝા/વડાપાવ/દાબેલી વાળાના ત્યાં જઈને મારા બ્લોગનું નામ દઈને જેટલું ખાવાની ઈચ્છા હોય એટલું ખાઈ આઓ! અને પૈસા આપીને એમને મદદરૂપ થાઓ, પુણ્ય મળશે… 😀 😉 😛

બુધવારી ટચુકડી :~ “કેલ્કયુલેટર”

“દીદી કેલ્ક્યુલેટર આપોને….” અર્પિત નાહીને નીકળતાની સાથે બોલે છે….
નિર્વિ પણ આવી અચનાકની અજીબ માંગણી વિષે વિચાર કરતા કરતા કેલ્ક્યુલેટર ડ્રોવરમાંથી લઈને  અર્પિતના હાથ માં ધરી દે છે….
અર્પિત નીર્વીની સામે થોડીવાર જોઈ રહે છે અને પછી નીર્વીના માથે ટપલી મારીને બોલે છે, “ધ્યાન ક્યાં છે તારુંસવાર સવારમાં!? આનાથી નખ કાપીશ હું?!”
નિર્વિ પણ સામે અર્પિતને ટપલી મારીને બોલે છે,“એક વાર તું શું બોલ્યો એ ફરીથી ફ્લેશબેકમાં ચેક કર…”
અર્પિત પણ કઈ બોલ્યા વગર હસતો હસતો પોતાને ટપલી મારીને બીજા રૂમમાં ચાલતી પકડે છે….

કૌંસમાં:~
{[(
ફેસબુક પર અને મારી ડાયરીમાં આવા નાના નાના કોન્વોઝ ઘણી વાર લખતો હોઉં છું…..તો થયું બ્લોગને શું કામ બાકાત રાખું!!
બસ તો….જોઈએ હવે આ નવું લાવેલું રેગ્યુલર લખાય છે કે નહિ!
હેવ અ નાઈસ મે(may)!
)]}

મારી જ કોલેજની થ્રીલર ફિક્શન!

ફેસબુક ઉપર બધી જાત જાતની ને ભાત ભાતની એપ્લીકેશન્સ આવતી હોય છે….. તમે આગલા જન્મમાં શું હશો? તમને સીક્રેટલી લવ કોણ કરે છે? તમારા લાઈફ પાર્ટનરનું નામ કયા અક્ષર પરથી હશે? અને તમારું ખૂન કોણ કરવાનું છે?! આવી જ બધી ટાઈમપાસ એપ્લીકેશન્સ જસ્ટ ફોર ફન મજા કરાવે એવી પણ હોય છે…..!
પણ વિચારો કે આવી જ કોઈ એપ્લીકેશન માં ‘તમારું ખૂન કોણ કરશે’ એના રીઝલ્ટ ને કોઈ સીરીયસ્લી લઇ લે તો?!
મારી કોલેજમાં પણ એવું જ થયું! મુબીને આવી જ એપ્લીકેશન પર ક્લિક કર્યું અને તેનું રીઝલ્ટ આવ્યું કે જીતું તેનું ખૂન કરવાનો છે બસ થોડાજ દિવસ માં…… પોસ્ટ ને લાઈક્સ ઘણી મળી, કમેન્ટ્સ પણ ઢગલો આવી, અને એક માણસે આ વાત સીરીયસલી લઇ લીધી, અને એ માણસ પણ કોણ!!?
“હું” !!!
એજ પોસ્ટ ને સીરીયસલી લઈને મેં કામ આગળ ધપાવ્યું અને મસ્ત મજાની ફુલ્લી ટાઈમપાસ, એન્ટરટેઈનીંગ (એટલીસ્ટ મારા ક્લાસમેટ્સ માટે) , થ્રીલર એવી વાર્તા લખી દીધી…. અને ખરેખર કઈ પણ વિચાર્યા વગર જ આડેધડ જે મગજમાં આવ્યું એ જ દીધે રાખ્યું!! બસ ક્લાસમાં જ આજુ બાજુ નજર દોડાવીને કેરેક્ટર્સ ભેગા કર્યા, તેમની જ બોલવાની સ્ટાઈલને થોડી વધારીને મીઠું મરચું ભભરાવીને  અઠવાડીએ અઠવાડીએ ચાર ભાગ પોસ્ટ કરી દીધા….!
ફેસબુક ઉપર તો ચાર ભાગમાં એ સ્ટોરી share કરી હતી,  પણ અહિયાં પેલી ફોનબુથની સ્ટોરીના છેલ્લા ભાગને આવતા લાગેલી વાર ને ધ્યાનમાં રાખીને મને આ સ્ટોરીના બધા જ ભાગ ભેગા કરીને જ અહી એક જ પોસ્ટમાં share કરવાનું વધારે ‘હિતાવહ’ લાગ્યું… 😉
પણ હા, એક જ પોસ્ટ હોવા છતાં એ ભાગ કઈ રીતે પાડ્યા હતા તે પણ અહિયાં બતાવીશ…. 😀
તો ટાઈમ લઈને એન્જોય કરો….!! 
——————————–
——————————–
ભાગ ૧ – “ધ ફ્રેન્ડલી કીલર”
——————————–

વહેલાલની એ સુમસાન ગલીઓ માં એક ભયાનક ચીસ સંભળાઈ….. ચીસ નો અવાજ સાંભળીને કૃણાલ, મુબીન, જીતુ અને મયુર ચીસની દિશામાં ભાગ્યા. 

કૃણાલના માઈન્ડ માં સુપરહીરો બનવાના અભરખા જાગ્યા અને બોલ્યો, “સુનીલ શેટ્ટીના સમ, જે હેરાન કરતો હશે એને પણ આવી જ ચીસ પડાવડાવીશ!”

“છોકરો હશે તો પણ??” મુબીને સિક્સર મારી!

“પંચ મારવાની વાત કરું છું, જોતો નથી જીમમાં જઈને આયો છું યાર!!” કૃણાલે બચાવ કરતા કહ્યું!

એટલામાં ફરી થી ચીસ પડી! વાતાવરણ ભયાનક અને સુપરહોરર બનતું જતું હતું!

અચાનક જ મયુર બોલ્યો, “લેકચર નો ટાઈમ થઇ ગયો છે, કલ્પેશ સર જોશે તો વાટ લાગશે યાર, ચલોને ક્લાસ માં હવે યાર!”

“બેબી, ધેર આર નો મોર લેક્ચર્સ  ટુડેય!!” આખરે જીતુ પહેલો ડાયલોગ બોલ્યો!

“તો ચલો ઘરે, ચીસો તો HGCE માં પડતી જ રહેતી હોય છે, ત્રાસ તો જુઓ! અને પછી છકડા નહિ મળે યાર!” મયુર તેનો ટીપીકલ ડાયલોગ ફટકારતા બોલ્યો!

“ઓક બાય બાય મયુરબેબી, સી યા….!” જીતુએ પોતાની સ્ટાઈલ જાળવી રાખતા કહ્યું.

ચીસ કોલેજ ના ધાબે થી આવી રહી હતી….મુબીન, જીતુ અને કૃણાલે અગાશીએ જવા પ્રયાણ કર્યું!

એટલામાં કુતરાઓનો ભસવાનો અવાજ આવે છે!!

મુબીન અને જીતુ થોડા ગભરાઈ જાય છે!

“અરે રીંગટોન  છે મારી….” કૃણાલ ચોખવટ કરતા કહે છે, “વિરાજ નો ફોન છે”!

“તો આપી આવ એને, એનો ફોન તારી જોડે શું કરે છે?!” મુબીને ફરી બાઉન્ડ્રી મારી!

“અરે એને કામ છે, મને રાયપુર બોલાવ્યો છે, જવું પડશે, કદાચ જીમ માટે ટીપ્સ લેવી હશે!” બોલતા બોલતા કૃણાલ સીડી થી નીચે ઉતરતો જતો રહ્યો.

“બેબી, ડોન્ટ વરી, આઈ એમ વિથ યુ…”

“એજ તો વરી છે!”

“તુ ધાબે પહોંચતો થા, આઈ વિલ ફોલો યુ…”

મુબીન નીડરતા થી આગળ વધે છે, એક એક સ્ટેપ લેતા તે આજુ બાજુ નજર કરે છે, તે પાછળ ફરી ને જુએ છે તો જીતુ દેખાતો નથી હોતો! તેમ છતાં તે ધાબે પહોંચે છે અને તેને દેખાય છે એક જુના જમાના નું ટેપ રેકોર્ડર! મુબીન પ્લેય કરે છે અને ફરી થી તે જ ચીસ નો અવાજ ટેપ રેકોર્ડર માં થી આવે છે! મુબીન ના માઈન્ડ માં ધીમે ધીમે બધા સીન ક્લીઅર થાય છે! મયુર નું ભાગવું તો સ્વાભાવિક હતું, પણ વિરાજ નો કૃણાલ ને ફોન કરવો! જીતુનું અચાનક ગાયબ થવું! મુબીન કઈ પણ સમજે તે પહેલા જ જીતુ નો અવાજ આવે છે!

“ગુડ બાય બેબી! વી વિલ મિસ યુ!!” અને સાયલેન્સર વાળી બંદુક થી મુબીન ને ગોળી મારે છે!!

*************

શું હશે ગોળી મારવાનું કારણ!? એવી તો શું દુશ્મનાવટ હશે!? વિરાજ, કૃણાલ અને મયુરનો આ મર્ડરમાં શું રોલ છે!? ધવલ, હિમાંશુ અને નીકુલનું નામ પણ કેમ ના દેખાયું?! શું દીપક ટાંક અને આસિફ ઘાંચીએ  પ્લાન બનાવ્યો હશે?! વધુ જાણવા માટે વાંચતા રહો “જીતુ- ધ ફ્રેન્ડલી કિલ્લર”

———————————
“જીતુ- ધ ફ્રેન્ડલી કીલર” ના પ્રથમ ભાગની ભવ્ય સફળતા બાદ, આવી ગયું છે સૌને હચમચાવી દેનાર ભાગ-૨!!!
———————————-

“ભૈલું આ સુ?” અચાનક જ સંજય ના આ શબ્દો સાંભળીને જીતુ ગભરાઈ જાય છે, પોતાની બંદુક પણ તૈયાર કરી દે છે!

જીતુ અસમંજસ માં પૂછે છે, “અબે તું અહિયાં!!?

“લેટ થઇ ગયું યાર, સોરી, ગેમ ઓવર?” સંજય એ ઝાટકો આપતો જવાબ આપ્યો!!

“હા, હવે તું વહેલો ના આવે તો હું રાહ ક્યાં જોઉં!!” જીતુ સંજય ને પીઠ પર હાથ મારતા બોલ્યો…!

“કઈ વાંધો ની ભૈલું, આગળ ની ગેમ સમજાવી દે હવે, તૈયારી કરવા માંડીએ!”

“ઓકે, ચલ પહેલા થોડી સફાઈ કરી દઈએ, પછી કહું નેક્સ્ટ પ્લાન નું, ગેટ રેડી ફોર ધ નેક્સ્ટ મર્ડર બેબી!!”

“હજુ ટોટલ કેટલા કરવાના છે?”

“એ તો ઉપર થી ઓર્ડર આવે એટલે ખબર પડે!”

“ગુડ ભાઈ, મેસેજ કરી દેજે નેક્સ્ટ નેમ, આ વખતે મારે ચાન્સ લેવો છે.” સંજયે બેગ ખભે લટકાવતા જવાબ આપ્યો.

“અરે, ગોટ ધ મેસેજ બેબી, નેક્સ્ટ ઓન માય ગન ઈઝ મિસ્ટર વિરાજ!” જીતુ વાતાવરણ માં ભય ફેલાવતું હસ્યો…

“ભૈલુ, થીસ ટાઈમ ઓન માય ગન!” સંજય પણ હસવા લાગ્યો….

——–

(એજ સમયે રાયપુર માં)

“તને લાગે છે તારી ટીપ્સ કામ લાગશે?” વિરાજ કૃણાલ ને પૂછે છે!

“મેં અજમાવેલી જ છે” કૃણાલ ભજિયું ખાતા ખાતા કહે છે!

“ઓહ્હ, આ જીતુ અને સંજય આજે જોડે જોડે બાઈક પર આવે છે!” વિરાજ નવાઈ લગાડતા પૂછે છે!

“હા, આ કઈ સમજાતું નથી આ બધું, આપણી બાજુ જ આવે છે, પૂછી લઈએ!” કૃણાલ ભજીયાવાળા ને રૂપિયા આપતા બોલે છે.

“હેય બેબી”

“હાઉસફુલ ટુ,  હેય બેબી તો જુનું થઇ ગયું…” વિરાજ જીતુ ની વાત કાપતા બોલે છે, સંજય હસી પડે છે!

“બાય ધ વે વિરાજ, યુ આર ઇન ડેન્જર!” જીતુ ખિસ્સામાં હાથ નાખતા કહે છે!

“કેમ? મેં શું કર્યું?” વિરાજ ગભરાઈ જાય છે.

જીતુ ખિસ્સામાંથી હાથ કાઢી ને બીજા ખિસ્સામાં હાથ નાખે છે, અને મુંઝવાઈ જાય છે! કૃણાલ અને સંજય હસવા લાગે છે! વિરાજ કોઈ એક્સપ્રેશન નથી આપતો.સંજય જીતુની બંદુક વિરાજ ના હાથ માં ધરે છે. જીતુ વધુ ને વધુ મુંઝાતો જાય છે. એટલામાં જ એક વાન આવે છે અને જીતુને ઉપાડી ને લઇ જાય છે! એજ સમયે વાન માં પંક્ચર પડે છે! ટાયર નો અવાજ રાયપુરની એ શાંતિ ને ચીરી નાખે છે….વાન માંથી દીપક અને આસિફ બહાર નીકળે છે! વિરાજ, કૃણાલ અને સંજય પણ એ બાજુ દોડે છે, વાન માં જીતુ ને શોધે છે પણ બધાના આશ્ચર્ય વચ્ચે જીતુ વાનમાં દેખાતો જ નથી!
**********************
ક્યાં ગયો જીતુ? આસિફ અને દીપક હમેશા સાથે જ કેમ ફરે છે? સંજય અને કૃણાલની ડબલ ગેમ છે શું? વિરાજ નું આ રહસ્ય છે શું? શું વાર્તા નું નામ “જીતુ-ધ ફ્રેન્ડલી કીલર” થી બદલી ને “વિરાજ-ધ સાયલંત કીલર” કરવી પડશે?! જાણવા માટે વાંચતા રહો, “જે પણ નામ હોય” નો ત્રીજો ભાગ!!
———————————————
ભાગ-૩ “રન બેબી રન, સી માય ગન”
———————————————

“ક્યાં જતો રહ્યો જીતુ?” વિરાજ ને પણ બીજા લોકો જેટલી જ નવાઈ લાગી..

“અરે આગળ નો દરવાજો તો ખુલ્લો છે ભૈલું.” સંજય નું અચાનક ધ્યાન ગયું.

“બહુ હાય હાય નહિ કરવાની, અહિયાં ક્યાંક જ હશે, હમણાં પકડી લઈશું, હો!!” આસિફ મિમિક્રી કરતા બોલ્યો!

બધાનું ધ્યાન પણ અચાનક “ખારી” નદીના પુલ તરફ જાય છે, જીતુ પુલ તરફ દોડતો હોય છે, જીતું અચાનક જ પુલની પાડી પર ચઢી જાય છે!!

“નો વન કેન કેચ મી બેબીઝ!! યુ ઓલ આર બેબીઝ!! હહાહાહાહા” આટલું બોલી ને અચાનક જીતુ ખારી નદીના ધસમસતા(?!) પ્રવાહ માં કુદી પડે છે.

બધા જ અચાનક તે તરફ દોડે છે, પણ જીતું દેખાતો નથી!

~~~~~~~

આ વાત ને બે-ત્રણ દિવસ નીકળી જાય છે…..ત્યાંજ અચાનક…..

“ભૈલું, એક સમાચાર જાણવા મળ્યા છે” સંજય ભયભીત ચેહરા સાથે વિરાજ ને વાત કરે છે!

“સુ થયું?” વિરાજ ના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે!

“એક્સ્ટ્રા લેકચર છે?” મયુર વચ્ચે ડપ્કું મુકે છે!

“ના, ધવલ ને પણ  ઉડાવી દીધો! આજે AMTS માં ચડતા પહેલા જ!” સંજય બેગ બેંચ પર મુકતા કહે છે!

“સમાચાર કોને આપ્યા?” વિરાજ કપાળ પરથી પરસેવો લૂછતાં પૂછે છે!

“ભૈલું, હમણા જ અર્ચન નો મેસેજ આવ્યો!”

“ગબ્બર ક્યાં છે?” મયુર ફરી વચ્ચે પૂછે છે!

“એ તો આજે નથી આવવાનો એવું કહેતો હતો!” વિરાજ ચિંતિત સ્વરે કહે છે, “સવારે જ વાત થઇ હતી મારી એની સાથે.”

“સો જીતું-ધ-કીલર ઈઝ બેક ભૈલું!”

“પણ આ વખતે શંકા ની સોય અર્ચન પર જાય છે!” વિરાજ નવું સસ્પેન્સ મુકતા બોલે છે.

અચાનક કનુ દોડતો દોડતો ક્લાસ માં એન્ટ્રી મારે છે!

“જીતું આયો હ, નેચે ઉભો હ” કનુ ધડાકાભેર ન્યુઝ આપીને તરત જતો રહે છે!

વિરાજ અને સંજય નીચે ભાગે છે ત્યાં જ અચાનક જીતું એક બેગ ફેંકે છે અને એક હેલ્મેટધારી બાઈકવાળા ની પાછળ  બેસી ને જતો રહે છે અને વિરાજ ને તેની નવી બંદુક બતાવી ને બુમ પાડે છે, “સી ધ ન્યુ ગન, રન બેબી રન! હહાહાહાહા”
****************************
શું થઇ રહ્યું છે અહી? શું હશે એ બેગ માં? ક્યાં થી આવી નવી ગન? શું એ ચાઈનામેડ ગન હતી? કોણ હતું એ હેલ્મેટ ધારી? કોણ કોણ છે જીતું ની ગેંગ માં? વિરાજ અને સંજય નું આ રહસ્ય છે શું?? શું વિરાજ સ્ટોરી બનાવવાના નામે બસ ટાઈમ પાસ કરે છે? જાણવા માટે રાહ જુઓ ભાગ-૪ ની “અન્જાન બેગ, અન્જાન ગેંગ!”
————————————————
ભાગ – ૪ : “અન્જાન બેગ, અન્જાન ગેંગ!”
————————————————

~~~શું છે રહસ્ય એ બેગ નું?!

કોણ છે સુત્રધાર જીતુની ગેંગ નું?!

વાંચો આજ નો ભાગ અને

અનુભવો દ્રશ્ય બીગ બેંગ નું!!!~~~

********************

સંજય, વિરાજ, કનુ અને બહાર હાજર બધા લોકો હક્કા-બક્કા બનીને જે થયું તે જોઈ રહ્યા હતા.

“ભૈલુ આ જીતુ નો કઈક મોટો પ્લાન લાગે છે આ વખતે….” સંજય પપ્પુ કંગી ની જેમ ડોક હલાવીને બોલે છે.

“પણ પહેલા આ બેગનું શું ચક્કર છે એ ચેક કરવું પડશે…..” વિરાજ પોઈન્ટની વાત મુકતા બોલે છે.

બધા લોકો બેગની આજુ બાજુ ભેગા થઇ જાય છે…. કોલેજનો જ સ્ટુડન્ટ આટલા બધા મર્ડર ખુલ્લે આમ કરતો હતો અને પોલીસ સુધી આ વાત પહોંચી હતી કે નહિ તેની વાતો બધા કરવા લાગ્યા હતા….

વિરાજ અને સંજય બેગ ચેક કરે છે, બેગમાંથી અજીબ સાઉન્ડ આવતો સાંભળીને વિરાજ સમજી જાય છે કે બેગમાં બોમ્બ છે….!!

 વિરાજને ખ્યાલ હતો કે હિતેનને એડમીનમાં સારું બને છે, એટલે તે હિતેન જોડે બેગને એડમીનમાં પહોંચાડી દે છે, સાથે સુચના પણ અપાવે છે કે એડમીન નજીક કોઈ પણ સ્ટુડન્ટને આવવા દેવો નહિ….. કોલેજના ટ્રસ્ટી અને બધી જ ફેકલ્ટીઝને તરત જ એડમીન પાસેના મીટીંગ રૂમમાં ઈમરજન્સી મીટીંગ માટે બોલાવી લેવામાં આવે છે…..

બધા સ્ટુડન્ટસ હવે કોલેજ ની બહાર નીકળી જાય છે… મયુર પહેલો જ છકડો આવતો જોઇને જગ્યા ન હોવા છતાં ચાલુ છકડાએ કુદીને લટકાઈ જાય છે…..

“સંજય એક કામ કરવું પડશે, જીતુ ચોક્કસ એના ઘર બાજુ જતો હશે તો આપણે એના ઘરે જ જઈએ….”  વિરાજ કપાળ પરનો પરસેવો લુછતા બોલે છે….

“ઓકે ભૈલુ, અને પેલો બાઈક પર હેલ્મેટ વાળો કોણ છે એ પણ જોવું પડશે….તો તું રાયપુર થઈને જા, હું પાછળના રસ્તે જાઉં છું….” સંજય બાઈકની ચાવી ફેરવતા બોલે છે.

સંજય અને વિરાજ બંને બાઈક લઈને નીકળે છે….વિરાજ રાયપુરથી આગળ જ પહોંચે છે અને તેના ફોન પર રીંગ આવે છે….

“ભૈલું, અવાજ સાંભળ્યો?” સંજય ચિંતિત સવારે હાંફતા હાંફતા પૂછે છે.

વિરાજ સમજી ગયો કે ચોક્કસ બોમ્બ ફૂટી ગયો હશે…. “સાંભળ્યું તો નથી કઈ, પણ….. આઈ ગેસ બોમ્બ….?”

“યેસ ભૈલુ, એડમીન વાળો આખો પાર્ટ ગયો….. સ્ટુડન્ટસ તો બચી ગયા પણ પેલી મીટીંગમાં…” સંજય વાત અધુરી છોડી દે છે. વિરાજ અધુરી વાત સમજી જાય છે અને સંજયને કહે છે, “હવે આર યા પાર ડાયરેક્ટ જીતુ ના ઘરે જ ચલ….. આજે ધી એન્ડ લાવવો જ પડશે….”

વિરાજ અને સંજય પોતપોતાના રસ્તે આગળ વધે છે….

સંજય નરોડામાં એન્ટ્રી લે છે અને ત્યાજ વિરાજનો ફોન આવે છે, “ભાઈ, પેલો હેલ્મેટ વાળો હિમાંશુ હતો…અને હતો મતલબ એ હતો ન હતો થઇ ગયો….અહી હેલ્મેટ પણ પડ્યું છે અને જીતુની અજીબ બંદુક પણ….બાઈક ગાયબ છે અને હિમાંશુના છેલ્લા શબ્દો હતા કે જીતુના ઘરે….જીતુના ઘરે….”

“ભૈલું, આ તો પેલી કહેવત જેવું છે….ચીંટી કે પર નિકાલ આયે તો સમજો ઉસકી મૌત નઝદીક હૈ….”

સંજય ફોન કટ કરે છે અને જીતુના ઘરે પહોંચે છે.

જીતુના ઘરની બહાર વિરાજ અને જીતુ ના બાઈક્સ પડ્યા હોય છે…. સંજય ધીમે રહીને ઘરના દરવાજા બાજુ જાય છે… દરવાજો ખોલતા પહેલા તેને કોઈનો હસવાનો અવાજ સંભળાય છે.

સંજય ધીમે રહીને દરવાજો ખોલે છે અને ત્યાં સામે સોફા પર વિરાજ અને જીતુ બેઠા હોય છે….

સંજય આગળ વધે છે…. તે કઈ વિચારે તે પહેલા જ વિરાજ બોલે છે,”સંજય જલ્દી ત્યાં પાછળ ટીવી પરથી બંદુક આપ….”

સંજય પાછળ ફરે છે અને વિરાજ સંજયની પીઠ પર જ ગોળી ચલાવે છે!!

સંજય ત્યાં જ ઢળી પડે છે….

વિરાજ અને જીતુ જોર જોર થી હસવા લાગે છે….

“સંજયભૈલુને હાથમાં બંદુક જોઇને પણ ખબર ના પડી કે પિક્ચરમાં ચાલે છે શું!! હહાહાહા” વિરાજ અટ્ટહાસ્ય કરતા બોલે છે….

ત્યાંજ બહાર પોલીસના સાયરન સંભળાય છે…..

દરવાજા આગળ જ એક બ્લાસ્ટ થાય છે અને દરવાજો ધડાકાભેર તૂટી જાય છે.

ધુમાડામાંથી મુબીન એન્ટ્રી લે છે!!!

“પિક્ચર અભી બાકી હૈ ભૈલુ…..હહાહાહા ” સંજય માથું ફેરવીને બોલે છે!

વિરાજના મગજમાં બધા સીન ક્લીઅર થતા જાય છે…. વિરાજ જે અન્ડરકવર બનવાનો ઢોંગ કરતો હતો તે બીજું કોઈ નહિ પણ મુબીન જ હતો, સંજયને બધો પ્લાન ખબર હશે અને તેટલે જ તેણે મુબીનને શરૂઆતમાં જ બુલેટપ્રૂફ જેકેટ સાથે જ જવાનું કહ્યું હશે… સંજય પહેલા જીતુની સાથે અને પછી વિરાજની સાથે હોવાનું નાટક રચીને ફક્ત બધા પ્લાન્સ જ ઉઘાડા પાડીને મુબીન એન્ડ ટીમને શરૂઆતથી હેલ્પ કરતો હતો…

વિરાજ ફરીથી હસવા લાગે છે…..તે તરત જ જીતુને ગોળી મારવા માટે બંદુક સામે ધરે છે….. મુબીન મેક્સ પેય્ન ની સ્ટાઈલમાં જમ્પ મારીને વિરાજને રોકવાનો ટ્રાય કરે છે પણ સંજય આગળ જ પડ્યો હોઈને મુબીન પણ ત્યાં જ ગોઠમડાખાઈ પડી જાય છે….

વિરાજની બંદુકમાંથી નીકળેલી ગોળી જીતુના માથાની આરપાર નીકળી જાય છે…. સામેની દીવાલ પર લોહીની રંગોળી સજાઈ જાય છે….વિરાજ મુબીન તરફ બંદુક ધરે છે અને ટ્રીગર દબાવે છે….. પણ જીતુને લાગેલી ગોળી એ બંદુકની છેલ્લી ગોળી હોય છે….

વિરાજ બંદુક ફેંકીને ફરીથી જોર જોર થી હસવા લાગે છે…..

~~~~~~~~~

૩ દિવસ વીતી જાય છે….

વિરાજને અરેસ્ટ કરી દીધો હોય છે પણ તેના ઇન્ટેન્શન્સ અને પ્લાન્સ પાછળનું રહસ્ય અકબંધ રહે છે…

વિરાજે શરૂઆતથી જ યુઝ એન્ડ થ્રો ની ગેમ અપનાવી હતી…. સૌથી પહેલા ધવલ અને હિમાંશુને પ્લાનમાં શામેલ કરી દીધા અને તેમનો ખાત્મો બોલાવ્યો જીતુની મદદ લઈને, અને જયારે બધા રહસ્યો ખુલવાના હતા ત્યારે જ જીતુને પણ પતાવી દીધો….!

~~~~~~~~~

પ્લાનમાં શામેલ બધા જ આરોપીઓ અને સબુતોને વિરાજે ગાયબ કરી દીધા હતા….

વિરાજને પણ ફક્ત એક મર્ડરર એવા જીતુને મારવા માટે થઈને થોડાક વર્ષોની સજા થાય છે….

કોલેજ પણ લાંબી મુદત માટે બંધ થઇ જાય છે….

અને વહેલાલની એ ગલીઓ ફરીથી સુમસામ બની જાય છે……

 ~~~~~~~~~THE END~~~~~~~~~

કૌંસમાં :~
{[(
ગયા વર્ષે ૧૯મિ ની રાત્રે (૨૦મિ ની સવારે…)ધાબે ઊંઘવા ગયો અને રાત્રે વરસાદ પડતા નીચે આવ્યો અને એક વાર્તા લખી દીધી હતી….. અને આ વર્ષે પણ એજ તારીખે ફરીથી વરસાદ પડ્યો!!
આ તો બસ એકદમ યાદ આવ્યું એટલે….. 😉 😛
)]}

શોર્ટસ્ટોરી ~ “ગનમેન”

“મને કોઈક પગ પછાડતું હોય તેવો અવાજ આવતો હતો. મેં આંખો ખોલવાનો પણ ખુબ જ પ્રયત્ન કર્યો હતો, પણ આંખો પર હજુ કઈક ભાર હોય તેમ જણાતું હતું. મને જરા પણ ખ્યાલ ન હતો કે હું ક્યાં હતો, કઈ રીતે તે જગ્યા એ આવ્યો હતો, અને કેટલા દિવસ થી તે જ જગ્યાએ હતો. મારી આંખો ધીમે ધીમે ખુલવા લાગી હતી, પણ હજુ આજુ બાજુ બધું ધૂંધળું લાગતું હતું.

મારી સામે જ એક બંદુકધારી બંદુક તાકી ને ઉભો હતો, એઇમિન્ગ એટ માય હેડ. મેં તેને ઘણી વાર મને મારવાનું કારણ પણ પૂછ્યું, પણ તે કઈ બોલ્યો જ નહિ. ફરી એક વાર પૂછતાં તે બોલ્યો કે ‘પંદર મિનીટ રાહ જો, તને રીઝન પણ મળશે અને તારી મોત પણ.’

મને કોઈક રૂમ માં બંધ કરી રાખ્યો હતો. મારા હાથ એક ચેઈનથી એક પોલ સાથે બાંધેલા હતા. તે રૂમ ખાલી હતો. રૂમની બધી દીવાલો અને છત મરૂન રંગ થી રંગેલા હતા, અને ત્યાં કદાચ લોહીના જ ડાઘ હતા. રૂમ માં ફક્ત એક સાંકડો દરવાજો હતો અને દરવાજા વાળી જ દીવાલ પર એક નાની બારી હતી. બારીની બહાર દુર દુર સુધી ફક્ત ખાલી મેદાન જેવું જણાતું હતું અને અંતે ક્ષિતિજ, બસ.
મેં ફરીથી છેલ્લે શું થયું હતું તે યાદ કરવાનો પ્રયત્ન કર્યો. હું કદાચ મોર્નિંગ-વોક માટે નીકળ્યો હતો અને મને કઈક ઝટકો લાગ્યો હતો. બસ…

દરવાજામાંથી એક બીજો માણસ એન્ટર થયો. તે કોઈ જુદી જ ભાષામાં પેલા ગનમેન સાથે વાત કરવા લાગ્યો. તે લેન્ગવેજ મારા માટે તદ્દન અજાણી હતી. મને સમજવાનો પ્રયત્ન કરતો જોઈ ગનમેન બોલ્યો કે, ‘જે કઈ પણ પેલા માણસે કહ્યું તે જ રીઝન હતું તને મારવાનું’ અને આટલું બોલતાની સાથે જ તેણે ટ્રીગર દબાવી દીધું અને બુલેટ મારા મગજની આરપાર નીકળી ગઈ ચિત્રગુપ્ત સર….આર-પાર…..
હવે શું મને એટલું કહેશો કે એ ગનમેન અને તે માણસ હતા કોણ અને મને મારવાનું રીઝન શું હતું?? પ્લીઝ???”

ચિત્રગુપ્તે કેલેન્ડર સામે નજર કરી… કેલેન્ડરમાં પહેલી એપ્રિલ જોઇને ચિત્રગુપ્ત બોલ્યા, “યુ મસ્ટ બી કિડિંગ….ટ્રાઈંગ ટુ ફૂલ મી?? હાહાહ…. નેક્સ્ટ સાઉલ પ્લીઝ….”

કૌંસમાં :~
{[(
આ જ સ્ટોરી પરથી અમે બનાવેલું એક મુવી…..http://goo.gl/nn6LU
)]}