JAVAનું બખડજંતર! :D

ક્લાસમાં ઘણી વાર ( આમ તો દરેક વાર) બહુ જ કંટાળો આવતો હોય છે, એવા ટાઈમે બગાસા ખાવામાં થોડુક રિસ્ક ચોક્કસ રહેતું હોય છે, બેટર છે કે ધ્યાન જ નાં આપીએ (ધ્યાન આપીએ તો બોર થવાય ને!)

જો કે હું એવા સ્ટુડન્ટસ માં નથી આવતો (એનાથીએ  જોરદાર 😉 ) એમાં પણ આજે તો લેકચર માં પૂરું ધ્યાન આપ્યું કેમ કે આજની પોસ્ટ લખવા માટે તો ફેકલ્ટીએ જ હેલ્પ કરી હતી. એ ભણાવતા ગયા અને મને આજ ની પોએમ લખવા માટે ટોપિક્સ આપતા ગયા 😉 , એક જ લેકચરમાં બે પોએમ્સ લખી દીધી, એક ગુજરાતીમાં અને એક ઈંગ્લીશમાં 😀
તો એન્જોય કરો, share કરો, અને કમેન્ટ્સ પણ આપતા જાઓ! 😀(નોંધ :~ તમારા રિસ્ક પર વાંચજો, ભયાનક સબ્જેક્ટ પર લખેલું આ બખડજંતર જ છે……. JAVA ના જોડકણા!)

લેકચર ભરવા ક્લાસમાં પેઠો,
ખાલી જગ્યા જોઇને બેઠો.

બેગ માંથી મેં કાઢી ચૉપડી,
સબ્જેક્ટ-નેમ જોઈ હટી ખોપડી.

સબ્જેક્ટ ભારે એવો -“JAVA”,
“કોલેજ આવ્યો હું શું ખાવા!!!”

પછતાવો મને થયો ઘણો,
પણ આવ્યા તો થ્યું ‘ચલો ભણો’!

સાહેબે પણ કરી શરૂઆત,
બોલ્યા, “ફ્રેમ્સ ની કરીશું વાત”.

બારી બાજુ આંગળી ચીંધી,
કિનારીને તેની ફ્રેમ કીધી!

ત્યાં જ મને એક પ્રશ્ન થયો,
ઉભા થઈને હું પૂછી ગયો,

“સાહેબ, એક વાત કરો reveal,
આ કમ્યુટર છે? કે છે CIVIL?”

સાહેબે મારો ઉધડો લીધો,
ક્લાસ છોડવાનો આદેશ દીધો. 😀

સાહેબને ના સમજ એ આવી,
કે અમે છીએ એન્જીનીઅર ભાવી!

~~~~> કૌંસ માં
{[(
ગુજરાતી બ્લોગ ઉપર તો ગુજરાતી પોએમ જ મુકાય ને! (એવું જરૂરી નથી, પણ આ તો મારા બનાવેલા કેટલાક નિયમો, યુ નો! 😉 )
JAVA ઉપર જ લખેલી ઈંગ્લીશ પોએમ “અહી ક્લીક કરીને” વાંચો… 🙂
)]}

4 thoughts on “JAVAનું બખડજંતર! :D

Leave a comment