રીવાઈન્ડ ઇટ, બસ એક વાર…(?)

ફેન્ટસીઝ…..
દરેકની કઈક નહિ ને કઈક ફેન્ટસીઝ રહેલી હોય છે, ક્યારેક નહિ ને ક્યારેક…
એક અલગ દુનિયા દરેકના મગજ માં બનેલી હોય છે જ્યાં તેમની પાસે કઈક સ્પેશ્યલ પાવર્સ હોય, યા તો એ અલગ દુનિયામાં જ કઈક એવી જાદુઈ શક્તિઓ છુપાયેલી હોય…

ફેન્ટસીઝ… દરેક બાળકના બોરડમનો એક દોસ્તાર,
દરેક ડાયરેક્ટર, રાઈટર, પેઈન્ટર, આર્ટીસ્ટ માટે એક ભગવાન,
દરેક જુવાનિયા માટે એક સાથી,
દરેક વૃદ્ધ માટે એક છેલ્લી આશા!

ઓબ્વીયસ્લી, જેમ હું ઘણી પોસ્ટમાં કહેતો આવ્યો છું, મને ઈમેજીન કરવું બહુ ગમે…..
અલગ અલગ ઘણા સુપર પાવર્સ વિષે હું નાનો હતો ત્યારથી લઈને અત્યારે આજ સુધી હું વિચારતો આવ્યો છું, અને વિચારતો જ રહેવાનો છું…. (વિચારને મેં ક્યા જાતા હૈ! 😉 )
ઘણી બધી વસ્તુઓ જે ન હોવી જોઈએ છતાં છે, અને હોવી જોઈએ છતાં નથી તે દરેક બાબતો વિષે હું વિચારતો રહેતો હોઉં છું, અને એમાં જ સૌથી વધારે જે વિચાર મારા મગજમાંથી પસાર થયો છે તે એક રીવાઈન્ડ બટન નો છે…..

એક એવું રીવાઈન્ડ બટન જે પ્રિન્સ ઓફ પર્સિઆ(સેન્ડ્સ ઓફ ટાઈમ)માં બતાવ્યું છે…
પણ થોડાક ચેન્જીસ સાથે….અને હા, કેટલીક કંડીશન્સ સાથે….

ચેન્જીસ/કન્ડીશન્સ :~
~> મુવીમાં બતાવ્યું છે એવું કોઈ ચપ્પુ કે ડીવાઈસ કે એવું કઈ પણ ના જોઈએ, બધું માઈન્ડ થી કન્ટ્રોલ થવું જોઈએ…
~> મુવીની જેમ કોઈ મેજિકલ સેન્ડ કે જે લીમીટેડ માત્રામાં જ હોય એવું નાં ચાલે….(come on, ઈમેજીનેશન છે, બાંધછોડ શું કરવા રાખવાની!?), અનલીમીટેડ પાવર્સ…
~> પાવર ખાલી મારી પાસે જ હોવો જોઈએ… 😀
અત્યારે તો આટલું જ બહુ થઇ ગયું, બાકી કઈ જોઈતું હશે તો પછી કહી દઈશ… 😉

ચાલી જાય ને આવા પાવર્સ?
આ વિચારનું વારંવાર પસાર થવું બટ ઓબ્વીયસ છે, કારણ કે ભૂલોનું થવું પણ એટલું જ નોર્મલ છે. અને કઈ પણ ભૂલ થાય તો સૌથી પહેલો વિચાર જ એ આવે કે યાર, કાશ આવું ન કર્યું હોત, કાશ એક ચાન્સ મળે અને પાસ્ટમાં જઈને આ ભૂલ સુધારી આવું….
કાશ…..
ખાલી ભૂલો જ નહિ, કેટલીક ઘટનાઓ પણ એમાં આવી જ જતી હોય છે….કેટલીક નહિ પણ ઘણી ઘટનાઓ આમ જોઈએ તો, જે આપણા હાથમાં નથી હોતી, લાઈક ડેથ…
પણ સૌથી જરૂરી તો આ પાવર ત્યારે જ લાગે જયારે ખોટા ડીસીઝન્સ લીધા હોય, ખોટી ચોઈસીસ પસંદ કરી હોય, ખોટા સિક્કા હાથ માં આવી ગયા હોય, યુ નો, ખોટા લોકો સાથે ભટકાઈ પડ્યા હોઈએ….
કોઈક વાતમાં ઉતાવળ કરી દીધી હોય, કોઈ વાતમાં જરૂર કરતા વધારે ધીમા પડ્યા હોઈએ, ક્યાંક ખોટા ટાઈમે ખોટા લોકોની સામે અગ્રેસીવ, અફેન્સીવ, તો ક્યાંક ડીફેન્સીવ થયા હોઈએ….
આમ તો આને પણ કહેવાય તો ભૂલ જ, પણ એવી ભૂલ કે જે આપણે કદાચ એ ટાઈમે વિચાર્યું હોત તો પણ જણાઈ ન હોત…. એવી ભૂલ જે કર્યા પછી જ દેખાઈ હોય… જેનો એક્સપીરીયન્સ કર્યા વગર એ ભૂલ છે એવું આપણને ક્યારેય લાગ્યું જ ન હોત…
અને એ તો હવે પાક્કું જ છે કે આવી ભૂલ સુધારવા જઈએ તો પણ મોડું થઇ જ ગયું હોય છે, અને બસ એવી ભૂલ ને બહુ માઈન્ડ પર લઈને રડતા બેસી ન રહીએ એટલે જ “જે થાય છે એ સારા માટે જ થાય છે” અને “આ બધું તો આપણને લેસન આપવા માટે જ થતું હોય છે” જેવી સાંત્વનાઓ અપાતી હોય છે….

હવે તમે જ કહો, આવી ભૂલો માટે તો ખાલી “પેલો પાવર અસ્તિત્વમાં હોત તો કેટલું સારું થાત” જેવા જ વિચારો આવે ને…..
એ સિવાય ઘણી વાર એવું પણ થાય કે કોઈ ઘટનામાંથી પસાર થયા હોઈએ અને આપણે બસ એવું જ વિચારતા હોઈએ કે “આ ઘટના સપનું જ હોય તો સારું….”
અને જો કોઈ ખરાબ ઘટના ઘટી હોય અને તમે એવી આશા રાખતા હોય કે “એ ઘટના સપનું હોય તો સારું” અને પછી ખબર પડે કે એ ખરેખર સપનું જ હતું તો તમે ખરેખર લકી કહેવાઓ! કારણ કે મોટા ભાગે આવું ત્યારે જ થતું હોય છે જયારે આપણે કોઈ બહુ જ મસ્ત મજાનું સપનું જોતા હોઈએ છીએ કે જેમાં આપણી લાઈફના મોટા મોટા સપનાઓમાંથી જ કોઈ એક સપનું પૂરું થતું હોય છે…..
પણ હા, આવા સપનાઓ પણ ઘણી વાર ઘણું શીખવાડી પણ જતા હોય છે…..

હશે હવે, બીજું તો શું કહીએ! આવા ને આવા ઢંગધડા વગરના ઈમેજીનેશન તો હું કરતો જ રહેવાનો છું…. કોણ જાણે ક્યારે રીઅલ લાઈફમાં દેખાઈ આવે! પણ એ વાત પણ ફેંકી દેવા જેવી નથી કે આવા સપનાઓ પર જ પછી ડીપેન્ડન્ટ થઇ ને પડી ન રહેવાય… પણ ઈમેજીન કરવામાંય ક્યા કોઈ નિયમ તૂટે છે 😉

કૌંસમાં :~
{[(
આજની આ પોસ્ટ લખવાનો વિચાર મને યુટ્યુબ વિહાર કરતા મળ્યો, એક સોંગ સાંભળતા સાંભળતા….(આમ જોઈએ તો એના લીરીક્સ વાંચતા વાંચતા કહીએ તો વધારે સાચું ગણાશે).
તો એ સોંગ તો મારે share કરવું જ રહ્યું ને તમારી સાથે…..
તો સાંભળો, અને ખરેખર સમજવાના મૂડમાં હોવ તો લીરીક્સ વાંચો….

)]}

તા.ક. સરસ મજાની સુંદર એવી મોમેન્ટ્સ ફરી જીવવા માટે પણ એ રીવાઈન્ડીંગ વાળો પાવર મસ્ત રીતે કામ લાગે એવો છે…..

Advertisements

યાદ તો રહેશે….કદાચ ચોક્કસ…

કેજી થી લઈને બારમાં ધોરણ સુધી છ સ્કુલ્સ અને પાંચ સીટીઝ ચેન્જ કર્યા, અને મને ક્યારેય ખાસ ફરક નથી પડ્યો.
પહેલેથી મને ઓછું બોલવા જોઈએ, અને એજ રીઝન થી ફ્રેન્ડસ પણ ઓછા અને એ પણ રેન્ડમલી કોઈને પણ ફ્રેન્ડ બનાવી લઉં એવું નહિ… સિલેક્ટેડ લોકો જ….કેટલાક ઓબ્ઝર્વેશન પછી જ બનાવેલા..
જો કે મારા ફ્રેન્ડ્સ ને કેટેગરાઈઝ્ બે રીતે કરી શકાય.
1. મારા જેવા જ… જે બહુ એટલે બહુ જ ઓછા લોકો સાથે બોલતા હોય.
૨. મારાથી ટોટલી ઓપોઝીટ, મતલબ કે બહુ જ બોલતા હોય અને લગભગ જે ભટકાય એ બધા જ સાથે બોલવાનું ચાલુ કરી દે….!

પાછું મેઈન વાત શું હતી એ ભૂલી ગયો અને બીજી લવારીએ ચડી બેઠો!!
હવે વાત એમ કરતો હતો કે ઓછા ફ્રેન્ડસ હોય એટલે જયારે છુટા પાડવાનો ટાઈમ આવે ત્યારે પણ ખાસ દુખ ન થાય….. આમ પણ ગણીને ૨-૩ ફ્રેન્ડસ હોય, જેમની સાથે બહુ ધીંગા મસ્તી કરેલી ન હોય…. કારણ વગરના કે પછી લોજીકલ એવા ડિસ્કશન કર્યા હોય, પણ એટલા માટે થઈને કઈ છુટા પડવાનું અઘરું થઇ પડે એવું ક્યારેય થયું નથી…અને આમ પણ આજ સુધી પણ એ જુના ફ્રેન્ડસ સાથે પણ ફોન અને ઈન્ટરનેટથી તો કનેક્ટેડ છું જ…(દિલથી તો ખરો જ… :D)
અને એટલે જ આટલા બધા ચેન્જ લાઈફમાં થયા તો પણ કઈ ખાસ ફરક પડ્યો નથી…..
પણ….
પણ પણ પણ થયું એવું કે ભાઈ ૨૩મિ મે ના રોજ કોલેજનો છેલ્લો દિવસ હતો અને ખરેખર ઘણું બધું પાછળ રહી જતું હોય તેવું લાગ્યું….
અને એમાં સૌથી ખરાબ જો કઈ થયું હોય તો એ એમ કે કોલેજ ૨૩મિ ની જગ્યાએ ૨૨મિએ જ પૂરી થઇ ગઈ…. એક્સ્ટર્નલ ફેકલ્ટીઝ ને દયા આવી ગઈ કે પછી ગરમીથી કંટાળીને બીજા દિવસે આવવું ના પડે એટલા માટે, રીઝન જે પણ હોય, બે વાઈવા એક જ દિવસે રાખીને ખરેખર મને ઝટકો જ આપ્યો હતો.
એ દિવસ હતો કે જયારે મને ખરેખર ફરક પડ્યો એક ‘ફેઝ’ના એન્ડ થી.
વેલ, એના પણ રીઝન્સ છે….ઘણા રીઝન્સ છે…
એક તો મેં જયારે કોલેજ જોઈન કરી એજ દિવસે નક્કી કર્યું હતું કે જુના વિરાજને રિપ્લેસ કરીને એક નવો વિરાજ લોન્ચ કરીએ! એક નવું વર્ઝન મુકીએ લોકોની સામે…. આમ પણ માર્કેટમાં કોઈ જુના વિરાજ ને તો ઓળખતું નહોતું…. તો બસ થોડા ઘણા ચેન્જીસ સાથે જ કોલેજની શરૂઆત કરી હતી.
પહેલા જે વિરાજ સ્કુલમાં ૫-૬ લોકો થી વધારે કોઈની પણ સાથે વાત પણ નહોતો કરતો તેણે કોલેજ ના પહેલા જ દિવસે ૫-૬ જેટલા તો ફ્રેન્ડ્ઝ બનાવી લીધા હતા. અને બોલવાની વાત છે તો લગભગ ૯૦% લોકો જોડે તો વાત કરી જ હશે રેગ્યુલરલી આ ૪ વર્ષ દરમિયાન! ભલે બધા લોકો માટે એ નોર્મલ હતું, પણ મારા માટે એક અચીવમેન્ટ થી ઓછું નહોતું…

ઓબ્વીયસ્લી શરૂઆતમાં મારે એક્ટિંગ જ કરવી પડી હતી લોકો સાથે  ફ્રેન્ડલી બનવા માટે…. પણ પછી એજ મારો સ્વભાવ બની ગયો હતો…. હતો નહિ પણ છે જ એવું કહીએ તો પણ ચાલે… જો કે હજુ પણ નવા લોકો સાથે વાત કરવાની શરૂઆત કરતા થોડોક તો અચકાઈ જ જાઉં છું… પણ હવે આટલે સુધી પહોંચ્યો છું તો એ હર્ડલ્સ પણ પાર કરી જઈશું…!

હવે આટલા ચેન્જીસ જો મેં લાઈફમાં અને નેચરમાં કર્યા હોય તો ફરક પડે એ તો ઓબ્વીયસ જ છે ને!
અને એટલે જ, જયારે ખબર પડી ૨૨મિએ કે આજ છેલ્લો દિવસ છે, બધું જ અલગ દેખાવા લાગ્યું…જાણે કોઈ મુવીનો સીન શૂટ થતો હોય અને એમાં મને અચાનક મૂકી દીધો હોય. જાણે મૂવીનું ક્લાઈમેક્સ શૂટ થાય છે…. જ્યાં નજર કરું ત્યાં જાણે કોઈ કેમેરાનું ક્લોઝ-અપ શૂટ થતું હોય તેવું લાગ્યું. જાણે બધું ફોકસ ત્યાં જ છે ને આજુ બાજુનું બધું બ્લરી થઇ ગયું હોય….. એકી એક જાણ સામે નજર ગઈ…. ચાર વર્ષ જે કઈ પણ કર્યું એ બધું ફ્લેશબેકમાં દેખાવા લાગ્યું….
મેં કઈ એવી ખાસ મસ્તી નહિ કરી હોય, પણ મેં લોકોને મસ્તી કરતા જોયા હતા…. એમાં મને પણ એન્જોય્નમેન્ટ મળ્યું જ હતું…! બધા એકબીજાને ભેટી ભેટી ને મળતા હતા…. છોકરીઓએ ગંગા-જમના વહેવડાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું… નજીક નજીક રહેતા લોકો રોજ મળવાના પ્રોમિસ કરતા અને હોસ્ટેલના ફ્રેન્ડસ બધાને એમના ઘરે આવવાનું ઇન્વીટેશન આપતા હતા….. અને લેબ ના એક કોર્નરમાં હું બેઠો હતો…. બધાને જોતો…એમ જ… કઈ પણ કર્યા વગર… લોકોને દુર થી જ સ્માઈલ આપતો…લોકોને જોતો… અને વિચારતો…પાસ્ટ વિષે, ફ્યુચર વિષે, પ્રેઝન્ટ વિષે….

એ ટાઈમ પણ જતો રહ્યો…. અત્યારે પણ બેઠો જ છું…. એજ રીતે, એજ સ્ટાઈલ થી જેવી રીતે કોલેજમાં એ દિવસે બેઠો હતો…. પગ લંબાવીને…. વિચારોમાં ખોવાયેલો…. ફ્રેન્ડસને યાદ કરતો…. બસ આજુ બાજુ અત્યારે કોઈ છે નહિ, અને જગ્યા કોલેજ નહિ પણ ઘરનો આ રૂમ છે….ફ્રેન્ડસ વગર નો રૂમ….

ફરીથી ફ્રેન્ડ્ઝ બનશે જ, એ વાતની ના નથી…. પણ એ વાતને પણ ઇગ્નોર ના જ કરી શકાય કે આ ગોલ્ડન ટાઈમ પાછો તો નથી જ આવવાનો…

I had a great time with all my friends during these four years and I’m going to miss them all…forever….
(એમ તો બીજું પણ ઘણું છે જે લાઇફટાઈમ યાદ રહેવાનું છે, પણ હવે થોડુક ડાયરી માટે પણ સાચવવું પડે ને…. 😉 )

હવે જોઈએ કે આ ફરક ખરેખર અસર કરશે કે સમય સાથે એ પણ આગળના ટાઈમ ની જેમ જ ગાયબ થઇ જાય છે…!

(અને હા, ચેન્જીસ એક્સેપ્ટ કરતા શીખવાડનાર મેઈન તો “who moved my cheese” બુક છે જે સ્કુલ ટાઈમ થી જ મારી ફેવરીટ રહી છે… 🙂 )

કઈ નથી આજે, જવા દો જવા દો…(બરફી!)

ઘણા દિવસ થી કઈ નવું પોસ્ટ કરવા માટે ગુગલ ટ્રાન્સલીટ્રેશન ઓપન કરી ને કોઈક નહિ ને કોઈક સબ્જેક્ટ પર લખવાનું ચાલુ કરી દઉં છું, થોડી ઘણી લાઈન્સ લખું પણ છું અને બસ! કઈક નહિ ને કઈક નડી જ જાય છે….(ઈવન આ લખતા લખતા પણ પાછો બીજી જગ્યાએ પહોંચી ગયો હતો….કઈ નહિ, હવે આવી ગયો પાછો…;) ) હા તો…. કઈક નહિ ને કઈક નડી જાય છે….અને એ બીજું કઈ નહિ પણ મારું મન છે….એક જગ્યા એ ટકી ને બેસતું નથી, જો કે દર વખતે મારો વાંક નથી હોતો(સાચ્ચે!) જેમ કે આજે સવારે જ રણબીર કપૂર પર બ્લોગ-પોસ્ટ લખવા બેઠો અને એક ફ્રેન્ડના આવવાના લીધે એ કામ ને pause કરીને ફ્રેન્ડ જોડે “કોડીંગ” કરવા બેસી ગયો! એના ગયા પછી ફરી પાછો લખવા બેઠો તો એના વિષે સ્પેશ્યલ પોસ્ટ ફરી ક્યારેક લખવા માટે ના ઘણા બધા રીઝન્સ મને મારું જ માઈન્ડ આપવા માંડ્યું!

ગઈ કાલે એક પોએમ લખવા બેઠો, પણ પેલું પિચ્ચરોમાં કેહ ને એમ, “પાપી પેટ નડી ગયું!”….. લખતા લખતા ભૂખ નડી, બોલો!(બોલતા નહિ, આમેય સંભળાશે નહિ, આ તો બસ આવું કહેવું પડે ) અને પાછો પેટ-પૂજા પતાવી ને આવ્યો તો પોએમ આગળ જ ના વધી…! પોએમ પણ “આળસ” પર લખવા બેઠો હતો હું! (ફરી થી લખતા લખતા બીજો બ્લોગ વાંચવા બેસી ગયો! 😛 )
એના આગળ ના દિવસે વળી મારા ફેવરીટ સિંગર વિશે લખવા બેઠો હતો, પણ હમણા થોડા દિવસ પછી એમનો બર્થ-ડે આવે જ છે તો વિચાર્યું કે એજ દિવસે પોસ્ટ કરીશ…. ટૂંક માં એ પણ અધૂરું જ છોડ્યું!

હવે ભાઈ થયું એવું, કે લખવાની ચઢી ચાનક ને લખવા માટે કઈ મળ્યું નહિ, પછી થયું કદાચ કમ્પ્યુટર પર લખું છું એટલે એવું થતું હશે, તો પાછો નોટમાં સ્ટોરી લખવા બેઠો, એય લખાઈ તો ગઈ પણ હવે કમ્યુટર માં કોણ ઉતારવા બેસે પાછું!(આળસ…! 😦 )
બસ પછી તો થયું કે હવે ગમ્મે તે થાય, જ્યાં સુધી નહિ લખાય ત્યાં સુધી ઝંપી ને બેસીશ નહિ ને પૂરું કરું ના ત્યાં સુધી ઉન્ઘીશ પણ નહિ…..(આ અત્યારે ૧૧:૩૦ થયા છે રાત ના)…. પણ હવે લખવું શું એ પણ વિચારવું તો પડે જ ને? (અશોકજી દવે એ શીખવાડ્યું છે કે આવા પ્રશ્નોનો જવાબ તરત “ના” માં આપી દેવાનો, તો જવાબ : “ના”)

બસ તો વિચાર્યા વગર જ લખવાનું ચાલુ કરી દીધું, અને હજુય ચાલ્યે જ રાખે છે….
પણ હવે વિચારું છું કે સાવ આવુંય ના કરાય, કઈક તો લખવું જ પડે ને!
ચાલો તો પેલું રણબીર કપૂર નું લખવાનો હતો એનો થોડોક સારાંશ જ લખી દઉં (બરફી ના મુડ માં છું આજકાલ! 😉 )
અરે હા….. પાછું યાદ આવ્યું, ફ્રેન્ડ આવ્યો એટલે લખવાનું નહોતું અટક્યું, લખતા લખતા ખાવા માટે બરફી લેવા જતો રહ્યો હતો હું(પાછું લખવા થાય ને કે “જુઓ, બરફી ખાતા ખાતા બરફી નો રીવ્યુ આપું છું!” :D)!
અને બીજું રીઝન એ પણ હતું કે બરફી ના રિવ્યુઝ આજ-કાલ બધા જ આપતા હતા તો થયું કઈ નવું ના લાગે, પણ હવે નવું ને જુનું, આપણે શું?! આપણે તો લખવાથી મતલબ, બરાબર ને? (હા…એકદમ! 😉 )

ઓકે તો હવે રણબીરભાઈ ૨૦૦૭ માં “સાવરિયા” માં પેહલી વાર ડોકાણા…. લોકોમાં (પહેલું મુવી રીલીઝ થયા પહેલા જ ) ઘેલું કર્યું! જબરો ફેન-ગણ બનાવ્યો, અને એક સુપર-ફ્લોપ મુવી આપ્યું, જે મને તો ખરેખર ગમ્યું હતું! બસ પછી તો ધના ધન મુવીઝ મળવા લાગ્યા…. અને પછી ૨૦૦૯ માં આવ્યું “વેક અપ સિદ”, જેણે મને બનાવ્યો રણબીર નો ફેન…. એજ વર્ષ માં રીલીઝ થયું “અજબ પ્રેમ કી ગજબ કહાની” જે હજુ પણ જેટલી વાર ટીવી માં આવે એટલી વાર જોઇને પણ મને કંટાળો નથી આવતો! પછી તો “રોકેટસિંહ” અને “રોકસ્ટાર” જેવા ઓવ્સમ મુવીઝ આપીને ૧૪ સપ્ટેમ્બરે રીલીઝ થયું “બરફી!” જેનું ટ્રેલર મેં Full HD માં સેવ કરીને મારા કમ્યુટર માં રાખ્યું છે(પહેલી વાર કોઈ ટ્રેલર સેવ કર્યું છે ભાઈ!)

“અન્જાના-અન્જાની” વાળા જ પ્રિયંકા અને રણબીર આ મુવી માં છે એ તમે બરફી જોતી વખતે ચોક્કસ ભૂલી જ જાઓ, પૂરી રીતે મુવી માં ઓગળી જાઓ એવું પીક્ચારાઈઝેશન, સીનેમેટ્રોગ્રાફી, ડાઈરેક્શન, જબરદસ્ત-જોરદાર-જાલિમ એવી દરેક એક્ટર્સની એક્ટિંગ, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવું પ્રીતમનું મ્યુઝીક….! ઓછામાં ઓછા ડાયલોગ છતાં એક્ટિંગ અને મ્યુઝીક થી જકડી રાખતું આ વારે-વારે જોવા જેવું મુવી છે! “ફેરારી કી સવારી” પછી ફરી એક વાર મારા ગમતા મુવીઝ ના લીસ્ટ માં એક વધારો થયો….!

બસ, મુવી વિશે આટલું જ……
અને આ પોસ્ટ માં પણ હવે આટલું જ…..
બાર તો વાગી જ ગયા છે…. હવે કાલે પાછું વહેલા ઊઠવાનું છે, શીડ્યુલ ના બાર વાગે એ પહેલા જ ઊંઘી જાઉં…. 😉
ચાલો તો વાંચતા રહો, કમેન્ટ કરતા રહો અને લાઈફ એન્જોય કરતા રહો….!!
ફિર મિલેંગે ચલતે ચલતે…..!!

કૌંસ માં :~
{[(
આ પોસ્ટ ખાલી એટલું કહેવા માટે લખવાનો હતો કે ભાઈ હમ અભી ઝીંદા હૈ!(આઈ મીન બ્લોગ-વર્લ્ડ માં…. આમ તો ઘણું લખેલું છે, પણ ટાઈમ આવે પોસ્ટ કરીશ…. 😀 )
આજે કૌંસ માં બસ આ મસ્ત મજાનું સોંગ છે એ સાંભળો, just a random (one of my favourites) song…..


)]}

બ્રેક કે બાદ!

વૂહહ………4768 views, 27 followers,  અને આને ગણીને 41 પોસ્ટ્સ… 10 ડીસેમ્બર થી આ લખું છું ત્યાં સુધી માં….એટલે કે 15 જુલાઈ સુધી…. 219 દિવસ કહો કે 7 મહિના અને 6 દિવસ….. જે મળ્યું છે એ ખરેખર expectations થી ઘણું વધારે જ કહી શકાય મારા માટે….. થોડાક દિવસ માં 5000  હિટ્સ થશે એવી રાહ જોતો હતો…. વિચારતો હતો કૈક મસ્ત મજાનું “થેંક યુ” એક મસ્ત પોસ્ટ સાથે કરીશ…..! પણ હવે થાય છે એના માટે રાહ નહિ જોવાય! અત્યારે જ કહી દઉં…..  THANK YOU SO MUCH!!!

થેંક યુ મેં જે કઈ લખ્યું એ વાંચવા માટે, મને સપોર્ટ કરવા માટે, લખતા રહેવા નો ઉત્સાહ આપવા માટે, કેટલીક પોસ્ટ્સ અને બસ ‘નામની એવી ફક્ત કહેવાતી એવી કવિતાઓ’ ને સહન કરવા માટે!! અહી ઘણા બ્લોગ્સ પર નજર નાખતા ખબર પડી કે ગુજરાતી સાહિત્ય કેટલી મોટી વસ્તુ છે….. અને ત્યાં હું કોઈ પણ પ્રકાર ની મહેનત કર્યા વગર જ કુદી પડ્યો…. જે મન માં આવ્યું એ લખતો રહ્યો…. અને જાતે જ મને કહેતો, “મસ્ત લખ્યું વિરાજ!!”. પણ હવે જયારે બીજાઓને વાંચ્યા ત્યારે ખબર પડે છે કે મેં લખ્યું એ ખરેખર કઈ હતું જ નહિ! કોઈ પણ કામ મહેનત વગર તો નાં જ થાય ને….! બસ તો હવે એ પણ કરવી જ છે..! થોડુક(ઘણું) રીડીંગ પણ જરૂરી છે, જે કરીએ એમાં અભ્યાસ મેઈન છે! એના વગર તો એવું છે કે દિશા જોયા વગર દોડ્યા કરવું! અને જો એમ કરીશ તો બસ ગોળ ગોળ જ ફર્યે રાખીશ હું તો!

અરે હા….. મેઈન વાત તો રહી જ ગઈ…. એક્ચ્યુઅલી આ પોસ્ટ મેં એટલા માટે લખવાનું નક્કી કર્યું હતું, કે મારે હવે થોડોક ટાઈમ બ્રેક લેવો છે બ્લોગીન્ગમાંથી(ટાઈટલ તો વાંચ્યું જ હશે!!). પણ મારા માઈન્ડ નું એવું છે ને કે ગમે ત્યારે ચેન્જ પણ કરી દે disicion!  પણ બનશે ત્યાં સુધી તો ચેન્જ નહિ જ થવા દઉં. એક વર્ષ સુધી તો બ્રેક લેવાની ઈચ્છા છે જ…… પછી જોઈએ એ તો કેટલું મારું માઈન્ડ સ્ટેબલ રહે છે!

જો કે લખવાની ટેવ છોડવી તો નથી જ…… અને છૂટશે પણ નહિ. એનો બંદોબસ્ત પણ કરી જ રાખ્યો છે! એક 400 પેજ ની નોટ માં મારી ગમે તેવી ભાંગી તૂટી વાર્તાઓ અને કવિતાઓ લખવાનું ચાલુ રાખીશ. અને જયારે પણ બ્રેક પતશે, ત્યારે પોસ્ટ કરવા માંડીશ બ્લોગ પર(એમ તો નહિ છોડું તમને લોકો ને 😉 )! અને મારો જુનો બ્લોગ તો છે જ બ્લોગસ્પોટ વાળો! એ તો મારું સેન્ડબોક્સ છે….. પ્રેક્ટીસ એરિયા જ કહી દો! ઈચ્છા થશે ત્યારે ત્યાં તો લખીશ….કદાચ! 😛
ચાલો તો, ફરી મળીશું! બ્રેક કે બાદ!!! 😀 🙂 😛 😉

~શોર્ટ મુવી : “WAKE : UP”~

~> વેકેશનનો લાભ ઉઠાવવા માટે ક્રિએટીવીટી નો સહારો લઉં ત્યારે થાય કે ચાલો ખરેખર વેકેશનનો ટાઇમ બગડ્યો નથી…..
જો કે ક્રિએટીવીટીનો મતલબ એવું પણ નહિ કે બધું બનાવ બનાવ જ કર્યે રાખું, જો કઈ બનાવવું હોય તો એના માટે થોડું ઘણું ફરવું પણ પડે, મુવીઝ પણ જોવા પડે, અને ફાઈનલી મૌલિક વિચારો અને બીજાના એક્સપીરીઅન્સનું એડીશન કરીને કોઈ ક્રીએશન માટે ટ્રાય કરવાનો. મસ્તી ની મસ્તી અને કૈક શીખ્યા એ પ્રોફિટમાં….
~> મુવીઝ તો ઘણા જોઈ લીધા આ વેકેશનમાં…..
ઈંગ્લીશ મુવીઝ માં ગમ્યા હોય એવા મુવીઝમાં “HUGO” ને top પર મૂકી શકું, ‘ફોટોગ્રાફી ડાઈરેક્શન’ હોય કે ‘મુવી ડાઈરેક્શન’, ‘સ્ટોરી’ હોય કે ‘એક્ટિંગ’ બધા જ પાસા માં મને તો ઘણું જ ગમ્યું….
હિન્દી મુવીઝ માં “માય ફ્રેન્ડ પિન્ટો” આ વેકેશન માં જોએલા મુવીઝ માં થોડુક ગમ્યું.
~> હવે મુદ્દાની વાત પર આવું….
વેકેશન ની ખાસ રાહ તો હું એટલા માટે જ જોતો હતો કે આ વખતે ફ્રેન્ડસ જોડે મળીને કેટલીક શોર્ટ મુવીઝ બનાવવાનો વિચાર હતો….
કેટલીક મૌલિક વાર્તાઓ લખી અને કેટલીક ઇન્સપાયર્ડ ફ્રોમ સમ શોર્ટ મુવીઝ…
એવું જ એક શોર્ટ મુવી એક એનીમેટેડ મુવી “અલાર્મ” થી ઈન્સ્પાયર થઈને બનાવ્યું છે…. અત્યારે તો એનો ફર્સ્ટ લૂક અહી share કરું છું. આખું મુવી પણ share કરીશ, બસ ટૂંક સમય માં…….. 🙂